PA.BA.JI. books and stories free download online pdf in Gujarati

પ બ જી - બાળવાર્તા

સંજુ (સુર્યદીપ) નું વેકેશન શરૂ થય ગયુ. હવે તે થોડા દિવસ મામા ને ત્યાં ૫ દિવસ વેકેશન કરીને આવ્યો. અને તેની સાથે મામા નો છોકરા ફઈ...... ફઈ......... કરતા આવ્યા. અને તેની સાથે નબોલી ગેમ પણ લઈ આવ્યો. જેનું નામ પ... પ.. જી ... હતું . સંજુ તો હવે તેમાં ને તેમાં પડ્યા હોય છે. રાત દિવસ એક કરી નાખે. અને બોલ્યા કરતો." મે એટલા કિલ . કર્યા મે ૧૫ કીલ કર્યા . અને ભણવામાં હોશિયાર એટલે માતા પિતાને અને કશું કેતા નહિ. મામા ના છોકરા કેતન , નિધિ અને રાકુ (રતન).પણ સાથે ગેમ રમતા.

સંજુ સાથે તેના મિત્રો સાથે પણ રમતો . ક્યારે સાંજ પડે અને ક્યારે રાત પડે આ પ.... પ......જી.... માં ક્યાંક ખ્યાલ ના રહેતો. અરે તે પહેલા તો તે કુળદેવી માતા ના મંદિરે ઝાલર પણ વગાડવા જતો.હવે તો એય બંધ ઉનાળા ની કાળ જાળ ગરમી , કે એસી ની ઠંડી હવાની પણ ભાન નતી. હવે તો ફોને માં સારી એવી બેટરી પડી રહે તે માટે બેટરી સંગ્રાહક પણ લાવ્યો.

સંજુ ના પપ્પા ક્યારેક આઈસ્ ક્રીમ , તડબૂચ અને કરી લાવે પણ નાજને સંજુ હાથ પણ ના લગાડે. હવે તો તેના પપ્પા ને ખબર પડે છે કે," આશું ભલે તે ગેમ રમે પણ આવા નખરા ના ચાલે." બધા ગામના ના લોકોને કહે છે ને આ કહે છે. પણ બધા સમજતા નથી . અરે ગામ માં પણ એક છોકરું નથી ટળવળતું . આ સ્થિતિ ની વાત તે ગામ ના ઓ સાથે કરે છે પણ તેનો કોઈ ફાયદો નથી . કહે કે ,"આ ગરમી તો જો મોટા બિચારા છોકરા ઓ માં પણ જીવ છે . ભલેને ગેમ રમતા રમવા દે." એમ કહી તેની વાત ટાળી દે છે.

સંજુ ના પપ્પા તેની પત્ની ને આ કરતા પણ કહે ," જવા દો ને છોકરા ને પછી આપડે ક્યાં ફોન આપવાના છી એ . નિશાળ ચાલુ થશે ત્યારે આપો આપ ભૂલી મે ભણવા માંડશે." પણ તેના સંજુ ના પપ્પા નાળિયેર ની સમાન હતા . બહારથી કઠોર અને અંદર થી નરમ તેને કડકાઈ થી સંજુ ના હાથ માં થી મોબાઈલ ફોન લઈ લીધો. પહેલી વાર તે પોતાના પપ્પા ની સામે બોલે છે. મને ફોન આપો....... મને ફોન આપો...... મારે ફોન જોતો છે...... મે તમારું શું બગાડ્યું છે. અને રડવા લાગે છે . આ સાંભળી પિતાને દુઃખ થાય છે રાત્રે જમતા જમતા તેઓ પ.. પ.. જી... બંધ થવાની ખબર મેળવે છે . અને પ પ જી રમવા વાળને જેલ થાય છે એમ પણ જોયું .

રાત્રે સંજુ, કેતન , નિધિ અને રાકું સૂતા હતા. અને સંજુ ની આખ માં અશ્રુ ની નાની બિંદી તેની મમ્મી ને નજરે ચડતી હતી, પણ કરે શું. રાત્રે તેઓ બધા અગાસી માથે સૂતા હતા. બધા વાતું ચિતું કરતા હતા. ત્યાં આકાશ માંથી ધોળો ધબ્બો પડ્યો. અચાનક તે આકાશ ને ઘેરવા લાગ્યો. થોડા સમય માં તો તેને આખી પૃથ્વી ને ઘેરી લે છે. બધા દંગ રહી જાય છે. સંજુ ઊભો થાય છે . નીચે જાય છે તેની સાથે મામા નાં છોકરા પણ તેની સાથે હતા. નીચે જાય છે તો કેટલીક ગન પડી છે અને તે કહે છે કે", આતો ak ફોટી ૭ છે જલ્દી ઉપાડ!" એમ કહી તે ઉપાડે છે . સામે એક રક્ષા કવચ પડ્યું છે તે પહેરે છે. થોડી ગોલીયું ઉપાડે છે. અને ચાલ્યા જય છે બધા સામેથી એક માણસ તેની પર હુમલો કરે છે. સંજુ ને ગોળી વાગે તો તેને દિલ માં દુખાવો થાય છે. એટલે ના છું ટકે તે માણસ ને મારે છે. અને સેફ જોન તરફ પ્રયાણ કરે છે. એ એક જીપ માં બેસે છે છે. અથડાતા પછડાતા..... આગળ વધે છે.તે જીવન ના આખરી પડાવ તરફ આગળ વધી રહ્યો હોય એમ તે આગળ વધે છે. તે પોતાને થાકેલો હરેલો મને છે.

થોડા સમય પછી સારા થવાની ગોલિયુ ખાય છે અને તેને સ્વચ્છ મહેસૂસ કરે છે. ત્યાં તરતજ એક પોલીસ ની ગાડી આવે છે. અને મોટો પુકાર થાય છે કે," પ.. પ..જી.. ને વાળા ને હવે જેલ થશે." તે એક ઘરમાં બેસે છે અને રડવા લાગે છે .પણ કંઈ બોલી નથી શકતો,રડી નથી શકોતો પછી એના મનમાં કહેછે." હવે પ.. પ..જી... નહિ રમુ! હવે પ .. પ.. જી... નહિ રમુ! મને જવો દો .અવાજ મનમાંથી બહાર નીકળે છે. ત્યાં હલકો અમથો અવાજ આવે છે. સંજુ........ સંજુ....... અવાજ ધીરે ધીરે વધે છે અને તે ની આખ ઊઘડે છે. અને સોનેરી સવાર જોઈ, રડતો ... રડતો... કહે છે મમ્મી હવે પ.. પ... જી.... નહિ રમુ હવે નહિ રમુ... મને જવા દો.. મને પોલિસ પકડી જશે . સવાર સવાર માં મમ્મીને અખમાં સૂર્ય ની પહેલી કિરણ ની જેમ અશ્રુ બિંડી ચમકતી હતી. અને અચાનક બોલી "ચાલ બ્રશ કરી લે દિકા......"