Kalank ek vaytha - 9 in Gujarati Fiction Stories by DOLI MODI..URJA books and stories PDF | કલંક એક વ્યથા.. - 9

કલંક એક વ્યથા.. - 9

કલંક એક વ્યથા...9

આજ બિંદુના મકકમ ઈરાદા આગળ સમય પણ હાર્યો હતો. આજ જાણે બહુ જલ્દી રાત થઈ ગઈ હતી. બિંદુ ભારતના પોતાના ગામ અને પોતાના ઘરના સપના જોતી સુવાની કોશીશ કરવા લાગી. ઓરડાની દિવાલોને જાણે ' બાય બાય ' કરતી હોય એમ નિહાળી રહી હતી. એ ઈંટ પથ્થરની દિવાલો એ બિંદુના કપરા સમયની સાક્ષી હતી. એના દર્દની એના પર થતા અત્યાચારની સાક્ષી હતી. એના વિતેલા સમય અને રોળાયેલા સપનાની સાક્ષી હતી. પરંતુ આજ જાણે દિવાલો પણ બિંદુને સાથ અને આશીર્વાદ આપી મુક્ત થવા વિનવી રહી હતી. દિવાલોને કાન હોય એ તો સાંભળ્યુ જ હતુ, પણ અહીં તો દિવાલોને જાણે દિલ હતુ.


રાતના અગીયાર વાગ્યા રાકેશ આવ્યા. બહાર દરવાજા પર ગાડીનો હોર્ન વાગતા બિંદુ ઝબકીને ઊભી થઈ બહાર જોયું.
રસોડામાં આવી અને ડાઇનિંગ ટેબલ પર એનું જમવાનું તૈયાર કર્યું . રાકેશશેઠ ઘરમાં એક પણ શબ્દ બોલતો નહીં ચુપચાપ
જમી અને દાદા-દાદી કે મોનીકા સાથે થોડી કામ પુરતી વાત કરે,અને થોડી વાર ટીવી જોવે, અને પાછો પોતાનામાં મશગુલ થઈ જાય, એના બિયરબારમાં અને એની સિગારેટમાં....

રોજની જેમ પરવારી બિંદુ એના ઓરડામાં ગઈ. એક વાગવા આવ્યો હતો. હજુ સુવાની કોશીશ કરતી હતી ત્યાં દરવાજો ખુલવાનો અવાજ આવતા સાવચેત થતા સંકોરાવા લાગી. પરંતુ એનુ સાવચેત થવું કે સંકોરાવુ વ્યર્થ જ હતુ એ પોતે પણ જાણતી હતી. આજ તો દિલા કોઈ ખૂણે એક આઝાદી મળશે અને આ ત્રાસ હવે છેલ્લી વાર છે એ વિચારીને ઠંડા નીસાસા સાથે આંખોમાંથી પાણી વહેવા લાગ્યા હતા, રબ્બરાના પુતળા માફક પથારીમાં પડેલી બિંદુને રાકેશે પોતાની મરજીનુ રમકડું સમજી રમી જતો રહ્યો.

બિંદુ માટે તો આ દર્દ રોજનું હતુ, પણ આજ તો એક આશાનું કીરણ હતુ એની પાસે, એના આધારે એ ધીરે ધીરે ઊભી થઈ અને કપડા બીજા પહેર્યા, ઓરડાની બહાર આમ તેમ નજર ફેરવી એણે જોયું રાકેશ પણ એના ઓરડામાં ભરપુર નશાની
હાલતમાં પલંગ ઉપર ઉલટો પડયો હતો.

બિંદુએ ધીરે ધીરે પૈસા પલંગમાંથી કાઢ્યા અને બે ત્રણ જોડ કપડા થેલામા ભર્યાં ,યાદ કરીને એનુ ઓળખ પત્ર જે અરધુ
ખોટુ હતુ એ થેલીમાં મુક્યુ, એના ઓરડાની બારીમાંથી બહાર નજર કરી ચોકીદાર ખુરશીમાં બેઠા બેઠા જ જોલા ખાઈ રહ્યો હતો. ઘડીયાળમાં રાતના ત્રણનોબેલ વાગ્યો. બેલના અવાજથી પહેલાતો બિંદુ ઝબકી ગઈ. મનમાં કોઈ જાગી જશેતો એ ડર પણ હતો. એ દબાતા પગલે થેલો લઈ ભગવાનનું નામ લેતી બહાર તરફ આગળ વધી. છૂપતા છુપાતા દરવાજાની પાસે ચપ્પલ કાઢી હાથમાં લઈ બહાર નીકળી ગઈ. બહારની દિવાલે ટેકો કરી હાશ કરો કર્યો, બિંદુનું એક પગલું તો સફળ થયું હતુ.એ સફળતાના આધારે એની થોડી હિંમત પણ વધી ગઈ. પછીતો ઝડપી પગલા ભરતી રોડ ઉપર ચાલવા લાગી, હજુ કયાં જવું શું કરુ વિચારો પણ એના પગલાની જેમ સોની રફતારે દોડતા હતા. પાછળ ફરીને જોવાની તો હિંમત જ ન હતી. જેટલી નજર લંબાઈ એટલું આગળની તરફ નજર કરી જોતી હતી. રસ્તા સુમસામ હતા.
કોઈ વાહન ન હતુ. અને એરપોર્ટ જોયું ન હતુ. થોડે દૂર ચાલતા એક ટેક્સી દેખાઈ. બિંદુએ તરફ દોડી અને ટેક્સી વાળાને કહ્યું.

