મન : સંબંધ મિત્રતા નો - 80 in Gujarati Novel Episodes by Siddhi Mistry books and stories Free | મન : સંબંધ મિત્રતા નો - 80

મન : સંબંધ મિત્રતા નો - 80

કાલે ભાવિન ને મળ્યા પછી નિયા ખુશ હતી. બીજે સવારે એ જોબ પર ગઈ. ત્યારે પણ પ્રિયંકા બેન એ સારી રીતે વાત કરી.

નિયા ઘરે આવી રાતે તો પ્રિયંકા બહેન એ પાની પૂરી બનાવી હતી. નિયા બોવ નઈ ઓછું બોલતી હતી આજે પણ.

રાતે જમી ને ટીવી જોતા હતા ત્યારે પ્રિયંકા બેન એ પૂછ્યું,
" નિયા હજી નારાજ છે મારા થી ?"

" ના "

" તો કેમ કઈ બોલતી નથી ?"

" બોલું તો છું "

" નઈ લાગતું નિયા બોલતી હોય એવું " પિયુષ ભાઈ એ કહ્યું.

" ના એવું કઈ નથી " નિયા એ કહ્યું.

" હા મને ખબર છે બેટા કે હું કઈ વધારે જ બોલી ગઈ તને"

" શું કરીએ. તમને મારા કરતા એ ફોટો પર વધારે વિશ્વાસ હતો "

" સોરી બેટા ભૂલી જા હવે એ. સગાઈ ની તૈયારી કર "

" આવતા મહિને સગાઈ છે " નિયા એ કહ્યું.

" હા એ પહેલા દિવાળી છે. તો ઘર સાફ નઈ કરવાનું ?" નિયા ના મમ્મી એ કહ્યું .

" હા તો "

" હવે રજા હોય ત્યારે આપડે ઘર સાફ કરીશું "

" હા બીજું કઇ ?"

" ના ખાલી નાસ્તો બનાવવાનો " નિયા ના મમ્મી એ કહ્યું.

" બનાવવો અને પછી આપડે જ ખાવાનો " નિયા હસતા હસતા બોલી.

" ના ભાવિન આવસે ને ?" પિયુષ ભાઈ એ પૂછ્યું.

" ના કદાચ એ ફરવા જવાનો છે " નિયા એ કહ્યું.

" ઘણું ફરે છે નઈ એ. ફેસબુક પર બધા ફરવાના જ ફોટો હોય છે " નિયા ના મમ્મી એ કહ્યું.

" તમે ફોન કરી ને પૂછી લેજો " નિયા એ કહ્યું.

" નિયા સગાઈ પછી તો તું તારા નવા ઘરે જઈ શકસે " પ્રિયંકા બેન એ ખુશ થતા કહ્યું.

" વોટ ?"

" ભાવિન ના ઘરે "

ભાવિન ની વાત ચાલતી હતી ત્યાં નિયા ના ફોન મા કોઈ નો ફોન આવ્યો. અને નામ જોઈ ને નિયા ના ફેસ પર એક મસ્ત સ્માઈલ આવી ગઈ.

" ભાવિન નો ફોન આવ્યો લાગે છે ?" પિયુષ ભાઈ એ પૂછ્યું.

" હમ "

" સો વર્ષ જીવવાનો એ " પ્રિયંકા બેન બોલ્યા.

નિયા એના રૂમ માં જતી રહી. કેમકે જો એ બહાર બેસે તો પ્રિયંકા બેન નું બોલવાનું ચાલુ રહે કઈ નું કંઈ.

" હાઈ "

" કેમ આટલી ખુશ છે ?" નિયા ના હાઈ પર થી જ ભાવિન ને લાગ્યું નિયા બોવ ખુશ છે.

નિયા હમણાં વાત ચાલતી હતી એ કહ્યું.

" હું એજ વિચારતો હતો કે આટલી બધી હિચકી કેમ આવે છે મને "

" બસ બસ બોવ જોક ના કર "

" સારું. પણ મને એક વાત સમજ મા ના આવી. કેમ તે આટલું બધું રડ્યું હતું. આંખ જોઈ હતી તારી. મમ્મી એ એવું તો શું કીધું તને ?"

ભાવિન આજે પહેલી વાર મમ્મી બોલ્યો હતો એટ્લે નિયા એ પૂછ્યું,
" કોણે ?"

" પ્રિયંકા બેન એ "

" ઓય મમ્મી ને નામ થી બોલાવે છે શરમ નઈ આવતી તને " નિયા એ કહ્યું.

" તને મમ્મી કીધું તો ખબર ના પડી તો હું શું કરું ?"

" હા સારું "

" એવું શું કીધું કે તું આટલું રડી બોલ " ભાવિન એ પૂછ્યું.

