મન : સંબંધ મિત્રતા નો - 79 in Gujarati Novel Episodes by Siddhi Mistry books and stories Free | મન : સંબંધ મિત્રતા નો - 79

મન : સંબંધ મિત્રતા નો - 79

ભાવિન નિયા ને કોઈ શાંત પ્લેસ પર લઈ ગયો. નિયા હજી ચુપ હતી. એ એના વિચારો મા ખોવાયેલી હતી.

ત્યાં એક બેન્ચ જેવું હતું નિયા ત્યાં બેસી ને કંઈ વિચારતી હતી અને ભાવિન નિયા ને આમ જોઈ ને વિચારતો હતો કે હવે બોલવું ક્યાંથી ?

નિયા ભાવિન ની સામે જોઈ પણ નઈ શકતી હતી. પણ બે ત્રણ વાર એ બંને ની નજર એક થઈ. નિયા તરત જ નજર બીજે કરી લેતી. બોવ બધું બોલવું હતું પણ આજે નિયા ની પાસે શબ્દો નઈ હતા.

થોડી વાર પછી,

હજી પણ બંને માથી કોઈ કઈ જ બોલ્યું નઈ હતું.  નિયા ની આંખ ભરાઈ ગઈ હતી. એ બોલવા માંગતી હતી પણ ખબર નઈ કેમ કઈ જ બોલી નઈ શકતી હતી.

ભાવિન એ પણ નિયા ની આંખ મા આંસુ જોયા એટલે એને હિંમત કરી ને બોલવાનું સ્ટાર્ટ કરવાનું વિચાર્યું.

નિયા જ્યાં બેસેલી હતી ત્યાં જઈ ને ભાવિન એ કહ્યું,

" આટલું બધું થઈ ગયું અને તને એક વાર પણ મને કહેવું ઠીક ના લાગ્યું ?"

" કઈ નઈ થયું "નિયા  હજી પણ ભાવિન ની સામે જોઈ રહી નઈ હતી. એ બીજું બાજુ જોતા જ બોલી રહી હતી. કદાચ એ ભાવિન ની સામે જોસે તો આંસું જે એને ક્યારના રોકી ને રાખ્યા હતા એ બહાર આવતા વાર નઈ લાગે એનો ડર હતો નિયા ને.

" દસ દિવસ થી ટિફિન લઈ ને જાય છે પણ ખાય છે બીજા. રાતે જલ્દી સૂઈ જાય છે. બેસ્ટ ફ્રેન્ડ ને કામ છે પછી વાત કરીશ એમ કહી દે છે. અને કહે છે કઈ નઈ થયું"  ભાવિન હજી માંડ આટલું જ બોલ્યો ત્યાં તો નિયા એ જેટલા આંસું કંટ્રોલ કરી રાખ્યા હતા એ બહાર આવી ગયા.

ભાવિન ને કેમની ચુપ કરાવવી નિયા ને એ સમજમાં નઈ આવતું હતું. પછી અચાનક એના માઇન્ડ માં શું આવ્યું કે એને હગ કરી લીધું નિયા ને. 🤗

નિયા હજી પણ રડી રહી હતી. ભાવિન એ એને થોડી દૂર કરી ને એના આંસું લૂછ્યા.

નિયા હજી પણ ભાવિન સામે જોઈ રહી નઈ હતી.
નિયા પાછી બેન્ચ પર બેસી ને કંઈ બીજી બાજુ જોવા લાગી.

ભાવિન એ થોડું વિચાર્યા પછી નિયા ની બાજુ માં બેસી ગયો. અને એનો હાથ પકડી લીધો અને બોલ્યો

" નિયા તે શું ખોટું કર્યું છે કે તું આમ કરે છે ?"

" મારા લીધે તો થયું છે આ બધું " નિયા બોલી.

" નિયા પ્લીઝ. તું આ ખોટું વિચારવાનું બંધ કર. અને જેમાં તારી ભૂલ નથી તો કેમ એ વાત તારી પર લે છે "

" જ્યારે મમ્મી ને જ મારી ભૂલ લાગે છે તો બીજા ની વાત ક્યાં રહી ?" નિયા એ પહેલી વાર આજે ભાવિન સામે જોઈ ને બોલી .

