Lost - 42 books and stories free download online pdf in Gujarati

લોસ્ટ - 42

પ્રકરણ ૪૨

"જીયા..." કેરિન ઝડપથી ઉભો થઇ ગયો અને ગુફાની બહાર નીકળી ગયો.
જીયાને હવે પસ્તાવો થઇ રહ્યો હતો, કેરિન તેના વિશે શું વિચારશે એ વિચારમાત્ર જીયાને ગભરાવી ગયો.
"રાવિ સાથે મેં દગો કર્યો છે, મારી બેનનો પતિ છે કેરિન છતાંય મેં તેને પ્રેમ કર્યો... રાવિ મને ક્યારેય માફ નઈ કરે, કેરિન ક્યારેય મારો ચેહરો નઈ જુએ હવે." જીયાનું માથું શરમથી જુકી ગયું.

સવાર પડતાજ બન્ને જણ ગાડી પાસે આવ્યાં, બન્નેમાંથી એકેયે એકબીજા સાથે ન વાત કરી ન વાત કરવાનો પ્રયત્ન કર્યો.
કેરિનએ જીયાને રાઠોડ હાઉસ આગળ ઉતારી, આસ્થા ગેટ પાસે જ ઉભી હતી તો કેરિન ઉતરીને આસ્થા પાસે આવ્યો અને આસ્થાને પગે લાગ્યો.
"તમે બન્ને આખી રાત ક્યાં હતાં? હું કેટલી પરેશાન થઇ ગઈ હતી, તમારા મામાજીને ખબર પડત તો?" આસ્થાના ચેહરા પર પરેશાની સાફ નજરે ચડતી હતી.

જીયાએ ગઈકાલે રાત્રે જે કંઈ બન્યું એ વિગતવાર આસ્થાને જણાવ્યું, અલબત તેણીએ કેરિનને તેના દિલની વાત કરી એ વાત તેં છુપાવી ગઈ હતી.
"હું નીકળું છું મામીજી, મામાને મારા પ્રણામ કે'જો." કેરિનએ ગાડી તેના ઘર તરફ હંકારી મૂકી.
"તમે બન્ને આખી રાત એકલાં એક ગુફામાં હતાં?" આસ્થાએ જીયા સામે જોયું.

"તમે વિચારો છો એવુ કંઈ નથી મામી." જીયા નીચું જોઈ ગઈ.
"હું એવુ કંઈ વિચારતી પણ નથી જીયા, મને જીજ્ઞાદીદીના સંસ્કારો પર વિશ્વાસ છે. પણ તારો ચેહરો અને તારા શબ્દો મેચ નથી કરી રહ્યા." આસ્થાએ જીયાની હડપચી પકડીને તેનો ચેહરો ઉપર કર્યો,"શું વાત છે બેટા?"

"મામી..." જીયા આસ્થાને વળગીને રડી પડી.
"શું થયું જીયા? કેરિનએ કંઈ કર્યું?" આસ્થાએ જીયાનો ચેહરો તેના બન્ને હાથમાં લીધો.
"ના, કેરિન બઉ સારો છોકરો છે. પણ હું જરાય સારી નથી મામી, મેં રાવિ સાથે દગો કર્યો છે મામી." જીયા હિબકાં ભરી રહી હતી.
"રડ નઈ દીકરા, શું થયું છે?" આસ્થાને હવે ચિંતા થઇ રહી હતી.

"મને કેરિન સાથે પ્રેમ થઇ ગયો છે મામી, એ રાવિનો પતિ છે, મારી બેનનો પતિ. હું બઉ ખરાબ છું, મેં ગુનો કર્યો છે, મેં રાવિ સાથે દગો કર્યો છે." જીયાએ તેનો ચેહરો તેના બન્ને હાથથી છુપાવી દીધો અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
"પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી દીકરા, તેં પ્રેમ કર્યો છે ગુનો નઈ. રાવિ હવે આ દુનિયામાં નથી, તેં રાવિ સાથે દગો નથી કર્યો જીયા." આસ્થાએ જીયાને છાતીસરસી ચાંપી.

"સાચેજ?" જીયા થોડી શાંત થઇ હતી.
"હા, કોઈને વ્યક્તિને માત્ર મનથી ચાહવું એ કંઈ ગુનો નથી અને રાવિને તારા કરતાં સારી રીતે કોણ જાણે છે બેટા? કેરિન આખી જિંદગી રાવિની યાદમાં ઝૂરે એવુ રાવિ ઈચ્છે ખરી?" આસ્થાએ જીયાનો વાંસો પસવાર્યો.
"ના, રાવિ ક્યારેય એવુ ન ઈચ્છે." જીયા હવે શાંત થઇ ગઈ હતી.

"તો પછી, તું નકામી ચિંતા કરે છે. તને કેરિન ગમે છે ને તો હું ઘરમાં વાત કરીને તારા લગ્ન કેરિન સાથે કરાવડાવીશ, જો કેરિનની મરજી હશે તો." આસ્થાએ કહ્યું.
"હા, કેરિનની મરજી હશે તોજ." જીયા હસી પડી.
"મારી ડાહી દીકરી." આસ્થાએ જીયાને ગળે લગાવી.
એ દિવસેજ આસ્થાએ જિજ્ઞાસાને ફોન કરીને જીયાના મનની વાત જણાવી, જિજ્ઞાસા અને રયાન માટે જીયાની ઈચ્છાજ સર્વોપરી હતી.

