એક પૂનમની રાત - પ્રકરણ-47 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories Free | એક પૂનમની રાત - પ્રકરણ-47

એક પૂનમની રાત - પ્રકરણ-47

એક પૂનમની રાત 
પ્રકરણ-47
બ્લડ સેમ્પલ આપી દીધાં અને સિધ્ધાર્થનાં ગયાં પછી યશોધાબેને કહ્યું મારાં મીલીંદનું ખૂન થયું છે પોલીસતો એવુંજ કહે છે એ કોણ નરાધમ છે કે મારાં એકનાં એક છોકરાને ખાઇ ગયો. એનું સત્યાનાશ જાય એ પકડાઇ જાય એને ફાંસી મળે પછી મારાં જીવને ટાઢક મળશે. 
વંદના અને અભિષેક બંન્ને સાંભળી રહ્યાં હતાં. વંદનાએ કહ્યું મંમી આપણને ક્યાં ખબર છે ? અને મને એ પ્રશ્ન થાય છે કે રામુને મારો હાથરૂમાલ ક્યાંથી મળ્યો ? એને એનાં ઉપર લોહીનાં ડાઘા ? મારાં ભાઇનાં લોહી સાથે કોઇ બીજાનું લોહી છે એવું કહે છે. રીપોર્ટ આવે એટલે ખબર પડે. હું પણ ઇચ્છું છું કે ખૂની પકડાઇ જાય. 
અભિષેક કહ્યું જે હશે એ પકડાશે પણ તારો હાથ રૂમાલ રામુ કોને આપવા ગયો ? કેમ ? અને પછી એજ કોઇનાં હાથે કમોતે મર્યો ? એને કોણે માર્યો ? અને મેં મીલીંદની ફ્રેન્ડને જોઇ છે હું ખોટુ નથી બોલતો એ છોકરી ક્યારે આવી અને ક્યારે જતી અહીં ખબરજ ના પડી એ મીલીંદ સાથે કંઇ વાત કરતી હતી એ મને ચોક્કસ ખબર છે અને જે રીતે બંન્ને વાત કરતાં હતાં એટલે મને થયું એની ફ્રેન્ડ હશે હમણાં ઓળખાણ કરાવશે. 
વંદના એ કહ્યું તો મેં કેમ ના જોઇ ? હું ટેરેસ પરજ હતી ને. અભિષેક કહ્યું તું બધાને બધું સર્વ કરાવતી હતી વાતોમાં હતી પણ હું કેમેરાથી શુટ કરતો હતો એટલે મારી નજર હતી પણ મને એ ભૂલાઇજ ગયું હતું આજે મેં ઇન્સ્પેક્ટરને માહીતી આપી. 
યશોદાબેને કહ્યું મેં પણ નથી જોઇ નહીતર મીલીંદ પહેલાં મારી સાથે ઓળખાણ કરાવે. હશે જે હશે એ બહાર આવ્યાં વિના નહી રહે પણ મેં મારો છોકરો ખોયો. 
ત્યાં જ વંદનાનાં મોબાઇલ પર ફોન આવ્યો. વંદનાએ સ્ક્રીન પર જોઇને તરતજ ઉઠાવ્યો હાં પાપા હમણાં ઇન્સપેક્ટર આવેલાં મીલીંદનો કેમેરા લઇ ગયાં મારાં અને અભિષેકનાં બ્લડ સેમ્પલ લીધાં. અને પાપા રામુનું પણ મર્ડર થયું છે અહીં તો ખબર નહીં કેવું કેવું ચાલે છે. મીલીંદનું ખૂનજ થયું છે એવું કહે છે. 
પાપા તમે ક્યારે આવો છો ? મને ખૂબ ડર લાગી રહ્યો છે. મંમી અને દાદી મજામાં છે એ લોકો પણ ખૂબ ડરેલા છે અને ચિંતામાં છે. 
સામેથી પાપાએ કહ્યું ઓહ આવું બધું સાચેજ ચિંતાજનક છે હું આ શનિ-રવિ આવું છું મારે માથે અહીં ખૂબ જવાબદારી છે પણ શનિવારે મળીએ. મંમી અને દાદીને કહેજો કોઇ ચિંતાના કરે. મીલીંદને તો ખોયો છે પણ તમે કોઇ  ચિંતા ના કરશો. હું આવુ પછી વાત કરીએ એમ કહી ફોન મૂક્યો. 
