KAHANI 2020 NI books and stories free download online pdf in Gujarati

કહાની 2020 ની

૩૧/૧૨/૨૦૧૯ ની છેલ્લી રાત્રિ અને નવા વર્ષ ના નવા સૂરજ ના દર્શન આચંભિત કરી દે તેવા હતા. તે જ સવારે અને તેજ* સ્વરે કુકડાના ની બાંગ થી મારો એલાર્મ વાગ્યો હોય તેમ; હું ૫ ને ૧૫ કલાકે હું જાગી ગયો. જાગ તા જ હાથ જોડી ભગવાન ને પ્રથાના કરી.

" હે ઈશ્ર્વર , હે હજાર હાથ વાળા હરી! સવ ને સાજા તાજા રાખજે! સર્વ ની મનો કામના પૂરી કરજો.

ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ "
પણ ના જાણે આ વર્ષે ઇશ્વર ને કંઇક બીજુ જ સજ્યું. પણ આ હજાર હાથ વાળા નિ લીલા અપાર છે.

'ધારે તો એ ધરતી હલાવે,
કા" ધારે તો ડૂબતી નાવ તરાવે..!
ધારે તો બધાય ને નમાવે ..
કહે "ઉર્મ" લખતા એજ ધરતી નિ ધાર ચલાવે! ' .

આ વર્ષે જાણે ઈશ્ર્વરે પૃથ્વી માથે આફત નો ટોપટલો ચડાવી દીધો. ઓસ્ટ્રેલિયા ના જગલો માં આગ લાગવાથી ; બિચારા કેટલાય મૂંગા જીવ ને પોતાનો જીવ નો ત્યાગ કરવો પડ્યો. આ વિશાળ દાવાનળ થી કેટલાય વૃક્ષો બળી ને ખાખ થઈ ગયા .જાણે એક સાથે કેટલાય મડાઓ ને એક સાથે અગ્નિસંસ્કાર આપ્યા હોય.

હવે વારો હતો માનવી નો.! એક મહામારી નો જેનો જન્મ શાયદ ૨૦૧૯ માં જ કાળા અક્ષરે લખાય ગયું હતું. આ મહામારી એટલેકે કોરોના સૂક્ષ્મ વિષાણુ ; આ ચેપી રોગ થી પેહલા ખાલી એક દેશ એટલેકે ચીન થી જ સીમિત હતું.પરંતુ પરિસ્થિતિ વિચિત્ર થઈ . આ મહામારી , આ ચેપી સૂક્ષ્મ વિષાણુ સમગ્ર વિશ્વ ને તેની ચપેટ માં લઇ લીધું. લાખો ની સંખ્યામાં લોકો સંક્રમિત થયા અને હજારો ની સંખ્યા માં લોકો નું મોત નીપજ્યું.

વિશ્વ આખા નું અર્થતંત્ર ખોરવાયું.લોકો પોતપોતાના ઘર માં અને સીમિત રહ્યા. લાય લોકોએ પોતાની રોજીરોટી ગુમાવી અને કેટલાય પોતાની જવાબ પણ ગુમાવી. વિશ્વ આખું લોકડાઉન નું ભરડા માં આવ્યું.વિશ્વ એ કેટલાય નામી હસતી ઓ ના આ વર્ષે જ મૃત્યુ થયું. આપણા બોલિવૂડ ના નાઈટ કલાકાર નું એટલે કે ડિપ્રેશનથી મૃત્યુ થયું . આપણા માટે આ ખૂબ દુઃખ નિ વાત કેહવાય. આ સાથે જ બોલિવૂડ અભિનેતા ઓ ના પણ મોત નિપજ્યા. સરકાર માટે પણ આ વર્ષ ખૂબ જ તણાવ ભર્યું રહ્યું.
આ ચેપી વિષાણુ થી લોકો પોત પોતાના ઘર હોવાથી. અને કેટલીય ફેક્ટરી બંધ હોવાથી ,વિશ્વ નું ઓઝોન પડ પર ઘણો સુધારો થયો.લોકો એ નવી જીંગદી પસાર કરવા નો પ્રયાસ કર્યો. લોકો એ લોકડાઉં ખૂબ માણ્યું.નવા નવા વિચારો થી એક નવી સભ્ય સમાજ ની રચના માં યોગદાન થયું અને આજ વર્ષે અમેરિકાના રાષ્ટ્ર પતિ પણ ભારત નિ મુલાકાતે આવ્યા . આ વર્ષ ખૂબ કર્કાદી થી ભર્યું.

હવે આજ આપણે બધા આખરે ૨૦૨૦ ડિસેમ્બર મહિનાની છેલ્લી તારીખે ઊભા છીએ .તે આ વર્ષે અમને ઘણું આપ્યું.અને તે ઘણું બધુ ગુમાવી પણ દીધું.

છેલ્લે અંત માં આપણા બધાં ને અંત માં એક જ વિચાર આવશે. ' કે હાશ! હવે ૨૦૨૦ ગયું! ' .


ઊર્મિવ સરવૈયા ની "આખાય વરસ નો હિશબ" નામની ડાયરી માંથી આ સુંદર લેખ આજ માતૃભારતી પર પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. વાચકો નો અભૂત પૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.પ્રથમ પ્રકાશિત રચના "અઘોરી ની આંધી " વાચકો ની પસંદ રહી.સાથે સાથે બાળવાર્તા "પબજી" ને પણ વાચકો એ વધાવી અને 3000 વ્યુઝ સુધી પોચડી. ટીમ ઉર્મિવ્ સરવૈયા આપ વાચકો નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. Thank you 😊