LOVE BYTES - 30 books and stories free download online pdf in Gujarati

લવ બાઇટ્સ - પ્રકરણ-30

લવ બાઇટ્સ
પ્રકરણ-30
સ્તુતી તડપી રહી હતી અને સમજાતું નહોતું કે આ કોઇ બહારથી આવ્યું નથી કોઇ મને પજવતું નથી શ્લોક ચાલુ છે છતાં કોઇ રાહત નથી. એની અંદરથી જ કોઇ અગમ્ય પીડા તરસ અનુભવી રહી હતી એનું મન એને સાથ નહોતું આપી રહ્યું એ ખેંચાણ અનુભવી રૂમની બહાર આવી ગઇ એને કોઇ દિશાનું ભાન નહોતું જ્યાં ખેંચાઇ રહી હતી એ તરફ આગળ વધી રહી હતી એને સ્પષ્ટ અનુભવાતું હતુ કે એની અંદરજ કોઇ શક્તિ છે જે એને દોરે છે એ પ્રમાણે એ દોરાઇ રહી છે એને કોઇ ભૂખ વાસના તડપાવી રહી છે એને કોઇ જોઇએ છે સમજતુ નથી કે એ ક્યાં આગળ વધી રહી છે એ એનાં રૂમમાંથી નીકળી ઘરનાં દરવાજા સુધી પહોંચી ગઇ એને બહાર નીકળવું છે એણે એક્ઠી કરેલી શક્તિ અજમાવી પોતાનીજ લાગણીઓ પર કાબુ કરવા પ્રયત્ન કરી રહી.
મુખ્ય દરવાજો ખોલવા હાથ લાંબો કરે છે અને પાછો ખેંચે છે મનમાં શ્લોકનું સ્મરણ ચાલુ છે એ થોડો કાબુ કરી પાછી રૂમમાં આવી જાય છે. પથારીમાં પડીને ધુસ્કે ધુસ્કે રડી પડે છે કોણ મને આમ ખેંચે છે હું ક્યાં દોરવાઇ જઊં છું હું જેને મળુ છું એ મને નથી મળતો નથી દેખાતો છતાં આ ખેંચાણ શેનું છે ? કોણ બોલાવે છે ? કોઇ બોલાવે છે કે હુંજ કોઇ મારાં મનની વાસનાને અનુસરુ છું ? આ શું થઇ રહ્યું છે ? એ પથારીમાં આડી પડી શૂન્ય મનસ્ક થઇને છત તરફ જોઇ રહી છે... હું ક્યાંથી શક્તિ લાવુ ? મારી આ કઇ અધૂરી વાસના છે ? કઇ ભૂખ છે? ના માટે તડપુ છું ?
ક્યાંય સુધી કાબૂ કરતી રડતી બેડ પર પડી રહી. ધીમે ધીમે શ્વાસ શાંત થયાં એની રડતી આંખોમાં નીંદર આવી અને એ થાકેલો આત્મા નીંદરમાં સરી ગયો.
*************
બીજા દિવસે જોબ પરથી આવીને સ્તવને કહ્યું "કાકી આજે મયુરને પણ અહીં બોલાવ્યો છે એ હમણાં આવતોજ હશે અમે બધાં સાથે મળીને જમીશું અને રાત્રે મોડા સુધી પત્તા રમીશું હું ફ્રેશ થઇને આવું.
આશા સ્તવને જોઇ રહી હતી જ્યારથી જોબ પરથી આવ્યો એણે સ્તવન સામેજ પ્રેમથી જોયા કર્યું એક મટકું નથી મારુ સ્તવને આંખ મારીને કહ્યું હું આવું છું ત્યાં સુધીમાં મયુર પણ આવી જશે.
સ્તવન એનાં રૂમમાં ફ્રેશ થવાં ગયો અને ત્યાં મયુર પણ આવી ગયો. આશાએ મહીકાને કહ્યું "મીહીકાબેન મયુર આવ્યો છે પાણી લઇ આવજો. લલિતાબહેન પણ કીચનમાંથી બહાર આવી ગયાં આશા મયુરને કહ્યું આવી ગયો ભાઇ ? ચાલો હમણાં સ્તવન આવે એટલે બધાં સાથે જમવા બેસી જાવ તારા પાપા મંમી કેમ છે ? જોકે આજે બપોરે એમનો ફોન આવેલો તું આવવાનો છે એનાં અંગે મેં કીધેલુ મયુર અહીંજ જમશે અને અહીંજ રહેશે આજે. બધાં છોકરાઓ ભેગા થાય છે રમશે અને વાતો કરશે. એ બહાને પરીચય કેળવાશે.
