Ek Pooonamni Raat - 35 books and stories free download online pdf in Gujarati

એક પૂનમની રાત - પ્રકરણ-35

એક પૂનમની રાત
પ્રકરણ-35
દેવાંશ સવારે ઉઠી પરવારીને માં પાસેથી મીલીંદની બહેન વંદના દીદીની બધી વાતો સાંભળી માં એ કીધું એ ગુસ્સામાં લાગી મને. દેવાંશને આષ્ચર્ય થયું કે ગુસ્સામાં ? શા માટે ? હું તો ફક્ત મળવા ગયેલો ? હશે જે હશે એ પછી પોતાનો ફોન લઇને એક નંબર ડાયલ કર્યો અને પછી કહ્યું હાં મેં જે વાત કીધેલી એ સાચીજ લાગે છે ચોક્કસ કંઇક ગરબડ છે હું હમણાં નીકળું છું આપણે અશોકનગર મળીએ પછી મારે મારી જોબનાં પ્રોજેક્ટ અંગે જવાનું છે. અને એણે ફોન મૂક્યો.
*************
વ્યોમાં ઉઠી પરવારીને જોબ માટે જવા તૈયાર થઇ રહી હતી અને એની મંમીએ એને બૂમ પાડી વ્યોમા બેટા અહીં આવ તો. વ્યોમાંએ કહ્યું આવુ માં. એ એની મંમી પાસે ગઇ કીચનમાં વ્યોમા નાહી ધોઇ ફ્રેશ થઇને ઓફીસે જવાનાં કપડાં પહેરીનેજ આવી હતી.
વ્યોમાની મંમી મીરાબહેને કહ્યું દીકરા તું કાલે ઘરે આવી તારો ચહેરો સાવ પડેલો હતો પછી તું જમવા બેઠી ત્યારે હસતો હતો મને કાલે તારાં ચહેરાનાં હાવભાવ સમજાયા નહોતાં. પણ રાત્રે પૂછવાથી વિચારો ચાલ્યાં કરે એટલે મેં પૂછ્યું નહીં. શું વાત છે ? તારી જોબ બરાબર છે ને ? પેલો છોકરો તને લેવા મૂકવા આવે છે એ સારો છે ને ? તને કોઇ રીતે પરેશાની નથીને ? તારું બધું બરોબર છે ને ?
વ્યોમાએ હસી પડતાં કહ્યું હા માં કોઇ ચિંતા નથી બધુ બરોબર છે એ છોકરો એ દેવાંશ પણ ઘણો સારો છે. અમારું કામજ એવું છે ક્યારેક અજાણી જગ્યાએ જઇએ એટલે ડર જેવું લાગે પણ અમને ખૂબ બધી સીક્યુરીટી સાધનો વગેરે મળે છે અને કામનો સંતોષ પણ મળે છે. હજી હમણાંજ કામ શરૂ કર્યું છે પણ પહેલેજ દિવસથી ના જોયું સાંભળ્યું હોય એવું જોવા જાણવા મળે છે માં. વળી અમારી સીક્યુરીટી ખૂબ ધ્યાન અપાય છે વળી દેવાંશનાં પાપા આસી.કમીશ્નર છે કોઇ ચિંતા નથી પણ તેં કેટલું બધુ પૂછી લીધું માં... પણ મને ગમ્યું.
