I Hate You - Can never tell - 30 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-30

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-30

આઇ હેટ યુ
પ્રકરણ-30
નંદીનીનાં એનાંજ ઘરમાં ઘડીયા લગ્ન લેવાયાં સાદાઇથી કોઇ ધામધૂમ વિના લગ્ન પતી ગયાં. વટવ્યવહાર કરીયાવર બધુજ પતાવી દીધું. વરુણ સાથે હસ્તમેળાપની વિધીમાં નંદીનીએ હાથનો સ્પર્શ પણ ના કર્યો ના કરવા દીધો. અજુગતુ લાગવા દીધું. વરુણ પણ ખબર નહીં ક્યા કારણે કંઇ બોલ્યો નહીં. કોઇ એહસાસ નહીં નંદીનીની મંમીએ ફેરા ફરતાં પહેલાં શાસ્ત્રીજીને કહ્યું લગ્ન સાદાઇથી લીધાં છે વિધી બહુ લાંબી ના કરશો એમને પણ થયુ આ નાટક જલ્દી પતે તો સારું મનમાં કંઇક ખટકતું હતું. નંદીનીનાં પાપાની નજર હેઠળ લગ્ન પ્રસંગ ઉકેલાઇ ગયો જે વિધી 2-3 કલાક ચાલે એ 1 કલાકમાં સમેટાઇ ગઇ બંન્ને પક્ષ ઝડપીથી પતાવી રહેલાં. કારણ નંદીનીનાં પાપાનું અપાયું....
લગ્ન કર્યા પછી નવવધુ નંદીનીનાં પાપાનાં આશીર્વાદ લીધાં. નંદીનીનાં આંખમાં આંસુ સૂકાતાં નહોતાં. વેવાઇ પક્ષે માત્ર છ જણાં હાજર હતાં. બધાને એક કારણ ખબર હતી કે વેવાઇ છેલ્લાં શ્વાસ લઇ રહ્યાં છે એટલે ફટાફટ નીપટાવ્યું.
નંદીનીએ પાપાને પગે લાગીને કહ્યું "પાપા તમારી ઇચ્છા પુરી કરી તમારું મોત સુધર્યું અને મારું જીવન.... પછી બાકીનું મનમાં બોલી ગઇ...
બધાને હાથમાં મીઠાઇ અને ફરસાણ આપીને જાણે જમણવાર પતાવ્યો. અને નંદીનીએ માં અને પાપાને ફરીથી પગે લાગી અને વિદાય લેવાનો સમય આવ્યો. નંદીનીએ કહ્યું હું ગાડી સુધી જઇને પાછી આવું છું. પછીથી જઇશ પાપાની તબીયત સારી નથી ત્યારે મંમીએ કહ્યું આજની રાત્રી ત્યાં રોકાઇને કાલે આવજે પાછી એવું સારુ નહીં અમંગળ ગણાય.
નંદીની ના છુટકે વરુણ સાથે બહાર નીકળી અને હજી ફલેટનાં પગથિયા ઉતરે છે ત્યાં પાપાની છેલ્લી બૂમ સંભળાઇ નંદીની... અને નંદીની હાંફળી હાંફળી પાછી ઘર તરફ દોડી એણે જોયું કે પાપાએ બૂમ પાડી છે એ ઘરમાં આવીને જુએ છે પાપાનાં મોઢાંમાથી લોહી વહી રહ્યું છે લોહીની ઉલ્ટીએ ફરીથી શરૂ થઇ ગઇ છે. એણે વરુણને કહ્યું માફ કરજો હું આવી સ્થિતિમાં પાપાને મૂકી નહીં આવી શકું.
વરુણે સમજણ બતાવીને કહ્યું કંઇ નહી પહેલાં એમનું જોવું જરૂરી છે. વરુણ પણ ત્યાં રોકાયો. વરુણનાં માતા પિતાએ એમનાં ભાઇ બહેનને ઘરે જવા કહ્યું અને તેઓ પણ નંદીનીનાં ઘરેજ રોકાયાં.