" ઓપન માઇક માં નઈ જવાનું. આ બધી બૂક છે એ પસ્તી માં આપી આવજે. અને જે ડાયરી માં લખે છે એ બધું પસ્તી માં આપી આવજે"

" અરે તો કુરિયર કરી દેવાય ને "

" શું બોલે છે તું ?"

" મુંબઈ મોકલી દેવાય ને અહીંયા કોઈ તારી બુક ને પસ્તી માં નઈ આપત "

" બસ ભાવિન "

" તું એ બધી બુક અહીંયા લઈ ને આવીશ કે ત્યાં રહેવા દેશે ?" ભાવિન એ પૂછ્યું.

" અહીંયા કેમ રહેવા દેવ? બધું લઈ ને આવીશ. ઓહ સોરી તારે લઈ જવું પડશે " નિયા એ કહ્યું.

" જરૂર. હવે આવું સુરત ત્યારે થોડું આપી દેજે એટલે લેતો આવા મુંબઈ "

" ના એવું નઈ "

" તો કેમ ?"

" નિયા અને એની બુક્સ બને જોડે જ આવસે "

" સારું. પણ એક બુક તારે મને પહેલા આપવી પડશે "

" કઈ "

" જેમાં તે તારા ડ્રીમ બોય માટે લખ્યું છે એ "

" તો લઈ જવી હતી ને કાલે " નિયા એ કહ્યું.

" મને યાદ નઈ હતું. અને તું સેડ પણ હતી "

" હા બીજું કઇ ?"

" કેટલું રડી હતી. પેલું તારું મીનિયન પણ કહેતું હસે આ હવે રડવાનું બંધ કરે તો સારું "

" હમ. આવવું હતું ને તો ચુપ કરાવવા " નિયા એ કહ્યું.

" આવ્યો હતો ને કાલે. તે મને પહેલા કીધું હોત તો જલ્દી આવી જાત " ભાવિન એ કહ્યું.

નિયા કઈ બોલી નઈ ચુપ રહી.

ત્યાં ભાવિન એ પૂછ્યું,
" તે આદિત્ય સાથે વાત કરી ?"

" કેમ આમ પૂછે છે ? "

" કેમ એ પણ ના પુછાય ?"

" ના એવું નથી " નિયા આગળ બોલે એ પહેલા જ,

" તો કેવું છે. મારી વાત થઈ આદિ સાથે."

" શું ?"

આઠ વાગ્યે આદિ નો ફોન ભાવિન ને આવ્યો હતો પણ ભાવિન રસ્તા માં એટલે એને કીધું પછી ફોન કરું.

જમી ને ફ્રી થઈ ને ભાવિન એ આદિ ને કૉલ કર્યો.

" જઈ આવ્યા સુરત ?" આદિ એ ફોન ઉપાડતાં જ પૂછ્યું.

" હા "

" કેમ છે મારી બેબ " આદિ એ પૂછ્યું.

ભાવિન એ જેટલું એને ખબર હતી એ બધું કીધું. અને પછી કીધું,
" નિયા એ એનું ટિફિન પલક આપી દીધું હતું "

" એ તો સમજાયું કે એ ગુસ્સા મા યા તો ચિંતા મા હોય ત્યારે ખાવાનું ઓછું ખાય છે. પણ પલક તમારા કોન્ટેક્ટ માં ?"

" તમારા ના બોલ "

" ઓહ સોરી "

" મે પલક ને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરેલો. નિયા શું કરે એવો. ત્યારે એને કીધું એ કામ કરે છે. પછી બે ત્રણ દિવસ પછી એનો મેસેજ હતો. નિયા ટિફિન અમને બધા ને આપી દે છે. એ કેમ ખાતી નથી. તમારી ફાઇટ થઈ છે "

" અચ્છા બીજા કોને મેસેજ કર્યો હતો "

" તને અને પલક "

" ઓકે. તો હવે કેમ છે નિયા ?"

"મસ્ત. આજે ખબર નઈ આજે હજી વાત નઈ થઈ એટલે"

" હમ ઓકે " આદિ એ કહ્યું.

" તારી વાત થઈ નિયા સાથે ?" ભાવિન એ પૂછ્યું.

" ના "

" ઓકે . આપડે મળીશું આવતા મહિને" ભાવિન એ કહ્યું.

" કેમ કઈ છે આવતા મહિને ?" આદિ એ પૂછ્યું.

" હા સગાઈ. દિવાળી પછી. ડેટ કઈ છે એ મને હજી નઈ ખબર. પણ દિવાળી પછી હસે "

" ઓહ ગ્રેટ "

ભાવિન આદિ ને નિયા નું પૂછતો હતો પછી થોડી વાર એ લોકો એ વાત કરી ફોન મૂકી દીધો.

