Kalank ek vaytha - 11 books and stories free download online pdf in Gujarati

કલંક એક વ્યથા.. - 11

કલંક એક વ્યથા...11

હાલ બિંદુ ભારતની બદલે હોસ્પિટલમાં હતી. એના સપના ફરી નાઠારા નીકળ્યા, નઠારા જ નીકળેને એ સપના હતા, પણ પાયા વગરના, એ એને પણ ખબર હતી. પાસપોર્ટ કે ટીકીટ વગર નિકળી ગઈ હતી ઘરે થઈ ખાલી એક કાગળના સહારે.
હવે આગળ જોઈએ........

એમ્બ્યુલન્સના અવાજ અને નર્સ ડોક્ટર્સની ઘમાઘમ એ બધુ બિંદુ હોસ્પિટલના રુમના કાચના બારણામાંથી જોઈ રહી હતી. આંખો ચકળવકળ હતી પણ જીભ ઉપાડવાની તાકત ન હતી,- કે એ ઉપાડવા ઈચ્છતી ન હતી. એણે અલી અને મનજીતસિંહ સામે પણ ઘણી વાર ત્રાંસી નજરે જોઈ લીધુ હતુ. એ બંને વાતો કરતા હતા.

" અલી, આ કોણ હશે..? આપણે એને મદદ કરવી..? એકલી સ્ત્રીને આવી હાલતમાં એકલી મુકવી..?"

અલી એ પણ બિંદુ હજુ સુતી છે એમ જાણી એની સામે જોતા કહ્યુ,

" હા ભાઈ, જાગે અને કઈ વાત કરવા લાયક થાય તો વાત કરી એના ઘરે સલામત પોંહચાડી દઈએ...અલ્લા સલામત રાખે બહેનને..."

" પણ મને નથી લાગતુ કઈ સારા કારણથી એ નીકળી હોય..! એ તારી ગાડીમાંથી ઉતરી ત્યારે કઈ હડબડાટમાં હતી. મારી નજર ત્યાંજ હતી અને એટલામાંજ આ એક્સીડન્ટ થયો."

" હા, મે પણ એને પિકપ કરી ત્યારે મને પણ એવુ લાગતુ હતુ. એ બહુ ડરી ડરી હતી."

" તે એને પિકપ કયાથી કરી હતી..?"

" અહીં થી દસેક કિલોમીટર દુર ' આર બંગલોથી ' "

" ત્યા તપાસ કરવી છે..?"

આ સાંભળતાજ બિંદુને લાગ્યુ હવે એ વધારે ઊંઘવાનું નાટક કરશે તો ફરી રાકેશના હાથમાં આવી જતા વાર નહીં લાગે. એટલામાં સામેથી પોલીસ ઓફિસરો પણ આવતા દેખાયા. એટલે બિંદુ જાગી અને..

"પાણી..પાણી.." કર્યુ.

મનજીતસિંહ એ જોયુ એણે કહ્યુ બહેન જાગી ગઈ છે.એણે પાણી આપ્યુ. એટલે બિંદુએ બારણાની બહાર નજર કરતા કહ્યુ.

" હું કોણ છું અને કયાથી છું બધી વાત કરીશ મને પોલીસથી બચાવી લ્યો."

" પણ પોલીસ તો એક્સીડન્ટની ફરીયાદ માટે આવ્યા છે. એમાં તમારો કશો વાંક નથી.."

" હા, પણ મારે ફરીયાદ નથી કરવી , મને બચાવી લો..કંઈ પણ કહો એને પણ ફરીયાદ નથી કરવી. હું ફરીયાદ કરીશ તો પાછી નર્ક પહોંચી જઈશ મને બચાવીલો ભાઈ "

બિંદુ બે હાથ જોડી કરગરવા લાગી.એ જોઈ અલી અને મનજીતસિંહ બંને એક બીજા સામે જોવા લાગ્યા. એ બંને વિચાર કરતા હતા, શું કરવુ મુંઝવણમાં હતા. એટલામાં પોલીસ ઓફિસરો બારણા પાસે આવી ગયા. અને બારણે બેલ માર્યો. અલીએ ધ્રુજતા હાથે ધીરે ધીરે બારણું ખોલ્યુ.

સામે એકદમ ગોરા ગોરા અને ફ્રેન્ચદાઢી, ડાર્ક લીલો યુનિફોર્મ માથે ટોપી, અને છ સાડા છ ફુટ ઉંચાઈ, ભરાવદાર બાંધાવાળા બે પોલીસ ઓફિસરો આવીને ઊભા રહી ગયા. એને જોતાજ સીધાસાદા માણસના તો હાંજા ગગડી જાય.
એણે અંદર આવતા જ સવાલ શરૂ કર્યા. અલી અને મનજીતસિંહ એના જવાબ આપવાનું શરૂ કર્યું. પોલીસે પુછ્યુ,

" નામ..? "

" સરોજ.."

હોસ્પિટલમાં એ જ નામ લખાવેલું હતુ એટલે એ જ કહ્યુ. અને એમ પણ હજુ સાચુ નામ ખબર પણ ન હતી બંનેને.

" તમારે શુ થાય..? " પોલીસે પુછ્યુ.

" મારી સીસ્ટર છે... " મનજીતસિંહ એ કહ્યુ.

" ગાડીનો નંબર કે કોઈ નિશાની જે એક્સીડન્ટ કરીને ગઈ એ..? " પોલીસે પુછ્યુ.

" ના સર, પરંતુ અમને કોઈ ફરિયાદ નથી લખાવવી, મારી સિસ્ટર કહે છે એની ભૂલ હતી. રોડ ક્રોસ કરતા એનુ ધ્યાન ન રહ્યુ...."

" ઓક, તમે સ્યોર છો..? "

" જી "

" ઓકે.."
કહી પોલીસ ઓફિસરો જતા રહ્યા. મનજીતસિંહ અને અલી બિંદુના પલંગ પાસે આવ્યા અને કેટલાય સવાલો બંનેની આંખોમાં તરવરતા હતા. બિંદુ પણ સમજી ગઈ હતી હવે આ લોકોને બધી હકીકત જણાવવી પડશે.....

આ બાજુ રાકેશના ઘરે દોડધામ મચી હતી. મોનીકા મનમાં રાજી થતી હતી,- કે બલા ગઈ, રાકેશનુ ટેન્શન વધતું જતુ હતુ, કે બિંદુ ભાગી છે તો કોઈ નક્કર પુરાવા સાથે જ ભાગી હશે અને એ પોલીસમાં જશે તો રાકેશ ફસાઈ જશે અને આકરી સજા થશે. એ ગાડી લઈને આમ થી તેમ આખો દિવસ ફરતો રહ્યો બિંદુને ગોતવા. કોઈને પુછી શકાય એમ પણ ન હતુ. નહીતો ઘણા સવાલના જવાબ આપવા પડે એમ હતા. એણે ઘરેથી નીકળતા પહેલા પાસપોર્ટ જોયો હતો. એ એની છુપાવેલી જગ્યા પર જ હતો. તો બિંદુ કયા ગઈ. પાસપોર્ટ વગર ભારત જવું શક્ય ન હતુ. તો ક્યાં ગઇ એ સમજાતુ ન હતુ...

હવે આગળના ભાગમાં જોઈશું બિંદુના સચ્ચાઈ, રાકેશને બિંદુના કોઈ સમાચાર મળી શકે છે કે નહીં....

🙏જય શ્રીકૃષ્ણ 🙏

✍ડોલી મોદી ' ઊર્જા '
ભાવનગર
25, 4, 2021
રવિવાર