યશોદાબેને કહ્યું એમની નોકરીજ એમને વ્હાલી છે. અહીં બધાં ચિંતા કરે છે એની એમને પરવા નથી ત્યાં જવાબદારીઓ છે તો અહીં નથી ? કહે છે રીટાયર્ડ થઊં પહેલાં મારે પ્રમોશન લેવું છે. પૈસા અને મોભા પાછળજ છે. દીકરો ગયો અને એની પાછળ વિધી હજી પૂરી નથી થઇ અને જતાં રહ્યાં ત્યાં રૂબી જાણે એમનાં વિના મરી જવાની હોય. રાજપૂત છે ને એટલે પોતાને રજવાડા જ ગણે છે. 
વંદનાએ કહ્યું માં આ તું શું બોલે છે ? પાપાની ત્યાં જોબ છે એમની જવાબદારીઓ છે એ શનિવારે આવેજ છે. એમનાંથી તો અહીં બધુ.... 
યશોદાબેન કહે બેસ બધી મને ખબર છે મારું મોં ના ખોલાવીશ એમની માં સામે ન બોલુ એજ સારુ છે. આવશે શનિવારે રવિવારે જતાં રહેશે. કુટુંબ જેવું અમને કંઇ છેજ નહી મારે કંઇ કહેવું નથી એમ કહીને અંદરનાં રૂમમાં જતાં રહ્યાં. 
દાદી બધાનાં સંવાદ સાંભળતાં હતાં એમની આંખો નમ થઇ ગઇ હાથમાં રહેલી માળા જોર જોરથી ફેરવવા માંડ્યા અને વંદનાને ઇશારો કરીને ત્યાંથી જતાં રહેવા કહ્યું. 
વંદના અને અભિષેક ત્યાંથી ઉપર એમનાં રૂમમાં ગયાં વંદનાએ કહ્યું મંમીની વાત તો સાચી છે આ વીકે પણ પાપા ના આવ્યાં હું એમને બધીજ અપડેટ આપું છું આવતા વીકે આવશે. 
**************
  દેવાંશે અનિકેતને કહ્યું વાહ છુપા રુસ્તમ તમે દીલ આપી એક થઇ ગયાં કોઇને ખબરજ ના પડવા દીધી. અને અંકિતાનું નામ ના બોલ્યો હોત તો રાધીકા અંકિતા થઇ ગઇ એ પણ ખબર ના પડત એમ કહીને હસવા લાગ્યો. 
વ્યોમાએ કહ્યું અનિકેત પણ આવી ગયો છે હવે ખાસ તું અગત્યની વાત કરવાનો હતો એ કહે અને તારે અનિકેતને શું પૂછવાનું હતું ?
દેવાંશે કહ્યું હાં અનિકેત મારે તારી સાથે એક અગત્યની વાત કરવાની હતી. આપણી ઓફીસમાં આપણી સાથે કાર્તિક છે મને એનાં વિશે જે રીપોર્ટ મળ્યો છે એ પ્રમાણે પ્રોજેક્ટ કરતાં બીજે એનું ધ્યાન વધારે હોય છે એ કોઇ મોટાં ષડયંત્રમાં સામેલ હોય એવું લાગે છે અને એ લોકો વાવ પર જઇ ચૂક્યાં હતાં. મારી પાસે પાકી માહિતી છે એની સાથે પેલો ભેરોસિંહ પણ હતો. મને રાધીકાએ આઇ મીન અંકિતાએ કહ્યું કે તું એ લોકો વિશે જાણે છે. તારી પાસે શું માહીતી છે ?
અનિકેતે પહેલાં અંકિતા સામે જોયું પછી બોલ્યો દેવાંશ કાર્તિક અને ભેરોંસિહ બંન્ને એક છે એટલે કે બંન્ને જણાં સાથે રહીને કંઇક કરી રહ્યાં છે એ ચોક્કસ મેં એ લોકોને શહેરની સેન્ટ્રલ લાઇબ્રેરી જતાં આવતાં જોયાં છે. પ્રોજેક્ટની જગ્યાએ કોઇ મુસ્લીમ મૌલવી જેવા સાથે જતાં જોયાં છે અને નવાઇ લાગી હતી. સેન્ટ્રલ લાઇબ્રેરીતો બધાં જાય એમાંય આપણાં પુસ્તકો ત્યાં છે એનો અભ્યાસ કરે પણ આ લોકો તો કોઇ જુદાજ પુસ્તકો વાંચે છે અને કોઇ બ્લેકમેજીક કરતાં હોય એવું લાગે છે અથવા શીખતા હોય. 