ત્યાં સત્વન ફ્રેશ થઇને રૂમમાંથી આવ્યો. આવીને તરત મયુરને જોયો હાથ મિલાવીને હગ કરી સમાચાર પૂછ્યાં અને એનાં મંમી પપ્પાની ખબર પૂછી અને કહ્યું આજે બધાં રમીશુ અને વાતો કરીશું પછી બોલ્યો લલિતાકાકી પપ્પા મંમીનો ફોન હતો એ લોકો પૂજારી કાકાને મળી લીધુ છે મૂહૂર્ત કઢાવી લીધાં છે એ બધાંજ આવતી કાલે સાંજ સુધીમાં પાછા આવી જશે.
લલિતાકાકીએ કહ્યું હાં મારાં પર વીણાનો ફોન હતો એણે મને બધાં સમાચાર આપ્યાં છે મૂહૂર્ત નીકળી ગયાં છે હવે તો તમારાં વિવાહ પણ નક્કી થઇ જશે આનંદમંગળ થશે.
મીહીકા અને આશાએ ડાઇનીંગ ટેબલ પર બધાની થાળી પીરસીને તૈયાર કરી અને કહ્યું આવી જાવ જમવા. લલીતાકાકીએ કહ્યું તમે બધાં જમવા બેસી જાવ હું પીરસીશ. આમેય હું પછી શાંતિથી જમીશ તમે શાંતિથી જમી લો. જોજો કોઇ શરમાશો નહીં આ ધર જ છે. અને બધાં જમવા બેસી ગયાં.
જમીને ઉઠીને સ્તવને મયુરને કહ્યું આ બધા કામ પરવારે ત્યાં સુધી ચલો થોડું ચાલી આવીએ અને પાન ખાતાં આવીએ અને આ લોકોને ખાવુ હોય તો બંધાવતા આવીએ.
આશાએ કહ્યું "હાં અમારાં માટે મીઠાં પાન લેતા આવો તમારે લોકોને પણ વાત કરવી હોય કરતાં આવો અને હસી પડી.
સ્તવન અને મયુર બહાર નીકળ્યાં અને મયુરે કહ્યું તમે સારુ બોલી શકો છો મારી તો હજી જીભ ઉપડતી નથી મિત્રો સાથે હોઉ ત્યારેજ હું જ બોલતો હોઊં અહીં ખબર નહીં બોલતી બંધ થઇ ગઇ છે. સ્તવને હસતાં હસતાં ખભે હાથ મૂકીને કહ્યું આપણે સરખે સરખાંજ છીએ એક મિત્ર જેવા સંકોચ નહીં કરવાનો...
સ્તવને કહ્યું બોલતાં રહીએ તો પરીચય કેળવાયા. હું મિત્રજ છું આમતો તારો સાળો થઊં ભાઈ તું બનેવી મારે માનથી બોલાવવા પડે. મયુરે કહ્યું અરે હમણાં તો તમે કહ્યું મિત્ર જેવા પછી આવી બધી ફોર્માલીટી શું ? હું તો આમ પણ તમારાંથી એક વર્ષ નાનો છું પછી ?
સ્તવને એનાં ભણતર એ લોકનાં વાડીનાં બીઝનેસ અંગે પોતાની જોબ અને કુટુંબ અંગે વાતો કરી એમ કરતાં ગલ્લે આવી ગયાં સ્તવને પાંચ પાન તૈયાર કરવા ઓર્ડર કર્યો ત્યારે મયુરે કહ્યું સત્વનભાઇ મારાં બે બનાવડાવો હું પછી રાત્રે પણ ખાઇશ અને હાં એમાં કીમામ નખાવજો. મયુરે નિખાલસ ભાવે કહી દીધું.
સ્તવને કહ્યું વાહ કીમામ? તમે ખાવ છો ? ચાલ આજે હું પણ નંખાવુ મયુરે કહ્યું તમે ખાતા ના હોવ તો ના નંખાવો ચક્કર આવશે સ્તવને કહ્યું અરે ટ્રાય કરુ એમાં શું નવુ છે ? અને મને ચક્કર આવે તો તમે સાથેજ છો ને ? ચાલો મારાં પણ બે પાન બનાવરાવું એમ કહીને ઓર્ડર આપ્યો ભૈયાજીએ કલકતી પાન બનાવવા ચાલુ કર્યા.
મયુરે કહ્યું ચક્કર આવવાની વાત થઇ અને મને યાદ આવ્યું મને જાણવા મળ્યુ હતું કે તમને કોઇ આવી તકલીફ હતી ? હવે કેવું છે ? સ્તવન ગંભીર થઇ ગયો એણે કહ્યું ભાઇ મયુર યાર તે શું યાદ કરાવ્યું ? હું માડં બધી પીડા ભૂલ્યો છું હતું પહેલાં એવુ બધુ તકલીફ હતી હવે સારું છે ઘણાં સમયથી નથી. અને ખાસ કારણ કહુ તો તમારી મામાની દીકરી આશા મારાં જીવનમાં આવી છે ત્યારથી બીલકુલ નથી એમ કહી હસી પડ્યો પરંતુ મનમાં મયુરનો પ્રશ્ન પચ્યો નહીં કે આણે ક્યાં એ મનહુસ યાદ ફરી તાજી કરી ? એણે ભૂલવા પ્રયત્ન કરવા માંડ્યો.
