Ek Pooonamni Raat - 30 books and stories free download online pdf in Gujarati

એક પૂનમની રાત - પ્રકરણ-30

એક પૂનમની રાત
પ્રકરણ-30
દેવાંશ અને વ્યોમાં એમનાં નક્કી કરેલાં શીડ્યુલ પ્રમાણે એનાં ઘરેથી વાવ તરફ જવા નીકળ્યાં અને વ્યોમાએ કહ્યું આજની પેઢી મોબાઇલમાંથી ઊંચી નથી આવતી એમાં તો ખાવા પીવાનું ભૂલી જાય છે. આપણાં શહેર, રાજ્ય દેશમાં કેટલી પ્રસિદ્ધ, ઇમારતો છે કેન્દ્રો ભવ્ય ભૂતકાળ ઇતિહાસ કેટલી નક્શી -કારીગીરી અજબ મૂર્તિકામ કેવાં મંદિરો છે એને જોવાની કોઇને છૂટ પણ નથી અરે એવાં કેટલાય સ્થાપ્તય ક્યાંક જોયાં વિનાનાં સંભાળ વિનાનાં પડ્યાં હશે ધરબાયા હશે કોને ખબર ? આપણે દેવાંશ એવાં સ્થાપત્ય શોધીને દુનિયા સમક્ષ રજૂ કરીશું ભલે ગમે તેટલી રઝળપાટ કરવી પડે કે મહેનત થાય મને એવું કરવાનું ખૂબ મન છે.
દેવાંશ કહ્યું વાહ તારાં અને મારાં વિચારો ખૂબ મળતાં આવે છે મારી બસ આવીજ ઇચ્છાઓ છે મોબાઇલ સગવડમાં સાધન માટે કે બીજા પુરાવાઓ ફોટા વીડીયો લેવા માટે ખૂબ કામનો છે પણ અત્યારે બધાં અર્થ વગરનાં ટીકટોક વીડીઓ અને સેલ્ફી પાછળ પાગલ છે.
વ્યોમાએ કહ્યું આપણી વાતોમાં જંગલ શરૂ થઇ ગયુ ખબરજ ના પડી વાહ હવે સીધા વાવજ પહોચવાનાં.
દેવાંશે કહ્યું સાચેજ ક્યારે છેક અંદર જંગલમાં આવી ગયાં વાતોમાં ખબરજ ના પડી પણ વ્યોમા એક ખાસ વાત કહુ અહીં કોઇ પણ રીતનો અનુભવ થવો એ સ્વાભાવીક છે કારણ કે મને થયો છે અને મેં મારી આંખોથી જોયું છે પણ તને કંઇ કહે તું કંઇજ રીએક્ટ ના કરીશ પ્લીઝ માત્ર સાંભળજે. જે કંઇ કહેવું કરવું હશે હુંજ કહીશ કરીશ. કારણકે આજે આપણે બે જણાં એકલાંજ આવ્યાં છીએ સાથે પોલીસની ટીમ નથી પણ હાં મારી પાસે હથિયાર છે મેં મારાં બેકમાં ભરાવેલી છે એટલે ચિંતા નથી પણ સાવધ રહીશું.
વ્યોમાએ કહ્યું તેં એમ સાવધ રહીશું. કંઇ રીએક્ટ નહીં કરુ કે બોલું.. પણ હું ડરતી નથી મારી ચિંતા ના કરીશ ભલે હું સીંગલ બોડી છું પણ ખૂબ જોર છે કહીને હસવા લાગી.
દેવાંશે કહ્યું એય સીંગલ પસલી હવે ધ્યાન રાખજે વાવની નજીક આવી ગયાં. હવે જીપ પાર્ક કરીને આપણે ચાલતાં અંદર તરફ જવાનુ છે. મારી સાથે ને સાથે રહેજે. હાથમાં ટોર્ચ અને એક લાકડી રાખજે. મારી પાસે ટોર્ચ અને રીવોલ્વર છે એટલે ચિંતા ના કરીશ.
વ્યોમાએ જીપની બહાર નીકળતાં કહ્યું અરે દેવાંશ તું તો જાણે વોર પર જતાં હોઇએ એવી રીતે વાત કરે છે. મેં ટોર્ચ અને લાકડી રાખી છે આટલો બધો સાવધાન કરી ડરાવ નહીં.
