I Hate You - Can never tell - 14 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-14

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-14

આઇ હેટ યુ
પ્રકરણ-14
નંદીનીએ એની મંમીને કહી દીધું બધુંજ સ્પષ્ટ કે એ વરુણ સાથે કોઇ જાતનાં સંબંધ નથી કે આજ સુધી એને સ્પર્શ નથી કરવા દીધો આજે પણ હું એટલીજ પવિત્ર છું. એની મંમીએ આઘાત સાથે પૂછ્યું કે વરુણ કેવી રીતે ચલાવી લે છે ? તું આમ કેમ કરી રહી છે ? આમ ને આમ તો તારું લગ્ન જીવન ભાંગી પડશે. આવાં ગાંડા વેડા કેમ કરે છે ? તો તારે લગ્નજ નહોતાં કરવાનાં...
નંદીનીએ કહ્યું માં પાપાની છેલ્લી અવસ્થામાં હું ના ન પાડી શકી એમનો જીવ મારામાં હતો લગ્ન કરાવવા હતા સંજોગોને આધીન રહીને મેં લગ્ન તો કરી લીધાં પણ હું ના રાજને ભૂલી શકી છું ના વરુણને સ્વીકારી શકી મેં વરુણને કોઇ ચોક્કસ કારણ નથી આપ્યું અને મારી કોઇ બિમારી છે એવુ બહાનુ કરી અડવા પણ નથી દેતી નથી વરુણનો હશે કોઇ વિચાર એણે સ્વીકારી લીધું છે સહકાર આપે છે.
હું નોકરી કરુ છું વરુણથી વધારે કમાઉ છું એનાં ઘરનાં ખર્ચમાં પૂરો ભાગ આપુ છું બધી બાકીની ફરજો બજાવુ છું. માં મેં જેને પ્રેમ કર્યો એને પામી ના શકી ભૂલી ના શકી એકદમજ પરપુરષને કેવી રીતે સ્વીકારી લઊં ? મને વરુણ માટે કોઇ પ્રેમ નથી લાગણી નથી હું વ્યવહાર બધા નીભાવુ છું આમ મારું સર્વસ્વ કોઇને કેવી રીતે આપી શકું ? મેં પાપા માટે મારું જીવન દાવ પર લગાવી દીધું એથી વિશેષ મારી પાસે શું આશા રાખો છો ?
હું કઠપૂતળી નથી કે એ નચાવે એમ નાચું નસીબ હતું સ્વીકાર્યુ છે પણ એમ મારી જાત કોઇને નહીં સોંપી શકું ભવિષ્યની મને નથી ખબર પણ હું રાજને નહીં ભૂલી શકું.
માં નંદીનીને બોલતી સાંભળી રહ્યાં હતાં એમની આંખમાંથી આંસુ સરી રહેલાં. એ જોઇને નંદીની પણ રડી ઉઠી માં એ ઉભા થઇને નંદીનીને ગળે વળગાવી દીધી માં દીકરી ક્યાંય સુધી રડતાં રહ્યાં પછી માં એ કહ્યું દીકરી પણ છ-છ મહીના વીતી ગયાં તે કેવી રીતે કાઢ્યાં ? વરુણ ઘણો સારો કહેવાય કે તારી શરત સ્વીકારી લીધી ? પણ આમ ક્યાં સુધી ચાલશે ?
નંદીનીએ સ્વસ્થ થતાં કહ્યું માં મને નથી ખબર મારા નસીબમાં શું છે અત્યારે તો હું બધી બાજુથી પીડાઇ રહી છું મારું બલીદાનની કિંમત મનેજ ખબર છે પણ હું હવે ટેવાઇ ગઇ છું વરુણ પણ ટેવાઇ જશે. પણ તું ચિંતા ના કરીશ હું બધુજ મેનેજ કરી લઇશ.