" બસ આટલી વાત થઈ મારી આદિ જોડે "

" તે એને શું પૂછ્યું મારું ?" નિયા એ પૂછ્યું .

" એ હું ના કહું "

" સારું ના કહીશ. આદિ ને પૂછી જોઈશ. "

" તને લાગે એટલું સરળતાથી આદિ તને કહી દે એમ "

" મારે નઈ પૂછવું એને " નિયા બોલી.

" ના આમ થોડું ચાલે. તું પૂછી લેજે આદિ ને "

" મારે નઈ પૂછવું એને કઈ "

" કેમ એ બ્લેક મેઈલ કરે એટ્લે ?" ભાવિન એ પૂછ્યું.

નિયા કઈ ના બોલી.

" ઓય આપડે વિડિયો કૉલ કરીએ " ભાવિન એ કહ્યું.

" કઈ ખુશી મા ?"

" ચલ બાય. નેટ ઓન કર હું વિડિયો કૉલ કરુ છું " કહી ને
ભાવિન એ ફોન મૂકી દીધો.

પાંચ મિનિટ પછી,

" તને કેમ વિડિયો કૉલ કરવામાં પ્રોબ્લેમ છે ?" ભાવિન એ પૂછ્યું.

" કઈ પ્રોબ્લેમ નથી "

" સારું હવે તો દરરોજ વિડિયો કૉલ જ કરીશ " ભાવિન હસતા હસતા બોલ્યો.

" હુહ... "

" તારું આ હુહ થઈ ગયું હોય તો આદિ ને પૂછી લેજે મે શું પૂછ્યું એમ "

" મારે નથી પૂછવું "

" કેમ એ નઈ કહે એટલે ને ?" ભાવિન એ પૂછ્યું.

" ના એવું કઈ નથી "

" સાચે ને ?"

" હા "

" ઓકે એક મિનિટ " કહી ને ભાવિન એ આદિ ને વિડિયો કૉલ કર્યો.

" આને કેમ કૉલ કર્યો તે ?" નિયા એ પૂછ્યું.

" મારો ફ્રેન્ડ. મારી મરજી " ભાવિન બોલ્યો.

નિયા એ કેમેરા સામે એનું મિનિયન મૂકી દીધું એટલે એનો ફેસ ના દેખાય.

" હાઈ ભાવિન " આદિ ફોન ઉપાડતાં બોલ્યો.

" હાઈ"

" હાઈ આદિ " નિયા એ કહ્યું.

" દોસ્ત દોસ્ત ના રહા... "

" મે શું કર્યું ?" નિયા બોલી.

" પહેલા આ મિનિયન ને હટાવ પછી કહું " આદિ એ કહ્યું.

" એ અહીંયા જ રહેશે " નિયા બોલી.

" કઈ નઈ. હું ભાવિન સાથે વાત કરીશ. તારી પાસે તો ક્યાં ટાઈમ છે " આદિ જાણી જોઇ ને આમ બોલ્યો કેમકે એને ખબર હતી ટાઈમ વાળું બોલશે એટલે નિયા મિનીયાન હટાવી દેશે.

" તને બોવ ટાઈમ હોય એમ કહે છે " નિયા મિનિયન એક બાજુ મૂકતા બોલી.

" શું થયું. મીનિયન ત્યાં મૂકી રાખવું હતું ને " ભાવિન નિયા ને હેરાન કરવા બોલ્યો.

" દોસ્ત દોસ્ત ના રહા,
હુહ... " આદિ નિયા સામે જોતા બોલ્યો.

" પતી ગયું તારું ?"

" શું ?" આદિ અને ભાવિન બંને એક સાથે બોલ્યા.

" બોલવાનું "

" હમ "

" પણ તું તો હવે થોડી અમને ફ્રેન્ડ માને છે " આદિ બોલ્યો.

" અમને ?" નિયા એ રિએકશન આપતા પૂછ્યું.

" ભાવિન ને થોડો ફ્રેન્ડ માનતી હોત તો તે કીધું હોત. અને મન માં વાત છુપાવવાનું ક્યારથી આવી ગયું નિયા ?" આદિ એ પૂછ્યું.

" ભાવિન બાર હતો એને કહી ને ત્યાં એનો મૂડ આઉટ નઈ કરવો હતો મારે " નિયા ધીમે થી બોલી.

" સારું મને ના કીધું. આદિ ને ?" ભાવિન એ પૂછ્યું.

" મારે કોઈ ને નઈ કહેવું હતું. એ ફોટો વાળી વાત પર મને ગુસ્સો આવતો હતો. અને હું કોઈ ને પણ કહેત તો પણ પહેલી વાર માં તો એમ જ લાગે કે એ સાચા ફોટો છે " નિયા બોલી.