" નિયા બસ. હવે આગળ કઈ ના બોલ " ભાવિન એ નિયા માં હોઠ પર આંગળી મૂકતા કહ્યું.

પાંચ મિનિટ સુધી કોઈ બોલ્યા જ નહિ. પછી ભાવિન બોલ્યો,
" તું જ કહે છે લાઈફ મા અમુક પેજ ફાડી ને ફેકી દેવા જોઈએ તો એ પેજ પન ફાડી ને ફેકી દે. મારા માટે "

" કોણ તમે ?" નિયા બોલી.

" એ મારે કહેવાની જરૂર નથી પણ કોઈ એ આ વાત ને લીધે ટિફિન બીજા ને આપી દીધું હતું કેટલા બધા દિવસ થી "

" મને નઈ ખબર ક્યાંથી ખબર પડી તને.  પણ પ્લીઝ આ વાત મારા મમ્મી પપ્પા સામે ના બોલીશ "

" એક શરતે ?"

" શું ?"

" આ પેજ તારી લાઈફ માથી ફાડી ને ફેકી દે તો જ "

" તું બ્લેક મેઈલ કરે છે ?" નિયા આંસું લૂછતાં બોલી.

" હા કેમકે બીજો કોઈ જ ઓપ્શન નથી મારી પાસે "

નિયા એ કઈ જવાબ ના આપ્યો. કદાચ એના મગજ માં હજી પણ કઈક ચાલતું હતું.

" નિયા આ છેલ્લી વાર જેટલું રડવું હોય એટલું રડી લે પછી રડવા નઈ દેવા હું " ભાવિન બોલ્યો.

" પાગલ થઈ ગયો છે તું ?"

" તું એવું સમજી લેશે તો વાંધો નહિ "

" કોઈ મને અત્યાર સુધી એમ કહેતું હતું કે બિન્દાસ બોલ્યા કર. વિચારી વિચારી ને ના બોલ મઝા નઈ આવતી અને આજે એ પોતે વિચારી વિચારી ને બોલે છે " નિયા એ કહ્યું.

" હા. પણ આજ ની પરિસ્થિતિ જ એવી હતી કે વિચારી ને બોલવું પડે. જો કઈ ઊંધું બોલાઈ જાય તો ગયો હું કામ થી અને મમ્મી એ તો ઘરે થી ધમકી જ આપી હતી " બોલતા બોલતા ભાવિન અટકી ગયો.

" શું ?"

" નિયા જ ઘરે આવવી જોઈએ બીજું કોઈ નઈ.  "

" ઓહ્ સ્માર્ટ છે મમ્મી "

" એટલે તો હું પણ સ્માર્ટ છું " આંખ મારતા 😉 ભાવિન બોલ્યો.

" પોતાની તારીફ એ પણ જાતે... વાહ... "

" શું કરું યાર. કોઈ તો મારી સામે જોવા પણ રેડી નથી. તો તારીફ ક્યાં કરવાનું. એટલે ખુદ ની તારીફ ખુદ થી જ કરી લેવી પડે " ભાવિન એ કહ્યું.

" તારીફ ક્યાં કરું તેરી ?" બોલતા નિયા એ ગાલ ખેંચ્યા ભાવિન ના.

" એ તને ખબર "

" નઈ કરવી તારીફ ખોટી કોઈ ની નજર લાગી જસે તને "
નિયા એ કહ્યું.

" ઓહ્ હા નઈ. કોઈ બીજું લઈ જસે મને તો તું ખાવાનું છોડી દેશે ને મારી યાદ માં "

" બસ પણ. એ કારણ નઈ હતું એનું "

" તો શું હતું ?" ભાવિન એ પૂછ્યું.

" કહીશ પછી "

" તારું પછી એટલે તું નઈ કેસે. પણ હું ફોર્સ નઈ કરું. કેમકે આ સ્માઈલ પાછી ગાયબ નઈ કરવી મારે "

" ઓહ્ સાચે ?"

" હા સાચે " કહી ને ભાવિન એક્ટિવા ની ડીકી માથી કઈક લઈ ને આવ્યો.

