Ek Pooonamni Raat - 40 books and stories free download online pdf in Gujarati

એક પૂનમની રાત - પ્રકરણ-40

એક પૂનમની રાત
પ્રકરણ-40
દેવાંશ એની જીપમાં વ્યોમા અને રાધીકાને બેસાડી વાવ તરફ જઇ રહ્યો હોય છે અને વ્યોમાને પૂછ્યું તે તારી તબીયત અચાનક કેમ બગડી ? એનાં જવાબમાં વ્યોમાએ કહ્યું મારાં ઉપર કોઇએ કોઇ મેલો પ્રયોગ કર્યો છે એની અસર છે બાકી મારાં શરીરમાં કોઇ તકલીફ નથી કોઇ ઇષર્યાળુએ આ કૃત્ય કર્યું છે. અને આ સાંભળી દેવાંશે પૂછ્યું કેમ કેવું કૃત્ય ? તને શી અસર થઇ છે ?
વ્યોમાની આ પ્રશ્ન પછી આંખો બદલવાઇ ગઇ એણે કહ્યું હું બચી ગઇ છું પણ આ રાધીકાને બધી ખબર છે. રાધીકા તને ખબર છે ને ? તું સાચુ દેવાંશને કહી દે.
રાધીકાએ દેવાંશની સામે જોઇને કહ્યું આ વાતની મને અને અનિકેત બંન્નેને ખબર છે. દેવાંશ તારી અને વ્યોમાની પેર બન્યા પછી કાર્તિક ખૂબ અકળાયેલો ફરતો હતો એને તારાં માટે ખૂબ ઇર્ષ્યા છે પણ તારાં પાપા ડે. પોલીસ કમીશ્નર અને વ્યોમાને કોઇ ડર નહોતો અને તમને સફળતા મળી રહી છે એ જાણ્યા પછી કાર્તિક કંઇક કરી રહ્યો હોય એવું લાગતું હતું. એ અને ભરોસિંહ કોઇ પીરની દરગાહે નિયમિત જાય છે અને કોઇ કાળાજાદુની જાણકારી મેળવી છે. અનિકેતનાં મોઢે ભોરોસિંહ બોલી ગયેલો હું અને અનિકેત ત્યારથી એલોકોથી દૂરજ રહીએ છીએ. મને શંકા છે કે ઇર્ષ્યાથી બળીને કાર્તિક તમને નુકશાન પહોચાડવા મથી રહ્યો છે.
કમલજીત સરનાં પણ તમારાં પર ચાર હાથ છે એ આ બધુ જાણે છે એણે જ કોઇ પ્રયોગ કર્યો લાગે છે.
દેવાંશે કહ્યું પણ વ્યોમા તને કેવી રીતે ખબર પડી કે રાધીકા જાણે છે ? તે સીધુજ એનું નામ લીધું.
વ્યોમાએ કહ્યું ગઇકાલે રાત્રેજ રાધીકાનો ફોન મારાં ઉપર આવેલો કે તમે લોકો કાર્તિકથી સંભાળજો એ તમારાં પર ખૂબ બળે છે તમને કોઇ નુકશાન ના પહોચાડે. હમણાંથી કાર્તિક પીરની દરગાહ અને સેન્ટ્રલ લાઇબ્રેરી પણ જાય છે હમણાં એનાં હાથમાં કોઇ શક્તિ આવી હોય એમ વર્તી રહ્યો છે.
દેવાંશ વિચારમાં પડી ગયો. એને થયું આવું કંઇ થાય ? એ શા માટે આટલી ઇર્ષા કરે છે ? અને સેન્ટ્રલ લાઇબ્રેરી શા માટે જાય છે ? એ તો મારી જેમ પુસ્તક વાંચવા પણ જોતો હોય.. એણે કહ્યું રાધીકા અમને એમનેમ સફળતા નથી મળી અમે ઘણું સહન કર્યું છે. એ કાળો જાદુ કરતો હશે તો ખબર પડ્યા વિના નહીં રહે. અને આવું બધું થાય છે એ મને પાકી ખબર છે. પણ મને પ્રશ્ન થાય છે કે પુરાત્વ પૌરાણીક ઇમારતોનાં અભ્યાસનાં કામમાં આ બધાં કાળાજાદુ ક્યાંથી વચ્ચે આવ્યાં ?