" મને તો એવું નઈ લાગ્યું હતું " ભાવિન એ કહ્યું.

" હા મને પણ ભાવિન એ ફોટો મોકલ્યો એ પરથી એવું જ લાગ્યું હતું કે પિક એડિટ કરેલા છે " આદિ બોલ્યો.

" હમમ"

" પહેલા કહી દીધું હોત તો ટિફિન આટલા દિવસ બીજા ને આપવું પડતે " ભાવિન એ કહ્યું .

" કોણે કીધું તને આવું ?" નિયા એ પૂછ્યું.

" પલક એ " આદિ હસતા હસતા બોલ્યો.

" ઓહ "

" જોજે નિયા પલક જોડે સેટિંગ ના થઈ જાય " મસ્તી માં આદિ બોલ્યો.

" હા...હા... એવું નઈ થાય " નિયા એ કહ્યું.

" થઈ પણ શકે. કાશ્મીર વાળી મને હા પાડે તો " ભાવિન નિયા ને હેરાન કરવા બોલ્યો. કેમકે આ એક જ એવી વાત હતી જેના થી નિયા ને થોડો ગુસ્સો આવતો.

" કેટલી છે જીજુ ?" આદિ એ પૂછ્યું.

" હતી તો બોવ બધી પણ કોઈ મળી નઈ " ભાવિન એ કહ્યું.

આમ એ લોકો વાત કરતા હતાં. આદિ અને ભાવિન એવી રીતે વાત કરતા હતા જાણે કે એ લોકો કેટલા વર્ષ થી એક બીજા ના ફ્રેન્ડ હોય.

ત્યાં ભાવિન એ કહ્યું,
" તમે બંને વાત કરો મે ચાલ્યો "

" ક્યાં જવું છે એકલા એકલા "

" એ હું નઈ કહું નઈ તો નિયા ને ઊંઘ નઈ આવે " ભાવિન એ કહ્યું.

" મને નીંદ આવી જ જાય છે ઓકે " નિયા બોલી.

" હું આઇસક્રીમ ખાવા જાવ છું. અને કદાચ પેન કેક પણ"

" ઓહ બેસ્ટ ઓફ લક " આદિ બોલ્યો.

નિયા કઈ ના બોલી.

એ જોઈ ને ભાવિન હસતો હસતો પછી એને કહ્યું,
" નિયા ગુડ નાઈટ "

" હમ " ફેંક સ્માઈલ સાથે કહ્યું.

" શું હમ ? આઈસ ક્રીમ ખાવા નઈ આવવું " ભાવિન એ પૂછ્યું.

" ગુડ નાઈટ તું જઈ શકે છે તારો ફ્રેન્ડ રાહ જોતો હસે " નિયા બોલી.

" જા ભાવિન જા. હમણાં ખાઈ લે આઈસ ક્રીમ એકલા એકલા. પછી નિયા એકલા એકલા આઈસ ક્રીમ ખાવા નઈ દે"

" બસ આદિ " નિયા એ કહ્યું.

આદિ મોહ પર આંગળી રાખી ને બેસી ગયો. ભાવિન એ કહ્યું,
" ગુડ નાઈટ "

" તમે જઈ શકો છો આઈસ ક્રીમ ખાવા " નિયા બોલી.

ભાવિન એ એક સ્માઈલ આપી ને ફોન મૂક્યો.

" દોસ્ત દોસ્ત ના રહા " આદિ પાછું બોલ્યો.

" બોલાઈ ગયું તારું ?"

" હા. પણ નિયા કેમ ના કીધું ? "

" બસ એમજ "

" હું આવું જ કરીશ નઈ કહું તને. મે તને ફોન કર્યો હતો ત્યારે કહી દેવાય ને ?"

" ના યાર "

" તો પછી ?" આદિ એ પૂછ્યું.

" એ વાત પતી ગઈ તો કેમ યાદ કરાવે છે ?"

" ઓકે મૂકો એ વાત ને. કેવી રહી મુલાકાત ?" આદિ એ પૂછ્યું.

" સારી હતી "

" બસ સારી જ. ભાવિન એ હગ કર્યું તારા માટે ચોકોલેટ લાવ્યો. તે શેર ના કરી. ઓરીઓ શેક પીધો. એક સાથે જમ્યા પછી એમ કહે છે મેડમ એમ કહે છે સારી હતી "

આદિ બોલ્યો ત્યારે નિયા ની સ્માઈલ કઈક મસ્ત હતી. નિયા ને ભાવિન ની યાદ આવી ગઈ એટલે સ્માઈલ તો હોય જ કાતિલ.

