I Hate You - Can never tell - 34 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-34

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-34

આઇ હેટ યુ
પ્રકરણ-34
નંદીની ચાણોદથી માં-પાપાનું ક્રિયાકર્મ કરીને થાકી પાકી પાછી આવી હતી. એની વરુણનાં ઘરેથી લાવેલી બેગ વગેરે સામાન એમજ પડ્યો હતો. એણે માઁ ના અવસાનનાં સમાચાર વરુણ કે એનાં કુટુબીઓને આપ્યાં નહોતાં. એને એનો અફસોસ નહોતો. એણે ફ્રેશ થઇને સુવાનું નક્કી કર્યુ અને એનાં મોબાઇલમાં રીંગ આવી જોઇ ફોન કટ કર્યો અને ત્યાંજ બારણે ટકોરા પડ્યાં.
નંદીની થાકી હતી છતાં બારણે ટકોરા પડ્યાં એટલે એણે બારણું ખોલ્યુ સામે વરુણ ઉભો હતો. નંદીનીએ વરુણને જોઇને તરત કહ્યું વરુણ હું હમણાંજ પાછી આવી છું ખૂબ થાકી છું મારે સૂઇ જવુ છે આપણે પછી વાત કરીશું અત્યારે તું જઇ શકે છે.
પણ વરુણ કોઇ બીજાજ મૂડમાં હતો એણે નંદીનીએ ખોલેલું અડધું બારણું જોર દઇને ખોલીને અંદર આવી ગયો એણે નંદીનીને કહ્યું તું કોઇ સમાચાર આપતી નથી બધીજ રીતે તું તારું ધાર્યુ કરે છે. સમાજમાં અમને મોઢું દેખાડવા લાયક નથી રાખ્યાં. મને પાપાએ કેટલો બધો ગુસ્સો કરીને ઠપકાર્યો. મારો શું વાંક છે ? તું બધાં છીનાળા કર્યા પછી મારી સાથે લગ્ન કરે છે ? હૂં ચુપચાપ બધુ જોયા કરું છું મને સ્પર્શ કરવા દેતી નથી હવે તારે ડાઇવોર્સ જોઇએ છે ? તું સમજે છે શું તારાં મનમાં ? તને બધુ તારુ ધાર્યુ કરવા દઇશ ? મેં લગ્ન કર્યા છે તારી સાથે.
નંદીનીએ કહ્યું હું તારુ ઘર છોડીને આવી છું મારે હવે તારી સાથે કોઇ સંબંધ નથી કોઇ લેવા દેવા નથી હું મારી મરજી મુજબ જીવીશ. તું તારું જીવન જીવજે હું ક્યાંય વચ્ચે આવી નથી અને આવવાની નથી તું અહીથી જઇ શકે છે નીકળ અહીંથી.
નંદીનીનો જવાબ સાંભળીને વરુણ વધુ ઉશ્કેરાયો એણે ઘરનો દરવાજો અંદરથી બંધ કર્યો અને નંદીનીને વાળ પકડી એનાં બેડરૂમમાં રીતસર ઢસડી ગયો અને બોલ્યો.
તું તારી જાતને સમજે છે શું ? તું તારું ધાર્યુ કરવા જાય છે ? હું તારો ઘણી છું આમ મનફાવે એમ જવાબ ના આપી શકે નાં વર્તી શકે એમ કહીને બેડપર ફેંકી.
નંદીનીએ ગુસ્સામાં કહ્યું હાઉ ડેર યુ રાસ્કલ તેં મને સ્પર્શ કેમ કર્યો ? હું તને છોડીને આવી છું મારે તારી સાથે કોઇ સંબંધ નથી રાખવો.
વરુણે સામે ગુસ્સો કરી નંદીની ઉપ રીતસર ચઢી ગયો. એણે નંદનીનાં ચેહરાં પર ચહેરો લાવી એને કીસ કરવા પ્રયત્ન કર્યો અને બળજબરીથી એનાં આખાં શરીરને ફેદવા પ્રયત્ન કર્યો. એણે નંદીનીનાં ગાઉનને ફાડી નાંખ્યો અને એની છાતીએ સ્પર્શ કરવા જાય છે ત્યાં નંદનીનીએ એને જોરથી લાત મારી એનાં ઉપરથી નીચે નાંખી દીધો અને જોરથી ચીસ જેવા અવાજે બોલી સાલા રાક્ષસ તું મારી સાથે આવું કરીજ કેવી રીતે શકે ? હું હમણાંજ પોલીસને બોલાવું છું હજી મારી માં ને મરી ગયે હજી સમય નથી થયો હજી ક્રિયાકર્મ પતાવીને આવી છું અને તારે મારી સાથે... યુ રાસ્કલ નીકળ મને અભળાવી નહીં શકે હું તારો જીવ લઇ લઇશ એમ કહી ગાઉન હાથથી પકડીને બહારનાં રૂમમાં દોડી ગઇ.
