Navo Suraj books and stories free download online pdf in Gujarati

નવો સૂરજ

*સ્મૃતિ*

૩૧ ડિસેમ્બર એટલે વર્ષનો છેલ્લો દિવસ. રાત્રે બાર વાગ્યા હતા અને બીજી બાજુ નવા વર્ષનો નવો સૂરજ ઊગવાની તૈયારી હતી. સવાર પડતાં જ હાથમાં ફોન લઈ બધાને નવા વર્ષનાં રામ રામ કર્યાં. તમે ધારેલા સંકલ્પને પૂર્ણ કરવા પ્રયત્ન કરશો. જેમ કે, હું વ્યસન મૂકી દઈશ જેવા વિચારો, પણ ગયા વર્ષની જેમ તમે તેને કદાચ ભૂલી ગયા હશો. હવે તમે એક નવી ઊર્જા સાથે આગળ વધ્યાં. તમે તમારા બિઝનેસને ખૂબ સારી રીતે શરૂ કર્યો. ખૂબ નવા વિચારો હતા. ખૂબ નવી આશાઓ હતી. ભગવાનને એક નવીન ઊર્જા સાથે પ્રાથના કરતાં રહ્યાં. તમે તમારું માન - સન્માન વધારવા માટે નવા માર્ગ શોધવા માંડ્યા. ધંધામાં બરકત થાય તે માટે તમે દાન - ધર્મમાં ઊંડા ઊતર્યા, તમને એમ લાગ્યું કે આ વર્ષ હું ખૂબ સારું પસાર કરીશ. તમે પરિવાર પ્રત્યે એવી લાગણી અનુભવી કે બસ આજ મારું સ્વર્ગ છે. ત્યાં અચાનક થોડાં સમય બાદ એક વિચાર આવ્યો; ' ધંધાનું રોકાણ? ' આ એક જ વિચાર કે અન્ય આવા વિચારથી તમારા પોઝિટિવ વિચારો હણાઈ જાય છે. તમે એના માર્ગ શોધવાના પ્રયત્ન કરવામાં લાગી ગયા. તમારા મનમાં આ બધા વિચારો વણાઈ રહ્યા હોય ત્યારે જ આ પ્રશ્નનો ઉકેલ મળી ગયો હોઈ કે તમે નવા પ્રશ્નમાં ગૂંચવાઈ ગયા હોય, આખરે તમે પેલા પોઝિટિવ વિચારોને તો ભૂલીજ જાઓ છો.

તમારી આળસ ત્યારે થોડી વધતી જાય છે; જેના કારણે તમે નાની નાની ભૂલો કરતાં રહો છો. આ નાની નાની ભૂલોના કાંકરાઓથી એક પહાડ બને છે. તમને જયારે આ ભૂલોની જાણ થાય છે, ત્યારે તમે તેને સુધારવા છેલ્લે સુધી ખૂબ મેહનત કરો છો. પરંતુ બદલામાં તમને નિષ્ફળતા મળે છે. તમને ધંધામાં ખોટનો સામનો કરવો પડે છે. આ બધી પળોજણમાં તમે આગળ આવતાં તહેવારોને ઉજવી નથી શકતા. એ જ કારણે તમે માનસિક ત્રાસથી પીડાતાં રહો છો. તમારો ગુસ્સો તમે તમારાં બાળકો અથવા પત્ની પર ઉતારવાનો પ્રયત્ન કરો છો. આ બધા કારણોથી તમે તમારા બાળકો પર હાથ ઉપાડી દો છો અને ઘરમાં કંકાસ નામનો માથાભારે મહેમાન સ્થાયી થઈ જાય છે. કોઈકની પાસેથી પૈસા લેવાના છે પણ તે પૈસા આપતો નથી એવા અનેક પ્રશ્નો તમારા મનને વ્યથિત કરી મૂકે છે. સમાજમાં લગ્ન કે મરણ પ્રસંગે તમે હાજર નથી રહી શકતા, જેથી સમાજમાં તમારી છાપ બગડતી જણાય. તમે તમારા વર્ચસ્વને નાનું સમજવા લાગો અને સામાજિક રીતે પોતે ખૂબ જ ગરીબ હોવાની લાગણી અનુભવા લાગો છો. બસ અહીંથી જ તમારી પડતી શરૂ થાય છે.

થોડાં નબળા વિચારોને કારણે તમે ખૂબ નેગેટીવ વિચારોમાં ગૂંચવાઈ જાઓ છો. જીવનમાં એવું વિચારો કે, હું અલગ છું. હજાર હાથવાળો મારી સાથે છે. હું કંઈ પણ કરી શકું છું. હું કોઈને નબળો પ્રતિસાદ નહિ આપુ. જો આ કરશો તો આપોઆપ પ્રબળ વિચારોનો સંચાર શરૂ થઈ જશે.

જીવનમાં જ્યારે મુશ્કેલી આવે ત્યારે કર્મ કરતાં રહેવું. હંમેશા પોતાનું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરો. તમે સફળ થશો. ઈશ્વર તમને આપવા બેઠો છે પણ તમે ચમચી લઈને ઊભા હોવ તો ઈશ્વર શું કરે! તમે પછડાશો! હણાશો! પણ એક દિવસ એવો આવશે કે કંઈક અલગ થશે. ઈશ્વરને હૃદયમાંમાં રાખીને કાર્ય કરજો.

સફળતાની સીડીઓ ચડવામાં થાક લાગશે ,વાર લાગશે, પણ એક દિવસ સફળતાના શિખરે પહોંચશો, પહોંચશો અને જરૂરથી પહોંચશો. ધીરજ રાખો. ધીરજનાં ફળ ખૂબ મીઠા હોય છે.

સમય ખૂબ ટુંકો છે સાહેબ ,જો સમય નહિ સાચવો તો સમય તમને નહિ સાચવે. રોજેરોજ તમારી નાની ભૂલોને સ્વીકારી અને સુધારતાં રહેશો, તો કોઈ દિવસ નિષ્ફળતાનાં તળિયે બેસવું નહિ પડે. તમારી શક્તિ કરતાં સત્યનું અભિમાન રાખજો. મગજ નામના ફોનમાં અસત્ય અને ઈર્ષા જેવી એપ્લિકેશન ડાઉનલોડ જ ના કરતા. ખરાબ સમયમાં, સમય પસાર કરવાનો નથી! એનો સદુપયોગ કરવાનો છે. જીવનમાં ગમે તેટલી મુસીબતો આવે, પણ હકારાત્મક વિચારોનો સંચાર ચાલુ રાખજો, જીવન જીવવાની ખૂબ મજા આવશે...

લેખક :- ઊર્મિવ સરવૈયા.
મારો જૂનો આર્ટિકલ....