Reunion books and stories free download online pdf in Gujarati

પુનઃ મિલન


એકલતા કોને કહેવાય તે મારાથી સારી રીતે કોણ સમજી શકે! મેં મારા માતા-પિતાનો પ્રેમ ક્યારે નથી અનુભવ્યો! એવું નથી કે તેઓ આ દુનિયામાં નથી! તેઓ હયાત છે. પણ મારાથી દૂર છે. કારણ? કારણ તો હું પણ નથી જાણતો! હું પણ મારી પચીસ વર્ષની ઉંમરમાં જયારથી સમજણો થયો છું. બસ એજ શોધવાનો પ્રયત્ન કરું છું કે આવુ કેમ? એવું પણ નથી કે હું મુસલ્ફીમાં જીવું છું. અહીં મારી મજાની લાઈફ છે. પણ એકલતા મને કોરી ખાય છે.બાળપણથી જ મમ્મીએ મને બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દીધો હતો. ના તો મેં ગામડું જોયું છે. ના મારા માતા પિતા સાથે હું ક્યારે ગામડે ગયો છું. મારા પરિવારમાં કોણ કોણ છે એ પણ મને નથી ખબર! મારા ભાઈઓ બહેનો છે? કાકા,મામા,માસી ફોઈ છે? મને અહીં એકલું રહેવું નથી ગમતું! મને બેંગ્લોર ગમતું કે નહીં મને નથી ખબર પણ હું જ્યારથી સમજણો થયો છું.હું બસ એકલો જ છું. એકલો જ જીવું છું. મને એટલી ખબર હતી કે મારા માતા પિતા ગુજરાતી છે કેમ કે તે મારી સાથે ગુજરાતી ભાષામાં જ વાત કરતા હતા. તેઓ ગુજરાતી અને હું અહીં વર્ષોથી બેંગ્લોરમાં શું કરું છું? અહીં દક્ષિણ ભારતીય ડિસેન્ટ રેહણી કેહણી હતી. મારા માતા દેખાવે મને એકદમ દેશી લાગતા હતા. એકદમ સામાન્ય ગામડાના માણસો! તેઓ મને ઘરે નથી આવવા દેવા માંગતા! કારણ પૂછું તો ફક્ત એક જ જવાબ અમારી માનતા છે. તું ત્યાં સુધી ગામડામાં પગ નહિ મૂકી શકે જ્યાં સુધી તારા લગ્ન ન લેવાય! બોલો આ એકવીસમી સદીમાં આટલા જુના વિચારો? મારા વિશે કોઈ બ્રહ્મ નહિ પાડતાં! હું જુનવાણી નથી એકદમ મોર્ડન વિચારો વાળો છું. ગર્લફ્રેંડ પણ છે મારી! અમે બંને લિવ ઇન રિલેશનશિપમાં રહીએ છીએ! ખુશ થઈ ગયાને ? હું જાણતો જ હતો! પણ આ વાત મારા માતા-પિતાને નથી ખબર! મારી મમ્મીને કહ્યું કે હું કોઈ છોકરીના પ્રેમમાં છું તો શું રિએક્શન આવે એની મને કલ્પના પણ નથી! મારા પિતા બહુ મિતભાષી સ્વભાવના સજ્જન પુરૂષ છે. હું હાલ મારી ગર્લફ્રેંડના ફ્લેટ પર આવ્યો છું. જો હું બે કે તેનાથી વધારે દિવસ મારા રૂમ પર પાછો ન જાઉં તો મારા મોબાઈલ પર અજાણ્યા નંબરથી ફોન આવવાનું શુરું થઈ જાય છે. કોઈ મારી હર પળ જાસુસી કરે છે? પણ કેમ? મતલબ મારા માતા પિતા એ પણ જાણતા હશે હું હાલ ક્યાં છું? મેં ઘણી વખત આ બધા જમેલાઓમાંથી ભાગવાની કોશિશ કરી! પણ અંતે હું બેહોશીની હાલતમાં મારા ઓરડામાંથી જ મળું! હવે મેં ઘર છોડવાના વિચારો છોડી દીધા છે. હું અને મારી ગર્લફ્રેંડ રશ્મિકા બાલ્કનીમાં બેસી ડ્રીંક કરી રહ્યા હતા. જૂની રેડ વાઈનની બોટેલ મેજ પર હતી. રશ્મિકા મારી બાહુપોસમાં હતી!