નંદીનીએ આગળ બધતાં કહ્યું માં હું રાજનો સંપર્ક કરવા પ્રયત્ન કરવાની છું બીજું કશુ નહીં કહું પણ એની શું સ્થિતિ છે એ પણ મારે જાણવી છે મારુ હૃદય કહે છે કે એ પણ મને ખૂબ યાદ કરતો હશે એ પણ પીડાતો હશે એને જાણ થશે કે મેં લગ્ન કરી લીધાં છે એની રાહ નથી જોઇ તો એનાં પર શું વિતશે એવો તને વિચાર આવ્યો ? એનો ક્યાં વાંક છે ? એને જોઇએ એવી છોકરી મળી શક્તજ ને એનો માં બાપ પહોચતા છે છતાં એમણે મને સ્વીકારી હતી ને મેં સંપર્ક કાપ્યો છે બધો.
નંદીનીની મંમીએ કહ્યું પણ એ લોકો તપાસ કરવા આવ્યા ? તું છેલ્લે યુએસ જતાં પહેલાં રાજને મળવા ગઇ હતી પછી શું થયું ? એણે કોન્ટેક્ટ તારો કર્યો ? એ પછીની તો મને કંઇ ખબરજ નથી તું એ સમયે ખોવાયેલી ખોવાયેલી રહેતી હતી રાજનો સંપર્ક ના થયો પછી આપણે....
નંદીનીએ કહ્યું માં અત્યારે એવું બધું યાદ ના કરાવો પ્લીઝ તમારી પાસે આવી છું શાંતિથી રહેવા દો મારે જે કહેવું હતું કહી દીધું તમને સાચુજ બધુ કંઇ છૂપાવ્યુ નથી.
માં દીકરી બંન્ને વાતો કરતાં હતાં અને ત્યાંજ ડોરબેલ વાગ્યો. બંન્ને જણાં સ્વસ્થ થયાં અને નંદીની ઉભી થઇને ડોર ખોલવા ગઇ. અને એણે ડોર ખોલીને જોયુ સામે અંજુ ઉભી હતી.
નંદીનીએ હસતાં હસતાં કહ્યું હાય અંજુ ક્યારે આવી ? અંજુએ કહ્યું વાહ નંદીની તું તો લગ્ન કરીને ગઇ પછી દેખાઇજ નહીં હું તો દર શનિ રવિ મંમી પાસે આવુ છું તારી ખબર પૂછું છું આતો મંમીએ કહ્યું નંદીની આવી છે એટલે તને મળવા આવી. શું કરે છે તારાં મીસ્ટર ? તું તો ગઇ તો ગઇ સાસરીયાનીજ થઇ ગઇ બહુજ સાચવતાં લાગે છે. તને...
નંદીનીએ હસતાં હસતાં કહ્યું હાં પરણ્યાં પછી ઘર સાચવવામાં સમય નીકળી જાય છે જલ્દી નથી આવાતું. અંજુએ કહ્યું ઘર સાચવવામાં કે પતિને સાચવવામાં ? વાહ કહેવુ પડે તારું નંદીનીએ કહ્યું આવ આવ અંદર બેસીને વાતો કરીએ આપણે તો ઘણાં સમયે મળ્યાં અને અંજુ ઘરમાં આવી.
હજી એનું ઘરમાં આવીને પાછળને પાછળ એનો હસબંડ આવ્યો આંવુ માય લવ તું એકદમ અહીં આવી ગઇ ઓહ તારી ચાઇલડ હુડ ફ્રેન્ડ ઓહ મારો ઈન્ટ્રો તો કરાવ એમ કહીને સીધો ઘરમાં ધસી આવ્યો. એનાં આવવાથી ખબરજ પડી ગઇ કે એ પીધેલો છે નશામાં છે.
અંજુ એકદમ ઉભી થઇ ગઇ અને હસતાં હસતાં બોલી આ મારી નાનપણની ફ્રેન્ડ નંદીની અને સાથેજ રમતાં અને આપણાં લગ્ન પણ લગભગ એકજ સમયે થયાં હતાં. એ નહીં એની મંમીનાં ઘરે રહેવા આવી છે એટલે એને મળવા માટે હું આવી છું
અંજુનાં હસબંડે હાથ લાંબો કરી નંદીની સાથે શેકહેન્ડ કરવા માટે પ્રયત્ન કર્યો. અને બોલ્યો હાઉ બ્યુટીફુલ યુ આર એમ કહીને ફલર્ટ કરવા પ્રયત્ન કર્યો. નંદીની સાવધાન થઇ બે હાથ જોડીને નમસ્કાર કરીને બોલી ઓહ કેમ છો જીજાજી ? અને શિષ્ટાચાર ખાતર પૂછ્યું બેસો ચા લેશો કે કોફી ?
