એક પૂનમની રાત - પ્રકરણ-28 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories Free | એક પૂનમની રાત - પ્રકરણ-28

એક પૂનમની રાત - પ્રકરણ-28

એક પૂનમની રાત 
પ્રકરણ-28
દેવાંશ અને વ્યોમા મીલીંદનાં ઘરે જઇને એની દાદી-માં ને મળ્યો. મીલીંદની માં એ વંદના દીદીને મળવા જવા ના પાડી કહ્યું પછી આવશે. પણ એમની આંખમાં કોઇ ભય હતો. દેવાંશથી છૂપું ના રહ્યું પણ એ ઘરની બહાર વ્યોમાને લઇને નીકળી ગયો. 
પણ પાછળ આવેલાં રામુ નોકરને એણે પૂછ્યું રામુ આ ઘરમાં શું ચાલી રહ્યું છે ? દીદીને શું થયું છે ? મને મળવા જાણ માસીએ કેમ ના પાડી ?
રામુ દેવાંશ સામે જોઇ રહ્યો અને બોલ્યો. દેવાંશભાઇ જ્યારથી મીલીંદભાઇ મૃત્યુ પામ્યા છે આ ઘરમાં બધુ બદલાઇ ગયું છે. હવે મને પણ અહીં નથી ગમતું હું આટલા વર્ષોથી આ ઘરમાં છોકરાની જેમ રહ્યો છું પણ હવે અહીં ના રહેવાય ત્યાંજ અંદરથી યશોદાબેનની બૂમ પાડી રામુ હજી ત્યાં શું કરે છે ? ઘરમાં આવ.. અને રામુ દરવાજો બંધ કરીને જતો રહ્યો. દેવાંશ વિચારમાં પડી ગયો એને થયું નક્કી કંઇક અહીં ગરબડ તો છેજ. એ અને વ્યોમા જીપ લઇને નીકળ્યાં. 
વ્યોમાએ દેવાંશને કહ્યું દેવાંશ તું શું વિચારે છે ? તેં તો આ કુટુંબ અંગે કેવું કીધુ હતું ? અહીંતો અત્યારે કંઇક જુદુજ જોવા મળ્યુ છે. ચોક્કસ કંઇક ગરબડ છે તારો વ્હેમ અને સિધ્ધાર્થ અંકલનો વ્હેમ સાચોજ છે. 
દેવાંશે કહ્યું મારુ મન ચકરાવે ચઢ્યુ છે મારે સિધ્ધાર્થ અંકલને બધી વાત કરવી પડશે. મારાં ખાસ જીગરી મિત્રને ન્યાય અપાવવોજ પડશે. પણ હું તને તારાં ઘરે ડ્રોપ કરી દઊં ઘરે ચિંતા કરશે ઘણું મોડું થઇ ગયું છે એમ કહીને એણે જીપ વ્યોમાએ રસ્તો બતાવ્યો એમ એનાં ઘર તરફ જીપ લીધી. અલકાપુરીથી ગોત્રી તરફનો રસ્તે એ લોકો જઇ રહેલાં. 
ચકલી સર્કલથી એણે ગોત્રી તરફનો રસ્તો લીધો ત્યાં રસ્તો થોડો એકાંતવળો આવ્યો. દેવાંશ જીપ ચલાવી રહેલો ત્યાં જીપ એકદમજ ધીમી પડી ગઇ. દેવાંશ પગથી એકસીલેટર આપી રહેલો પણ સ્પીડ પકડતીજ નહોતી એને આષ્ચર્ય થયું એ બોલ્યો જીપને અચાનક શું થઇ ગયું ?
દેવાંશ જીપ સાઇડમાં કરી અને ચેક કરવા લાગ્યો. એણે જીપમાંથી ઉતરી બોનેટ ખોલી બધું ચેક કર્યુ બધુજ બરાબર હતું કલચ, એક્સીલેટર બ્રેક બધુજ બરાબર હતું એને સમજાયુ નહીં. ફરીથી એણે જીપ સ્ટાર્ટ કરી હવે બરાબર ચાલી એણે ગોત્રી તરફ જીપ લીધી અને વ્યોમા બોલી ના સમજાય એવું અવનવું થાય છે. મારી મનીષા સોસાયટી છે બંગલો નં. 15 અને દેવાંશે મનીષા સોસાયટીનું બોર્ડ આવ્યું જીપ અંદર લીધી અને જીપનાં વાયપર એની જાતે ચાલુ થઇ ગયાં. વ્યોમા અને દેવાંશ બંન્ને નવાઇ પામ્યા. દેવાંશે કહ્યું આ બધુ શું થાય છે ?
