LOVE BYTES - 31 books and stories free download online pdf in Gujarati

લવ બાઇટ્સ - પ્રકરણ-31

લવ બાઇટ્સ
પ્રકરણ-31
માણેકસિંહ, ભંવરીદેવી, વીણાબેહેન, યુવરાજસિંહ બધાને લઈને રાજમલસિંહ રાણકપુર પહોંચી ગયાં. માણેકસિંહનાં ઘરે પહોચી બધાં ફ્રેશ થયાં અને ભંવરીદેવીએ બધાને ચા પાણી કરાવ્યા અને પછી બોલ્યાં આજે આરામ કરો કાલે સવારે પુરષોત્તમ મહાદેવજીનાં મંદિરે જઇ દર્શન કરીશુ અને પુજારીજી સાથે બેસી મૂહૂર્ત કઢાવીશું.
બીજા દિવસે સવારે બધાં મહાદેવજીનાં મંદિરે પહોચી ગયાં પહેલાં મહાદેવજીનાં દર્શન કર્યા પ્રસાદ ચઢાવ્યાં પછી માણેકસિહજીને પૂજારીજીને બોલાવ્યાં પૂજારીજીએ બધાં વડીલોને સાથે હાજર જોઇ આશ્ચર્ય પામ્યા પછી કહ્યું ઓહો આજે બધાં એક સાથે અહીં પધાર્યા છો ? ચોક્કસ કોઇ શુભ પ્રયોજન છે.
ભંવરીદેવીએ હાથ જોડીને કહ્યું પુજારીજી આ અમારાં મહેમાન છે. રાજમલ ભાઇસા એમનાં ખાસ મિત્ર પણ ભાઇ જ છે. પછી માણેકસિહજીએ કહ્યું પુજારીજી આ યુવરાજસિંહજી અને એમનાં પત્નિ વીણાબહેન છે. આપણાં સ્તવનનું સગપણ એમની દીકરી આશા સાથે નક્કી કર્યુ છે. વળી યુવરાજસિહજીના બહેનનાં દીકરા સાથે આપણી દીકરી મીહીકાનું સગપણ કરવાનું નક્કી કરેલ છે આથી અમે બંન્ને છોકરાઓનાં સગપણ કરવા અંગે સારો દિવસ અને ચોઘડીયું કઢાવવા આવ્યા છીએ.
ભંવરીદેવીએ કહ્યું ચારે છોકરાઓની કુંડળી પણ લાવ્યા છીએ જેથી તમે એ લોકોનો મેળાપ કેવો રહેશે કોઇ અડચણ તો નહીં આવે ને ? માં નાં ચહેરા પર ચિંતાની રેખાઓ અંકીત થઇ.
પૂજારીજીએ કહ્યું વાહ આતો ખૂબ સારાં સમાચાર છે આપ સહુ પહેલાં શાંતિથી બેસો ભગવાન મહાદેવજીનાં પ્રસાદ આરોગો. મને કુંડળીઓ આપો હું અભ્યાસ કરીને પછી તમને શુભ મૂહૂર્ત પણ કાઢી આપું છું.
પૂજારીજીએ મંદિરનાં આગળનાં ખંડમાં બધાને બેસાડ્યાં. સેવક આવીને બધાંને પ્રસાદ આપી ગયો. પૂજારીજી બધાનાં ચહેરાંના અભ્યાસ કરીને ચારે છોકરાઓની કુંડળીનો અભ્યાસ કરવામાં મગ્ન થયાં.
બધાં ઉચાટ નજરે પૂજારીજી તરફ જોઇ રહ્યાં હતાં. પૂજારીજીએ થોડો સમય લીધો પછી એમનાં ચહેરાં પર આનંદનાં હાવભાવ આવી ગયાં તેઓ બોલ્યાં દીકરી મીહીકા અને તમારાં ભાણેજ મયુરની કુંડળી ખૂબ સરસ મળે છે. દિકરીનાં મયુર સાથે લગ્ન પછી એની પ્રગતિ ખૂબ થશે બન્ને વચ્ચે ખૂબ મનમેળ રહેશે અને જીંદગીભર સુખશાંતિમાં રહેશે.
ભંવરીદેવીની ધીરજ ના રહેતાં પૂછી બેઠાં... પૂજારીજી મારાં સ્તવન અને આશાની કુંડળી કેવી મળે છે ? એમનું ભવિષ્ય... ભંવરીદેવી આગળ પૂછે પહેલાં પૂજારીજીએ કહ્યું નાહક ચિંતા ના કરશો. પુત્ર સ્તવન અને આશાની કુંડળી પણ ખૂબ સરસ મળે છે પણ...