" એરપોર્ટ...? "

ટેક્સી વાળોએ અરબી કપડામાં હતો. એ કદાચ ગુજરાતી નહીં સમજતો હોય, પણ ખાલી ' એરપોર્ટ ' અટલુંજ બોલાયેલા શબ્દે એ સમજી ગયો હતો. ટેક્સીમાં બેઠી આમતેમ નજર ફેરવી હજુ રસ્તા પર કોઈ ચહલ-પહલ ન હતી. ડ્રાઈવર આગળના કાચમાંથી બિંદુને જોયા કરતો હતો. બિંદુની ગભરામણ, ડર,બેચેની એના ચહેરા પર દેખાતી હતી. બિંદુએ ડ્રાઈવરને ડરતા ડરતા પુછ્યુ,

" એરપોર્ટને આવતા કેટલી વાર લાગશે...? "

" 10 મીનીટ્સ મેમ " ડ્રાઈવરે કહ્યું. એ પણ બિંદુની બેચેનીથી મૂંઝાતો હતો.એ વિચારતો હતો કંઈક તો પ્રોબ્લમ છે. એણે બિંદુને પુછવાની કોશીશ કરી...

" એની પ્રોબ્લમ મેમ..? "

પરંતુ બિંદુએ એને કોઈ જવાબ વાળવાનું બરોબર ન લાગ્યું. એ ચુપ રહી અને બેસબ્રી થી ટેક્સીની બારીમાંથી બહાર એરપોર્ટની વાટ જોતી રહી.....
દસેક મીનીટ પછી વાહનોની અવરજવર વધારે દેખાવા લાગી રંગબેરંગી લાઈટોથી ઝળહળતા બીલ્ડીંગો,અને સ્રરરરરસ્રરરટટટ....... પ્લેન ઉડવાના અવાજ આવતા હતા. બિંદુ સમજીગઈ એરપોર્ટ હવે નજીક છે.

સવારના ચાર વાગવા આવ્યા હતા. વાતાવરણમાં ઠંડી અને અજીબ ડર સાથે મદહોશી હતી. એરપોર્ટની બહાર હોટેલ,રેસ્ટોરન્ટો ધમધમતા હતા. બિંદુ વિચારતી હતી અહીં
રાકેશશેઠના ઘરે તો બધા 8વાગે જાગશે એટલે બિંદુ નથી એ હમણા કોઈને ખબર પણ નહીં પડે અને આ સમયના એક વાર કઈ પણ કરી પ્લનમાં બેસવા મળી જાય કે પોલીસનો સાથ મળી જાય તો એ બચી જાય અને ભારત પહોંચી જાય.
ગાડી એરપોર્ટની સામેની બાજુ ઊભી રહી. બિંદુએ ગાડીમાં બેઠા બેઠા જ બુરખાની માફક એક દુપટ્ટો માથે અને મોઢે વિંટી લીઘો. અને ટેકસીમાંથી નીચે ઉતરી, અને ટેક્સીવાળા ને પૈસા ચુકવી નજર નીચી રાખી ઝડપભેર રસ્તો ક્રોસ કરવા લાગી, સામેની બાજુ ઘણી ટેક્સી ઊભી હતી, એમાંથી એક ડ્રાઇવરની નજર બિંદુ ઉપર હતી.....

હવે આગળના ભાગમાં જોશુ બિંદુને એ બિજો ડ્રાઈવર શું કરે છે. બિંદુ ભારત પહોંચે છે કે ...........

(ક્રમશ...)

🙏જય શ્રીકૃષ્ણ 🙏

✍ડોલી મોદી ' ઊર્જા '
ભાવનગર