Ek Pooonamni Raat - 12 books and stories free download online pdf in Gujarati

એક પૂનમની રાત - પ્રકરણ-12

એક પૂનમની રાત
પ્રકરણ-12
સિધ્ધાર્થે વડોદરા શહેર આવ્યું એટલે કાળુભાને કહ્યું અહીં ઉભા રહો અને પછી મનીષને બધાં માટે ચા નો ઓર્ડર કરવા આદેશ કર્યો. મનીષ ચા નો ઓર્ડર કરવા ગયો. ત્યાં દેવાંશનાં ફોન પર કોલ આવ્યો એનાં ખાસ જીગરી મિત્ર મીલીંદનો અને કહ્યું દેવાંશ તું ક્યાં છું રાત પડી ગઇ અહીં તારી રાહ જોવાય છે પાર્ટીમાં. તું ક્યાં છું ? ક્યારે પહોચે છે ? દેવાંશે કહ્યું હું આવુંજ છું તમે ચાલુ કરો દીદી અને જીજાજીને વીશ કરવા આવવાનોજ હોઉ ને ? તમે ચાલુ કરો હું પહોચ્યો જ.
સિધ્ધાર્થે કહ્યું દેવાંશ કોનો ફોન હતો. પાપાનો ? દેવાંશે કહ્યું ના અંકલ મારાં ફ્રેન્ડનો એને ત્યાં પાર્ટી છે મારે હવે ત્યાં પહોંચવાનું છે.
સિધ્ધાર્થે કહ્યું ઓહ હાં... કંઇ નહીં ચા પીને નીકળ્યાં તને અમે ત્યાંજ સીધો ડ્રોપ કરીશું. ચિંતા ના કરીશ સમયસર પહોચાડી દઇશું. બાકીની વાતો કાલે કરીશું. ત્યાં વેઇટડર ટ્રેમાં બધા માટે આખી કડક મીઠી ગરમા ગરમ ચા લઇને આવ્યો.
બધાએ ચા લીધી. સિધ્ધાર્થે ચા પીતાં કહ્યું દેવાંશ જબરો ભયાનક અનુભવ હતો.... આપણાંથી એક ભૂલ થઇ ગઇ છે. દેવાંશે કહ્યું શું ? સિધ્ધાર્થે કહ્યું પેલાં નાગનો ફોટો લેવાનો હતો. આવો મોટો વિકરાળ ભયાનક ઝેરી નાગ કદી જોયો નહોતો.
દેવાંશે કહ્યું સારી વાત છે. એ ભૂલ થઇ ગઇ. કાળુભાએ કહ્યું નાગને જોઇને હોંશ જતાં રહેલાં સર ફોટો કેમનો લેવો ? પણ તમે તો વાવનાં ફોટા લીધાં છે ? સિધ્ધાર્થે કહ્યું હાં એ તો લીધાં છે એમ કહી ચા નો કપ બાજુમાં મૂકી ફોન હાથમાં લઇને ફોટા જોવા ગેલેરી ખોલી તો એમનાં આશ્રર્ય વચ્ચે એમાં એક પણ ફોટો નહોતો. સિધ્ધાર્થે આશ્ચર્ય અને આધાત સાથે કહ્યું ઓતારી મારામાં તો એક પણ ફોટો નથી દેવાંશ તારાં ફોનમાં ?
સિધ્ધાર્થે કહ્યું અને દેવાંશ ચા પૂરી કરીને એનો મોબાઇલ ચાલુ કરી ગેલેરીમાં જોયું તો બધાંજ ફોટાં હતાં અને એક ફોટામાં તો કંઇક વિચિત્રજ કલીક થયું હતું એણે સિધ્ધાર્થને કહ્યું એકલ મારાં ફોનમાં તો બધાંજ ફોટાં છે અને આ ફોટો તો જુઓ કેવો વિચિત્ર છે. એમ કહીને સિધ્ધાર્થેને ફોનમાં ફોટો બતાવ્યો. એમાં વાવનાં ધુમ્મટ કોઇ વિચિત્ર રીત પ્રકાશ અને ધુમાડા જેવું. કોઇ આકૃતિ જેવું દેખાતું હતું પણ કળાતું નહોતું કે શું છે ?
