Ek Pooonamni Raat - 44 books and stories free download online pdf in Gujarati

એક પૂનમની રાત - પ્રકરણ-44

એક પૂનમની રાત
પ્રકરણ-44
તરુબહેને કહ્યું તમે લોકો થાકીને આવ્યાં છો પહેલાં તમારાં માટે ચા નાસ્તો બનાવી લાવું છું આમેય સાંજ પડવા આવી છે બધાની રસોઇ પણ બનાવી દઇશ તમે બંન્ને છોકરીઓ અહીં જમીને જ જજો.
રાધીકાએ કહ્યું થેંક્યુ આંટી પણ હમણાં વાત પૂરી થાય પછી મારે ઘરે જવું પડશે નહીતર મંમી ચિંતા કરશે. હું ચા નાસ્તો કરીશ.
દેવાંશે કહ્યું રાધીકા માં નાં હાથની રસોઇ ખૂબ સ્વાદીષ્ટ હોય છે આજે જમીનેજ જજે પ્લીઝ ઘરે ફોન કરીને જણાવી દે. વ્યોમાને પણ કહ્યું છે એ એનાં ઘરે ફોન કરીને જણાવી દે. અને માં અમે ત્રણ જણ નથી ચાર જણ છીએ એટલે તારાં અને પાપા સાથે છ જણાની રસોઇ કરજો બધાં અહીંજ જમશે.
દેવાંશે રાધીકાને અનૂકળ છે કે નહીં એ પૂછ્યા વિના માં ને રસોઇ કરવા કહી દીધું.
તરુબહેન ખુશ થઇ ગયાં તરલે ભલે હું બધાની રસોઇ બનાવી દઇશ. આજે મને આનંદ થયો કેટલાય સમયે મારું ઘર ભર્યુ ભર્યું લાગશે એમ કહીને એ કીચનમાં જતાં રહ્યાં.
દેવાંશ -વ્યોમાને અને રાધીકાને લઇને એનાં રૂમમાં આવી ગયો અને રૂમમાં આવીને એને હાંશ થઇ. વ્યોમાથી પૂછ્યા વિના ના રહેવાયું અરે દેવાંશ આપણે ત્રણ જણાંજ છીએ ચોથું કોણ ?
દેવાંશે રાધીકા સામે જોઇને કહ્યું અરે આ અંકિતાનો અનિકેત એને પણ ફોન કરીને ઘરે આવવા જણાવી દઊં છું. મારે એનું પણ ખાસજ અગત્યનું કામ છે. વાતો પણ થશે અને સાથે બેસીને જમીશુ પણ ખરાં...
વ્યોમાએ હસતાં હસતાં કહ્યું રાધીકા છે અંકિતા નહી. તું પણ નામ ભૂલવા માંડ્યો છે કે શું ?
દેવાંશે રાધીકા સામે જોઇને કહ્યું રાધીકા હું નામ ભૂલ્યો છું ? કે બરાબર બોલ્યો છું ?
એક ક્ષણ રાધીકા વિચારમાં પડી ગઇ પછી એ શરમાઇ ગઇ એણે દેવાંશને પૂછ્યું તને આ બધી કેવી રીતે ખબર છે ? ખરો છે તું કેવી રીતે જાણી ગયો ?
વ્યોમાએ કહ્યું તમે બે જણાં અંદર અંદર બધી વાતો કરી સમજી ના જાવ મને ફોડ પાડીને કહે શું વાત છે ?
દેવાંશે કહ્યું અનિકેત રાધીકાને અંકિતા કહીને બોલાવે છે મને લાગે છે અંકિતા નામ અનિકેતેજ પાડ્યું છે. અંકિતા અનિકેત બોલ રાધીકા સાચી વાતને ?
રાધીકાએ કહ્યું બહુ જબરો છે પણ તને કેવી રીતે ખબર પડી એતો કહે ?
દેવાંશે વ્યોમાને કહ્યું સાથે પ્રોજેક્ટમાં કામ કરતાં કરતાં રાધીકા અનિકેત એક થઇ ગયાં છે એટલે અનિકેત અંકિતા થઇ ગયાં. હવે મને કેવી રીતે ખબર પડી એ જણાવું વાવ પર અનિકેત મારી બાજુમાંજ ઉભો હતો ત્યાં બધી તપાસ અને વાતો ચાલતી હતી ત્યારે અનિકેત તમે લોકો પાછળજ છો એવું સમજી. બોલ્યો અંકિતા જો જો આ સર્પ નાગ પણ અહીં બળેલાં હતાં. અત્યારે નથી ક્યાં અદ્રશ્ય થઇ ગયાં અંકિતા તું જુએ છે જો ને... પણ તમે લોકો તો જીપમાં હતાં મેં એ સાંભળ્યું.
મેં અનિકેતને કહ્યું તું કોને કહે છે એ લોકો તો જીપમાં છે તારી અંકિતા વ્યોમા સાથે છે અને એ તરતજ સમજી ગયો અને એટલાં ટેન્શનમાં પણ હસી પડ્યો અને બોલ્યો ઓહ હું પકડાઇ ગયો ઠીક છે રાધીકાજ અંકિતા છે.. દેવાંશે કહ્યું એ સમયે મેં એને કીધું ચોખવટ કરવાની જરૂર નથી હું બધું સમજી ગયો છું. એણે મારાં ખભા પર ધબ્બો મારીને કહ્યું સાલા તું બધુ જાણી જાય છે બહુ શાર્પ છે. બોલ રાધીકા સાચી વાત ?