રાધીકાએ કહ્યુ આપણી લાઇનજ એવી છે એવી એવી જગ્યાઓએ જવાનું અને દરેક પૌરાણીક ઇમારતો પાછળ આવીજ વાતો હોય છે એમાં કાર્તિકને જે પ્રોજેક્ટ જોઇતો હતો એ તમને મળી ગયો આમ પણ એની લાઇનો એવીજ છે. અનિકેત મારાંથી વધારે જાણે છે એનાં અંગે. પછી રાધીકા ચૂપ થઇ ગઇ.
દેવાંશે જીપ સ્ટાર્ટ કરી અને વાવ તરફ ઝડપથી જવા લાગ્યો. એનાં મનમાં અનેક વિચારો આવી ગયાં. મિલીંદનું મૃત્યુ, બહેન અંગીરાનું પ્રેત-વાવ પર પ્રેત સાથેની મુલાકાત-વાવ અને જંગલમાં પ્રેતનું પાછળ પડવું વાસનાં સંતોષવું આ બધું શું છે ? પુરાત્વ સાથે આ બધાં ક્યાં પાછળ પડી ગયાં ? પણ આવો કાળો જાદુ મેલી વિદ્યા અગોચર વિશ્વ બધુ નેગેટીવ -પોઝીટીવ હોય છે હું જાણું છું પણ કાર્તિક શા માટે મારી ઇર્ષ્યા કરે છે એમાં વ્યોમાને કેમ નિશાન બનાવી ? આવા બધા વિચાર કરતો જંગલમાં પ્રવેશી ગયો એણે થોડી ઝડપ વધારી એણે જોયું આગળ બે જીપ જઇ રહી છે એ બધાથી પાછળ હતો. એનાં મનમાં બધા વિચારો ઘુમરાયા કરતાં હતાં એણે વિચાર્યું આનો ફેસલો લાવવો પડશે નહીંતર વ્યોમાને કે મને નિશાન બનાવી નુકશાન પહોચાડશે.
વ્યોમાએ કહ્યું જંગલમાં પ્રવેશી ગયા ને ? અને દેવાંશ તું શું વિચારોમાં પડી ગયો ? દેવાંશે કહ્યું રાધીકાએ જે કીધું એ સાંભળીને વિચારમાં પડી ગયો છું. આનો ફંસલો લાવવો પડશે એ કોઇ કાળી વિદ્યા અજમાવતો હોય તો અટકાવવો પડશે અઘોરીજીની મદદ લેવી પડે તો લઇશું આ તો નવીજ વાત આવી છે મારો ખાસ મિત્ર મિલીંદનાં અપમૃત્યુ પછી આ બધુ શરૂ થયું છે હવે બધુ જાણવુંજ પડશે.
મિલીંદ નામ સાંભળીને રાધીકા બોલી હાં હાં બસ આજ નામ કાર્તિક અને ભરોસિંહનાં મોઢે પણ સાંભળ્યુ છે એ તારો મિત્ર હતો ? એની બહેન વંદના એ લોકો એની વાતો કરે છે કંઇક તો ગરબડ છેજ.
દેવાંશને વધારે આષ્ચર્ય થયું મિલીંદ મારો ખાસ મિત્ર હતો પણ મિલીંદ અને વંદના સાથે કાર્તિકને શું લેવા દેવા ? આ બધું શુ ચક્કર છે ? અરે મારે હવે બધું જાણીને આગળ પગલાં લેવા પડશે.
આમ વાતો કરતાં કરતાં વાવ નજીક આવી ગયાં કમલજીતસર, અનિકેત, કાર્તિક-ભેરોસિંહ અને કાળુભા સાથે એમનાં સ્ટાફ બધાં પહોચી ગયાં હતાં ત્યાં પાછળ ને પાછળ દેવાંશ પણ પહોચી ગયો.