" ચોકોલેટ ?"

" યેસ "

" થેંક યુ "

" શેર કરવી પડશે મારી સાથે "

" સો સોરી. હું આ શેર નઈ કરી શકું "નિયા એ કહ્યું.

" કેમ ?"

" એ ખાલી હું એક જ વ્યક્તિ સાથે શેર કરું છું "

" આદિત્ય સાથે ? રાઈટ ?" ભાવિન એ પૂછ્યું.

" હા. પણ તને કેમની ખબર ? એવું તો મે કોઈ દિવસ કહ્યું નથી તને "

" હા... હા... મને ખબર પડી ગઈ "

" હુહ... " નિયા મોહ મચકોડતા બોલી.

" આદિત્ય એજ કહ્યું હતું. મારી વાત થઈ હતી ત્રણ દિવસ પહેલા એની સાથે "

" ઓહ્ મારા બેસ્ટ ફ્રેન્ડ ને પણ પટાવી લીધો "

" ના ના. તું ઓનલાઈન તો આવતી નઈ હતી એટલે એને મેસેજ કર્યો હતો "

" અચ્છા "

" પણ હવે મારી પાસે નંબર આવી ગયો છે એનો. એટલે તને બ્લેક મેઇલ કરવાના આઈડિયા મળી જસે "

" જોઈએ "

" મસ્તી કરું છું. " ભાવિન એ કહ્યું.

નિયા પાછી ચુપ થઇ ગઇ. કઈક વિચાર મા પાછી ખોવાઈ ગઈ. બે મિનીટ મા એના વિચારો ની દુનિયા માથી બહાર આવી ને બોલી,
" ભાવિન
લાઈફ પણ કેટલી અજીબ છે ને.
ક્યારે શું થાય એની કઈ જ ખબર નઈ પડતી.
અને ભગવાન પણ ખબર નઈ કેટલી એક્ઝામ લે છે. "

" એક્ઝામ વગર મઝા નથી લાઈફ મા "

" એટલે આ બધું થયું એ તને ગમ્યું ?" નિયા એ પૂછ્યું.

" ના. પણ જો આ ના થયું હોય તો અત્યારે હું તારી સાથે ના બેઠો હોત "

" મતલબ ?" નિયા ને સમજ ના પડી એટલે એને પૂછ્યું.

" હું તો મુંબઈ જવાનો હતો. પણ પપ્પા એ કઈક જરૂરી કામ છે એમ કહી ને બોલાવ્યો મને "

" ઓકે સમજી ગઈ. જે થાય છે એ સારા માટે જ થાય છે"

" ગ્રેટ પણ હવે જો ટિફિન બીજા ને આપ્યું છે તો ગઈ તું "

" ઓહ બ્લેક મેઇલ કરે છે ?"

" ના. ધમકી આપું છું " ભાવિન બોલ્યો.

" બસ આજ બાકી હતું. સાંભળવામાં "

" હવે મને ભૂખ લાગી છે. અને તને પણ કદાચ આટલું રડી એટલે લાગી જ હસે નઈ ?"

" હમ "

" તો જઈએ ? " ભાવિન એ કહ્યું.

" ઘરે ને ?"

" ના થોડું બહાર ખાઈ લે. પછી ઘરે જઈ ને તો ખાવાનું જ છે."

" સ્માર્ટ "

" ખબર છે મને "

ભાવિન અને  નિયા જ્યાં ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા ત્યાં ગયા.

ઓર્ડર આપી ને ભાવિન બેઠો હતો ત્યાં નિયા બોલી,

" કોઈ છે ને એટલું લેટ આવ્યું હતું કે આવી ને કહે ... "

" બસ અહીંયા જ અટકી જા "

નિયા હસવા લાગી.

ત્યાં નિયા ના મમ્મી નો ફોન આવ્યો.

" ક્યાં છો તમે બંને ? જમવાનું બની ગયું છે. કેટલી વાર લાગશે ?"

" આવીએ છીએ હમણાં "

" 20 મિનિટ " ભાવિન એ ઈશારા મા કહ્યું.