યુવરાજસિંહ વચમાંજ પૂછી બેઠાં... પણ.. એટલે ? કોઇ વિઘ્ન કે તકલીફ છે ? જે હોય એ સત્યજ જણાવજો.
પૂજારીજીએ કહ્યું જુઓ આ છોકરો ખૂબજ નસીબદાર ઇશ્વરમાં માનનારો, આજ્ઞાંકિત અને પ્રમાણિક છે એ એની પત્નિને કાયમ વફાદાર રહેનાર અને ખૂબ પ્રેમ કરનારોજ છે પણ એનાં જીવનમાં કોઇ ગત જન્મનું ઋણ છે જે એકપક્ષીય હોવાં છતાં એ હેરાન થઇ રહ્યો છે. પણ કુદરતની એટલી કૃપા છે કે તમારી દીકરી એટલે કે એની થનાર પત્નિ એને બધામાં સાથ આપશે એનાં પર વિશ્વાસ મૂકશે અને એક દિવસ એવો આવશે કે એ બધાં ઋણમાંથી મુક્ત થઇ જશે.
પરંતુ તમારે એક વાત સ્વીકારવી પડશે કે એનાં ઋણ મુક્ત થયાં પહેલાં એનાં જીવનમાં જે કંઇ અનુભવો થાય કે ન માન્યમાં એવી ઘટનો બને તમારે સ્વીકારવી પડશે તોજ આ સંબંધ આગળ જતાં મજબૂત બનશે. આમાં એમનાં દિકરાનો ક્યાંય દોષ નહીંજ હોય.
પરંતુ મારે જે કંઇ હકીકત હોય એ સાચી તમને જણાવવી જરૂરી છે. એક મોટી ધાર્મિક વિધીનો સંયોગ છે એ પછી બધી રીતે શાંતિ થઇ જશે. સ્તવન એનાં જીવનમાં પ્રગતિની ઘણી ઊંચાઇઓ આંબશે એ આશા તથા આંખા કુટુંબને સાચવાનારો પુત્ર બનશે એમાં કોઇ શંકા નથી હવે પછી તમારે નક્કી કરવાનું છે એમ કહી પૂજારીનું ચૂપ થઇ ગયાં.
વીણાબહેન અને યુવરાજસિંહ એકબીજાની સામે જોવા માંડ્યાં. થોડીવાર વિચાર કર્યા બાદ વીણાબહેને કહ્યું પૂજારીનું મારી આશા એનાં નિર્ણયમાં અડગ છે તમે એમનો સગપણ માટેનું મૂહૂર્ત જોઇને શુભ ઘડી નક્કી કરી આપો. મહાદેવની ઇચ્છા અને એમનાં આશીર્વાદથી સહુ સારાવાના થશે. વીણાબહેનને સાંભળી પૂજારીજીએ કહ્યું ભલે તો હું તમને હોલી-ધૂળેટી પછીનાં સારાં મંગળ દિવસોમાં સારા મૂહૂર્ત છે એ કાઢીને આપું છું વચ્ચે તમને સમય મળશે અને થનારી ઘટનાને કોઇ રોકી નહીં શકે એમ કહી મૂહૂર્ત કાઢવા માટે પંચાગ હાથમાં લઇ વેઢાથી ગણત્રી કરવા માંડ્યા.
ભંવરીદેવીએ આંખમાં આંસુ સાથે વીણાબહેનનાં હાથ પકડીને કહ્યું ધન્ય છે તમને તમે મારાં પુત્ર પર આટલો વિશ્વાસ મૂક્યો. મારો દીકરો લાખોમાં એક છે હું માં તરીકે બોલું પણ તમે આટલું જાણ્યા પછી સ્વીકાર કર્યો છે અમે આભારી છીએ.
યુવરાજસિંહે વાતને પકડીને આગળ કહ્યું તમે ખૂબ સંસ્કારી અને સાચાં બોલાં છો અમારી હાજરીમાંજ તમે કૂંડળીનું કથન વંચાવ્યુ અમને જણાવ્યું અમને ખૂબજ વિશ્વાસ પડી ગયો છે કે અમારી દીકરી ક્યારેય દુઃખી નહીં થાય. વળી સ્તવન પણ દીલનો ચોખ્ખો છોકરો છે આશાને ખૂબ પસંદ છે એટલે અમારી એમાં સંમતી છે.
પૂજારીનું બધાંની વાત સાંભળી રહ્યાં અને આનંદ પામ્યાં. એમણે કહ્યું આ છોકરાઓનાં પણ સારાં નસીબ છે કે એમને તમારાં જેવાં માતા-પિતા મળ્યાં છે ધન્ય છે.