દેવાંશે કહ્યું વ્યોમા-રાધીકા તમે જીપમાંજ બેસો મારે જરૂર હશે તો બોલાવીશ તમે નીચે ના ઉતરશો એમ કહીને દેવાંશ નીચે ઉતર્યો અને કમલજીત સર પાસે પહોંચી ગયો. કાર્તિક અને ભેરોસિંહ વાવ તરફ જવા લાગ્યાં. કમલજીત સરે બૂમ પાડીને કહ્યું કાર્તિક ઉભા રહો અને સાવધાન સાચવીને આગળ વધો.
કમલજીત સર-દેવાંશ અને અનિકેત બધાં વાવ તરફ ગયાં કાળુભા એમનાં સ્ટાફ સાથે ત્યાંજ ઉભા રહ્યાં. કમલજીત સરે કહ્યું બધાએ એક સાથે જવાની જરૂર નથી તમે અહીં ઉભા રહો અમે બોલાવીએ ત્યારે આવજો.
કાર્તિક થોડો આગળ ગયો અને પછી એ અને ભેરોસિંહ અટકી ગયાં. કમલજીત સર અને દેવાંશ સાથે અનિકેત ત્યાં સુધી ગયાં.
કાર્તિકે અટકીને દેવાંશને કહ્યું દેવાંશ આગળ આવ તારો પ્રોજેક્ટ છેને આ જો શું થયું છે અહીં ? દેવાંશ આગળ ગયો એણે કાર્તિક સામે જોઇને કહ્યું મારો પ્રોજેક્ટ છે સાચી વાત પણ તું કેમ અટક્યો ?
કાર્તિકે કહ્યું આગળ જવાય એવું નથી એટલે અટક્યો. દેવાંશ આષ્ચર્ય સાથે જોયું તો વાવનો બધોજ જર્જરીત થયેલો ભાગ તૂટી પડેલો આગળ પાછળની અને આજુબાજુની બધી ઝાડી બળીને રાખ થઇ ગઇ હતી રાખની વચ્ચે મરેલા સર્પ નાગનાં બળેલા અર્ધબળ શરીર પડેલાં. વાવનો ધુમ્મટ તૂટી ગયેલો એ આ બધાની સાવધાનીપૂર્વક આગળ વધ્યો તો આર્શ્ચયથી આંખો પહોળી થઇ ગઇ વાવનાં અંદરનાં પગથિયા ઉપર કોઇની અર્ધબળેલી લાશ હતી. હજી એમાંથી બળ્યાની વાસ આવી રહી હતી.
કમલજીત સરે કાળુભાને બૂમ પાડી કાળુભા તમારાં જવાનો સાથે અહીં આવો. કાળુભાની સાથે વ્યોમા અને રાધીકા પણ વાવ તરફ આવી રહેલાં.
વાવને ખૂબ નુકશાન પહોંચ્યું હતું દેવાંશે કહ્યું સર આ કોઇની અર્ધબળેલી હજી બળી રહેલી લાશે છે એ કોની છે ? આવું કેવી રીતે બની ગયું હજી એ લાશનો માંસ બળ્યાની માથુ ફાડી નાંખે એવી વાસ આવી રહી હતી.
કાળુભા એમની ડાંગ અને રીવોલ્વર સાથે આગળ આવી ગયાં. કમલજીત સર દેવાંશ અને કાળુભા લાશની નજીક ગયાં. અનિકેત બધાં ફોટાં લઇ રહેલો એનાં કેમેરામાં વાવનો ભાગ બળેલી લાશ અને કાર્તિક ભેરોસિંહ પણ લીધેલી ક્લીકમાં આવી ગયાં. રાધીકા અને વ્યોમા નજીક આવી રહેલાં.
અને વ્યોમાએ લાશ જોઇને જોરથી ચીસ પાડી આ કોણ છે ? કાળુભાએ લાશનાં ફોટાં પાડ્યાં અને મોબાઇલ કાઢીને ફોન કરવા નંબર લગાડ્યો અને દેવાંશની નજર પડી અને...
વધુ આવતા અંકે - પ્રકરણ - 41