" બસ બોવ યાદ ના કર એને. આઈસ ક્રીમ ખાતા ખાતા એને હિચકી આવસે " આદિ એ કહ્યું.

" વેરી ફની " નિયા બોલી.

" ભાવિન ગમી ગયો લાગે છે? " આદિ એ પૂછ્યું.

" નઈ ખબર "

" લાગે છે એવું. મેડ ફોર ઇચ અધર. તું સેડ હતી પણ એ સેડ હતો. એને ખબર નઈ હતી શું થયું હતું. પણ તું એની સાથે નઈ બોલતી હતી એટલે સેડ હતો એ " આદિ એ કહ્યું.

" તને કેમની ખબર ?"

" એનો ફોન આવ્યો ત્યારે અને કાલે મળ્યા પછી એની વાત અલગ હતી. અત્યારે તો કઈ વધારે જ મસ્ત હતી "

" હમ "

" મળવાની રાહ જોતી હસે ને તું ?" આદિ એ પૂછ્યું.

" હજી સુધી નઈ. પણ બોવ દિવસ એટલે કે મહિનો થઈ જાય પછી જોવ છું. એ વાત છોડ એક વાત કીધી જ નહિ "

" કઈ વાત "

" સગાઈ હસે કદાચ દિવાળી પછી "

" હા મને કીધું ભાવિન એ "

" તું આવસે ને ?" નિયા એ પૂછ્યું.

" હા કેમ નહિ "

" ડેટ ફિક્સ થસે પછી કહીશ "

" ઓકે "

થોડી વાત કરી પછી એ લોકો સૂઈ ગયા.


હવે તો નિયા અને ભાવિન ની વાત દરરોજ થતી.

દિવાળી નજીક હતી એટલે નિયા ને રજા હોય ત્યારે પ્રિયંકા બેન ને કામ માં મદદ કરતી.

ભાવિન દિવાળી પર બહાર ફરવા જવાનો હતો એના  ફ્રેન્ડ સાથે. એટલે દિવાળી પર તો એ નિયા ને મળી નઈ શકે.

હવે દિવાળી ને થોડા દિવસ ની વાર હતી. આજે રવિવાર હતો. સવાર થી નિયા સાફ સફાઇ કરી ને થાકી ગઈ હતી. અને બપોરે જમી ને પણ થોડું કામ બાકી હતું એ કર્યું.

આજે બધું કામ ત્રણ વાગે પતી ગયું. નિયા નાહી ને સુઈ ગઈ.

પ્રિયંકા બેન ટીવી જોતાં હતાં. ત્યાં બેલ વાગ્યો.

ભાવિન ના મમ્મી પપ્પા હતા.

પ્રિયંકા બેન ભાવિન ના મમ્મી પપ્પા સાથે વાત કરતા હતા. ત્યારે ભાવિન ના મમ્મી એ કહ્યું,

" નિયા ક્યાં ગઈ ? દેખાતી નથી "

" સૂઈ ગઇ. આજે ઘર સાફ કરાયું મને એને એટલે "

" થઈ ગયું બધું કામ ?" ભાવિન ના મમ્મી એ પૂછ્યું.

" હા "

આ લોકો ની વાત ચીત ના લીધે નિયા ઊઠી ગઈ.

" કોણ આવ્યું છે મમ્મી ?" નિયા એ પૂછ્યું.

" બહાર આવી ને જોઈ લે "

" કહો ને મમ્મી "

" બહાર આવ તો નિયા " થોડું જોર થી બોલ્યા.

એટલે આંખ ચોડતી ચોડતી બહાર આવી.

" જય શ્રી કૃષ્ણ " ભાવિન ના મમ્મી પપ્પા ને જોઈ ને પગે લાગતાં બોલી.

નિયા હજી ઊંઘ માં જ હતી. એટલે પ્રિયંકા બેન એ ઈશારા મા કહ્યું મોઢું ધોઈ આવ.

" સગાઈ ની બે ત્રણ તારીખ અમને અનુકૂળ આવે છે. 30 નવેમ્બર વધારે. કેમકે ત્યારે રવિવાર છે. બીજી 25 છે અને બાકી ની ડિસેમ્બર માં " ભાવિન ના પપ્પા બોલ્યા.

" તમે પિયુષ ભાઈ ને પૂછી લેજો " ભાવિન ના મમ્મી એ કહ્યું.

પિયુષ ભાઈ નું નામ સાંભળતા નિયા ને યાદ આવ્યું આજે રવિવાર છે તો પપ્પા હજી કેમ નઈ આવ્યા.

" મમ્મી આજે પપ્પા હજી કેમ નઈ આવ્યા ?"

" તું ફોન કરી ને પૂછી જો "

નિયા એ પિયુષ ભાઈ ને ફોન કર્યો .

