એક પૂનમની રાત - પ્રકરણ-19 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories Free | એક પૂનમની રાત - પ્રકરણ-19

એક પૂનમની રાત - પ્રકરણ-19

એક પૂનમની રાત 
પ્રકરણ-19
મીલીંદના મૃત્યુ પછી એનાં ઘરે આજે વિધી ચાલી રહી છે. એનાં મત્યુને 9 દિવસ થઇ ગયાં. આજે એનાં દસમાંની વિધી થઇ રહી છે. મીલીંદનો જીવાત્મા સદગતિ પામે એનાં માટે બધી વિધી થઇ રહી છે. બધાં ઘરનાં બેઠાં છે. એનાં પિતા વિધી કરવા બેઠાં છે. કેવું નસીબ છે ? બાપ દિકરાની અઁત્યેક વિધી વિધાન કરવા બેઠાં છે. આંખોમાં અશ્રુ છે મિલીંદ ભૂલાતો નથી. એની બહેન વંદના ધ્યાનથી બધી વિધી જોઇ રહી છે. બ્રાહ્મણ મંત્રોચ્ચાર બોલી વિધી વિધાન કરાવી રહ્યા છે. 
ત્યાં વંદનાની આંખોમાં અંગારા પ્રગટે છે આંખો લાલ લાલ થઇ છે એણે કહ્યું આ બધુ શું માંડ્યુ છે ? મારો ભાઇ મૃત્યુ નથી પામ્યો એ તો મારી સામે બેઠો છે. તમે લોકો આ શેની વિધી માંડી છે ?
બધાં આષ્ચર્ય અને આધાતથી એની સામે જુઓ છે. વંદનાંનો સ્વર કર્કશ અને ડરામણો છે એનો દેખાવ એકદમ ડરાવણો થઇ ગયો છે એણે એનાં વાળ છૂટા કરી દીધાં છે એકદમ ભયાનક ચહેરો બની ગયો છે એણે કહ્યું મારાં ભાઇ તો જીવે છે મારી સામેજ છે. હજી મારી તો વિધી થઇ નથી અને તમે આ કોની વિધી કરો છો ?
પૂજા કરાવનાર બ્રાહ્મણ સમજી ગયો એ બધી વિદ્યાનો જાણકાર હતો એણે મીલીંદનાં પિતાની નજીક જઇને કહ્યું વડીલ તમારી દીકરીમાં કોઇનો જીવ પ્રવેશી ગયો છે નક્કી એને તમારાં દીકરા સાથે કોઇ સબંધ છે. આવો જ્યારે અવાજ, સંવાદ અને દેખાવ થાય ત્યારે કોઇ કાળી શક્તિની અવશ્ય હાજરી હોય છે. 
મીલીંદનાં પિતાએ થોડી ચિંતા અને ડર સાથે કહ્યું આનો શું મતલબ ? કોનો જીવ છે ? આવું થવાનું શું કારણ ? હવે શું કરવાનું ? મારી વંદનાનો આ અવાજ જ નથી પછી એમણે વંદનાને ઉદ્દેશીને પૂછ્યું દીકરા વંદના તું આ શું બોલી રહી છું ? તારાં ભાઇનો આત્મા સદગતી પામે એની વિધી ચાલી રહી છે તું આમ વચ્ચે આવું બોલીને કેમ અપશુક્ન કરાવે છે ? એ તારો ભાઇ મૃત્યુ પામ્યો છે અહીં સામે કેવી રીતે હોય ?
મીલીંદનાં મંમી છૂટ્ટા મોંઢે રડી પડ્યાં એમણે કહ્યું બેટા મેં દીકરો તો ગૂમાવ્યો છે તું આવુ બધુ કેમ બોલે છે ? તમે શું થયુ છે ? મીલીંદની મંમીએ કહ્યું મીલીંદનું મૃત્યુ મારી દીકરી પચાવી કે સ્વીકારી નથી શકી એની માનસિક હાલત પહેલાંજ દિવસથી બગડી ગઇ છે. ઓ વંદના તું આવુ ના બોલ મીલીંદ હવે અહીં ક્યાંથી હોય એણે ઇશ્વરને વ્હાલા કરી દીધાં છે આપણને છોડીને ગયો છે. 