પેલાએ કહ્યું નો નો થેંક્સ આતો સેટરડે નાઇટ છે અમારો જુદોજ પ્લાન છે. તમે જો લેતાં હોવ તો આવો આપણે સાથે પાર્ટી કરીએ. મને અંજુ વિનાં એક સેકન્ડ ના ચાલે એટલે એની પાછળ પાછળ આવ્યો. કેમ અંજુ માય લવ સાચું ને ? તારી ફ્રેન્ડને કહેને આપણાં ઘરે આવે. આજની સેટરડે નાઇટ સાથે ઉજવીએ.
ત્યાંજ નંદીનીની મંમીએ કહ્યું થેંક્યુ જમાઇબાબુ નંદીની હમણાંજ આવી છે. એ થાકી છે તમે એન્જોય કરો અને અંજુ સમજી ગઇ એણે કહ્યું ચાલો તમે આપણાં ઘરે ફરી કોઇવાર સાથે પાર્ટી કરીશું એમ કહીને પેલાને જબરસ્તી એનાં ઘરે લઇ ગઇ.
નંદીનીએ ડોર બંધ કરતાં કહ્યું હાંશ આતો સાલી લપ છે મંમી તમારે દરવાજોજ નહીં ખોલવાનો.
નંદીનીની મંમીએ કહ્યું દર શનિ-રવિ આવુંજ ચાલે છે એમને ઘરે આંટી પણ થાકી ગયાં છે શું કરે ?
નંદીનીએ કહ્યું માં છોડ હમણાંજ તમે બોલેલાં ને કે ઘેર ઘેર માટીનાં ચૂલા. સૌ સોનાં નસીબ. માં ચાલ હવે જમી લઇએ ભૂખ લાગી છે શું બનાવ્યુ છે તમે આજે ?
મંમીએ કહ્યું દીકરા ચલ તને ભાવતુંજ બનાવ્યું છે આમ પણ તું આવું બધું એકલી નહીં બનાવતી હોય મને ખબર છે. તને મારાં હાથની દાળ ઢોકળી બહુ ભાવે છે મેં એજ બનાવી છે શીંગ ને બધુ નાંખીને કાલે સવારે વેઢમી બનાવીશું.
નંદીનીએ કહ્યું વાહ મંમી સાચેજ કેટલાય સમય તમારાં હાથની દાળ ઢોકળી ખાવા મળશે. માં તમારાં માટે રસગુલ્લા લાવી છું એ પણ કાઢજો આપણે જમી લઇએ.
મા દિકરીએ સાથે બેસી જમી લીધું અને મંમીએ કહ્યું નંદીની હું સૂઇ જઊં તું પણ સૂઇ જા થાકી હોઇશ કાલે સવારે શાંતિથી ઊઠજે પછી વાતો કરીશું અને વાતો કરતાં કરતાં વેઢમી પણ બનાવીશું.
નંદીનીએ કહ્યું હાં માં ચાલ સૂઇ જઇએ અને મંમી સૂવા ગયાં નંદીની એનાં રૂમમાં આવીને બેડ પર આડી પડી એને યાદ આવી ગયું કે રાજ ને પણ વેઢમી ખૂબ ભાવે છે એ કહેતો ગોળવાળી ગળી રોટલી ખાવાની મજાજ કંઇક ઓર છે અને એમાંય લથપથ ઘી હોય ટેસડો રહી જાય.
નંદીનીનાં મનમાં અત્યારે રાજ છવાયેલો હતો. રાજ સાથેની યાદો તાજી થઇ રહેલી એને થયુ કાલે રાજની તપાસ કરીશ એનો સંપર્ક શોધી નાંખીશ.
રાજને એક પ્રશ્ન પૂછવો છે કે મારાં રાજ યુએસ ગયાં પછી શું થયું કેમ સંપર્ક ના થયો ? તને ખબર છે એ પછી કેટલું બદલાઇ ગયું બધુ ? હું તને ખોઇ બેઠી મારાં રાજ તું હજી મારાં દીલ પર રાજ કરે છે. અને યાદમાં ને યાદમાં એની આંખ મીંચાઇ ગઇ.....
**************
રાજ એનાં પાપા સાથે જવાની તૈયારીની વાતો કરતો હતો અને પછી એનાં પર ફોન આવ્યો કે....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-15
Rate & Review

Usha Patel

Usha Patel 2 months ago

Chitra

Chitra 2 months ago

JAGDISH.D. JABUANI
Jayana Tailor

Jayana Tailor 5 months ago

Dipti Koya

Dipti Koya 5 months ago