માં તું કોઇ રીતે ચિંતા ના કરીશ હું તારી દીકરી નહીં દીકરો છું મને બધીજ સમજણ છે. અને કંઇ પણ એવું હશે હું પહેલીજ તને કહીશ. ત્યાંજ પાછળથી એનાં પાપાનો અવાજ આવ્યો એમણે પાછળથી આવીને વ્યોમાને પકડીને વહાલ કરતાં કહ્યું મારી દીકરી નહીં તું દીકરોજ છે ખૂબ બહાદુર છે. પણ દીકરા જે કંઇ કહેવું હોય અમને બંન્નેને કહેવાનું અમે તારો ઉછેર એવી રીતે કર્યોજ નથી કે તને સંકોચ થાય તું એક મિત્ર જેવી છે હવે તારે કંઇ પણ હોય કહેવાનું એનાંથી સુરક્ષા અને નીકળટતા વધે છે કંઇ પણ હોય તારે ક્યારેય સંકોચ નહીં કરવાનો તમારે પુરાત્વખાતાવાળાને ક્યાં ક્યાં જવું પડે એમાં સાવધાની રાખવી જરૂરી છે. ન્યુઝ પેપરમાં તો ઘણી બધી વાતો આવે છે અને અમારી ઓફીસમાં પણ બધાં ખંડેરો-મહેલોની વાતો ચર્ચાય છે એમાં તો જંગલમાં આવેલી વાવ અને પેલો જૂનો જર્જરીત મહેલ એની તો લોકમોઢે કેવી કેવી વાતો સાંભળવા મળે છે કે ત્યાં તો ભૂતપ્રેત રહે છે અને લોકોને એનાં કળવા અનુભવ પણ થયાં છે. જો કે હું એ ભૂતકૂતમાં માનતો નથી બધુ બકવાસ છે. પણ તારાં સાથમાં પેલાં વિક્રમસિંહજીનો છોકરો છે દેવાંશ એટલે થોડી રાહત છે સાંભળ્યું છે કે એ છોકરો હિંમતવાન ચાલાક અને હુશિયાર છે અને આવાં બધાં ગ્રંથોમાં પણ ખૂબ રસ છે એને એકનો એક હોવાં છતાં કોઇ જાતની એબ નથી એનામાં...
વ્યોમાંએ આર્શ્ચથી પૂછ્યું અરે પાપા તમે દેવાંશ અંગે આટલું બધું કેવી રીતે જાણો છો ? વાહ તમે તો જાસુસ જેવું કર્યું.
વ્યોમાનાં પાપા વિનોદભાઇએ કહ્યું અરે એમાં જાસુસ શું ? અમારે ડીપાર્ટમેન્ટમાંથી અમુક ગ્રાફીક્સનાં કામ અંગે પોલીસ હેડકવાર્ટર જવાનું થયું ત્યારે એનાં પાપા સાથે મુલાકાત થઇ હતી તેં કીધેલુ એની સાથે જે છોકરો કામ કરે એ એમનો દીકરો છે તો મેંજ ઓફીશીયલ કામ પુરુ થયા પછી એમની સાથે વાત કાઢી હતી આ હજી ગઇકાલનીજ વાત છે.
વિક્રમસિહે સામે ચઢીને કહ્યું કે તમારી દીકરી તો દેવાંશ સાથે ઘરે આવેલી છે. બહુ બહાદુર દીકરી છે અને પછી કહ્યું તમે કોઇ ચિંતા ના કરશો એની સાથે દેવાંશ તો છે જે પણ અમુક સાઇટ પર જવા પોલીસ પ્રોટેકશન પણ મળશે. અને બધી સાઇટ રીસ્કી નથી હોતી આતો જંગલમાં કે કોઇ અવાવરૂ જગ્યા હોય ત્યાંજ થોડો ભય હોય છે કે ત્યાં ઝેરી જીવાત જાનવર હોઇ શકે.
વ્યોમા હસી પડી વાહ તમે લોકોતો બધીજ જાણકારી મેળવી લીધી છે કંઇ નહીં મને હાંશ થઇ ગઇ. મીરાબહેન કહ્યું ચલ દીકરા તારાં માટે ગરમ નાસ્તો અને ચા બની ગઇ છે ચા નાસ્તો કરી લે આમ વાતોમાં તો બપોર થઇ જશે. અને થરમોસમા ચા ભરી આપું છું. તો તારે બહારની પીવી ના પડે હમણાં વરસાદની સીઝન ચાલે છે બહારનું ખાશો પીશો નહીં.
વ્યોમાએ કહ્યું હાં માં બે મહીના પછીતો મારો ગમતો તહેવાર નવરાત્રી આવશે. આમપણ આપણાં વડોદરાની નવરાત્રી દુનિયાભરમાં પ્રખ્યાત છે એમ કહી હસતી હસતી ચાનાસ્તો કરવા બેસી ગઇ.