દેવાંશે વાઇપર ચાલુ કરીને બંધ કર્યું એ કહે કંઇક તો છે પણ તું ઘરે જા કોઇ ચિંતા ના કરીશ હું હવે ટેવાઇ ગયો છું પહોંચી વળીશ. 
વ્યોમાએ કહ્યું આ મારું ઘર છે ગમે ત્યારે આવી શકે છે અત્યારે તારે લેટ થયું છે વળી આવુ બધું ચાલી રહ્યું છે તું સીધો ઘરેજ જજે મને ચિંતા થાય છે ઘરે પહોચીને મને ફોન કરજે. બધું બરાબર છે ને ?
દેવાંશે કહ્યું ઓકે તારે પાપા આવી ગયાં હશે ને ? વ્યોમાએ કહ્યું હાં ક્યારનાં આવી ગયાં હશે એ પ સુધીમાં આવી જાય બાય ધ વે તને મેં કંઇ કીધુજ નથી મારા ફેમીલી વિશે સોરી. મારાં પાપા વિનોદ અગ્નિહોત્રી, મંમી, મીરા અગ્નિહોત્રી અને એમની એકજ દીકરી હું વ્યોમા અગ્નિહોત્રી દેવાંશે કહ્યું ઓહ તમે મરાઠી છો ? પણ તારું ગુજરાતી એટલું ફાંકડું છે કે ખબરજ ના પડી તારી સરનેમ હજી હમણાં ખબર પડી. 
વ્યોમાએ કહ્યું 10 વર્ષોથી અહીં છીએ મારું વતન મહારાષ્ટ્રમાં અકોલા સુરતથી જવાય. મારી નાની અને દાદી બધાં અકોલામાં રહે છે. અહીંજ ભણી છું મારાં પાપાને અહીં BMC માં Job મળી ગઇ પછી અહીંજ છીએ. પાપા સાઇડમાં કનસ્લ્ટનીસનું કામ કરે છે આમ તો સરકારી નોકરી હોય થાય નહીં પણ મંમીનાં નામે કરે છે. 
દેવાંશ પૂછ્યું શેની કન્સલ્ટન્સી ? વ્યોમાએ કહ્યું. પાપા સીવીલ એન્જીનીયર છે પણ ગ્રાફીક્સનું પણ ભણ્યા છે એટલે BMC માં ગ્રાફિક્સ અને પ્લાનીંગ વિભાગમાં છે  સાઇડમાં ગ્રાફીક્સનાં કામ કરે છે ઘરેથી કરે છે. આમની કામની ચીવટતા એટલી બધી છે કે પ્રમોશન પણ ખૂબ ઝડપથી મળ્યાં અને બહારનાં કામ પણ એટલાં મળે છે. દેવાંશ આ બંગલામાં અમે ભાડે રહેવા આવ્યા હતાં મળી મૂળ માલિક પટેલ હતાં એ કાયમ માટે US ગયાં અને અમે આ ઘર ખરીદી લીધું છે. અમારું અકોલામાં પણ ખૂબ મોટું ઘર છે ત્યાં નાના કાકા રહે છે. મંમીની સાઇડ મામા પણ અકોલા સરકારી નોકરીમાં છે. 
દેવાંશે કહ્યું ઓકે ઓકે આખી કુંડળી તે કહી દીધી. વ્યોમાએ કહ્યું ના અગત્યની વાત હવે કહું મારાં નાના ખૂબ મોટાં પ્રસિદ્ધ જ્યોતિષ છે ત્યાં મહારાષ્ટ્રમાં મોટું નામ છે અને જગન્નાથ ભાઉ તરીકે ઓળખાય છે. જગન્નાથ સાંવત બહુ મોટું નામ છે. 
દેવાંશે કહ્યું વાહ કહેવું પડે. તું આ લાઇનમાં ક્યાંથી આવી ? વ્યોમાએ કહ્યું મને પાપાને કારણે રસ જાગેલો પાપા પહેલેથીજ બધી જોવાલાયક જગ્યાઓએ લઇ જાય અને નાનાની ઓળખાણને કારણે અહીંયાં ગાયકવાડ સરકારનો મહેલને બધુજ અંદરથી જોયુ છે. આજની તારીખમાં ગાયકવાડ ફેમીલીનાં જન્માક્ષર બનાવવા કે જ્યોતીષ અંગે કામ હોય નાનાનેજ તેડાવે છે. 