એ ત્વરાથી કીચનમાં જઇને છરી લઇ આવીને કહ્યું નીકળ મારાં ઘરની બહાર ના ગયો તો બૂમો પાડી બધાંને બોલાવીશ સાલા નીચ હું તારી હેતલ નથી કે તું ચાહે એમ મારી સાથે કરી શકે નીકળ... તારાં મોઢાં માંથી દારૂની-સીગરેટની વાસ આવે છે મને ફરી સ્પર્શ કર્યો તો ઉભો ઉભો ચીરી નાંખીશ નીકળ. બહાર નીકળ....
વરુણ સ્થિતિ પામી ગયો હોય એમ કંઇ બોલ્યા વિના બહાર નીકળવા ગયો નીકળતાં નીકળતાં કહ્યું હું તને જોઇ લઇશ તું અને તારો રાજ બંન્નેની જીદગી બગાડી દઇશ કુલ્ટા. એમ ગાળો બોલીનો બહાર નીકળી ગયો.
નંદીનીએ તરતજ દરવાજો અંદરથી લોક કર્યો એ બેડપર આવી અને ધુસ્કે ન ધૂસ્કે રડી પડી એને થયું આ નીચ ગમે ત્યારે આવી જશે આમ હું શું કરીશ ? એણે વિચાર કર્યો કોને ફોન કરુ ? કોની મદદ લઉ ? રાજ અહીં હોત તો... રાજ હોત તો આ દિવસજ જોવાનો ના આવ્યો હોત. ના માઁ રહી ના પાપા. હું શું કરુ ? એ ખૂબ રડી એનાં આંસુથી ઓશીકું આખું ભીનું થઇ ગયું.
એ રડતાં થાકી પાકી ક્યારે સૂઇ ગઇ એને ખબરજ ના રહી. આખી રાત પડખા ફેરવી ડર સાથે સૂઇ રહી. સવાર પડે કંઇક કરવું પડશે એ વિચારી રહી.
નંદીની સવારે ઉઠી એવી તૈયાર થઇ ગઇના એણે ચા નાસ્તો કર્યો ના ટીફીન બનાવ્યુ અને ઓફીસ જવા નીકળી ગઇ.
ઓફીસ પહોચીને એની કલીગ જે ખાસ મિત્ર જેવી હતી જયશ્રી. નંદીનીને જોઇને કહ્યું "તું આવી ગઇ ? બધું ક્રિયાકર્મ પતી ગયું ? તેં મને ફોન પણ ના કર્યો પણ તારો ચહેરો આવો કેમ છે ? હું સમજું છું માં -પાપાની યાદ આવી હશે તારી આંખો સૂજેલી છે કેમ આમ ?
નંદીનીએ કહ્યું જયશ્રી કાલે રાત્ર... જયશ્રીએ પૂછ્યું પણ કાલે રાત્રે શું થયુ ? તારી આંખોજ કહે છે તું સૂતી નથી.
નંદીનીએ કહ્યું વરુણ આવેલો મેં એનું ઘર છોડી દીધુ છે છતાં કાલે રાત્રે આવીને એણે... એમ કહી બધીજ વાત થી માહીતગાર કરી.. મને સમજાતુ નથી હું શું કરુ ? મને વિચાર આવ્યો છે કે હું અહીથી કોઇ બીજા શહેરમાં ટ્રાન્સફર લઇ લઊં માં નું ઘર ભલે બંધ રહ્યું અહીં શાંતિથી નહીં રહેવાય પેલો મને શાંતિથી જીવવા પણ નહીં દે.
જયશ્રીએ કહ્યું તારો વિચારતો સારો છે પણ તેં બરાબર વિચાર કર્યો છે ને ? નવા શહેરમાં નવો સ્ટાફ નવા લોકો તને ફાવશે ? આ તારુ હોમટાઉન છે તને બીજે જવાનો વિચાર આવ્યો પણ આ બધું વિચારજે.