ખાસ વાત એ છે કે એકવાર સાંજે એ લોકો લાઇબ્રેરીથી બહાર નીકળતાં હતાં હું બાઇક પાર્ક કરતો હતો એ લોકોની નજર મારાં પર નહોતી પણ હું એ લોકોનેજ જોઇ રહેલો. એમની સાથે કોઇ રૂપરૂપનો અંબાર હોય એવી ખૂબ ચૂલબૂલી સુંદર છોકરી હતી મને ખૂબ આષ્ચર્ય થયેલું હું ક્યાંય સુધી એ લોકોને જોઇ રહેલો. થોડીવાર વાત કર્યા પછી એ છોકરી ત્યાંથી જતી રહી અને કાર્તિક અને ભેરોસિંહ પણ નીકળી ગયાં. હું પછી લાઇબ્રેરીમાં ગયો ત્યાં અંદર તપનભાઇને મેં પૂછ્યું તપનભાઇ કેમ છો ? મારે આ પુસ્તક લઇ જવાં છે. એમણે કહ્યું તારાં પુસ્તક ત્યાં રેકમાં છે લઇ લે હું નોંધી લઊં છું મેં એમને પૂછ્યું હમણાં કાર્તિક અને પેલી સુંદર છોકરી ક્યા પુસ્તક લઇ ગયાં ? 
એ મારી સામે જોવા લાગ્યાં મને કહે એ લોકોમાં ના પડીશ. તારે શું પંચાત છે ? એ છોકરી... છોડ  મારે પણ કોઇ પંચાતમાં નથી પડવું તું તારાં પુસ્તક લઇને જા. એ કાર્તિક ફસાવાનો છે પણ મારે શું ? અને મારી સામે એવી રીતે જોયું... હું મારાં પુસ્તક લઇને ત્યાંથી નીકળી ગયો. 
દેવાંશ આષ્ચર્યથી બધુ સાંભળી રહેલો. એ વિચારમાં પડી ગયો. કાર્તિક -ભેરોસિંહ સાથેને સાથે ફરે છે ? વળી એ કોઇ મુસ્લીમ મૌલવીને મળે છે ? એ છોકરી કોણ ? તપનભાઇ એમ કેમ બોલ્યા કે એ ફસાવાનો છે ? શું છે આ ગરબડ ?
અનિકેતે કહ્યું હજી એક અગત્યની વાત બાકી છે. હું અને અંકિતા ઓફીસે રીપોર્ટ કરીને ઘરે જવાં નીકળતાં હતાં અને એ સાંજે કાર્તિક ભેરોસિંહને પાછળ બેસાડીને ત્યાંથી નીકળ્યો. કૂતૂહલવશ હુ અને અંકિતા એ લોકોની પાછળ ગયાં. થોડું અંતર રાખીને હું એની પાછળ જઇ રહ્યો હતો. ત્યાં એ લોકો કોઇ કબ્રસ્તાન આવ્યું અને ઉતર્યા. અંદર ગયાં મને આર્શ્ચય થયું કબ્રસ્તાનમાં આ લોકો શું કરે છે ?
મેં અંકિતાને કહ્યું તું અહી ઉતરી જા અને બાઇક પાસે રહે હું એ લોકોની પાછળ જઊં છું અને પણ નહોતી ખબર કે મને શું રસ છે ? એ લોકો શું કરે છે જાણવામાં ? પણ કૂતૂહલ એવી ચીજ છે કે તમને થયાં પછી તમે કાબૂ ના કરી શકો. 
મેં કબ્રસ્તાનની અંદર પ્રવેશ કર્યો અને એ લોકો ઉભા રહ્યાં  અને ત્યાં મેં જે દ્રશ્ય જોયું જોઇને હું થીજીજ ગયો... 
વધુ આવતા અંકે - પ્રકરણ - 48


Rate & Review

Paresh Patel

Paresh Patel 1 week ago

ATULCHADANIYA

ATULCHADANIYA 3 weeks ago

Parash Dhulia

Parash Dhulia 4 weeks ago

Satish Patel

Satish Patel 1 month ago

jignesh surani

jignesh surani 2 months ago