CHECK MATE. - 20 books and stories free download online pdf in Gujarati

ચેકમેટ - 20


દોસ્તો આગળના પાર્ટમાં આપણે જોયું કે મિ. રાજપૂત હવે એ નિષ્કર્ષ પર આવી ગયા હતા કે આલય સાથે જે કાંઈ પણ થયું તે એકસિડન્ટ અને એમ્બ્યુલન્સ આવે એ પહેલાં જ થયું...ઘણા પ્રશ્નો સાથે એ વાતમાં પણ મક્કમ હતા કે જે થયું છે એમાં કોઈ નજીકના માણસનો જ હાથ છે.હવે આગળ..

મિ. રાજપૂત ખુલ્લા ગાર્ડનમાં ખુરશીમાં બેઠા બેઠા આખો ઘટનાક્રમ વિચારતા હતા.ઇન્સ્પેક્ટર મોહંત્રેને હજુ સૃષ્ટિવાળી વાતની જાણ નહોતી કરવાની.. માટે અપૂરતી સાબિતીઓને આધારે સિમલા પોલીસની વધારે મદદ લઇ શકાય તેમ નહોતી.

આ માટે કોઈ પોતાનું છતાં પણ કાયદાના માણસની જ મદદ લઇ શકાય.ઘણું વિચાર્યા પછી એમણે પોતાના ખાસ મિત્ર અને અમદાવાદમાં પોલીસ ઇન્સ્પેક્ટર પાઠકને ફોન લગાવ્યો ..અને તમામ ઘટનાઓથી માહિતગાર કર્યા...ઘણી વાતોના વિચારવિમર્શ કર્યા પછી ઇન્સ્પેક્ટર પાઠકે બીજા દિવસે સિમલા માટે નીકળી જવાનું પ્રોમિસ આપ્યું.

બીજા દિવસે સવારે પાઠકસાહેબ ફ્લાઈટમાં સિમલા જવા નીકળી ગયા.સિમલા એરપોર્ટથી સિમલા શહેર બાવીસ કિલોમીટર દૂર હતું.ત્યાં પહોંચીને પાઠક સાહેબે ઇન્સ્પેક્ટર રાજપૂતને કૉલ કર્યો અને રિધમ મહેતાના ઘરની નજીકમાં જ કોઈ હોટેલમાં બુકીંગ કરવાનું કહ્યું.

હોટેલના રૂમ પર પહોંચીને ફ્રેશ થઈ પાઠકસાહેબે રાજપૂતને ફોન કર્યો અને હોટેલના રૂમ પર જ બોલાવી લીધા.ખૂબ જ સાવધાની પૂર્વક ઘરમાંથી નીકળીને હોટેલના રૂમ પર પહોંચી ગયા રાજપૂત સાહેબ.

આલય અમદાવાદથી નીકળ્યો ત્યારથી લઈને સૃષ્ટિએ એની બેભાન અવસ્થામાં શું કહ્યું ત્યાં સુધીનું બધું જ વિસ્તારપૂર્વક વર્ણન કરી દીધું રાજપૂત સાહેબે.

બધી વાત સાંભળ્યા પછી પાઠક સાહેબ એક જ સચોટ નિષ્કર્ષ પર આવી ગયા કે સૃષ્ટિનું ભાનમાં આવવું ખૂબ જ જરૂરી છે અને એ માટે દેહરાદૂન હોસ્પિટલ સૃષ્ટિને મળવા માટે જવું જ પડશે પરંતુ એ માટે ડોક્ટર અને મૃણાલિની બહેનને પૂછવું જ પડે...

વાતચીત ચાલુ હતી ત્યાં જ મોક્ષાનો ફોન આવ્યો "સર ક્યાં છો આપ ,વાત થઈ શકશે?"

"હા, બોલો ને મોક્ષા"

"સર, મને એક વિચાર આવ્યો છે.માનવ અમદાવાદ અવ્યો ત્યારે ખૂબ જ અપસેટ હતો એવું કોલેજના પ્રિન્સીપલે મને કહેલું.

સર એક્સિડન્ટના દિવસે એ ત્રીજી વ્યક્તિ માનવ તો નહીં હોય ને?"

"મોક્ષા, આપ સાચું કહો છો એ દિશામાં તો હજુ વિચાર્યું જ નથી અમે પણ હા ગેસ્ટ હાઉસમાંથી માનવનો જે નંબર મળ્યો છે એ અંગેની તપાસ ચાલુ છે.અમદાવાદ પોલીસ માનવને આજે જ સ્ટેટમેન્ટ માટે બોલાવશે સો ડોન્ટ વરી." કહીને ફોન મૂકી દે છે રાજપૂત સાહેબ.