દેવાંશે કહ્યું ડરાવતો નથી વ્યોમા એલર્ટ કરુ છું અમે અહીં બે વાર આઇ મીન એકવાર સિધ્ધાર્થ અંકલ અને પોલીસ કાફલા સાથે અને એકવાર એકલો આવી અનુભવ કરી ગયો છું એટલે તને કહું છું સાવધાન રહીએ સારુંજ છે.
વ્યોમાએ અને દેવાંશ જીપની બહાર નીકળ્યાં જીપ લોક કરી. સવારનાં 11.30 થયાં હતાં. ચારેબાજુ અજવાળુ હતું ધીમે ધીમે પવન આવી રહેલો માત્ર પક્ષીઓ અને સૂકા પાંદડાને પવન આવે એમ અવાજ આવતો હતો.
વ્યોમાનો હાથ પકડીને દેવાંશ વાવ તરફ આગળ વધી રહેલો એને તો હવે રસ્તાની અને પગદંડીની પાકી ખબર હતી કે ક્યાંથી જવાય એ એરીતે વ્યોમાને લઇને આગળ વધી રહેલો. થોડે આગળ ગયાં અને દેવાંશ એકદમ ઉભો રહી ગયો એણે વ્યોમાને એની પાછળ તરફ લીધી...
વ્યોમાએ કહ્યું કેમ શું થયું ? કેમ ઉભો રહી ગયો ? દેવાંશે હોઠ પર આંગળી મુકી શી.. શી.. કહી ચૂપ રહેવાં કહ્યું અને બોલ્યો જો સાંભળ નાગનાં ફુંફાડા સંભળાયો તને સંભળાય છે ? જો બરાબર સાંભળ..
વ્યોમા એકદમ ચૂપ થઇ ગઇ અને ધ્યાનથી સાંભળવા લાગી અને એકદમ એની નજરે માત્ર 10 ફૂટ દૂર બે નાગ-નાગણ 7-8 ફૂટ લાંબા એકબીજાને વીંટળાઇને ધરતી પર ઉભા હતાં એમની પૂંછડીજ માત્ર જમીનને અડતી હતી બંન્ને જણાં પ્રેમનાં અને સંવવનમાં મગ્ન હતાં...
દેવાંશે કહ્યું આવી સ્થિતિમાં એ લોકોને વિધ્ન નથી આપવુ આપણે શાંત ઉભા રહીએ જોયાં કરીએ એ લોકો જાય પછી આપણે આગળ વધીએ. વ્યોમાએ ઇશારાથી ડોક હલાવી સંમતિ આપી.
દેવાંશે અને વ્યોમાં બંન્ને જણાં શાંતિથી એ નાગનાગણની ક્રીડા ધ્યાનથી જોઇ રહેલાં. નાગ નાગણને એકદમ વળગી ગયેલો બંન્ને જણાં એકબીજાનાં શરીરને વળગીને ઉપર નીચે થતાં હતાં. જમીન પર માત્ર પૂછડી લાગેલી હતી અને નાગ વારે વારે ફૂંફાડા મારીને પ્રેમ વ્યક્ત કરી રહેલો. વ્યોમા દેવાંશની પાછળ ઉભી હતી એણે નાગ નાગણને આટલાં નજીકથી પહેલીવાર જોયાં હતાં એણે દેવાંશની કેડે હાથ વીંગળી દીધાં હતાં અને ભયને કારણે એ દેવાંશને જોરથી વળગી ગઇ હતી એની ડોક એણે દેવાંશનાં ખભ્ભે મૂકીને પાછળથી નાગ નાગણ જોઇ રહી હતી એનાં શ્વાસોશ્વાસ દેવાંશનાં કાનમાં સતત સંભળાઇ રહેલાં જેમ જેમ નાગનાગણ એકબીજાને વીંટળાઇને પ્રેમ કરી રહેલાં એમ વ્યોમાનાં શ્વાસ ઝડપ વધારી રહેલાં દેવાંશને એનો પાકો એહસાસ હતો. દેવાંશ પણ નાગ નાગણને જોવા સાથે વ્યોમાનાં શ્વાસમાં ખોવાતો જતો હતો.
ત્યાંજ નાગનાગણ બંન્ને છૂટા પડી ને ધરતી ઉપર ધબાક કરતાં પડ્યા અને ઝાડીમાં ઘૂસી ગયાં.
