Dhup-Chhanv - 33 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 33

ધૂપ-છાઁવ - 33

ઈશાન: પણ તારે એને ભૂલવું પડશે અપેક્ષા ચલ આપણે બીજી કંઈક વાત કરીએ તને ગાતાં આવડે છે ? ચલ આપણે અંતાક્ષરી રમીએ. આપણાં બંનેમાંથી જે હારી જાય તેણે જીતેલી વ્યક્તિ જે કહે તે કરવાનું બોલ મંજૂર ?
અપેક્ષા: હા, મંજૂર
ઈશાન: ( એકદમ મસ્તીના મૂડમાં આવી જાય છે અને અપેક્ષાની સામે જોઈને ખડખડાટ હસી પડે છે.અને ફરીથી અપેક્ષાને પૂછે છે.) વિચારીને જવાબ આપજે હોં...હું જ જીતવાનો છું.
અપેક્ષા: એવું કોણે કહ્યું કે તું જ જીતવાનો છે તું હારવાનો છે અને હું જીતવાની છું.

ઈશાન: જોઈ લઈએ ચલ....હ ઉપરથી તું ગાવાનું ચાલુ કર

અપેક્ષા: ઓકે. (અને અપેક્ષા ગીત ગાવાનું ચાલુ કરે છે.)
"હુઆ હૈ આજ પહેલી બાર જો ઐસે મુસ્કરાયે હો તુમ્હે દેખા તો જાના યે ક્યું દુનિયામે આયા હું"

ઈશાન: નાઈસ, (અને ઈશાને ગાવાનું ચાલુ કર્યું)
" હૈ યે દિલ યે મેરા, મુજે હરદમ યે પૂછતાં ક્યું હૈ મુજે તુજસે ઈતની વફા ?"

અપેક્ષા: ફલક તક ચલ સાથ મેરે...

ઈશાન: રાઝ આંખે તેરી સબ બંયા કર રહી,સુન રહા દિલ તેરી ખામોશીયા....

અપેક્ષા: અરે વાહ, ખૂબ સરસ.
એક વાત પૂછું ઈશાન થોડી પર્સનલ છે પૂછી શકું ને ?

ઈશાન: યા, અફકોર્સ યાર.

અપેક્ષા: તારા જીવનમાં એવી કોઈ વ્યક્તિ આવી છે કે જેને તું ખૂબજ ચાહતો હોય ?

ઈશાન: આ પ્રશ્ન તેની સામે આવતાં જ તે જાણે સ્તબ્ધ થઈ ગયો તેનું હ્રદય એક થડકાર ચૂકી ગયું અને મન અતિતમાં સરી પડ્યું અને તેનાથી કોશો દૂર ચાલી ગયેલી વ્યક્તિને ઝંખવા લાગ્યું. પોતાને વર્તમાનમાં સ્થિત રાખવાના પ્રયત્નમાં તે નાકામિયાબ ગયો. તેની બાજુમાં કોઈ છે જે કંઈક બબડી રહ્યું છે કંઈક પૂછી રહ્યું છે તેને સાચું કહેવું કે ખોટું ? બે-ચાર ઘડી તે જાણે નિર્જીવ બની ગયો અને અપેક્ષા કંઈક ને કંઈક બબડતી જ ગઈ પણ ઈશાન, ઈશાન ભાનમાં હોય તો સાંભળેને ? અને પછી અપેક્ષાથી ન રહેવાયું તેણે રીતસર ઈશાનને ઢંઢોળ્યો અને તે પણ જરા ડિસ્ટર્બ થઈ ગઈ તેને પણ થયું કે, "મારે અત્યારે આ પ્રશ્ન નહોતો પૂછવાનો" અને આમ વિચારતાં વિચારતાં તેણે ઈશાનને પૂછ્યું કે, "આર યુ ઓકે ઈશાન ?"

અપેક્ષા: આઈ એમ સોરી ઈશાન. મારે તને અત્યારે આવું કંઈ નહોતું પૂછવાનું. તારી તબિયત ઓકે ન હોય તો કાર હું ચલાવી લઉં ?

ઈશાન: નો નો યાર ઈટ્સ ઓકે, હું ચલાવી લઉં છું. વોટર બોટલ લાવને
(અને એક બોટલ પાણી ગટગટાવી જાય છે.)

અપેક્ષા: આઈ એમ રીઅલી સોરી, મને ખબર નહોતી કે મારો એક પ્રશ્ન તને આટલો બધો ડિસ્ટર્બ કરશે.

ઈશાન: અપુ, એમાં તારો કંઈજ વાંક નથી હું જ થોડો વધારે પડતો ઈમોશનલ થઈ જવું છું અને ભૂતકાળમાં સરી પડુ છું પછી ક્યાં છું ? કઈ પરિસ્થિતિમાં છું ? સાથે કોણ છે ? બધું જ ભૂલી જવું છું. મારે પણ આ સાઈકોલોજીકલ ઈફેક્ટમાંથી બહાર આવવું છે. ઘણાં પ્રયત્નો કર્યા તેને ભૂલવા માટે પણ નથી ભૂલી શકતો. ખબર નહીં કેમ પણ એ મારી દુખતી નસ બની ગઈ છે. જે કદાચ આજીવન મારી સાથે જ રહેશે.

અપેક્ષા: એય આટલો બધો નર્વસ ન થઈશ, બધું બરાબર થઈ જશે હું છું ને તારી સાથે (અને અપેક્ષાએ ઈશાનના હાથ ઉપર ખૂબજ પ્રેમપૂર્વક પોતાનો હાથ મૂક્યો અને તેને પંપાળતી રહી અને પોતાના પ્રેમની પ્રતિતિ આપતી રહી.

ઈશાન એક હાથથી કાર ડ્રાઈવ કરી રહ્યો હતો અને બીજો હાથ અપેક્ષાના હાથમાં હતો.

ઈશાનનો વસમો ભૂતકાળ કોણ છે ? જે આટલાં બધાં મૃદુ હ્રદયી છોકરાને છોડીને ચાલ્યા જવાની હિંમત રાખે છે જેની યાદ માત્રથી ઈશાન આટલો બધો વિહવળ બની જાય છે ?
જાણવા માટે વાંચતાં રહો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
22/6/2021


Rate & Review

Hina Thakkar

Hina Thakkar 4 weeks ago

milind barot

milind barot 1 month ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 4 months ago

Hema Patel

Hema Patel 6 months ago

Usha Patel

Usha Patel 7 months ago