" પપ્પા ક્યાં છો ?"

" આવું છું થોડી વારમાં કામ છે ?"

" હા "

" શું લાવવાનું છે ?" પિયુષ ભાઈ ને ખબર હતી નિયા કામ વગર તો ફોન કરે નઈ એટલે પૂછ્યું.

" આઈસ ક્રીમ લઈ આવજો ને "

નિયા પિયુષ ભાઈ ને વાત કરતી હતી એ સાંભળી ને પ્રિયંકા બેન બોલ્યા,

" આઈસ ક્રીમ લેતા આવજો એ કહેવા નિયા એ ફોન કર્યો હસે "

" એને આઈસ ક્રીમ બોવ ભાવે છે ?" ભાવિન ના મમ્મી એ પૂછ્યું.

" વાત જ ના કરો એની. ફ્રીઝ માં આઇસ ક્રીમ હોય એટલે બધો નિયા જ પૂરો કરે. આઈસ ક્રીમ અને ચોકોલેટ બંને "

આમ વાત કરતા હતા ત્યાં નિયા આવી.

" મમ્મી શું કહો છો તમે ?"

" કઈ નઈ. કે નિયા ને ઊંઘવા બોવ જોઈએ છે એમ કહેતી હતી " પ્રિયંકા બેન એ કહ્યું.

નિયા એ ખોટી સ્માઈલ આપી. એને ગુસ્સો આવતો હતો એના મમ્મી એ આવું કહ્યું એટલે પણ હવે શું કહી દીધું પછી.

એ લોકો વાત કરતા હતા ત્યાં પિયુષ ભાઈ આવી ગયા.
ચા નાસ્તો કર્યા પછી ભાવિન ના પપ્પા એ સગાઈ ની તારીખ નું કહેતા હતા.

ત્યાં નિયા બોલી,
" 30 નવેમ્બર "

" કેમ કઈ છે ત્યારે ?" પ્રિયંકા બેન એ પૂછ્યું.

" ના રવિવાર છે એટલે. ડિસેમ્બર માં નઈ "

" કેમ ?" ભાવિન ના મમ્મી એ પૂછ્યું.

" ડિસેમ્બર માં એની બર્થ ડે આવે ને એટલે. બધું એક જ મહિના મા હોય તો પાર્ટી ના કરાય ને એટલે " નિયા ના મમ્મી એ કહ્યું નિયા ની સામે જોતા.

" ના ના એવું કઈ નથી " નિયા બોલી.

થોડી વાર ચર્ચા કર્યા પછી 30 નવેમ્બર ફાઇનલ કરી.

ભાવિન ના મમ્મી પપ્પા ગયા પછી નિયા ટીવી જોતી હતી.
ત્યારે પ્રિયંકા બેન એ કહ્યું,

" નિયા હવે શોપિંગ કરવાની ચાલુ કરી દેજે ?"

" શેની ?" નિયા નું ધ્યાન ટીવી માં હતું.

" સગાઈ માટે. જીન્સ કે વન પીસ તો ના પહેરવાનું હોય ને એ ખબર છે ને ?"

" તમે કહો તો જીન્સ પણ મંજૂર છે " નિયા બોલી.

" ના એ દિવસ તું બધા કરતા અલગ લાગવી જોઈએ. મારું સપનું એ દિવસ પૂરું થસે. તને અલગ લુક માં જોવાનું. "

" કેટલા સપના જોયા છે ?" નિયા એ પૂછ્યું.

" તારી ડાયરી માં લખ્યા છે એના થી ઓછા છે પણ છે અમુક"

" પણ શું છે એ તો કહો ? અને એક મિનીટ મારી ડાયરી માં શું લખ્યું છે એ તમને કેમની ખબર " નિયા એ પૂછ્યું.

" મને કામ છે નિયા આપડે પછી વાત કરીએ "

" ના મમ્મી આજે તો કહેવું જ પડશે "

" તે દિવસે હું તને બોલી હતી. કેટલા દિવસ થી બોલતી હતી પણ ભાવિન ના મમ્મી લોકો એના આગળ ના દિવસે કઈ વધારે જ બોલી હતી. બીજે દિવસે સવારે તને ઉઠાડવા આવી ત્યારે તું સૂતી હતી. તારી આંખ રડી ને સોજી ગઈ હતી. અને આ ડાયરી બાજુ માં પડી હતી. ત્યારે જોયું હતું બોવ નઈ પણ છેલ્લા બે પેજ એમાં તારા સપના લખ્યા હતા " પ્રિયંકા બેન આગળ બોલે એ પહેલા નિયા બોલી,

" તમને ખબર હતી હું રડી હતી ?"