પાન બંધાવીને એ લોકો ઘરતરફ પાછાં ફરી રહેલાં સ્તવને પાનનું બીડું મોઢામાં મૂક્યું મયુરે તો તાજુ બનેલુજ મૂકી દીધેલું સ્તવને થોડીવાર પછી કહ્યું યાર આતો બહું કડક પાન છે સાચેજ મગજ ભમવા માંડ્યુ છે મારુ.. ઉલ્ટી ના થાય તો સારું.
મયુરે કહ્યું નહી થાય કશુ. તમે રસો થૂંકી નાંખો પછી મજા આવશે. સ્તવને રોડ સાઇડમાં જઇને રસો થૂંકી નાંખ્યો પછી મયુરને કહ્યું મગજ ભમે છે પણ મજા આવે છે યાર જીંદગીમાં પહેલીવાર તમાકુ ખાધુ છે.
મયુર અને સ્તવન ઘરે પાછાં આવ્યા અને જોયું આશા મીહીકા લલીતાકાકી કામ પરવારીને વાતો કરતાં બેઠાં છે. એ ત્રણેને મીઠું પાન આપ્યુ અને પછી એ અને મયુર એ લોકો સાથે વાતો કરતાં બેઠાં.
મયુરે જયપુરનાં થીયેટર્સ, હોટલ્સ એની કોલજ બધી વાતો કરી પછી ફરવા જવાનાં સ્થળો ઐતિહાસીક મહેલ કિલ્લાઓની વાતો કરી બધાં મયુર બોલી રહેલો એ સાંભળી રહેલાં મીહીકા આજે મયુરને પહેલીવાર આટલો બોલતો સાંભળી રહેલી એને સાંભળવું ગમી રહેલું.
લલીતાકાકીએ કહ્યું છોકરાઓ તમે વાતો કરો હું થોડીવાર ટીવી જોઇશ મારી સીરીયલ્સ તમે ઉપર રૂમમાં બેસો પત્તા રમો હું મારાં સમયે સૂઇ જઇશ આમ પણ કાલે આ બધાં આવી જશે.
મયુરે સ્તવનને કહ્યું અરે આપણે બહાર નીકળ્યાં પણ આઇસ્ક્રીમ લાવવાનું ભૂલી ગયાં રાત્રે આઇસ્ક્રીમ ખાવાનો હતો. મીહીકાએ કહ્યું હવે ધક્કો ખાવાની જરૂર નથી હું અને કાકી કાલે બહાર નીકળેલા ઘણો આઇસ્ક્રીમ લઇ આવ્યા છીએ ફ્રીઝમાં છેજ.
સ્તવને કહ્યું હાંશ એ કામ સારુ કર્યુ અને આશા સામે જોયું આશાએ કહ્યું તમારો ચહેરો કેમ આવો લાગે છે ? કોઇ નશો કર્યા હોય એવો ? સ્તવને લાગલુજ કીધું તારાં ભાઇએ મને પાનમાં તમાકુ ખવરાવ્યુ છે પછી હસી પડ્યો. આશાએ આંખો કાઢીને મયુર સામે જોયું. મયુરે કહ્યું અરે મેં તો એમજ કહ્યું હતું પણ એમને અનુભવ કરવો હતો એટલે પછી....
સ્તવને કહ્યું એમાં એને શું લડે છે ? ચાલો ઉપર જઇને વાતો કરીએ. મીહીકા અને મયુર ઉપર ગયાં પાછળ આશા સાથે સ્તવન જતાં બોલ્યો થોડો નશો હોય તો રાત્રે મજા આવે ને ? મેં બીજુ પાન પણ રાખ્યુ છે નશામાં રાણી કેવી લાગે છે જોઉને..
આશાએ ખોટો ગુસ્સો કરતાં કહ્યું એમાં એવું ખાવાની શું જરૂર ? મને જોઇને પ્રેમનો નશો નથી ચઢતો ? કાલે તો ... સ્તવને કહ્યું બહુ ચઢે છે આજે તો તારું આવી બનવાનુ છે. આશા લુચ્ચુ હસી પડી અને બધાં ઉપર રૂમમાં ગયાં.
*****************
સ્તવનને ક્યાં ખબર હતી કે રાત્રે શું થવાનું છે ?.....
વધુ આવતા અંકે - પ્રકરણ -31