ત્યાં વંદનાનાં નાં મોઢેથી મોટેથી કર્કસ અવાજ નીકળ્યો અને એણે ઉગ્ર સ્વરે કહ્યું અહીં વિધી ચાલે છે પણ દેવાંશ ક્યાં છે ? દેવાંશ વિના વિધી કેવી રીતે થાય ? એ મારો ભાઇ છે એને બોલાવો. 
મીલીંદનાં પિતાએ કહ્યું દેવાંશ તારો ભાઇ છે બરોબર છે એ મિલીંદનો ખાસ મિત્ર હતો પણ હમણાં ક્યાંથી બોલાવાય ? વિધી પતી જાય પછી એને પણ બોલાવીશું. એમણે અભિષેકને સામે જોયું અભિષેકે વંદનાને કહ્યું વંદના મન શાંત કર આવા સમયે તું કેમ આમ બોલે છે ?
મીલીંદની માં અને પાપાની આંખમાં આંસુ છે અત્યાર સુધી કાયમ શાંત રહેલાં એનાં નાનીએ કહ્યું કયો કપાતર જીવ આ વંદનામાં આવ્યો છે ? દેવ જેવો દીકરો ખોયો આ દીકરીને કોણ હેરાન કરે છે ? એમનાં અનુભવી મને કહ્યું યોશાદા આ છોકરીને અંદર લઇજા એનામાં કોઇ અવગતીયો જીવ આવ્યો છે મારાં દીકરાની વિધી બગાડશે એની પણ સદગતિ નહીં થાય એને અંદર લઇ જાઓ. 
વંદનાની મંમી યશોદાબેન અને જમાઇ અભિષેક વંદનાને પકડીને અંદર રૂમમાં લઇ જવા માંડે છે પણ વંદના ચીસો પાડીને અંદર જવા ના પાડે છે પણ તો બળપૂર્વક રૂમમાં લઇ જાય છે. યશોદાબેન પાછાં બહાર આવીને ધુસ્કે ને ધુસ્કે રડી પડે છે બોલે છે કોણે મારાં ભર્યા ઘરને એની નજર લગાડી છે ? કોણ દુશ્મન પાક્યુ છે. ત્યાં વંદનાની બંધ રૂમમાંથી ચીસો સંભળાઇ રહી છે. અભિષેક કાબુ કરવા ખૂબજ પ્રયત્ન કરે છે પણ નિષ્ફળ જાય છે. 
*************
  દેવાંશ વાવ પાસેથી ઘરે આવવા નીકળે છે. એનાં મનમાં સતત વિચારો આવે છે. આ કયાં જીવ છે જે પ્રેતરૂપે ભટકે છે અને એમને મારી સાથે શું સંબંધ ? એ ખંડેરીયા મ્હેલમાં રહે છે તો વાવ પર કેમ આવે છે ? મને પૂનમની રાતે બોલાવે છે એની પાછળનું રહસ્ય શું છે ? આમ વિચાર કરતો કરતો બાઇક ઘર તરફ દોડાવી રહ્યો છે. 
દેવાંશને એવો એહસાસ છેકે કોઇ એની બાઇક પાછળ બેઠું છે એને બાઇક પર જાણે વજનનો એહસાસ થાય છે. એ સમજીને પાછળ ધ્યાન નથી આપી રહ્યો જંગલ વિસ્તાર પૂરો થાય એની રાહ જોઇ રહ્યો છે એને સામે આવતા પવનમાં પણ કોઇ સ્પર્શનો એહસાસ થાય છે એનાં શરીરનાં રૂંવાડા ઉભા થઇ ગયાં છે પણ એ હિંમત કરીને બાઇક દોડાવી રહ્યો છે. 
જંગલ વિસ્તાર પુરો થાય છે અને સીટીમાં પ્રવેશ કરે છે અને એને કોઈ હસવાનો અવાજ આવે છે અને બાઇક પરનું વજન હળવું થઇ જાય છે. એ મનોમન હાંશકારો કરે છે અને ઘરે પહોચી જાય છે. 
ઘરે જઇને બાઇક પાર્ક કરી ત્યાં માં દરવાજો ઉભી એનીજ રાહ જોઇ રહી છે. માં એ કહ્યું દેવું તું તો જમવા સમયે આવી જવાનો હતો સાંજ પડી ગઇ તું ક્યાં હતો અત્યાર સુધી ? કંઇ જમ્યો કે નહીં ?
