Ek Pooonamni Raat - 23 books and stories free download online pdf in Gujarati

એક પૂનમની રાત - પ્રકરણ-23

એક પૂનમની રાત
પ્રકરણ-23
દેવાંશ જમી પરવારીને એનાં રૂમમાં આવ્યો. આવીનો જોયુ કે એનો રૂમ સરસ ગોઠવાયેલો પથારીની ચાદર સરસ પથરાયેલી હતી એને ખ્યાલ આવ્યો હોય એમ શાંતિથી બેડ પર બેસી ગયો.
દેવાંશે કંઇક વિચાર કરી આંખો બંધ કરી અને શ્લોક બોલવા લાગ્યો એને પરિણામની કોઇ ફીકર નહોતી એ થોડીવાર એમજ બેસી રહ્યો. એને થયું એનાં રૂમમાં કોઇ ચોક્કસ ફરી રહ્યું છે. એણે જોયું બારીમાંથી કોઇ ઓળો રૂમમાં આવીને ફરે છે. એણે પૂછ્યું કોણ છો ? અહીં મારાં રૂમમાં શું કરો છો ? એને કોઇ જવાબ ના મળ્યો.
દેવાંશે થોડાં સખ્ત અવાજે ફરીથી પૂછ્યું તો એને હસવાનો અવાજ આવ્યો. એણે આર્શ્ચથી એ તરફ જોયું તો સામેથી કોઇ બોલ્યુ. દેવું એ દેવું તું શું પૂછે છે ? તને ખબર નથી હું કોણ છું ? હું તને પ્રેમ કરુ છું તને મળવાજ આવી છું. દેવાંશ સાવધ થયો એણે કહ્યું હું કોઇને પ્રેમ નથી કરતો મારાં જીવનમાં કોઇ નથી શા માટે તમે મને હેરાન કરો છો ? શું નામ છે તમારુ ?
ઓળો દેવાંશની નજીક આવી ગયો... દેવાંશને માત્ર સફેદ ઓળો જેવું દેખાઇ રહેલું પણ સ્પષ્ટ કંઇ સમજાતું નહોતું દેવાંશે મનોમન શ્લોક બોલવા ચાલુ કર્યાં. પેલો ઓળો થોડો પાછો હટયો. દેવાંશમાં હિંમત આવી એણે કહ્યું આ ઘરમાં ફરીથી ના આવશો નહીંતર મારે વિધી કરીને તમારો નીકાલ કરવો પડશે મારામાં એ શક્તિ છે અહીંથી જતા રહો....
પેલાં ઓળાએ કહ્યું કંઇ નહીં.. તો તારે મારી પાસે આવવુ પડશે. એટલું યાદ રાખ એમ કહી બારીની બહાર જતો દેવાંશ જોઇ રહ્યો...
દેવાંશને વિચાર આવ્યો બધાં આવાં અનુભવ અને એહસાસ મનેજ કેમ થાય છે ? મારે એનાં માટે માર્ગદર્શન લેવું પડશે મારે જરૂરી છે. અત્યાર સુધી અંગારી દીદીનાં એહસાસ હતાં આજે કોઇ બીજુજ પ્રેત હતું. એ ચોક્કસ છે. મારી આસપાસ આવી શક્તિઓ કેમ ફરે છે ? શું કારણ છે. દેવાંશ મનોમન કોઇ નિર્ણય કરીને સૂવાની તૈયારી કરવા માંડ્યો. પ્રાર્થના કરીને સૂઇ ગયો.
વહેલી સાવરે દેવાંશનાં રૂમનાં દરવાજા પર કોઇનાં ઠોકવાનાં અવાજ આવ્યો. દેવાંશ હજી ઊંઘતો હતો એ કંટાળા સાથે ઉભો થયો અને દરવાજો ખોલ્યો સામે માં, ઉભી હતી. દેવાંશે પૂછ્યું કેમ માં શું થયુ ? કેમ દરવાજો ખટખટાવ્યો ?
દેવાંશની માં એ કહ્યું જલ્દી આવ તારાં પાપા... દેવાંશે ગભરાઇને પૂછ્યું શું થયું પાપાને ? માં એને એમનાં રૂમમાં લઇ ગઇ. દેવાંશનાં પાપા વિક્રમસિંહ ખૂબ ગભરાયેલાં હતાં. દેવાંશે પૂછ્યું પાપા શું થયું ? કેમ આટલાં ગભરાયેલાં છો ?