રાધીકાએ કહ્યું હાં હું અને અનિકેત એકબીજાનાં પ્રેમમાં છીએ અને સ્વીકારી લીધું છે આજે દેવાશ બધુ જાણી ગયો પણ વ્યોમા તારું અને દેવાંશનું પણ એજ ચક્કર છે હું થોડામાં ઘણું સમજી ગઇ છું વ્યોમાએ કહ્યું ઓય અંકિતા અમારું ચક્કર નથી અમે સાચેજ પ્રેમમાં છીએ અને લગ્ન કરવાનાં છીએ. દેવાંશને મેં મારાં પતિ તરીકે સ્વીકારી લીધો છે એનેજ સમર્પિત છું અને આ પ્રોજેક્ટ એ અમને એકદમ નજીક લાવી દીધાં. અમારી સાથે કોઇ સાચું ના માને એવાં અગમ્ય અનુભવ થયાં છે. પછીતો અમનેય નથી ખબર પડી કે અમે ક્યારે પ્રેમમાં પડી ગયાં અને ક્યારે સ્વીકાર થઇ ગયો.
દેવાશે કહ્યું વ્યોમાજ મારું સર્વસ્વ છે હવે થેંક્સ ટુ ધીસ જોબ કે મને વ્યોમા મળી ગઇ અને કામ કરવાની પણ મજા આવે છે.
વ્યોમાએ કહ્યું પણ તમારી વાત કરને તમે લોકો ક્યા ચક્કરમાં પ્રેમમાં પડી ગયાં અને સ્વીકાર થયો ?
દેવાંશે કહ્યું એ વાત હમણાં નથી પૂછવી હું અનિકેતને ફોન કરી ઘરે આવવા જણાવું છું તમે લોકો તમારા ઘરે ફોન કરી દો કે અહીંથી જમીનેજ ઘરે જવાનાં છો. હું અનિકેતને ફોન કરું એ આવે પછી એની હાજરીમાં આ પ્રેમનાં સ્વીકારની વાતો કરીશું તો વધારે મજા આવશે. અને હાં સાથે સાથે ઘરે કહી દેજો આવતા લેટ થાય તો ચિંતા ના કરે અંકિતાને અનિકેત અને વ્યોમા તને હું ઘરે મૂકી જઇશ એટલે કોઇ ચિંતા નથી ચાલો બધાં ફોન કરી લઇએ એમ કહીને એણે અનિકેતને ફોન કર્યો.
હાં અનિકેત દેવાંશ... તારુ ત્યાં પતે પછી તું મારાં ઘરે આવી જજે તને ખબર છે ને મારું ઘર કે ગૂગલ મેપ મોકલાવું ? અને તારી અંકિતા અહીંજ છે અહીં આપણે બધાં સાથે જમીશું. વાતો કરીશું. આપણી અંગત વાતો સાથે સાથે બીજી ઘણી અગત્યની વાતો કરવાની છે.
અનિકેત કહ્યું મને ખબર છે તારું ઘર મારે ગૂગલની જરૂર નથી ઓહ અંકિતા ત્યાંજ છે એ ત્યાં જમવાની રોકવાની છે ? એને કહેજે એનાં ઘરે ફોન કરે એની મધર ખૂબ ચિંતા કરે એવાં છે ઓકે હું આવી જઇશ.
દેવાંશે કહ્યું એ ઓલરેડી ફોન કરી રહી છે તું વેળાસર આવી જજે અને ત્યાં છેલ્લે શું થયું એ બધી વાત જાણીને આવજે. ફોન મૂકુ છું અને દેવાંશે ફોન કટ કર્યો.
વ્યોમાએ ઘરે ફોન કરીને એની મંમીને કહી દીધું અને કહ્યું દેવાંશ મને રાત્રે મોડો મોડો પણ મૂકી જશે એટલે ચિંતા ના કરશો એની મંમી એ કહ્યું ઓકે.
અંકિતા (રાધીકા) એ ઘરે ફોન કર્યો એની મંમીએ અનેક પ્રશ્ન કર્યા ? કેમ મોડું થવાનું છે ? કોના ઘરે છો ? એવું શું કામ છે ? વેળાસર આવી જજે એકલી ના આવતી એમ અનેક પ્રસ્ન પછી અંકિતા એ કહ્યું માં ચિંતા ના કર અને પાતળી ના થઇશ હું આવી જઇશ હવે હું મોટી છું બધી ખબર પડે છે. એમ કહીને ફોન મૂકી દીધો.
વ્યોમાએ વાતો સાંભળીને પૂછ્યું અરે અંકિતા તારી મધર તો બહુ ચિંતા કરે છે યાર પણ અનિકેત મૂકી જશે. હવે તો નવરાત્રી આવવાની હવે એનું પણ પ્લાનીંગ કરીશું એ વખતે પણ આપણને મોડું થશે. હવે આપણું ચાર જણાનું મસ્ત ગ્રુપ બની ગયું છે. કંઇ નહીં એવું હશે ત્યાં આંટીને સમજાવવા હું આવીશ.
અંકિતા થોડી ઉદાસ થઇ ગઇ પછી બોલી વ્યોમા એવી કોઇ વાત નથી આ મારી સ્ટેપ મધર છે એને આવા વેવલાવેડા કરીને જાણે મારી ખૂબ કાળજી લેતી હોય એવા નાટક કરે છે એને મારાં માટે કોઇ લાગણી નથી બલ્કે એને તો સારું લાગ્યું હશે. મારા પાપાનું કશુ ચાલતું નથી અને એ પણ.... છોડ એ મારી મંમી નથી સાચું કહું તો.....
વધુ આવતા અંકે - પ્રકરણ - 45