નંદીનીનાં પાપાની તબીયત ખૂબ બગડી રહી હતી. નંદીનીનાં લગ્નની જાણે રાહ જોઇ રહ્યાં હતાં. નંદીનીએ ડોક્ટર અંકલને ફોન કરવો કે નહીં. વિચારી રહી એણે અંતે ફોન લીધો હજી રીંગ કરવા જાય છે ત્યાંજ એનાં પાપાએ પ્રાણ ત્યાગી દીધો નંદીની એવું અરસપસ બોલતાં મોઢામાંથી લોહીનાં ફુવારા સાથે જીવ નીકળી ગયો.
આતો કેવું બની ગયું મંગળફેરા ફર્યા એજ દિવસે અમંગળ થઇ ગયું વરુણનાં મંમી બોલી ઉઠ્યાં દીકરીનાં લગ્ન માટે જીવ રોકી રાખેલો લગ્ન પૂર્ણ થતાં જ સ્વર્ગે સિધાવી ગયાં.
જ્યાં મંગળ ગીતો ગવવા જોઇએ ત્યાં મરણની પોક મૂકાઇ ગઇ. નંદીની પાપા પાપા કહેતી એમનાં માથાને હાથમાં લઇ આક્રંદ કરી રહી એનું પાનંતર બધુ લોહી લુહાણ થયું. આડોશી પાડોશી દોડી આવ્યાં આ શું થંઇ ગયું ? લગ્ન વેળાએ મરણ ? બધાં શુકન અપશુકનની વાતો કરી રહેલાં.
વરુણે નંદીનીને શાંત થવા કહ્યું જે થઇ ગયુ છે એ નિવારી નથી શકાય એવું છે એટલે આગળની વિધી માટે વિચારવા કહ્યું.
જે શાસ્ત્રી લગ્ન કરાવવા આવેલાં એમણે મૃત્યુની વિધી કરાવવાની આવી. કંઇ ન સમજાય એવું બની ગયું. બધાંના મોઢાં બંધ થઇ ગયાં. નંદીની અને એની મંમી ડુસકાં સિવાય કંઇ સંભળાતું નહોતું.
બીજે દિવસે સવારે નંદીનીનાં પાપાને અગ્નિ સંસ્કાર આપી દીધો. નંદીનીએ અગ્નિ સંસ્કાર આપતાં મનોમન પિતાને કહ્યું પાપા માત્ર લગ્ન જોવા જીવ્યાં ? હવે તમારી દિકરીનું જીવન કેવું દુષ્કર થશે એ તમે ના વિચાર્યું ? એમ કહીને ખૂબ રડી. મંમીએ આર્શ્ચય આપતાં કહ્યું તે તારાં બાપની ઇચ્છા પુરી કરી દીકરા.....
નંદીની માં સામે જોઇ રહી... ફક્ત આંખોમાંથી વહેતાં આંસુએ જવાબ આપ્યો. બાપનાં મૃત્યુનું કારણ હતું કે જીવન દુષ્કર થયું એં આંસુ હતાં કંઇ સમજાયું નહીં...
આમને આમ તેરમાંની વિધી પુરી કરી વરસી વળાવી દીધી શોક મૂકાવી દીધો. આજે પાપાનાં મૃત્યુ 15 દિવસ વીતી ગયાં.
નંદીની 16માં દિવસે વરુણ સાથે એનાં ઘરે ગઇ. મંમીને એકલી નહોતી મૂકવી પણ.. લગ્ન પછી પહેલી વાર સાસરે પગ મૂક્યો એ પણ સીધો નવા ફલેટમાં જ્યાં એનાં સાસુ અને સસરા પોંખવા વધાવવા હાજર રહેલાં. વરુણનાં મોટાંભાઇ ભાભી આવી મળીને જતાં રહેલાં.
નંદીનીને ઘરમાં તેડાવી સાદાઇથી બધુ નીપટાવી એનાં સાસુ અને સસરા એનાં ઘરે ગયાં.
વરુણે કહ્યું નંદીની જે થવાનું હતું થઇ ગયું. તું આજેજ ઘરમાં આવી છું ઘરમાં તારી પસંદગી પ્રમાણે જે કરવા જેવું હોય એવી વ્યવસ્થા અને ફર્નીચર કરાવી લઇએ. જીવનમાં ખબર નહીં આવો કેવો પ્રવેશ અને કે શરૂઆત ? પણ હું સમજુ છું આ બધાં કુદરતનાં ખેલ છે. કાલે જોબ જવાનું ચાલુ થશે.