વિક્રમસિહે કહ્યું દેવાંશ હું સૂઇ ગયેલો ખૂબ થાકેલો હતો. અડધીરાત્રે મારી છાતી પર કોઇ બેસી ગયું હોય એટલો ભાર વર્તાયો મારી આંખ ખૂલી ગઇ તો કોઇ મારી છાતી પર બેઠેલું હોય એવો એહસાસ થયો મેં બૂમ પાડી કોણ છે ? હટો અહીંથી મેં ખૂબ જોર કર્યું. તો હું કોઇને જોઇ નહોતો શક્તો એણે મારો આખો હાથ વાળી નાંખ્યો મને ખૂબ પીડા થઇ પણ હું જાણે કશું કરીજ નહોતો શક્તો મેં તરુ તરુ બૂમ પાડી પણ તારી માં ઘસઘસાટ ઊંઘતી હતી એણે કશું સાંભળ્યુંજ નહીં. મારાં આખા શરીરે પરસેવો વળી ગયેલો મને ખૂબ પીડા હતી હું સાવ વિવશ થઇ ગયેલો.
થોડીવાર પછી જાણે કશુંજ ના બન્યુ હોય એમ બધુ નોર્મલ થઇ ગયું. ખૂબ ગભરાયેલો પણ મારાંથી બેડ પરથી ઉઠાયજ નહીં. આખી રાત એમજ બેસી રહેલો.
સવાર પડી તરુ ઉઠી મેં બધી વાત કરી એ ખૂબ ગભરાઇ તને ઉઠાડવા આવી. આ શું થયું મારી સાથે ? ખબરજ ના પડી. દેવાંશ વહેલામાં વહેલી તકે આપણે તાંત્રિક અઘોરીજીને બોલાવીએ આવું ઘરમાં થાય કેમ ચાલે ?
અત્યાર સુધી તારી માં અંગારીની વાતો કરતી હું કાને ઘરતો નહોતો પણ આજે તો મારી સાથેજ...
દેવાંશે કહ્યું સાચી વાત છે પાપા સૂતા પહેલાં મારી સાથે પણ... આપણુ ઘર છે કે પ્રેત ઘર ? પાપા હું જોબ પર જવાનો થોડો વહેલો નીકળી આવીશ. તમે કાળુભાને મોકલી અઘોરીજીને ઘરેજ તેડાવી લો. ત્યાં સુધીમાં હું પણ આવી જઇશ.
દેવાંશ સવારે પરવારીને જોબ પર ગયો એની ઓફીસે પહોચી પહેલાંજ એનાં સર કંબલજીતને એનાં ઘરમાં થતાં અનુભવ કીધાં. અને પૂછ્યું સર હું જ્યારે વાવ પર એકલો ગયો પછી ઘરમાં આવાં અનુભવ વધી ગયાં છે.
કંવલજીત સર દેવાંશની વાતો સાંભળી રહ્યાં અને દેવાંશને કહ્યું તારે વાવ પર એકલા નહોતું જવાનું આપણે પ્રથમ પ્રોજેક્ટ વાવજ છે. મારો અનુભવ અને અભ્યાસ એવું કહે છે કે તારી વાવની વીઝીટ પછી કોઇ ભટકતો જીવ તારી સાથે જ તારાં ઘરે આવી ગયો છે એ નક્કી એ ત્યાંજ હવે ભટકે છે. તારે સાવચેતી રાખવી જોઇએ.
દેવાંશે કહ્યું સર હું પણ અભ્યાસ કરી રહ્યો છું અને આજે પાપાની ઓફીસમાં કોન્સટેબલ ડ્રાઇવર તાંત્રિક અઘોરીને ઘરે લઇ આવશે પછી જોઇએ શું થાય છે ?
કંવલજીત સરે કહ્યું આજે આપણે વાવા અંગેનીજ ચર્ચા કરવાનાં એનાં ઇતિહાસ અંગે અભ્યાસ કરીશું એનું સ્થાપત્ય એ કેટલા વર્ષો પહેલાં બંધાઇ ? એની કેવી જહોજલાલી હતી ? પછી એ અવાવરુ કેવી રીતે થઇ ગઇ ? એમાં હજી પાણી છે તો બંધ કેમ કરી ?