વ્યોમાને મનમાં થયું માં ચિતાં ખોટી કર્યા કરે છે ? આ બે ત્રણ દિવસમાં કેવા કેવાં અનુભવ થયા છે ? મેં મારી વર્જીનીટી પણ ગુમાવી દીધી છે. પણ દેવાંશ છોકરો એક નજરે ગમી ગયેલો અને સ્વભાવે બધી રીતે સારો છે એણે મારી સાથે જે કંઇ કર્યું... એતો પ્રેતનો અનુભવ હતો. હું માધ્યમ બની ગઇ હું એની સાથે ના હોત કોઇ બીજી હૌત તો એ માધ્યમ બનત. પણ એનો પ્રેમ, ઉમળકો, એનું વ્હાલથી પ્રેમ કરવું ભલે માધ્યમ હતી પણ શરીરતો મારુંજ હતું એણે મારું શરીર આખુંજ જોયું છે. દેવાંશ છેજ એવો કે એનાં માટે આકર્ષણ થાય. છતાં એ ખૂબ પ્રિન્સીપલ અને એથીક્સ વાળો છે એને સ્ત્રીઓ માટે ખૂબ સન્માન છે. કેટલી કાળજી લે છે. કેટલું માન આપે છે. કોઇ એનામાં ખોટી ટેવો કે કંઇજ નથી.
વ્યોમાની મંમીએ પૂછ્યું દીકરાં શેનાં વિચારોમાં છે તું ? તેં હાથમાં ચમચી પકડી છે ખાઇ નથી રહી.. શું થયું ?
વ્યોમાએ કહ્યું ના ના કંઇ નહીં માં એમજ આજનાં શીડ્યુલ અંગે વિચારુ છું એવું કંઇ હોય તો તને કહુંજ ને.. પાપા બોલ્યા કંઇ નહીં. વિચારો કર્યા વિના શાંતિથી ચા નાસ્તો કરી લે. એમ કહીને એમણે છાપુ હાથમાં લીધું. અને સમાચાર વાંચવા લાગ્યાં.
ત્યાં ત્રીજુ પાનું ખોલતાંજ એમાં વાંચ્યુ કે વડોદરા શહેરની નજીકનાં જંગલમાં જે રાજપીપળા અને ગોધરા તરફ રસ્તો જાય છે. ત્યાં આવેલી જર્જરીત જૂની અવાવરૂ વાવનાં વિસ્તારમાં રાત્રે અચાનક આગ લાગી હતી અને સતાવાળા કંઇક પગલાં ભરે એ પહેલાંજ બૂંઝાઇ પણ ગઇ હતી. પાલીકાવાળાને આષ્ચર્ય થયું કે આવુ કેવી રીતે થાય ? એ લોકો બધી જાણકારી મેળવી રહ્યાં છે કે પહેલી આગ કોણે જોઇ ? કેટલા વાગે લાગી ? અને બૂઝાઇ કેવી રીતે ગઇ ? આખું તંત્ર દોડતું થઇ ગયું છે.
ચા નાસ્તો કરી રહેલી વ્યોમા આર્શ્ચયથી સાંભળી રહી એને થયું આ ન્યુઝ રાત્રીનાં છે અને દેવાંશને ખબરજ નથી ? એણે દેવાંશને ફોન કર્યો ત્યાં તરતજ સામેથી રીસ્પોન્સ મળ્યો.
દેવાંશે કહ્યું હું તનેજ ફોન કરવાનો હતો ? તેં ન્યૂઝ પેપર વાંચ્યું ? દેવાંશે કહ્યું અરે મને હમણાંજ ન્યૂઝ મળ્યાં મેં પેપર નથી વાંચ્યુ પણ મારાં પર સિધ્ધાર્થ અંકલનો ફોન આવ્યો. હું તને લેવા આવું છું પણ હું અશોકનગર કોઇને મળીને આવુ છું તું તૈયાર રહેજે પહેલાં પોલીસ સ્ટેશન જઇશું. પછી વાવ જઇ આવીએ. અને દેવાંશે ફોન મૂક્યો.
**********
દેવાંશ અશોકનગર પહોચ્યો અને એણે રાહ જોવા માંડી ત્યાં દૂરથી જીપ આવતી જોઇને એ સાવધ થયો. જીપ એની નજીક આવીને ઉભી રહી અને એણે દેવાંશને હાથ કર્યો.........
વધુ આવતા અંકે - પ્રકરણ - 36