પુજારીજીએ પછી મૂહૂર્ત જોઇને કહ્યું ધૂળેટીનો દિવસ એ પછીનો ગુરુવાર બંન્ને દિવસ શ્રેષ્ઠ છે, તમે તમારી અનુકૂળતાએ સગપણની વિધી કરી શકો છો અને વૈશાખ મહિનામાં એ લોકોનાં લગ્ન કરી શકો છો એમાંય વૈશાખ સુદ પૂનમ શ્રેષ્ઠ દિવસ છે ત્યારે લગ્ન પણ લઇ શકો છો. તમે તમારી અનુકુળતા પ્રમાણે દિવસ નક્કી કરી શકો છો.
બધાને ખૂબજ આનંદ થયો યુવરાજસિંહે સાથે લાવેલી શાલ અને રોકડા રૂપિયા પૂજારીજીને આપ્યાં. માણેકસિહ એ પણ પિંતાબર અને રોકડા રૂપિયા આપી દક્ષિણા અને ખૂબ માન આપી પૂજારીજીને ખુશ કરી દીધાં.
ત્યાર પછી બધાં સ્તવનનાં ઘરે આવ્યા નીકળ્યાં રાજમલ ભાઇ એ કહ્યું બંન્ને છોકરાઓ માટે ખૂબ શુભ દિવસ ધૂળેટી છે આપણે કાલે સવારે જયપુર પાછા જવા નીકળીએ ભંવરીદેવીએ કહ્યું હું આજે બધીજ તૈયારી કરી દઇશ કે કંઇ ખરીદવાનું છે એ જયપુરથી લઇ લઇશ. લગ્ન પહેલાં તો અહીં રાણકપુર આવીને તૈયારી પૂરી કરી લઇશું.
બધાનાં ચહેરાં પર ખૂબ આનંદ હતો. ઘરે આવીને બધાએ મોં મીઠું કર્યુ અને વીણાબહેને લલિતાબેનને ફોન કરીને શુભ સમાચાર આપ્યાં....
***********
મધુર-મીહીકા- આશા અને સ્તવન બધાં ઉપરનાં માળે આવ્યા. રૂમની બહારની અગાશીમાં બધાં બેઠાં સ્તવને પણ પોતાનું ટેપ રેકોર્ડ -સીડી પ્લેયર લાગીને રોમેન્ટીક ગીતો મૂક્યાં. મીહીકા અને મયુર ત્થા આશા સ્તનવની સામ અને બાજી પછી ક્યાંય સુધી હસતાં ધમાલ કરતાં ટીખળી કરતાં પત્તા રમતાં રહ્યાં. પછી સ્તવને કહ્યું આશા યાર કોફી પીવી પડશે કોફી બનાવી લાવો તો સારું.
એ સાંભળી મીહીકાએ કહ્યું "તમે લોકો બેસો હું બનાવી લાવું છું મયુરે કહ્યું કોફી બનાવતાં બને ખૂબજ સરસ આવડે છે એટલે આશા બોલી વાહ કોફી બનાવવામાં પણ સાથ સાથ.... ? એમ કહી હસવા માંડી...
મીહીકાએ કહ્યું "ભાભી તમે સાથ સાથનું એકાંત મળે એટલે અમે સાથ સાથ કોફી બનાવવા જઇએ છીએ. તમનેય મળે અને અમનેય મળે એમ કહી હસતી હસતી મયુરની સાથે નીચે ગઇ.
સ્તવને એ લોકો ગયાં તરતજ આશાને પકડી લીધી અને હોઠ પર હોઠ ચાંપીને બોલ્યો ક્યારની ભૂખ ઉઘડી હતી ચાન્સ હમણાંજ મળ્યો. આશાએ કહ્યું કોફી બનાવવા તો ગયાં કહુ છું નાસ્તો પણ લેતાં આવે.
સ્તવને ગાલ પર બચકુ ભરતાં કહ્યું વાંદરી એ ભૂખ નહીં તને ખાઇ જવાની તને પ્રેમ કરવાની ભૂખ કહુ છું લુચ્ચી સમજીને ના સમજ થાય છે. આશાથી બૂમ પડાઇ ગઇ એય લુચ્ચા બચકા ના ભરો મારો ચહરો કેવી રીતે બતાવીશ ?
**********
હવે ચહેરો રાત્રે જોવાનો છે કેવો દેખાશે .........
વધુ આવતા અંકે - પ્રકરણ -32