" અડધી કલાક મા આવી જઈશું. તમે જમી લો "

" ના પછી ભાવિન ને કેવું લાગશે ?"

" મમ્મી જમી લેવ ને "

" સારું. સારું "

ફોન મૂક્યો ત્યાં નિયા નો ઓરીઓ શેક આવી ગયો.
" આ મારા થી નઈ પતે " ઓરિઓ શેક ને જોતા નિયા બોલી.

" હા મને ખબર જ હતી એટલે મેં એક જ મંગાવ્યો "

" તને બોવ ખબર હોય "

" ખબર તો રાખવી પડે ને હવે "

" બોવ સારું. "

" હવે તો આ શેર કરવો પડશે "

" ઓહ્ નો... "

થોડી વાર માં એ લોકો ઘરે આવ્યા. ભાવિન ના મમ્મી પપ્પા પણ નિયા ના ઘરે જ હતા.

" ચાલો તમે બંને હાથ ધોઈને જમવા બેસી જાવ " નિયા ના મમ્મી એ કહ્યું.

" હા મમ્મી શાંતિ રાખો "

" જમી લીધું તમે ?" ભાવિન એના પપ્પા ની બાજુ માં બેસતા બોલ્યો.

" હા તું જમી લે પછી એક જરૂરી વાત કરવી છે " ભાવિન ના પપ્પા એ કહ્યું.

" હા તો બોલો "

" હા કહી દો " ભાવિન ના મમ્મી એ કહ્યું.

નિયા જમવાનું કાઢતી હતી. પણ એના મમ્મી એ બૂમ પાડી એટલે જ્યાં બધા હતા ત્યાં આવી.

" નિયા ભાવિન ના પપ્પા નું એવું કહેવું છે કે દિવાળી પછી સગાઇ કરી દઈએ " પિયુષ ભાઈ ( નિયા ના પપ્પા ) એ કહ્યું.

" હા ભાવિન. સગાઈ થઈ જાય તો નિયા પણ ઘરે આવતી થાય તો અમને પણ સારું લાગશે " ભાવિન ના પપ્પા એ કહ્યું.

" સારું. મને કોઈ વાંધો નથી. પણ ડેટ નક્કી કરી ને મને જલ્દી કહી દેજો તો રજા લેવાની ખબર પડે " ભાવિન એ કહ્યું.

" હા "

" પણ એક વાર નિયા ને પૂછી જોજો પછી નક્કી કરજો " ભાવિન બોલ્યો.

" નિયા શું કહેવું છે તારું ?" નિયા ના પપ્પા એ પૂછ્યું.

નિયા વિચારો ના દરિયા માં ડૂબકી લગાવતી હતી એટલે નિયા ના મમ્મી બોલ્યા,
" નિયા સગાઈ ની વાત થાય છે. મેરેજ આવતા વર્ષ દિવાળી પછી જ લઈશું "

" ઓકે જેમ ઠીક લાગે એમ કરો " કહી ને નિયા રસોડા માં જતી રહી.

" સારું . નિયા ની હા છે એટલે હવે ડેટ જલ્દી નક્કી કરીએ " નિયા ના પપ્પા એ કહ્યું.

" અમને પણ નિયા ને ઘરે લઈ જવાની જલ્દી છે હવે " ભાવિન ના મમ્મી એ કહ્યું.

નિયા એ બૂમ પાડી જમવા માટે એટલે ભાવિન અંદર ગયો.

આ બાજુ નિયા અને ભાવિન ના મમ્મી પપ્પા સગાઈ ની વાતો કરી રહ્યા હતા.

નિયા એ ભાવિન ને જમવાનું આપી ને જતી હતી ત્યાં ભાવિન એ પૂછ્યું,

" તારે નઈ જમવાનું ?"

" પછી ખાઈ લઈશ " નિયા જતી હતી ત્યાં ભાવિન એ કહ્યું,
" આજે પણ મારી જોડે નઈ ખાય ?"

" બધા માં બ્લેક મેઇલ ના હોય યાર "

" તો ખાઈ લે તો "

" ઓકે "

નિયા ભાવિન ની વાત માની ને એની થાળી માં એની સાથે જ જમવા બેસી ગઈ.