સિધ્ધાર્થે નવાઇ થી પૂછ્યું આ કેવું ? તારાં ફોનમાં બધીજ તસ્વીર કેદ છે મારાં માં કંઇજ નથી બધાંજ ફોટા લેવાયાં તો છે પણ બધાંજ બ્લેન્ક છે કાળુ અંધારું જ. બંન્ને જણાં વિસ્મયથી એકબીજા સામે જોઇ રહ્યાં.
સિધ્ધાર્થે કહ્યું દેવાંશ બધુ તને રીસ્પોન્સ કરે છે મને કંઇજ નહીં આવું કોતુક આજેજ જોવું હું કાલે મારાં ફોનની લેબોરેટરી તપાસ કરાવીશ અને તારાં ફોનમાં લીધેલી બધીજ કલીકનાં ફોટાની કોપીઓ કઢાવીશું પછી અભ્યાસ કરીશું.
પાંચ જણાં આ બધાં વિસ્મયકારક અનુભવથી જાણે ડધાઇ ગયાં. કોઇને કંઇ સમજણ નહોતી પડતી. કાળુભાએ કહ્યું સર ચોક્કસ કોઇ અગોચર શક્તિજ છે મોટા સાહેબને બધી વાત કરજો આનો ઉકેલ લાવવો પડશે આતો કોયડો છે જવાબ શોધવો પડશે.
સિધ્ધાર્થે કહ્યું ઠીક છે ચાલો. કાળુભા ચા નાં પૈસા ચૂકવી દો આપણે હજી દેવાંશભાઇને એમનાં મિત્રને ત્યાં ડ્રોપ કરવાનાં છે એમની પાર્ટી પૂરી થઇ જશે.
દેવાંશ પણ સ્વસ્થ થયો. ફોન ખીસામાં મૂક્યો અને કહ્યું અંકલ મને મીલીંદને ત્યાં ડ્રોપ કરી દો. ચાલો કાળુભા અલકાપુરી લઇ લો. વેળાસર પહોચી જવાય.
બધાં જીપમાં બેઠાં. બેઠાં પછી બધાનાં મનમાં એક સરખાંજ વિચારો ચાલી રહેલાં કે આવું કેવી રીતે થાય ? સરનાં મોબાઇલમાં ફોટા પડ્યાંજ નહીં અને દેવાંશભાઇનાં ફોનમાં બધાંજ ફોટાં છે. સિધ્ધાર્થે કહ્યું દેવાંશ તુ પાર્ટી પતાવીને ઘરે પહોચે પછી ફ્રેશ થઇને મને ફોન કરજે આપણે વાત કરીશું.
દેવાંશે કહ્યું ભલે સર.... ત્યાં સુધીમાં મને પણ જે વિચારો આવે કે કોઇ બીજી શક્યતાઓ અંગે કંઇ... વિચાર આવે આપણે વાત કરીશું. અને પાપા સાથે પણ ચર્ચા કરીશું. સિધ્ધાર્થે કહ્યું આપણે પાછાં આવી ગયાં છીએ એ હું સરને ફોનથી જણાવી દઊં એ ચિંતા ના કરે અને તને તારાં મિત્રને ત્યાં ડ્રોપ કરીએ છીએ એ પણ જણાવી દઊં એમ કહીને વિક્રમસિંહજીને ફોન લગાવ્યો.
સિધ્ધાર્થે કહ્યું હાં સર... અમે વડોદરા પાછાં આવી ગયાં છીએ. વાવ અંગેની વાત જાણવા જેવી છે પણ સવિસ્તાર આપને હું કાર્યાલય પર આવીને કહું છું સિધ્ધાર્થે આગળ કહ્યું અને સર દેવાંશને એનાં મિત્રને ત્યાં પાર્ટી છે એટલે એને અલકાપુરી એનાં ઘરે ડ્રોપ કરીને આવીએ છીએ. ઓકે સર.. હાં દેવાંશ એકદમ સ્વસ્થ અને ઓકે છે નમસ્કાર સર...
સિધ્ધાર્થે ફોન મૂક્યો અને ત્યાં અલકાપુરી આવી ગયું ત્યાં અલકાપુરી સોસાયટીમાં મિલિંદનાં ઘરે બધાં પહોચ્યાં.