" હા મને પહેલા તો નઈ લાગ્યું હતુ. પણ તારી આંખો દરરોજ જોઈ ને લાગતું કઈક ખોટું થયું છે. કેમકે તું આટલી તો કોઈ દિવસ રડી નઈ હોય "

" ઓહ. પણ તમારા સપના તો કહો?"

" બસ તને દુલ્હન ના કપડા માં જોવી "

" એની માટે રાહ જોવી પડશે મમ્મી " નિયા બોલી.

" હા , પણ સગાઈ માં પણ તું દુલ્હન થી ઓછી નઈ લાગવાની"

" હમ. જોઈએ "

" હા. પછી તો તું તારા નવા ઘરે જઈ શકશે "

" બીક લાગે છે મને તો. એક તો જમવાનું પણ સરખું બનાવતા આવડતું નથી "નિયા માથા પર હાથ મૂકતા બોલી.

" ભાવિન ના મમ્મી શીખવાડી દેસે. તું ચિંતા ના કર "

" હા એ પણ છે "

" બસ તો. બીજું તો ભાવિન છે જ ત્યાં એટલે મને ચિંતા નથી"

" ભાવિન મુંબઈ છે મમ્મી "

" હા પણ ફોન તો કરી શકાય ને ?"

" હા "

" તારા ફ્રેન્ડ ને કીધું કે નઈ સગાઈ માં આવવાનું ?"

" ના "

" કેમ ?" 

" કહી દઈશ મમ્મી " નિયા એ કહ્યું.

બે દિવસ પછી નિયા એ જમ્યા પછી ફ્રી થઈ ને નિયા એ આદિ , મનન , તેજસ અને નિશાંત ને ગ્રુપ કૉલ કર્યો .

" કેમ આજે અચાનક યાદ આવી ?" મનન એ પૂછ્યું.

" નિયા પાર્ટી બાકી રહી નક્કી થઈ ગયું એની " નિશાંત બોલ્યો.

" આવો સુરત પાર્ટી જોઈતી હોય તો " નિયા એ કહ્યું.

" નિયા આપડે નિશાંત પાસે પાર્ટી માંગવાની છે " તેજસ એ કહ્યું.

" કેમ ?"

" નિશાંત નું નક્કી જેવું જ છે હવે  "

" વાહ. અમને તો કીધું જ નહિ " મનન એ કહ્યું.

" હજી કઈ નક્કી નથી "

" કોણ છે એ તો કહે ?" નિયા એ પૂછ્યું.

" શ્રુતિ ભાભી " તેજસ બોલ્યો.

થોડી વાર શ્રુતિ ના નામ થી નિશાંત ને હેરાન કર્યો પછી નિયા બોલી,
" 30 એ મારી સગાઈ છે " નિયા આગળ બોલે એ પહેલા  મનન બોલ્યો,

" પાર્ટી "

" અમે તો આવીશું " તેજસ બોલ્યો.

" હા હું પણ " નિશાંત અને આદિ એક સાથે બોલ્યા.

" નિશાંત તું તો ભાભી ને લઈ ને આવસે ને ?"

" ના ફરી કોઈ વાર. હજી નક્કી નથી "

નિયા ના સગાઈ માં આવવાની વાત થોડી વાર ચાલી પછી નિયા એ પુછ્યુ,

" તમે ત્રણ હવે કોની રાહ જોવો છો ?"

" મનન નું ફિક્સ જ છે " આદિ મસ્તી મા બોલ્યો.

" કોની જોડે "

" એને જે ગમે એ "

આમ થોડી મસ્તી મઝાક ચાલી પછી ફોન મૂક્યો.

દિવાળી ની રજા પડી ગઈ હતી. ભાવિન ફરવા ગયેલો એટલે એની વાત નિયા સાથે ઓછી થઈ ગઈ હતી. નિયા ની આ ટાઈમ ની દિવાળી દર વખત ની જેમ મંસ્ત ગઈ હતી.

રિયાન અને ફોરમ ના મેરેજ ડિસેમ્બર કે ફેબ્રુઆરી માં હસે એવી વાત ચાલતી હતી.

નવા વર્ષ મા બધા ઘરે બેસવા માટે આવતા હતા. નિયા ખાલી રિયાન ના ઘરે અને ભૌમિક ના ઘરે જ ગયેલી. કેમકે એને આવું બધું બોવ ઓછું ગમતું. 

આજે નિયા ના મમ્મી પપ્પા ભાવિન ના ઘરે જવાના હતા, કેમકે કે ભાવિન ના મમ્મી પપ્પા તો નવા વર્ષ ના બીજે દિવસે ઘરે આવ્યા હતા નિયા ને મળવા.

આજે નિયા ઘરે એકલી હતી. અને આ બાજુ ભાવિન આજે સવારે મુંબઈ પાછો આવી ગયેલો ફરી ને.