તે મારા શરીર પર માદકતાથી હાથ ફરાવી રહી હતી! તેની મુલાયમ સુંવાળી આંગળીઓઓ મારી છાતી પર ફરી રહી હતી! તે હવે જુકી ,મારી છાતી પર જ ચૂમવા લાગી! હું ઉત્તેજિત થઇ રહ્યો હતો! તેનું ચુંબન અને સપર્સથી મારા રૂંવાટાઓ ઊભા થઈ જતા! આ અમારું પેહલી વખતનું ન હતું! છેલ્લા ત્રણ વર્ષથી કરીએ છીએ પણ રશ્મિકા મને દર વખતે કઈ નવું આપતી! કઈ નવું કરતી! તે ઉપર આવી! મારા હોઠો પર હોઠ માંડ્યા! સદીયોની તરસ જાણે અહીં પુરી થવાની હોય! તેની આંખો બંધ હતી! તે બસ મને વધુને વધુ તેનામાં સમાવવા ઈચ્છતી હતી! મેં ફ્લેટની બધી જ લાઈટો ઓફ કરી! શહેરની આ ઉંચી ઇમારતની આઠમા માળની બાલ્કનીમાં અમે હતા! બન્ને નગ્ન! કલાકો સુધી ચાલતું રહ્યું! આજે બાલ્કનીમાં કરવાનો નવો અનુભવ માણ્યો! અમે સહજ થયા! એકદમ સહજ...! થાક હતો? શરીરને!મન હજું પણ અંદર ઉફાન પર હતું! એ અવસ્થામાં ફરી બે પેગ બન્યા! અમે ગટગટાવી ગયા! પડ્યા રહ્યા ! સમયનું અમને ભાન ન હતું! બસ ક્યાર સુધી આમ જ મૌન પડ્યા રહ્યા! ચારેતરફ શાંતિ હતી! શાબ્દીક શાંતિ!

"વિજય! મને એક વિચાર આવ્યો! શું હું તને કઈ પૂછી શકું? "
"હમ્મ, પૂછી શકે! "
"મને યાદ છે ત્યાં સુધી તેં મને કહ્યું હતું! તું અહીં ત્રણ વર્ષની ઉંમરથી બેંગ્લોરમાં એકલો રહે છે. વિચિત્ર વાત એ છે કે અહીં તમારું કોઈ સંબધી પણ નથી! દૂર દૂર સુધી ન કોઈ પરિચિત ખરુંને?"
"હમ્મ! પ્રશ્ન શું છે? "
" પ્રશ્નો પણ ઘણા બધા છે. હું બધી કડીઓને જોડાવા માંગુ છું."
"હું કઈ સમજ્યો નહિ!"
" તે મને કહ્યું હતું કે તારા મમ્મી-પપ્પા એક સાથે મળવા નથી આવતા! એક સાથે તેઓ આજદિન સુધી સાત દિવસથી વધારે અહીં રોકાયા નથી! તારી મમ્મી પપ્પા ક્યારે ફોનમાં વાત નથી કરતા! તેઓ તને કહ્યા વગર ઘરે નીકળી જાય છે. સાચું ને?"

"વાત તારી સાચી છે." વિજય ટટાર થઈ ગયો! વાઇનનો નશો હવે ઊતરી ગયો હતો જાણે!

"વિજય! તારા મમ્મી-પપ્પાના ફોન નંબર પણ તારી પાસે નથી! તમે મૂળ ક્યાંના વતની છો એ પણ તમને ખબર નથી!"

"એકદમ સાચું! પણ રશ્મિ... મેં જ્યારે જ્યારે મારા માતા-પિતાને કઈ પૂછ્યું છે તેઓ મારી વાત ટાળી દીધી છે. હું કોણ છું? મારી સાથે આવું કેમ થઈ રહ્યો છે હું નથી જાણતો! હું એ પણ નથી જાણતો કે આ બધું મારી સાથે જ કેમ થઈ રહ્યું છે. મારા માતા-પિતા જ મારા પર જાસૂસી કેમ કરી રહ્યા છે?"

"જાસૂસી?" રશ્મિકા આ વાતથી અજાણ હતી.
"હું કઈ સમજી નહિ! તું શું કહી રહ્યો છે?"
"કઈ નહિ!"
"વિજય! પ્લીઝ યાર તું મને પુરી વાત કરીશ તો હું તારી મદદ કરી શકીશ! " વિજયને કઈ યાદ આવ્યું! તેણે ઘડિયાર જોયુ! જાણે કોઈ જગ્યાએ પોહચવમાં તેની પાસે ખૂબ ઓછો ટાઈમ હોય! તેમ તેણે દોડ લગાવી!

"વિજય.....વિજય.....! પણ તે જઈ ચુક્યો હતો.

વિજય પણ તેની વાતોની જેમ રહસ્યમય હતો. શુ હતું વિજયનો ભેદ! કેમ તે બેંગ્લોરમાં એકલો રહે છે? મારે જાણવું જોઈએ! શું તેની જાનને કોઈ ખતરો તો નથીને ? વિજય ક્યાં રહે છે તે સરનામાનું પણ હું નથી જાણતી! આખેર કેમ તેણે મારાથી છુપાવ્યું હશે? હું જાણીને જ રહીશ! આ બધામાંથી હું વિજયને બહાર લાવીને જ રહીશ! પણ કેવી રીતે? શું કરું હું?મારે વિજયથી જ વાત કરવી પડશે! આમને આમ તો કેવી રીતે જીવી શકાય! કઈ તો કરવું જ પડશે!

ક્રમશ.


અન્ય નવલકથા

મનસ્વી,

લોન્ગ ડિસ્ટસન

એકાંતા

અ પરફેક્ટ બોયફ્રેન્ડ

પિશાચણી


સંપર્ક-૭૬૦૦૦૩૦૩૭૯