મીલીંદનો અલકાપુરીમાં બંગલો હતો. એનાં પાપા કસ્ટમ ઓફીસર હતાં. મીલીંદની બહેનનાં એંગેજમેન્ટની પાર્ટી હતી. એનાં બંગલાની બહાર ગાડીઓ પાર્ક થયેલી હતી. બંગલાનાં ટેરેસ પર પાર્ટી ચાલી રહી હતી સંગીતનો અને બધેં મહેમાનોનાં વાતચીતનો અને હસી ખુશીનો અવાજ નીચે સુધી સ્પષ્ટ સંભળાઇ રહ્યો હતો.
દેવાંશ અને સિધ્ધાર્થે બંન્ને જીપમાંથી બહાર ઉતર્યા. સિધ્ધાર્થે દેવાંશને કહ્યું તારો મિત્ર મિલીંદ મોટી પાર્ટી લાગે છે પૈસાવાળી પાર્ટી છે આટલો મોટો સરસ બંગલો. ટેરેસ પર પાર્ટી પણ જામી છે તું પણ સ્વસ્થ થઇને એન્જોય કરજે. બધું ભૂલીને મિત્ર સાથે આનંદ કરજે રાત્રે વાત કરીશું. તારે કંઇ જરૂર પડે ફોન કરજે. પાછા ફરતાં જરૂર પડેતો કાળુભાને મોકલીશ તને ઘરે મૂકી જશે એક ફોન કરી દેજે. દેવાંશ અને સિધ્ધાર્થ આમ વાત કરી રહ્યાં છે ત્યાંજ મોટો ઘબાક કરતો અવાજ આવે છે. સિધ્ધાર્થ અને દેવાંશ કંઇ સમજે એ પહેલાંજ મોટોથી ચીસ પડે છે.
દેવાંશ અને સિધ્ધાર્થ બંન્ને જ્યાં મોટો ધબાડા સાથે ચીસ પડે છે ત્યાં જઇને જુએ છે તો મીલીંદ હતો એ છેક ઉપરથી નીચે પડ્યો હોય છે અને તરફડતો હોય છે. દેવાંશથી ચીસ પડાઇ જાય છે. મીલીંદ... મીલીંદ.. અને એની પાસે પહોંચે છે. પણ મીલીંદ થોડો વખત તરફડે છે અને પછી એનો જીવ નીકળી જાય છે.
ઉપર બંગલાની ટેરેસમાંથી બધાં ઉભા રહીને ચીસો પાડે છે ઓહો બચાવો બચાવો અને ઉપર ટેરેસમાં સંગીત બંધ થઇ જાય છે બધાં નીચે દોડી આવે છે. સિધ્ધાર્થ મીલીંદનાં નશ્વર દેહને ટટોલે છે તપાસે છે પણ જીવ નીકળી ગયો હોય છે મીલીંદ મૃત્યુ પામ્યો હોય છે.
સિધ્ધાર્થનો પોલીસ જીવ તપાસ ઇચ્છે છે. આવુ કેવી રીતે થયું દેવાંશનાં હાથમાં મીલીંદનાં નશ્વર દેહ હોય છે એનું માથું ફાટી ગયું હોય છે આખો એનો દેહ લોહીવાળો થઇ ગયો હોય છે.
દેવાંશનાં કપડાં પણ લોહી લુહાણ થઇ ગયાં હોય છે. એટલામાં એની દીદી વંદના દીદી એની મંમી યશોદાબેન બનેવી અભિષેક બધાં આક્રંદ કરતાં દોડી આવ્યાં હોય છે. વંદના દીદી અને એની મંમી ધુસ્કે ને ધૂસ્કે રડી પડ્યાં હોય છે. કોઇને કંઇ ભાન નથી બઘવાયા થઇ ગયાં હોય છે. આવું કેવી રીતે થયું ? બધાનાં મનમાં એકજ પ્રશ્ન હોય છે.
વંદના દીદીએ દેવાંશ પાસેથી મીલીંદનો દેહ ખોળામાં લઇને ચીસ પાડી ઉઠે છે મીલીંદ આલું કેવી રીતે થયું ? મારાં ભાઇ આમ તું અમને છોડીને કેમ ગયો ? શું થયું એકદમ ? યશોદાબેન હાથ પછાડી પછાડીને રડે છે.
સિધ્ધાર્થે પૂછ્યું મીલીંદે ભૂસ્કો કેમ માર્યો ?
વધુ આવતા અંકે - પ્રકરણ - 13