એ આવી ને સુઈ ગયેલો તો સાંજે ચાર વાગ્યે ઉઠ્યો. ફ્રેશ થઈ ને એને એના મમ્મી જોડે વાત કરી પછી નિયા ને કૉલ કર્યો.

નિયા પણ ઘરે એકલી હતી અને એ પણ ભાવિન સાથે વાત કરવાની રાહ જોતી હતી. ત્યાં ભાવિન નો ફોન આવ્યો.

ક્યાં ફર્યા એ લોકો, કેટલી મસ્તી કરી એ બધું ભાવિન કહેતો હતો. થોડી વાર આમ જ વાત ચાલી પછી ભાવિન એ કહ્યું,

" હું વિડિયો કૉલ કરું છું "

કહી ને ફોન મૂકી દીધો.

પાંચ મિનિટ પછી,

ભાવિન એ વિડિયો કૉલ કર્યો,
" બોલો " નિયા બોલી. એ ચોકોલેટ ખાતી હતી.

" જમી નઈ હતી કે ચોકોલેટ ખાય છે "

" ચોકોલેટ એની ટાઈમ " સ્માઈલ સાથે નિયા બોલી.

થોડી વાર આમ કોઈ મસ્ત ટોપિક પર વાત ચાલતી હતી, ત્યારે ભાવિન એ કંઈ કહ્યું મસ્તી મા ત્યારે નિયા બોલી,

" હમ આપકી આદત નહી
ખવાઇશ બનના ચાહતે હૈ "

" ક્યાં થી આવે છે તારા મગજ મા આવી લાઈન "

" કેમ નઈ સારી હતી ?" નિયા એ મસ્તી માં પૂછ્યું.

" સારી હતી પણ આમ તું બોલીશ તો ..."

" શું તો ?"

" યાદ આવશે તારી. એક તો તું સુરત છે " ભાવિન બોલ્યો.

" તું મુંબઈ છે એ કઈ નઈ અને મને કહે છે સુરત છે તું. વાહ "

આ સાંભળી ને ભાવિન હસતો હતો પછી બોલ્યો,
" ક્યારે મળશે મને આવી લાઇન રીયલ માં સાંભળવા "

" ખબર નઈ "

" વો દિન કા  ઈંતજાર રહેંગા જબ આપ હમારે સામને યે લાઈન બોલેગી "

" બોવ ચીઝી હતું. સૂઈ જા ગુડ નાઈટ "

" લોકો હું બોલું એ સાંભળવા તરસે છે અને એક તું છે કે એને નીંદ આવી જાય છે. "

" હા હા વેરી ફની "

આમ એક કલાક ઉપર એમની વાત ચાલી.

હવે દસ દિવસ ની વાર હતી એમની સગાઈ માં. નિયા ની થોડી શોપિંગ થઈ ગઈ હતી. થોડી બાકી હતી.

ત્રણ દિવસ પછી,

આજે નિયા ની બધી જ શોપિંગ પતી ગઈ હતી. એ સુવા જ જતી હતી ત્યારે આદિ નો ફોન આવ્યો.

" હું નઈ આવવાનો સગાઈ માં " આદિ એ કહ્યું.

" કેમ ?"

" કામ છે "

" તું મસ્તી ના કર "

" બેબ હું મસ્તી નઈ કરતો. સિરિયસ માં કહું છું. હું નઈ આવી શકું "

" કેમ યાર " નિયા ધીમે થી બોલી.

" કામ છે મારે "

" એવું શું કામ છે ?"

" જોબ "

" મસ્તી ના કર. એ દિવસે રજા હોય મને ખબર છે "

" હા પણ સોરી નઈ આવી શકું " આદિ એ કહ્યું.

" સાચે નઈ આવે તું ?"

" ના નઈ અવાય. તેજસ અને નિશાંત લોકો આવસે "

" પણ યાર " નિયા બોલતી બોલતી ચુપ થઇ ગઇ.

" નિયા ફરી આવીશ મળવા તને "

" કેમ યાર. રવિવાર તો છે "

" હા પણ નઈ અવાય"

" સાચે નઈ આવે તું ?" નિયા માસુમ થઈ ને બોલી.

" હા બેબ. નઈ અવાય."

" ઓકે ટ્રાય કરજે અવાય તો "

" હા સ્યોર્ " આદિ એ કહ્યું.

આદિ આવસે કે નઈ નિયા ની સગાઈ માં ?


Rate & Review

Priyanka Patel

Priyanka Patel 5 months ago

Monu

Monu 5 months ago

Keval

Keval 5 months ago

Vivek Patel

Vivek Patel 5 months ago

Bijal Patel

Bijal Patel 5 months ago