Vihamo books and stories free download online pdf in Gujarati

વિહામો

“હે દીકરા! આ બગદાણા કેટલું આઘુ’ છે.” અવાજ પાછળ થી આવ્યો એટલે સોહમ પાછળ ફર્યો જોયું તો એક માં લાકડી ના ટેકે ઉભા હતા ; મેલા કપડા હતા. સોહમ ફોન માં વ્યસ્ત હતો એટલે કીધું ," માં એ તો હજી અહીંથી 18 કી.મી. દૂર છે ” માં કઈ સમજી ના શક્યા એટલે ફરી પૂછ્યું," હું’ દીકરા ? ” ફોન માં અતિ મશગુલ સોહમ ને થયું કે હજી આ માં ને કંઈ સમજાણું નથી એટલે ફરી કાઠિયાવાડી બોલી માં બોલ્યો મોટા સાદે બોલ્યો ," એ ઇ’ તો હજી 8 ગાવ આઘુ’ છે ” માં એ કીધું ”ઠીક” એમ કહી માં હાલતા થયા.

ધીરે ધીરે લાકડી ના ટેકે વાકા વળેલા લગભગ એન કંઈ સરખું સૂઝતું નહોતું. સમી સાંજ નો મંજર પણ માડી ને એમ કે હવે સવાર પડ્યું છે. ધીરે આગળ વધતા હતા ત્યાં એક ગાડું સીમ માંથી ગામ આવતું હતું.ગાડા નો અવાજ સાંભળી ને એ ડોશી માં ને તરતજ ખબર પડી ગઈ કે હાંજ’ પડી છે. ત્યા ભીખુ કાકા સામેથી આવતા હતા.ગામ ના એવા વ્યક્તિ જે ગામ ની મદદ કરવામાં ક્યારે પાછા ન પડે.ડોશી માં અને ભીખુ કાકા ની ચર્ચા રસ્તા વચ્ચે થવા લાગી.આ બાજુ સોહમ નો કોલ કટ થયો.

સોહમ નું ધ્યાન એ બંને તરફ ગયું અને એ પણ એ તરફ વળ્યો. ભીખુ કાકા ને જાણ થઈ કે આ રાહદારી છે અને અમને બગદાણા જવાનું છે. અને ભીખુ કાકા એન ગામ ની મઢુલી માં વિહામો કરવાનું કહ્યું.સોહમ જુવે છે કે પેલા ડોશી મા એ પગમાં ચપ્પલ ન તા પેહર્યા.અને આગળ હાલતા ભિખુકાકા યે પણ ચપ્પલ નતા પેહર્યાં. એ બેવ ગામ માં બાપા બજરંગ દાસ ની મઢુલી એ પોહચ્યા.પાસે રહેલી પેટડી માંથી એક બગલા જેવું સફેલ ગોદડું કાઢ્યું અને એ ડોશી માં ને બેસાડ્યા. પાણી આપ્યું અને થોડે દૂર બેસી ગયા.

થોડી વાર પછી સોહમ પણ આવ્યો કારણ કે ભીખુ કાકા એના સગા કાકા હતા. ગામ માં બધા એને મંદ બુદ્ધિ માને.સોહમ એને જમવા માટે બોલાવવા આવ્યો હતો.અને કઈક વિચાર કરી ભીખુ કાકા પાછા ઘરે આવ્યા. એને ફળિયા માં રહેલી નાની અંધારા મય ઓરડી માં ખાવાનુ આપી દે.પોતાના ભાણા માંથી રોટલી ચોરી કરીને પ્લસ્તિક ના ઝબલા માં થોડું શાક લઈ ને પાછા મઢુલી ભેણ વળ્યા.સોહમ ના પપ્પા એ સોહમ ને કીધું કે એની વહાણ’ ( પાછળ ) જા .

સોહમ એની પાછળ ગયો જોયું તો પડખે પડેલી થાળી માં શાક ને રોટલી પેલી ડોશી માં ને પરોસ્યું હતું.આ દૃશ્ય જોઈને સોહમ નું હૃદય દ્રવી ઉઠ્યું. સોહમ આ બધું પાછળ થી છુપી છુપી ને જોતો હતો. જમ્યા પછી પાછું પાણી નો ગ્લાસ ભરી ને પેલા ડોશી માં ને આપ્યો. અને નિરાતે બેઠેલા જોય સોહમ પણ બાજુ માં જઈ બેઠો.ધીરે ધીરે વાતું શરૂ થઈ.અને સોહમ ને જાણ થઈ કે ડોશી માં ને આંખે ઓછું દેખાય છે.પછી તો અલક મલક ની વાતો શરૂ કરી.

અલક મલક ની વાતો પછી સોહમ પૂછ્યું," માં તમે કેમ એકલા બગદાણા જાવ છો. તમારા કોઈ છોકરા નથી!? " આ સાંભળતાં ડોશી માં ઊંડો શ્વાસ ભરી ને કહે છે," છેને દીકરા બે છે." પણ જેદી થી બાયું આવી તે દી થી મને છોડી દીધી છે. તારા દાદા ગયાં એને ઘણાં દી’ થય ગયા.પછી તો આ બજરંગ દાસ બાપા ને માનતાં કરી થી કે વળતા દી’ થશે તો બગદાણા હાલી ને આવીશ અત્યારે દિકરાવ ને હારું છે ! " તે આગળ કહે છે," હવે તો વચાર' છે કે ત્યાં ને ત્યાજ રવ ને સેવા કરું"

માડી ના શબ્દો પૂરા થયા ને ચાંદ ના અંજવાળ માં આંખ ની અશ્રી ની બિન્દી સાફ નજરે ચડતી હતી.કંઈ ન કેહાવા છતાં એ ડોશી માયે ઘણું બધું કહી દીધું હતું.સાથે આ સાંભળી ને સોહમ ની પગની જમીન ખસી ગઈ હતી.ડોશી માં નો આ વિહમાં થી સોહમ ને ઘણું જાણવા મળી ગયું

સોહમ ને ડોશી માં ની અંદર માં આદ્ય શક્તિ નો અવતાર ચોખ્ખો દેખાતો હતો અને ગાંડા જેવા ભીખુ કાકા માં બાપા બરંગદાસ ની છબી સાફ સાફ દેખાતી હતી.