દેવાંશે કહ્યું વાહ ઇન્ટરેસ્ટિંગ... ઓળખાણ રાખવી પડશે. વ્યોમા હસી પડી.. ઓળખાણ થઇ ગઇ છે દેવાંશે કહ્યું ખૂબ ગમ્યું તે બધુ શેર કર્યું. મારી ફેમીલી અંગે તો તું બધું જાણીજ ગઇ છું અમે ત્રણ પેઢીથી અહીં રહીએ છીએ. અમે મૂળ રાજસ્થાનનાં છીએ. અને મારાં દાદા ગાયકવાડ સરકારમાં નોકરી પર હતા અને પાપા પોલીસમાં જોડાયાં, નાના નાની રાજસ્થાનમાં જ્યપુર જોડે નાનું ગામ છે ત્યાં છે.... 
વ્યોમાએ કહ્યું વાઉ રાજસ્થાન ત્યાંનું કલ્ચર અને કલાકારીગીરી મને ખૂબ ગમે મારુ સૌથી ફેવરેટ દેવાંશે કહ્યું ક્યારેક તક મળે જઇશું મને પણ ખૂબ ગમે છે. એની વે તું ઘરમાં જા પછી હું નીકળું. 
વ્યોમા ગેટ ખોલી અંદર ગઇ અને દેવાંશને બાય કીધું. ડોરબેલ વગાડ્યો એની મંમીએ દરવાજો ખોલ્યો અને બોલી આવી ગઇ બેટા ? વ્યોમાએ કહ્યું હાં માં. એણે ફરીથી દેવાંશને બાય કીધું. અને દેવાંશે જીપ સ્ટાર્ટ કરીને એ ઘરે જવા નીકળ્યો. 
વ્યોમાની મંમીએ પૂછ્યું કોણ હતું ? તને મૂકવા આવેલો ? વ્યોમાએ કહ્યું હાં માં મારો કલીંગ છે દેવાંશ. અમે સાથે કામ કરીએ છીએ. પ્રોજેક્ટ અમને સાથે મળ્યો છે સાથે મળીને કામ કરવાનું છે એ ડ્રોપ કરવા આવેલા એના પાપા ડે. પોલીસ કમીશ્નર છે. વિક્રમસિહજી.
મંમીએ કહ્યું ઓકે ઓકે ચાલ તું ફ્રેશ થઇ જા હું પીરસુ છું શાંતિથી જમી લઇએ તારાં પપ્પા પણ તારી ક્યારની રાહ જુએ છે. એ આવ્યા ત્યારથી કોમ્યુટર પર બેઠાં છે ચાલ એમને પણ બોલાવું સાથે જમી લઇએ. 
વ્યોમા ફ્રેશ થઇને આવી અને પાપા ડાઇનીંગ ટેબલ પર આવી ગયેલાં. એમણે વ્યોમાને પૂછ્યું. યસ માય બેબી આજે શું કર્યુ ? કેવી લાગે છે જોબ ?
વ્યોમાએ સવિસ્તર જણાવ્યું કે મને વાવ અને જંગલનાં મહેલનો પ્રોજેક્ટ મળ્યો છે એમાં મારો કલીગ દેવાંશ કરીને છોકરો છે. અમારે સાથે પ્રોજેક્ટ કરવાનો છે એજ મને અહીં ઘરે ડ્રોપ કરી ગયો. વ્યોમાએ બીજી કોઇ વાત શેર ના કરી... એ જમીને એનાં રૂમમાં આવી ગઇ અને બેડ પર આડી પડી અને આજનાં આખા દિવસની બનેલી ઘટનાઓ પર વિચાર કરવા લાગી. 
************
દેવાંશ વ્યોમાને ઘરે ડ્રોપ કરીને એનાં વિશે વિચાર કરતો કરતો ઘરની જગ્યાએ સિધ્ધાર્થ અંકલ પાસે પોલીસ સ્ટેશન ગયો. એણે રસ્તામાં માર્ક કર્યુ કે હવે જીપમાં કંઇ થઇ નથી રહ્યું એ પોલીસ સ્ટેશનમાં સિધ્ધાર્થ પાસે જઇ પૂછ્યું. પાપા નથી ? સિધ્ધાર્થે આષ્ચર્યથી પૂછ્યું તું અત્યારે ?
વધુ આવતા અંકે - પ્રકરણ - 29Rate & Review

Paresh Patel

Paresh Patel 1 week ago

Krina patel

Krina patel 3 weeks ago

Mina Desai

Mina Desai 2 months ago

Nayana Nakrani

Nayana Nakrani 3 months ago

Parash Dhulia

Parash Dhulia 3 months ago