હું એ વાવની વીઝીટ 2 થી 3 વાર કરી આવ્યો છું મને ત્યાં થતાં પરચાંની ખબર છે થોડો વખત પહેલો કોઇ કોન્સટેબલને અનુભવ થયેલો બિમાર પડી ગયેલો. આપણે એનો તાગ કાઢવો પડશે.
દેવાંશ અને કંવલજીત સર ચર્ચા કરી રહેલાં અને બીજા લોકો પણ આવી ગયાં. અનિકેત-વ્યોમા રાધીકા કાર્તિક બધાં કંબલજીત સર અને દેવાંશનો વાર્તાલાપ સાંભળી રહેલાં.
કાર્તિકે કહ્યું દેવાંશ તારાં જેવો અનુભવ મેં પણ કરેલો છે. અમે બધાં પૌરાણીક સ્થાપત્ય જોવા માટે ગયેલાં એમાં આ વાવ અને રતનમાળની અંદર આવેલો જર્જરીત મહેલ બે ખૂબ ડેન્જર છે એમાં બધાં ફોટાં લેતાં અનેક કડવા અનુભવ થયેલાં છે.
ત્યાં વ્યોમાએ કહ્યું મને તો આવો કદી અનુભવ નથી થયો. મારે જાણવું છે બધુ પ્રેત કેવું દેખાય જોવુ છે મને કોઇ ડર નથી. સર હવે મને સાથે લઇ જજો પ્લીઝ બધી વાર્તાઓ સાંભળી છે અનુભવ નથી કર્યો મે...
કંબલજીત સરે કહ્યું આમાં અનુભવ લેવા જેવુ કશું નથી. આપણે પૌરાણીક સ્થાપત્યનો અભ્યાસ કરી એનાં રીપોર્ટ બનાવવાનાં હોય છે પ્રેતનાં અનુભવ નથી કરવાનાં. પણ આપણેં કામજ એવું છે એવી જગ્યાઓએ ક્યારેક જવું પડે છે જે અવાવરુ થઇ ચૂક્યા હોય જર્જરીત થયાં હોય ત્યાં આવી શક્તિઓ હોઇ શકે છે એ બધી કાળી શક્તિઓ છે. બાકી ઘણાં સ્થાપત્ય ખૂબ સારી રીતે સચવાયેલાં છે એમાં રાજવી કુટુંબો રહે છે ત્યાં આવું કશું નથી હોતું....
વ્યોમે દેવાંશની સામે જોઇને કહ્યું દેવાંશ તું તારાં ઘરની વાતો કરે છે તો તારું ઘર કોઇ પૌરાણીક ઇમારત છે ? ત્યાં પ્રેત વસે છે ? એમ કહીને હસી પડી...બધાંજ એ કટાક્ષ પર હસી પડ્યાં.
દેવાંશે કહ્યું આમાં હસવાની વાત નથી તારે કરવો છે ને અનુભવ ? તો સરની અને તારાં ઘરનાની રજા લઇને આવજે મારાં ઘરે પછી જોઇએ છીએ કેટલી હિંમત બચે છે ? મને એહસાસ છે... માથાનાં વાળ ઉભા થઇ જાય એવો માહોલ હોય છે બધી વાત હસવામાં નહીં કાઢ.
કંવલજીત સરે વાતને વળાંક આપીને કહ્યું તમને જે તે પૌરાણીક ઇમારતો આપવામાં આવી છે એનો અભ્યાસ કરો. પછી વીઝીટ કરીશું અને એનો રીપોર્ટ બનાવજો. તમને તમારાં પ્રોજેક્ટ માટે 3 થી 6 માસનો સમય આપવામાં આવશે. કોને કઇ ઇમારત કઇ જગ્યા મળે છે. એની ચીઠ્ઠી પાડવામાં આવશે જેની પાસે જે ચીઠ્ઠી આવશે એણે એની વીઝીટ કરી આખો રીપોર્ટ બનાવવાનો છે. દરેકને બે ઇમારત બે જગ્યા મળશે.
એમ કહીને એમણે ચીઠ્ઠીઓ લખીને પછી ડ્રો કરતાં હોય એમ ચીઠ્ઠી પસંદ કરવા કહ્યુ. દેવાંશેં બે ચીઠ્ટી ઉપાડી એમાં એને એક વાવ અને રતનમાળનો મ્હેલ પ્રોજેક્ટમાં આવ્યો અને એ...
વધુ આવતા અંકે - પ્રકરણ - 24