દેવાંશે કહ્યું માં મને ભૂખ નથી એક અગત્યનું કામ હતું એ પતાવીને આવ્યો છું પણ માં તમે અહીં ઉભા રહી કેમ મારી રાહ જુઓ છો ? ઘરે તો આવવાનોજ હોઉને નાહક ચિંતા કરો છો. 
માં એ કહ્યું દેવું બપોરે તારાં નામનું આ કવર પોસ્ટમાં આવ્યું છે. તારી રાહ જોતી હું પણ જમી નથી જા હાથ મોઢું ધોઇ ફ્રેશ થઇને આવ સાથે જમી લઇએ હવે તું આવી ગયો છું મને પણ ભૂખ લાગી છે. લે આ કવર દેવાંશ કવર જોયું એનાં પર લખેલું નામ અને એડ્રેસ જોઇ આનંદમાં આવી ગયો. 
માંએ પૂછ્યું કોનો પત્ર છે ? શું છે કહે તો ખરો. 
દેવાંશે કહ્યું માં મેં નોકરી માટે ઇન્ટરવ્યુ આપેલો હું સીલેકટ થઇ ગયો છું મને નોકરી મળી ગઇ છે. બે દિવસમાં જોઇન્ટ કરવાની છે. હાંશ મારો આ ટાર્ગેટ હતો આજ જગ્યાએ મારે નોકરી જોઇતી હતી એ આનંદથી કવર લઇને અંદર ગયો. 
ફ્રેશ થઇને આવ્યો માં એ થાળી પીરસી હતી એ માંની જોડેજ નીચેજ પલાઠી વાળીને જમવા બેસી ગયો. માં ને પણ આનંદ થયો. ચાલો તારી નોકરી લાગી ગઇ તારાં પાપાને પણ ખૂબ આનંદ થશે. ચાલ પહેલાં તુ શાંતિથી જમીલે પછી એમને ફોન કર વધાઇ નાં સમાચાર આપ. 
કેટલાંય સમયથી કોઇ આનંદનાં સમાચાર મળે એની રાહ જોતી હતી. તો દેવું ત્યારે આમાં શું કામ કરવાનું ?
દેવાંશ કહ્યું માં હું જે ભણ્યો છું એજ લાઇનથી નોકરી છે બધાં પૌરાણીક મંદિરો મ્હેલો એ બધાં સ્થાપીનાં પ્રોજેક્ટ કરવાનાં એમની સાર સંભાળ રીપેરીંગ નાં રીપોર્ટ બનાવીને રજૂ કરવાનાં માં સરકારી નોકરી છે એટલે પુરી સલામતિ વળી મારુ ગમતું કામ છે. 
માં એ કહ્યું દીકરા તારું ભણવાનું લેખે લાગ્યું હવે તું બધાં ચોપડાઓમાં માથુ રાખી બેસી ના રહીશ કંઇક સારું કામ કરવા મળશે. મને આનંદ છે તને તારું ગમતું જ કામ મળી ગયું. 
માં હું પહેલાં બધું જાણવા શૌખથી વાંચતો હતો હવે કાયદેસર હું વીઝીટ કરી શકીશ મને બધીજ પરમીશન અને સવલતો મળશે હું વધું રસપૂર્વક અને બારીકાઇથી અભ્યાસ કરી શકીશ. 
દેવાંશે જમી લીધું પછી તરતજ પાપાને ફોન કર્યો અને સમાચાર આપ્યાં. પાપાએ કહ્યું અરે વાહ દેવુ કોન્ગ્રેચ્યુલેશન્સ કંઇ નહીં. હું વહેલાજ ઘરે આવું છું પછી નિરાંત બધી વાત કરીશું. સરકારી નોકરી છે એ જાણીને વધારે આનંદ થયો. હું આવું છું ઘરે... 
ત્યાંજ દેવાંશને એનાં રૂમમાં ઝાંઝર અને કોઈનો હસવાનો અવાજ આવ્યો... એ ફોન બંધ કરીને એનાં રૂમમાં ગયો અને જોયું તો.... 
વધુ આવતા અંકે - પ્રકરણ - 20

Rate & Review

Paresh Patel

Paresh Patel 1 week ago

Krina patel

Krina patel 3 weeks ago

Parmar Dimpal Abhirajsinh
Bhakti Makwana

Bhakti Makwana 3 months ago

Vijay

Vijay 4 months ago