" શું થયું ? ક્યાં વિચારો મા ખોવાઈ ગઈ ?" ભાવિન એ પૂછ્યું.

" કઈ નઈ "

" સાચે ને ?"

" હા "

એ બંને વાત કરતા કરતા જમતાં હતાં ત્યાં નિયા ના ફોન મા કોઈ નો ફોન આવ્યો. નિયા એ જોયું તો રિયા નો ફોન હતો.

રિયા નામ વાંચી ને ભાવિન બોલ્યો,
" આને શાંતિ નથી "

નિયા ને હસવું રોકતું નઈ હતું આ સાંભળી ને. પણ નિયા એ હસવાનું કંટ્રોલ માં રાખી ને ફોન ઉપાડયો.
" નિયા હવે તો તું યાદ પણ નથી કરતી,
ભાવિન મળી ગયો છે પણ તું આમ ભૂલી ના જા મને "

રિયા બોલતી હતી અને નિયા હસવા લાગી. આગળ કઈ બોલાયું નઈ નિયા થી એટલે એને ફોન ભાવિન ને આપ્યો.

" નિયા કેમ હસે છે ? કઈ તો બોલ મારી માં" રિયા થોડું ગુસ્સા મા બોલી.

" હા બોલ "

" ઓહ્ ભાવિન તું અહીંયા કેમનો ? મતલબ કે સુરત ?" રિયા એ પૂછ્યું.

કેમકે ભાવિન સુરત આવ્યો છે એ કોઈ ને પણ ખબર નઈ હતી.

ભાવિન નું નામ સાંભળી ને ભૌમિક બોલ્યો,
" એ સુરત છે? આપ તો મને ફોન "

રિયા ભૌમિક ને ફોન આપે છે.

" ભાવિન તું સુરત ક્યારે આવ્યો. અને મને કીધું પણ નઈ તે "

" મોન્ટુ શાંતિ. આજે બપોરે જ આવ્યો. અને કાલે પાછો જાવ છું. મુંબઇ "

" સરસ. ત્યાં જ રહે તું. ક્યાં છે મારે મળવું છે તને હરામખોર " ભૌમિક બોલ્યો.

" અત્યારે તો નિયા ના ઘરે છું. "

" સારું તો પંદર મિનિટ માં આવ્યા. એ બાજુ જ છીએ અમે. અને નિયા ને પણ લઈ આવજે "

" ક્યાં લઇ આવજે ?" ભાવિન બોલ્યો.

" કઈ નઈ આવીએ પછી વાત કરીએ બાય " કહી ને ભૌમિક એ ફોન કટ કર્યો.

" એ લોકો આવે છે " ભાવિન એ કહ્યું.

" કોણ ?"

" રિયા અને તારા જીજુ " ભાવિન એ કહ્યું.

" ઓહ્. એને ખબર છે તું અહીંયા આવ્યો છે એ ?" નિયા એ પૂછ્યું.

" ના હમણાં જ ખબર પડી "

" વાહ. તો તો મઝા આવસે " નિયા એ કહ્યું.

" શું મઝા આવસે ?"

" તને બોલશે ને એ. લેક્ચર આપશે થોડું " નિયા હસતા હસતા બોલી.

આમ એ લોકો ની હસી મઝાક સાથે વાત ચાલતી હતી. હજી બંને જમતાં જ હતા. કેમકે વાત આજે એમની પતતી નઈ હતી. એટલે ખાવાની સ્પીડ થોડી નઈ પણ બોવ જ ધીમી હતી.

ત્યાં તો થોડી વાત મા રિયા અને ભૌમિક આવ્યા.

પણ નિયા અને ભાવિન હજી જમતાં જ હતા.

" આવી ગઈ અમારી છોકરી " નિયા ના મમ્મી રિયા ને જોતા બોલ્યા.

હાઈ હેલ્લો કહ્યું પછી ભૌમિક બોલ્યો ,

" ફોઈ તમારો છોકરો તો હવે સુરત આવે તો પણ કહેતો નથી"

" આવ્યો નથી બોલાવવો પડે છે હવે તો એને " ભાવિન ના પપ્પા બોલ્યા.

