Dhup-Chhanv - 12 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 12

આપણે ગયા પ્રકરણમાં જોયું કે,
અપેક્ષાએ અત્યારે શહેરના ખ્યાતનામ બિઝનેસમેન શ્રી ધીમંતશેઠ જોડે લગ્ન કર્યા છે. અત્યારે તે ખૂબ સુખી છે. તેના જીવનમાં પણ ઘણી ચઢતી-પડતી આવી ગઈ, જેનો તેણે હંમેશાં હસતે મુખે સામનો કર્યો. અપેક્ષા કૉલેજમાં હતી ત્યારે મિથિલ નામનો એક હેન્ડસમ, રૂપાળો નવયુવાન તેની જિંદગીમાં આવ્યો હતો પણ તેણે અપેક્ષાને ખૂબજ અન્યાય કર્યો હતો....

મિથિલ નામનો છોકરો કોલેજના બીજા વર્ષમાં ભણતો હતો ખૂબજ હેન્ડસમ અને અને ફેરલુકિંગ અને પૈસેટકે ખૂબજ સુખી-સંપન્ન હતો. નવી નવી છોકરીઓને ફસાવવી તે તેની આદત હતી. હવે તેની નજર ખૂબજ રૂપાળી, ભોળી-ભાળી અપેક્ષા ઉપર હતી.

અપેક્ષા કૉલેજના પહેલા વર્ષમાં હતી, તેને વાંચવાનો ખૂબ શોખ હતો તેથી તે અવાર-નવાર લાઈબ્રેરીમાં જતી. તેનો પીછો કરીને મિથિલ પણ દરરોજ લાઈબ્રેરીમાં જવા લાગ્યો.

હંમેશાં તે અપેક્ષાની સામેની ખુરશી ઉપર જ બેસતો અને ધીમે ધીમે તેણે અપેક્ષા સાથે વાતચીત કરવાની શરૂઆત કરી અને આમ તે ધીમે ધીમે અપેક્ષાની વધુ નજીક આવી ગયો.

હવે તેણે એક દિવસ અપેક્ષાને પોતાની સાથે કોફી પીવા માટે કૉલેજ કેન્ટીનમાં આવવા કહ્યું. અપેક્ષાને મિથિલના બદઈરાદાની કંઈ જ ખબર ન હતી તે મિથિલને એક સીધો સાદો સજ્જન છોકરો સમજતી હતી.

દેખાવે રૂપાળો અને બોલવામાં મીઠો મિથિલ અપેક્ષાને ખૂબ ગમી ગયો હતો. તેમની આ મુલાકાતો ધીમે ધીમે વધતી ગઈ અને મિથિલ તેની મીઠી મીઠી વાતોમાં અપેક્ષાને ફસાવતો ગયો. બંને વચ્ચેની આ દોસ્તી પ્રેમમાં પરિણમી.

હવે અપેક્ષાને બસમાં કૉલેજ જવું પડતું ન હતું મિથિલ તેને દરરોજ પોતાની ગાડીમાં અથવા તો બાઈક ઉપર બેસાડીને કોલેજ લઈ જતો અને ઘરે મૂકી જતો હતો. આ વાતની ખબર અપેક્ષાની મમ્મી લક્ષ્મીને થતાં લક્ષ્મીએ અપેક્ષાને ખૂબ સમજાવી કે, " આ છોકરો મને બરાબર લાગતો નથી તે તને ખોટી રીતે ફસાવી રહ્યો છે તું તેની સાથે હરવા-ફરવાનું અને વાત કરવાનું છોડી દે. " પરંતુ અપેક્ષાના દિમાગમાં પ્રેમનું ભૂત ચઢ્યું હતું તે ઉતરે તેમ ન હતું અને તેથી તેને પોતાની મમ્મીની એક પણ વાત સાચી લાગતી નહોતી. અને આમ ને આમ ભોળી-ભાળી અપેક્ષા મિથિલની પ્રેમજાળમાં ફસાઈ ગઈ.

હવે અપેક્ષાનું કૉલેજનું આ છેલ્લું વર્ષ હતું હવે તે મમ્મીને જણાવ્યા વગર જ મિથિલ સાથે આખો આખો દિવસ બહાર રહેવા લાગી એક દિવસ મિથિલની બર્થડે હતી ત્યારે મિથિલ અપેક્ષાને એક હોટલમાં લઈ ગયો અને પોતાને જન્મદિવસની ભેટરૂપે તેણે અપેક્ષા પાસે તેના શરીરની માંગણી કરી. મિથિલના પ્રેમમાં ગળાડૂબ થઈ ગયેલી અપેક્ષાને પોતે શું કરી રહી છે..?? અને તેનું શું પરિણામ આવશે..?? તેની કલ્પના શુદ્ધા ન હતી તેણે પોતાનું આખું શરીર મિથિલને સોંપી દીધું.

હવે છેલ્લા વર્ષની પરીક્ષા પણ પૂર્ણ થઇ ગઇ હતી અપેક્ષા ખૂબજ સારા માર્ક્સ સાથે પાસ થઈ ગઈ હતી અચાનક અપેક્ષાની તબિયત બગડતાં લક્ષ્મી તેને ડોક્ટર પાસે ગઈ તો ખબર પડી કે અપેક્ષા તો માતા બનવાની છે, કુંવારી દીકરી માતા બને..?? તે વાત લક્ષ્મી માટે સહન થાય તેવી ન હતી. લક્ષ્મીની ઉપર તો જાણે પહાડ તૂટી પડ્યો હોય તેટલું દુઃખ તેને થયું તેણે અપેક્ષાને પૂછ્યું કે આ બાળક કોનું છે..?? ત્યારે ખબર પડી કે, આ મિથિલનું પરાક્રમ છે અપેક્ષાએ મિથિલને બહાર મળવા માટે બોલાવ્યો અને પોતે તેના બાળકની માતા બનવાની છે એ પણ જણાવ્યું મિથિલે આ આખી વાત હસવામાં કાઢી નાંખી અને અપેક્ષાને આ બાળક કઢાવી નાંખવા માટે, એબોર્શન કરાવવા માટે કહ્યું અપેક્ષા આમ કરવા માટે તૈયાર ન હતી.

અપેક્ષાએ તેને ધમકી આપી કે તે પોલીસ ફરિયાદ કરશે અને તેને પોલીસ કસ્ટડીમાં પૂરાવી દેશે. અપેક્ષા એબોર્શન કરાવે છે કે નહિ, મિથિલ અપેક્ષાના બાળકનો સ્વિકાર કરે છે કે નહિ... વાંચો આગળના પ્રકરણમાં....