નંદીનીએ કહ્યું હોમટાઉનમાં કોઇ નથી જે છે એ હેરાન કરે છે. મને શોધતું આવવામાં વરુણ સિવાય કોઇ નથી અને મારામાં પૈસા સિવાય કોઇ રસ નથી હું જાણું છું એટલેજ એ ઉશ્કરેરાયો છે મને બધી ખબર છે અને હવે એ હિંસક થયો છે મારી જાત સાચવવા માટે આ નિર્ણય સિવાય કોઇ રસ્તો દેખાતો નથી.
જયશ્રીએ કોઇ તારી વાત સાચી છે આપણીતો બધાં મોટાં શહેરોમાં બ્રાન્ચ છે. તારો ક્યાં વિચાર છે ? તું બોસને વાત કરી જો. હજી વિચાર જે પછી તું વાત કરજે પ્લીઝ.
નંદીનીએ કહ્યું મને વિચાર આવ્યો છે એ અફર છે મારી સુરક્ષા અને પાત્રતા માટે મારે આ શહેરે છોડવુંજ પડશે કોઇ વિકલ્પ નથી.
નંદીનીએ જયશ્રી સાથે ચર્ચા કરી થોડીવાર એની સીટ પર બેસી રહી અને પછી ઉભી થઇને એનાં બોસની ચેમ્બરમાં ગઇ. જયશ્રી નંદીનીને જતી જોઇ રહી વિચારતી રહી...
નંદીની એનાં બોસની ચેમ્બર પાસે ગઇ દરવાજો ખોલી પૂછ્યું મે આઇ કમ ઇન સર ? એનાં બોસે આર્શ્ચયથી નંદીની સામે જોઇને કહ્યું તું જોબ પર આવી ગઇ ? તારી મંઘર નાં સમાચાર સાંભળી દુઃખ થયું સોરી.. હવે તું રેગ્યુલર આવી શકીશ ને ? તારુ કામ જયશ્રીને આપેલું એણે એ જોઇ લીધુ છે.
નંદીનીએ કહ્યું સર હું એક ખાસ રીક્વેસ્ટ લઇને આવી છું એનાં બોસે કહ્યું કેમ શું થયું ?. લીવ જોઇએ છે ?
નંદીનીએ કહ્યું ના સર... મારે ટ્રાન્સફર જોઇએ છે મને સુરતની બ્રાન્ચમાં એડજેસ્ટ કરી આપો. તમે થોડાં સમય પર કીધેલુ સુરતની બ્રાન્ચમાં જરૂર છે અને ત્યાં કામ વધી ગયુ છે. સર પ્લીઝ મને ત્યાં ટ્રાન્સફર આપો પ્લીઝ....
એનાં સરે કહ્યું અરે કેમ એકદમ ટ્રાન્સફર? શું થયુ ? એનીથીંગ રોંગ ? ત્યાં તારાં જેવી મહેનતું છોકરીની જરૂર છેજ પણ અહીંથી જવા પાછળ એવું શું કારણ છે ?
નંદીની વિચારમાં પડી ગઇ કે કારણ શું આપુ ? એણે વિચારીને કહ્યું સર.. માં-પાપાનાં ગયાં પછી એ ઘરમાં એમની એટલી યાદો છે કે... મને શાંતિ નથી મળતી અને સુરતમાં અમારાં સગાવ્હાલા છે ખાસ તો મારાં માસી હું એમની પાસે જવા માંગુ છું...
સરે કહ્યું પણ તારાં તો લગ્ન થયાં હતાં ને ? તું તારાં સાસરે રહેતી હતી ને ? શું થયું ?
નંદીનીની આંખમાં પાણી આવી ગયાં એણે કહ્યું સર અમે સાથે રહી શકીએ એમ નથી અમારો કોઇ રીતે મનમેળ નથી હું ડાઇવોર્સ લેવાની છું હું એની સાથે રહી નહીં શકું સર થોડું પર્સનલ છે પણ મને સુરત ટ્રાન્સફર કરી આપો તો સારું બસ એજ કહેવા આવી છું.
સર થોડીવાર નંદીની સામે જોઇ રહ્યાં પછી વિચાર કરીને કહ્યું ત્યાં કામ તો છે પણ તને ત્યાં ફાવશે ? હું ભાટીયાને ફોન કરીને કહી દઊં છું.
વધુ આવતા અંકે ---- પ્રકરણ-35

Rate & Review

Usha Patel

Usha Patel 2 months ago

Chitra

Chitra 2 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 6 months ago

Kinnari

Kinnari 9 months ago

Vijay

Vijay 10 months ago