"પાઠક સાહેબ આવતીકાલથી રિધમ મેહતાના ફેમિલીની પોલીસ તપાસ શરૂ કરાવો... રિધમ મહેતા ખૂબ મોટું નામ છે સીમલામાં .

એક પછી એકને બોલાવો અને હા સૌથી પહેલા એમના ત્યાં રહેતા અને ઘરની દેખરેખ રાખતા વિનુકાકાથી જ શુભ શરૂઆત.

"સાહેબ આજથી જ શરૂઆત કરીએ ને?"

બંનેએ સામસામે મૂક સંમતિ આપી.અને બંને જણા રાજપૂત સાહેબની કારમાં સિમલા પોલીસ સ્ટેશન જવા નીકળી ગયા.
પાઠક સાહેબ એટલે અમદાવાદ પોલીસ સ્ટેશનનું પંકાયેલું નામ કાયદાની હદમાં રહીને કાયદો તોડતા ..જુવાન પોલીસ ઇન્સ્પેકટર.રાજપૂત સાહેબનો જમણો હાથ અને રાજપૂત સાહેબના વિચારોને પોતાની રીતે ગતિવિધી આપતો એકમાત્ર વિશ્વાસુ એવો પરમ મિત્ર.એમના હાથમાં કેસ આવે એટલે લાકડીના ડંડા માર્યા વગર જ ગુનેગાર ગુનો કબુલી લે...

"રાજપૂત, બહુ મોડો બોલાવ્યો તે મને અહીંયા નહિતર અત્યાર સુધીમાં તો ગુનેગાર જેલમાં હોત''.

"અરે, પાઠક બસ હો..તાકાત તો મારામાં પણ છે પણ અહીં સૃષ્ટિ દવાખાનામાં છે એટલે સ્ટેટમેન્ટ માટે અટક્યું છે..અને દવાખાનામાં રહેલા પેશન્ટનું સ્ટેટમેન્ટ કેવી રીતે લેવું એમાં તું માહિર છું.એટલે જ મેં તને બોલાવ્યો કારણ કે સૃષ્ટિને મળવા દેવાની મૃણાલિની બહેને ના પાડી છે.કાયદામાં ઇમોશનલ સીન ક્રિએટ થઈ ગયો અને પેલો ઇન્સ્પેક્ટર મોહંત્રે તો ગૂંચવાઈ ગયો છે.."

"કદાચ તું પેલા હિટ એન્ડ રન કેસની વાત કરતો લાગે છે ગોતા વાળો...જબરો સીન થયો હતો...ચાર દિવસમાં ફાઇલ ક્લોઝ કરી હતી નહિ??? ઘણી વખત મને મારી જાત પર અભિમાન થાય છે."
રાજપૂત સાહેબ ખડખડાટ હસી પડે છે.
રાજપૂત મોક્ષાને ફોન લગાવે છે.થોડીક રિંગ વાગ્યા પછી મોક્ષા કૉલ રિસીવ કરે છે. રિધમ મહેતાને ઘરે કોણ કોણ છે અત્યારે એની પૂછપરછ કરે છે.

"સર રિધમ અંકલ હમણાં જ બહાર નીકળ્યા છે અને મૃણાલિની આંટી ઘરે જ છે."

વિનુકાકાનું સ્ટેટમેન્ટ લેવાનું છે એ જાણીને મોક્ષા ચોંકી ઉઠે છે પરંતુ વિનુ કાકા એક અગત્યનો હિસ્સો છે આ ઘરનો અને ઘણું બધું જાણે છે તેઓ આ ઘરના લોકો વિશે એમ વિચારીને 'ઓકે' કહી ફોન મૂકે છે.

થોડી વારમાં જ બંને પોલિસ મિત્રો રિધમ મહેતાના બંગલાની બહાર આવી પહોંચે છે.બંગલાની જાહોજલાલી જોઈને ખૂબ જ અંજાઈ જાય છે પાઠક સાહેબ.

"રાજપૂત આ બંગલૉ ડૉક્ટરીમાંથી ના બને.સો ટકા આ માણસને કોઈક સાઈડ બિઝનેઝ હશે.પણ છોડ એ વાત પછી."
બંગલાની ડોરબેલ વાગતા જ વિનુકાકા દરવાજો ખોલે છે.તેઓ ખૂબ જ પ્રેમાળ સ્મિત અને દિલના ઉમળકા સાથે આવકારો આપે છે.