દેવાંશે કહ્યું હાંશ.. હવે આગળ વધાશે. વ્યોમાએ કહ્યું દેવાંશ હું તો ખૂબ ગભરાઇ ગઇ હતી આવાં મોટાં લાંબા નાગ નાગણ આટલી નજીકથી પહેલીવાર જોયાં. કેવો મસ્ત પ્રેમ કરતાં હતાં. એમને હતી કોઇ ચિંતા ? મસ્ત કુદરનાં ખોળે લીલી વનરાજીમાં ઉઘાડેછોક પ્રણયક્રીડામાં મસ્ત હતાં વાહ પત્યો એટલે ઝાડીમાં ઘૂસી ગયાં અને એવું બોલીને વ્યોમા દેવાંશની સામે જોઇને ખંડખડાટ હસી પડી.
દેવાંશે વ્યોમાની આંખમાં જોયું તો એની આંખમાં એક રોમાન્સ, બેફીકરાઇ અને આનંદનાં ભાવ હતાં. દેવાંશે એની નજરમાં નજર મેળવી વ્યોમા નીચે જોઇ ગઇ.
દેવાંશે કહ્યું આપણે થોડી ક્ષણોની અસલ કુદરતી ફીલ્મ જોઇ લીધી વાહ મજા આવી ગઇ. વ્યોમાએ કહ્યું આ પ્રાણી પક્ષી જેવી જીંદગી હોવી જોઇએ એકદમ નિખાલસ-બેફીકર અને કોઇ ટેન્શન વિનાની વાહ સાચે જ મજા આવી ગઇ.
દેવાંશે કહ્યું તારી વાત સાચી છે પણ તને એક વધુ સત્ય સમજાવું આ નાગ- સાપ યોની નથી પ્રાણી કે પક્ષી એ નાગ યોની દૈવી યોની છે. એ લોકોનાં પ્રેમમાં દૈવત હોય છે એ લોકો પૂરી પવિત્રતા અને પાત્રતા સાથે પ્રેમ કરે છે. જે નાગ નાગણ એકમેકને પ્રેમ કરે પછી બીજા નાગ -કે નાગણ સામે જુએ પણ નહીં ખૂબ વફાદાર હોય છે જો અકસ્માતે કોઇ નાગ-નાગણ મૃત્યુ પામે તો એનો મૃત્યુ પાછળ માથાં પછાડી પછાડી પોતાનો જીવ છોડી દે છે અને જો કોઇ શિકારી કે અન્ય જીવ નાગ કે નાગણનો જીવ લે તો એ એનો બદલો પણ લે છે. મારનારને મારીનેજ જંપ કરે છે અને પછી જીવ છોડે છે એટલે આ યોનીમાં દેવ અને પ્રેત બંન્ને પોતાનાં આત્મા પરોવે છે આ યોની તેજસ્વી અને દૈવી છે.
વ્યોમાએ કહ્યું વાહ દેવાંશ તને આવી બધી કેવી રીતે ખબર ? આવાં તો ઘણાં મૂવી પણ આવી ગયાં છે પણ ઘણાં ઇન્ટરેસ્ટીંગ હોય છે.
દેવાંશે કહ્યું હું ફીલ્મો જોઇને નથી કહી રહ્યો મેં પુસ્તકોમાં વાંચ્યુ છે આ અગમ્ય, અગોચર શાસ્ત્રમાં આવું બધું આવે છે અને મને એમાં શ્રધ્ધા પણ છે.
વ્યોમાએ કહ્યું તારી પાસેથી ઘણું બધું જાણવાનું છે દેવાંશ... વાઉ યુ આર વેરી ઇન્ટરેસ્ટીંગ...
દેવાંશ કહ્યું ચાલ પહેલાં તું બધાં ફોટા અને વીડીઓ લેવાનાં હોય લેવા માંડ મેં લીધેલા છે પણ તું તારાં એન્ગલથી આ સ્થાપત્ય, નક્શી, કારીગરી જો આ આગળ મંડપ જેવો ગમેલો છે મસ્ત અટારી બધાં ફોટાં લેવા માંડ એમ કહીને એ આગળ વધ્યો ત્યાંજ પાછળ વ્યોમા... ચક્કર ખાઇને નીચે પડી અને પછી એણે આંખો ખોલીને..... ને...
વધુ આવતા અંકે - પ્રકરણ - 31