ભાવિન અને નિયા એ જમી લીધું એટલે ભાવિન બહાર જ્યાં બધા બેઠા હતા ત્યાં આવ્યા.

" ચાલો જઈએ " ભૌમિક એ કીધું.

" ક્યાં જવું છે ?" ભાવિન એ પૂછ્યું.

" વી આર મોલ પાસે. "

" ચાલો " ભાવિન એ કહ્યું.

" નિયા ને કહ્યું કે તારે એકલું જ આવવાનું છે ?" રિયા એ મસ્તી મા પૂછ્યું.

ભાવિન આગળ કઈ બોલે એ પેલા ભૌમિક બોલ્યો
" નિયા આવસે જ એને પૂછવાનું ના હોય "

નિયા હજી રસોડા માં કામ કરતી હતી એટલે રિયા એ ત્યાં જઈ ને કહ્યું
" નિયા ચલ કામ પત્યું હોય તો ફરવા "

" અત્યારે ? "

" હા તો બીજે ક્યારે "

" યાર તમે જઈ આવો ને " નિયા ને સુઈ જવું હતું આજે એટલે એને કીધું.

" જઈ આવ ને નિયા માઈન્ડ ફ્રેશ થઈ જશે " નિયા ના મમ્મી એ કહ્યું.

" હા ચલ "

" બે યાર. "

" ચલ કપડા ચેન્જ કરી લે જલ્દી "

" ત્રાસ છે તારો "

થોડી વાર પછી,

નિયા રેડી થઈ ને આવી ગઈ એટલે રિયા બોલી,
" જઈએ "

" હા "

એ લોકો લિફ્ટ માં નીચે આવતા હતા ત્યારે ભૌમિક એ કહ્યું,

" ભાવિન તારે નિયા ને મૂકવા આવવું પડશે "

" સારું "

" મને એમ હતું કે ના પાડશે હમણાં " રિયા એ કહ્યું.

" રિયા ભાભી બીજું કઇ પણ હતું ?" ભાવિન બોલ્યો.

" ના તું ભાભી ના બોલ "

" કેમ ?"

" ના પાડી ને તને "

એ લોકો વી આર મોલ પાસે એક શાંત જગ્યા પર બેસેલા હતા.  ભૌમિક અને રિયા એમની લવ લાઈફ કહેતા હતા. નિયા અને ભાવિન એમને હેરાન કરતા હતા. આઈસ ક્રીમ ખાધો પછી ભાવિન એ કહ્યું,

" જઈએ હવે ?"

" કેમ આટલી જલ્દી ?" રિયા એ પૂછ્યું.

" મને નીંદ આવે છે હવે એટલે "

" ઓહ્ કાલે રાતે શું કરતો હતો તો ?" ભૌમિક એ મસ્તી મા પૂછ્યું.

" ઓફિસ નું કામ બીજું કઇ નઈ "

" તો બરાબર "

ભૌમિક અને રિયા એમના ઘરે ગયા. ભાવિન નિયા ને મૂકવા જતો હતો.

હજી પણ નિયા થોડી ચુપ લાગતી હતી એટલે ભાવિન એ પૂછ્યું ,

" હજી કઈક વિચારે છે તું ?"

" ના "

" તો એવું કેમ લાગે છે ?"

" યાર કઈ સમજાતું નથી " નિયા કઈક કહેવા માંગતી હતી કે એ શું વિચારી રહી હતી એ.

" શું નઈ સમજાતું ?"

" લાઈફ મા બધું બદલાયેલું લાગે છે. "

" એટલે ?"

" આવતા મહિને સગાઈ અને પછી ... " નિયા બોલતા બોલતા અટકી ગઈ.

પણ આ ટાઈમ ભાવિન સમજી ગયો કે નિયા શું બોલવા માંગતી હતી.

" તું ટેન્શન ના લે બોવ. અને લાઈફ મા થોડો બદલાવ પણ જરૂરી છે નિયા "

" હમ "

પછી નિયા એ પાછું પૂછ્યું,
" ક્યારે આવશે તું પાછો સુરત ?"