"કાકા આજે પાણી નથી પીવું અહીં આવો તમારું જ કામ છે". કહીને પ્રેમથી હાથ પકડીને રાજપૂત સાહેબ વિનુકાકાને બેસાડે છે.
એકપછી એક પ્રશ્નોનો મારો ચાલુ કરે છે પાઠક સાહેબ અને વિનુકાકા અચકાયા વગર જવાબ આપતા હતા.ઘણી માહિતી આપી.રિધમ મહેતા અને મૃણાલિની બહેનના લગ્નથી માંડીને છેલ્લે આલય આવ્યો હતો ત્યાં સુધીનું બધુ જ પૂછી લીધું પાઠક સાહેબે...
"કાકા, મને એકસિડેન્ટ પછીના દિવસનું થોડું વર્ણન કરી આપશો?

સૃષ્ટિ દીકરી અત્યારે ક્યાં છે એ ખબર છે તમને".

"સાહેબ, જેટલી તમને ખબર એટલી જ મને.સૃષ્ટિને હવે જલ્દી રજા આપશે પણ બેન અહીંયા નહીં લાવે તેને?
"કેમ?"એકસાથે બંને જણ બોલી ઉઠ્યા...

"સાહેબ રિધમ ભાઈને ખબર નથી કે સૃષ્ટિ દીકરી જીવે છે અને હમણાં કહેવાનું પણ નથી."

એટલામાં પાછળથી મૃણાલિની બહેન આવી ચડ્યા.
મિ. રાજપૂત પાઠક સાહેબનો એક મિત્ર તરીકે પરિચય આપે છે અને સિમલા પોલીસે ઘરના તમામ સભ્યોનું સ્ટેટમેન્ટ આજે જ લેવાનો છે એવો ઓર્ડર આપ્યો છે તેથી તેઓ અહીં આવ્યા છે તેવું જણાવ્યું.
'વિનુકાકાનું પતી ગયું સાહેબ."
"હા આંટી, પણ એક વાતનો જવાબ તમારે આજે આપવો જ રહ્યો કે રિધમ અંકલને સૃષ્ટિ વિશે જણાવવાનું કેમ નથી? આવું જુઠ્ઠાણું કેમ? શું એમણે ડેડબોડી ના માંગી સૃષ્ટિની ? એક બાપ તરીકે કોઈ તપાસ કે કોઈ રિપોર્ટ પણ દાખલ નથી કરાવ્યો તેમણે!!!એવું શક્ય જ નથી આંટી."

"સાહેબ આ દુનિયામાં બધું જ શક્ય છે.બસ પૈસા ફેંકો તમાશા દેખો એવું ચાલે છે.'

તો તમે શું બહાનું કર્યું સૃષ્ટિને મરેલી સાબિત કરવામાં અને શું સાબિતી આપી એની?ઇન્સ્પેક્ટરને મૃદુતાથી વાત કરતા જોઈને પાઠક સાહેબે તેમને વચ્ચેથી જ અટકાવ્યા.
"જુવો આંટી, હું રાજપૂતનો મિત્ર છું પણ સાથે એક પોલીસનો માણસ છું.આજે તમામ હકીકત કહેવી જ પડશે નહીંતર પોલીસ અને કાયદાને ગેરમાર્ગે દોરવા બદલ હું તમારી વિરુદ્ધ કેસ ફાઇલ કરી શકું એમ છું અને એમ કરવાથી તમારી કરતા વધારે સૃષ્ટિને માથે જોખમ છે" કહીને પાઠક પોતાનું આઇ કાર્ડ બતાવે છે.
મૃણાલિની બહેન હવે જમીન પર ફસડાઈ પડ્યા અને જાણે શરીરનું ચેતન ગુમાવી બેઠા. વિનુકાકાએ પાણી આપ્યું થોડી વાર રહીને સ્વસ્થ થઈ ગયા.
"બોલો સાહેબ, હવે પૂછો હું તમામ ખુલાસા કરવા તૈયાર છું પણ પ્લીઝ મારી સૃષ્ટિની વાત ના કરતા રિધમને.એ પિશાચથી મારી દીકરી હવે દૂર જ રહેશે."

દોસ્તો, મૃણાલિની બહેન શું ખુલાસો આપશે એ તો સમય જ બતાવશે.પરંતુ શું કારણ છે કે એક જીવતી દિકરીને મૃત સાબિત કરી અને એ બધું કરવામાં એમને કોણે સાથ આપ્યો?
એ માટે વાંચતા રહો ચેકમેટ...