નંદીનીએ કહ્યું વાસ્તવિકતાં મેં સ્વીકારી છે મેં પણ એપ્લાય કરી દીધું છે મને જોબ મળે હું શરૂ કરી દઇશ. ઘરમાં જેટલુ જરૂરી છે એટલું તો કરાવવુ પડશે. બે બેડરૂમ હોલ કીચનનો ફલેટ છે. કીચનમાં અને ડ્રોઇગરૂમમાં કરાવી લઇએ બેડરૂમની હમણાં જરૂર નથી નીચે પથારી નાંખી સૂઇ જવાશે પછી વ્યવસ્થા થયે એ બધુ કરાવીશું.
વરુણે કહ્યું આપણી પાસે અત્યારે એટલી પૈસાની વ્યવસ્થા પણ નથી. તારી જોબ લાગ્યા પછી બધુ વિચારીશું. કારણ કે મારાં પગારમાંથી ફલેટનો હપ્તો અને બાકીનાં ખર્ચ પહોચી વળાય એમજ નથી.
નંદીની વરુણ સામે જોઇ રહી પછી બોલી ચિંતા નહીં મને કોઇ વધારે ફેસીલીટી કે રોયલવીલાની જરૂર નથી પછી ધીમે ધીમે કરાવીશું.
નંદીનીને 10 દિવસ પછી સીજી રોડ પર કોમ્પ્યુટરની એક કંપનીમાં નોકરી મળી ગઇ. એનાં ભણતર પ્રમાણએ સારી નોકરી હતી થોડી જવાબદારી હતી પણ પગાર પણ એવો સારો હતો. વરુણનાં પગારથી લગભગ ડબલ પગાર હતો. નંદીનીને ખૂબ આનંદ થયો. વરુણને શાંતિ થઇ ગઇ વરુણની નોકરી ભરૂચ હતી એ રોજ ટ્રેઇનમાં અપડાઉન કરતો ભરૂચ-અંકલેશ્વર વચ્ચે એક ફેક્ટરીમાં એને એકાઉંટન્ટ તરીકે નોકરી હતી.
નંદીનીને નોકરી મળ્યાં પથી જાણે ઘણી રાહત થઇ ગઇ. પાપાનાં મૃત્યુ પછી નંદીની તરતજ ઘરે જઇ નહોતી શકી. નોકરી મળ્યા પછી શનિ-રવિમાં એ મંમીને મળવા માટે ગઇ. નોકરીની વાત કરી અને માંને કહ્યું માં થોડીતો રાહત થઇ ગઇ. તને પાપા વિના એકલું લાગતું હશે પણ માં હુ શું કરુ ?
નંદીનીની મંમીએ કહ્યું દિકરા તું ચિતા ના કરીશ. આમને આમ હું ટેવાઇ જઇશ તું તારુ અને વરુણનું ધ્યાન રાખજો. કેવાં સંજોગો અને કેવી રીતે લગ્ન થયાં કોણ નથી જાણતું ? વરુણ સારો અને સમજુ છોકરો છે એટલે વાંધો નથી આવ્યો.
નંદીનીએ કંઇ જવાબ ના આપ્યો માં ની સામે જોઇ રહી.. પછી બોલી માં હજી 15 દિવસ થયાં છે હજી અમે એકબીજાને એટલાં ઓળખતાં નથી પરીચય કે વાર નથી મને લાગે મારાં લગ્ન જ નથી થયાં કોઇ કોન્ટ્રાક્ટ થયો હોય એવી લાગણી જાગે છે. પણ તું તારું ધ્યાન રાખજે ફરીથી અવાશે ત્યારે આવીશ. હજી ઘરમાં બધું કામ કરાવવાનુ પણ બાકી છે. થશે ધીમે ધીમે માં ને મળીને નંદીની ઘરે આવી કાલથી જોબ પર જવાનું હતું. વરુણ પણ નોકરીથી આવી ગયો હતો...
બંન્ને જણાં પરવારી સૂવા માટે રૂમમાં આવ્યાં વરુણે પથારીમાં લંબાવ્યું. અને નંદીનીને સૂવા માટે બોલાવી. નંદીની પણ સૂઇ ગઇ. વરુણે નંદીનીને પોતાની તરફ ખેંચી અને પછી....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-31

Rate & Review

Usha Patel

Usha Patel 2 months ago

xxx

xxx 4 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 6 months ago

Divya

Divya 8 months ago

Vijay

Vijay 10 months ago