" આવતા મહિને "

" એ પેલા ?"

" કઈ કામ છે તો આવું ?"

" ના એમજ પૂછતી હતી "

" દિવાળી પર નક્કી નથી કેમકે ટ્રીપ પર જવાનું છે કદાચ "

" કેમ કદાચ ?"

" એક ફ્રેન્ડ નું ફાઇનલ નઈ થયું એટલે "

" ઓકે જઈ આવ તો " નિયા એ કહ્યું.

" હા પણ હજી બોવ બધી જગ્યા બાકી રહી ગઈ છે લીસ્ટ ની. એ કોઈ સ્પેશિયલ સાથે જવાનું છે "

" લીસ્ટ ? શેની વાત કરે છે તું ?" નિયા એ પૂછ્યું.

" વિશ લીસ્ટ. " ભાવિન બોલ્યો.

પણ આજ સુધી ભાવિન એ એના વિશ લીસ્ટ ની વાત કોઈ એટલે કોઈ ની સાથે શેર કરી નઈ હતી પણ આજે નિયા સાથે કરી. કેમ કરી એ તો ખાલી ભાવિન ને ખબર.

" જલ્દી પૂરી થસે તારી વિશ લીસ્ટ " નિયા એ કહ્યું.

" અને તારી પણ "

" વોટ ?"

" હા મને ખબર છે બોવ નઈ પણ થોડી થોડી. તારી વિશ લીસ્ટ બાકી છે હજી પૂરી કરવાની " ભાવિન બોલ્યો.

" મારી કોઈ વિશ લીસ્ટ નથી "

" નિયા બસ જૂથ ના બોલ. ટાઈમ આવસે ત્યારે એ વિશ લીસ્ટ પણ મને ખબર પડી જશે "

" ઓકે " નિયા ને આગળ બોલવું કઈ ઠીક ના લાગ્યું.

ત્યાં નિયા નો ફ્લેટ આવી ગયો.

" ચલો બાય. ગુડ નાઈટ "

" ગુડ નાઈટ. જલ્દી મળીયે પાછા "

" હમ "

" રડતી નઈ. નહિ તો મારે મુંબઈ થી ચુપ કરાવવા આવવું પડશે " ભાવિન આંખ મારતા બોલ્યો.

" મસ્ત જોક હતો. " નિયા બોલી.

" ચલ બાય "

નિયા એ ખાલી એક સ્માઈલ આપી. અને એ ઘરે આવી.

નિયા ના મમ્મી નો ગુસ્સો ઉતરી ગયો હતો.

નિયા હજી આવી ને બેઠી હતી ત્યાં એના મમ્મી બોલ્યા,

" નિયા તારા સાસુ તો બોવ સારા છે. આમ બોલે એવા છે"

" તો તમે પણ આવજો મારી સાથે ત્યાં " નિયા બોલી.

" હા... હા... આ છોકરી આટલી મોટી થઈ પણ એની મસ્તી તો હજી નાના છોકરા જેવીજ છે " નિયા ના મમ્મી એ કહ્યું.

" મસ્તી કરવાની કોઈ ઉંમર ના હોય પિયુ "

થોડી વાર નિયા એ એના મમ્મી પપ્પા સાથે વાત કરી અને પછી સુવા ગઈ.

નિયા ને  એની ડાયરી માં બોવ બધું લખવું હતું આજે પણ એને નીંદ બોવ આવતી હતી એટલે કાલે લખીશ એમ વિચારી ને સુઈ ગઈ.

આ બાજુ ભાવિન એના ઘરે પહોચ્યો ત્યાં એના મમ્મી પપ્પા એની રાહ જોઇ ને બેઠા હોય એવું લાગ્યું ભાવિન ને.

" ભાવિન હવે જલ્દી લઈ આવ નિયા ને " ભાવિન ના મમ્મી બોલ્યા.

" તો બોલાઈ લો કાલે "

" બેટા આપડા માં સગાઈ પહેલા વહુ ને ઘરે નઈ લવાતી" ભાવિન ના પપ્પા એ કહ્યું.

" તો તમે મળી આવજો એને " ભાવિન એ કહ્યું.

