Andhariyu books and stories free download online pdf in Gujarati

અંધારિયું


અંધારિયું

વાડીએ થી કામ પતાવી ને ભીખુ અને એની પત્ની ઘરે આવ્યા થા’ ત્યાં નિશાળે 4 ધોરણ ભણતી ભીખુ ની લાડકવાઇ દીકરી સેજલ ઘરે પોહચી.સેજલ ને નિશાળ થી ખબર પડી હતી કે આજ બાજુના ગામ માં પૂનમ નો મેળો ભરાય.સેજલે હઠ પકડી કે મારે મેળા માં જવું છે. એ ગામ જવા માટે એક જંગલ પાર કરવું પડે. ઘટા ટોપ જંગલ અને એમાંય આવા અંધારા માં મેળો કરવા જવું ; એ વિચારી ને જ ભીખુ ને પરસેવો છૂટી ગયો.

સેજલ ને પણ ખૂબ માનવી પણ એ માને એમ નતી. ઘણી વાત ચિત ના અંતે નક્કી થયું કે ભીખુ મેળામાં જશે અને સેજલ માટે ઢીંગલી લાવશે.. ! સમી સાંજ માં વાળું પાણી કરી ને ભીખુ એના શેઠ પાસે થી થોડા પૈસા લઈ આવ્યો. ટક માં પડેલી જૂની બેટરી કાઢી પણ ચાલુ નહોતી. ખબર પડી કે બેટરી માં સેલ નથી એટલે ઘડિયાળ માંથી બે સેલ કાઢી ને ચડાવતા જ બેટરી ફટ ચાલુ થઈ. ખભે રૂમાલ નાખી ને ભીખુ મેળા માં ચાલતો થયો.અંધારા પેહલા ભીખુ પોહચી ગયો અને મેળો ભાવ ભેર કર્યો. એક સરસ મજાની ઢીંગલી પેક કરીને પ્લાસ્ટિક ના ઝબલા માં નાખી.

ધીરે ધીરે હવે ભીખુ પોતાના ગામ તરફ નીકળવા તૈયાર થયો અને બેટરી ચાલુ કરી ને ગામ ની સીમ થી શરૂ થતાં જંગલ માં પોહચ્યો.જંગલ માં પર પ્રવેશતાં જ પૂનમ ના ચાંદ નું અંજવાળું પૂરું થયું ને અંધારિયું શરૂ. તે પોતે બેટરી ના ચાંદ માં ચાલતો હતો.પોતાના પગ અવાજ જ એને ડરાવતો હતો. ભીખુ ની દાઢી ટાઢ ની કકડતી હતી. જાડી જાંખરાં નો અવાજ અવો આવતો હતો કે ભીખુ ને તો ઘડી ભર ધ્રુજાવી દે. ભીખુ ને ગામ ના લોકો આ જંગલ માં થતાં ઓછાયા ની વાત યાદ આવી.ભીખુ ખુબજ ડરવા લાગ્યો.હવે ભીખુ એ હનુમાન ચાલીસા શરૂ કરી,
જય હનુમાન જ્ઞાન ગુન સાગર….
ક્યારેક ગુન આગળ નીકળી જાય તો ક્યારે જય હનુમાન પાછળ.ભીખુ ને મન એવું થઈ ગયું કે હવે ઘર આવે તો સારું..અચાનક બેટરી લબુક - ઝબુક કરતી બંધ થઇ ગઇ. અને ભિખુના હાઝા ગગડી ગયા.

ભીખુ હવે ઉતાવળા પગે ચાલવા લાગ્યો. હવે તો ખાલી ઉપર ચાંદ ના અંજવાળે ચાલતો ભીખુ ખૂબ જ ડરેલો હતો. વધારે ઉતાવળા પગે હાલતા એના બુસ્કોટ માં ગાંડા બાવળ નો કાંટો ફસાણો અંગ્ની માં ઘી નાખ્યું હોય એમ ભીખુ ના ડર માં આ ગાંડા બાવળ નો કાંટો ફસાણો. તે ડરી ને દોડવા લાગ્યો એમાં અનો બુસ્કોટ ફાટી ગયો અને સિધ્ધિ દોટ મૂકી જાણે પોતે રેસ નો ઘોડો હોય એમ દોડવા લાગ્યો.

અંતે વાડી નો છેડો દેખાયો ને સામે ઘર નો દીવો ચાલુ હતો.એની પત્ની એની જ વાટ જોતું ફાનસ સળગાવી બેઠી હતી.ભીખુ દોડતો ઘરે પોહાચ્યો. અને ધ્રૂજતો બોલ્યો," એલી ચા બનાવ ! " પોતાની દાઢી કકડાતી હતી.સેજલ સુઈ ગઈ હતી. ચા પી ઇ ને શાંતિ થઈ. પછી એની પત્ની એ પૂછ્યું,"ઢીંગલી લાવ્યા કે નઈ!?" બેટરી પણ હાથ માં નતી અને ઢીંગલી પણ..! પછી ભીખુ બડબડતો બોલ્યો, " કાલે જોઈ લઈશ ! કાલે જોઈ લઈશ "

વેહલી સાવારે વાસીદું કરતી ભીખુ ની પત્ની ને ફળિયા માં બેટરી અને ઢીંગલી મળી. ને સેજલે જાગી ને આ ઢીંગલી લઈ ને ખૂબ ખુશ થય.. ભીખુ જાગ્યો ત્યારે ભાન થયું કે બેટરી અને ઢીંગલી ને અણે ફળિયા માં ઘા કરી ને ડર ના કારણે ઘરમાં ઘૂસી ગયો હતો.દીકરી ને ખોળા માં લઇ ને એક જ વાક્ય કાઢ્યું," તારી ઢીંગલી બોવ મોંઘી પડી દીકરી".