TIFFIN books and stories free download online pdf in Gujarati

સ્કૂલ નું ટિફિન

કેવી મજા આવતી નઈ સ્કુલ માં.રોજ રોજ ની કઈક નવીન જ કહાની .કોઈકે સાચું જ કહ્યું છે કે ‘સ્ટુડન્ટ લાઇફ ઇઝ ધી ગોલ્ડન લાઇફ’ શું એ દિવસો ની મજા હતી અહા... કેહવા માટે શબ્દો ખૂટે પણ નિશાળ ની વાતો તો ખૂટે જ નઈ.આ બધાય માં મને મારી મમ્મી એ બનાવી આપે એ ટિફિન ની વાત યાદ આવે ત્યારે આંખ માંથી દડ... દડ.. આંસુડાં ની ધારા વેતિ થાય. ટિફિન ટાઢું તો હોય પણ રીશેશ માં એવું લાગે કે ગરમા ગરમ પકવાન તૈયાર છે બસ ખાલી ખાવા ની રાહ છે. ટિફિન તો કોને ની પ્રિય હોય!? સ્કૂલ ના વિદ્યાર્થી હોય કે શિક્ષકો કે પછી નોકરી કરતા મિત્રો..બધાય ને એક વખતે તો ટિફિન યાદ આવે જ.માં , બેહન,પત્ની કે પછી દાદી ના હાથ બનેલું ટિફિન ભાત ભાત પકવાન પાછા પડી જાય યાર જ્યારે વાત ટિફિન ની હોય. ચાલો ટિફિન ની વાત આવી છે તો મારા અને મારા પ્રિય ટિફિન કહાની આજ આપની સમક્ષ રજૂ કરું છું.

શું બનાવ્યું હશે મમ્મીએ ટિફિન માં !?

કંઇક સાડા અગિયાર નો બેલ વાગે ને ટિફિન યાદ આવે! પેટમાં ઉદરડા કૂદકા મારવા લાગે જાણે હવે નઈ રેવાય’.આજ મમ્મી શું બનાવ્યું હશે? ના વિચારો ના વમળ માં વાલોવાતો ગુજરાતી ના પિડીયર માં તો ધ્યાન જ ના રહે. પછી અચાનક એમ થાય કે હવે પિડીયર માં ધ્યાન આપુ; પણ ન જાણે પાછા ટીંગાડી ને મૂકેલા ટિફિન ની ફરી ફરી ને યાદ આવવા માંડે.વર્ગ ખંડ માં સંન્નાટો છવાય જાય કારણ કે બધાય ટિફિન યાદ આવે. અમારા જેવા છોકરા–છોકરીઓ ને નઈ પણ અમારા ગુજરાતી ના સાઈબ’ ને પણ બરોબર યાદ આવતી હોય છે😂.આખરી પંદરેક મિનિટ નો સમય બાકી હોય અને હવે અમારા સૌ ના ટિફિન જાણે બોલાવતા હોય એમ લાગે.પાછળ ની બારી માંથી દૂર લીમડા માં છાંયે લટકાડી રાખેલા ટિફિન જોઈ ને ઉદર મામા વધારે ચું.. ચુ... કરે. હવે મારા અને મારા ટિફિન વચ્ચે માત્ર રિશેશ ના બેલ ની વાટ હોય છે.અને ટન.. ટન.. ટન.... નો મોટો નાદ યે.... કરતા નાના છોકરા ઓ દોડતા બહાર નીકળે. હું પણ ઉતાવળા પગે ચાલવા લાગુ,જાણે હનુમાન જી સો યોજન દૂર લંકા માં જાય. હું પોહચી હાથ ફટાફટ ધોય ને ટિફિન પાસે જાવ. જાણે એમ લાગે કે ગરમા ગરમ ટિફિન તૈયાર છે. મારા બાયે ( દાદી ) સિવી આપેલી નાનકડી થેલી માંથી બે ખાનાં વાળું ટિફિન અને નાની છાશ ની બોટલ કાઢી ફટાફટ ખોલું. અને એમાંય હોય જો બટાકા નું છાલ વાળું શાક તો જાણે મારા માટે 52 પકવાન. આહાહા.. ટિફિન તો ટાઢું હોય પણ સ્વાદ મને ગરમ ગરમ આવે. આછે મારી અને મારા પ્રિય ટિફિન ની વાત.. કોઈ ને કેહતા નઈ હો! 😂

આ દોડ ધામ ભરી જિંદગી માં કયારેક–કયારેક સ્કૂલ ના દિવસો ને યાદ કરતા રહેજો. એક નવો ઉત્સાહ તમારા રગે રગ માં ફેલાય જશે.નિશાળ ની મિત્રો ને ક્યારેક ફોન કરી એક બે વાત ચીત કરજો.. તમારું ચીત પ્રફફૂલિત થઈ જશે.ક્યારેક આપણે જિંદગી નિ દોડધામ ભરી હોવાથી આપની જૂની વાતો ને વાગોળતા નથી ,એટલેજ ક્યાંક જીવન માં ખોટ અનુભવ થાય છે.
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
“આપના પ્રતિભાવ થી હું ખૂબ ખુશ છું.આપનો આવો જ સપોર્ટ સદાય મળતો રહે તેવી ઈશ્વર પાસે પ્રથાના.”
~ ઉર્મીવ સરવૈયા
આગવ ની કેટલીક વાર્તા,સ્ટોરી માં લખાણ ની ભૂલો ને અમે સ્વીકારી છે. ટાયપિંગ ની ભૂલ હોવા છતાં અમોને પ્રોત્સાહન આપ્યું એ બદલ ટીમ આપનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.
~ટીમ ઉર્મિવ સરવૈયા