" મળી આવીશ મન થાય ત્યારે. સગાઈ થઈ જાય પછી તો એને દર રવિવારે એને બોલાવી લઈશ. મારો રવિવાર તો સારો જસે " ભાવિન ના મમ્મી એ કહ્યું.

" સારું બોલાવી લેજો "

" તું તો ઘરે હોય નહિ. માનસી પણ એના ઘરે હોય. તારા પપ્પા એમના કામ માં હોય. હું એકલી આખો દિવસ શું કરું ?" ભાવિન ના મમ્મી એ કહ્યું.

" પણ નિયા પછી તો ભાવિન સાથે મુંબઈ જસે ને ?" ભાવિન ના પપ્પા એ પૂછ્યું.

" હા પણ પછી એને ફોન કરી લેવાશે. હમણાં તો એ બોવ ઓછું બોલે છે એટલે "

ભાવિન ને આ સાંભળી ને હસી આવતી હતી. એ જોઈ ને ભાવિન ના પપ્પા એ પૂછ્યું

" તું એને ફોન તો કરે છે કે એ પણ નઈ કરતો ?"

" કોને ?"

" નિયા ને બીજા કોને ?"

" હા કરી લવ છું " પછી ધીમે થી બોલ્યો " કોઈ કોઈ વખત "

" નિયા બોલે છે કે ઓછું બોલે છે ?" ભાવિન ના મમ્મી એ પૂછ્યું.

" બોલે કોઈ વાર. અમુક વાર ચુપ "

" તો આપડે બીજી શોધીએ ના ગમતી હોય તો " ભાવિન ના પપ્પા એ મસ્તી કરતા કહ્યું.

" નિયા બરાબર છે "

" નિયા ને શું ભાવે છે ?" ભાવિન ના મમ્મી એ પૂછ્યું.

" તમે એને ફોન કરી ને પૂછી લેજો. એટલે આખું લિસ્ટ આપશે તમને "

આ સાંભળી ને ભાવિન ના મમ્મી પપ્પા હસવા લાગ્યા.

" તું અમને તો વીડિયો કૉલ નઈ કરતો એને તો કરે છે ને ?" ભાવિન ના પપ્પા એ પૂછ્યું.

" કોઈ વાર. પણ જ્યારે વીડિયો કૉલ થાય બે કલાક થી વધારે જ ચાલે "

" વાહ એ સારી વાત છે "

" જો નિયા નો મૂડ હોય તો. બાકી તો પાંચ મિનીટ માં પણ ફોન મૂકી દે " ભાવિન એ કહ્યું.

" બરાબર "

" યાદ આવે છે તને એ કોઈ વાર વાત ના કરી હોય ત્યારે ?" ભાવિન ના પપ્પા એ પૂછ્યું.

" કોઈ કોઈ વાર આવી જાય " ભાવિન એક મસ્ત સ્માઈલ આપતા બોલ્યો.

" ભાવિન આ ટાઈમ લાઈફ મા એક જ વાર આવે છે. એન્જોય કરી લેજે " ભાવિન ના પપ્પા બોલ્યા.

" હા હવે હું સૂઈ જાવ ?" ભાવિન એ પૂછ્યું. કેમકે ભાવિન ને ખબર હતી જો એ વધારે વાત કરશે તો ટોપિક બહાર ની વાત આવી જસે.

" હા સૂઈ જા " ભાવિન ના મમ્મી બોલ્યા.

ભાવિન એના રૂમ માં જઈ ને સુઈ જતો હતો ત્યાં કઈક યાદ આવતા એને ફોન લીધો.

અને થોડી વાર માં એ ક્યારે સૂઈ ગયો એ એને પણ ખબર ના રહી.

શું થશે હવે ?

ક્યારે મળશે હવે નિયા અને ભાવિન ?

નિયા ભાવિન સાથે ક્યારે ચોકોલેટ શેર કરશે?

Rate & Review

Vivek Patel

Vivek Patel 5 months ago

Bijal Patel

Bijal Patel 5 months ago

Nikki Patel

Nikki Patel 5 months ago

Keval

Keval 5 months ago

Jkm

Jkm 5 months ago