જિજ્ઞાસા અને રયાનની મંજૂરી મળ્યા પછી આસ્થા અને જીવન કેરિનના માતાપિતાને મળવા ગયાં, કેરિન અને જીયાના લગ્નનો પ્રસ્તાવ મુક્યો અને કેરિનની જે પણ મરજી હોય એ જણાવવાનું કહી બન્ને ઘરે આવી ગયાં.
સાંજે જયારે રીનાબેનએ કેરિનને આ વાત કરી ત્યારે કેરિન ભડકી ગયો, તેં ખાધાપીધા વગર જ તેના ઓરડામાં બંધ થઇ ગયો અને કોઈ પણ સાથે વાત કરવાની મનાઈ કરી દીધી.

રીનાબેનએ રાધિકાને ફોન કરીને પરિસ્થિતિ જણાવી અને રાધિકાને વિનંતી કરીકે તેં આવીને કેરિનને સમજાવે, બીજા દિવસે સવારે રાધિકા અમદાવાદ આવી અને કેરિનને લગ્નની હા પાડવા સમજાવ્યો.
કેરિનની આનાકાની પછી રાધિકાએ તેને રાવિએ લખેલી ચિઠ્ઠી યાદ અપાવી અને પૂછ્યું,"તમારે આજે નઈ તો કાલે પરણવાનું જ છે, તો જીયા સાથે કેમ નઈ? બીજી છોકરી રાવિની ઈજ્જત કરશે? તમારી રાવિ પ્રત્યેની લાગણીઓ સમજશે?"

"એટલે?" કેરિન અવઢવમાં હતો.
"એટલે એમજ કે જીયા હંમેશા તમારા અને રાવિના સબંધને ઈજ્જત આપશે, તમને પ્રેમ કરશે અને ક્યારેય રાવિની જગ્યા લેવાનો પ્રયત્ન નઈ કરે. જીયા ખુબ સારી છોકરી છે, રાવિની યાદોને મનમાં બંધ કરીને જીયાને તેના હકનો પ્રેમ આપી શકતા હોવ તોજ હા પાડજો જીજુ." રાધિકાએ તેની સમજાવટ પુરી કરી.

"મારે શું કરવું જોઈએ?" કેરિનએ તેનું માથું પકડી લીધું.
"તમારે જીયા સાથે લગ્ન કરી લેવા જોઈએ, રાવિની છેલ્લી ઈચ્છા પુરી કરવા તમારે લગ્ન તો કરવા જ પડશે તો જીયા જ કેમ નઈ? યુવાનીના જોશમાં નિર્ણય લેવા સરળ છે પણ એક ઉંમર પછી હાથ પકડીને સાથે ચાલનારની જરૂરત પડશે ત્યારે?" રાધિકાએ પૂછ્યું.
"હા, તું સાચું કે છે. હું જીયા સાથે લગ્ન કરીશ." કેરિનએ આગળ વધવાનો નિર્ણય લઇ લીધો હતો.
રાધિકાએ આ ખુશખબર રીનાબેનને આપી અને રીનાબેનએ ફોન કરીને આસ્થા અને જિજ્ઞાસાને જણાવ્યું.

"થેન્કયું રાધિકા." કેરિનએ આભારવશ રાધિકા સામે જોયું.
"તમને સરનામું મળ્યું માયાનું? ત્યાં નથી જવાનું?" રાધિકાએ પૂછ્યું.
"હા, સોરી. આજેજ નીકળીએ." કેરિનએ રીનાબેનને વાત કરી.
"તું જીયાને સાથે લઈને જઈશ." રીનાબેનએ ટકોર કરી.
"સારુ." રાધિકાએ હકારમાં માથું હલાવ્યું, જીયાને સાથે આવવાનો મેસેજ કર્યો અને ગાડી રાઠોડ હાઉસ તરફ લીધી.

મહાલ્સાએ આપેલા સરનામે પહોંચવા હિમાલય ચડવાનો હતો, શિયાળાની ઋતુ અને હિમાલયનું ચડાણ ત્રણેય માટે ભારે સાબિત થવાનું હતું.
ઠંડીથી રક્ષણ આપતાં કપડાં પહેરીને તથા જરૂરી સરસામાન લઈને ત્રણેયે ચડાઈ ચાલુ કરી.
"તું તારી શક્તિઓનો ઉપયોગ કરીને માયાને શોધી કાઢને, આમ તો માયા ક્યારે મળશે?" કેરિન પર્વત ચડતાં હાંફી ગયો હતો.

રાધિકા એક પથ્થર પર બેઠી અને બોલી,"રાવિની મોતનું કારણ છે આ શક્તિઓ, આ શક્તિઓ રાવિ પાસે ન હોત તો આપણી રાવિ આપણી સાથે હોત. રાવિની મોત થતાંજ આ શક્તિઓ બંધાઈ ગઈ છે, એટલે હું હવે આ શક્તિઓનો ઉપયોગ નઈ કરી શકું. પણ જો એવુ કંઈ ન થયું હોત તોય હું આ શક્તિઓનો ઉપયોગ નઈ કરું."
"દીદી સાચું કે છે, રાવિ હાલ અહીં હોત જો આ શ્રાપિત શક્તિઓએ તેનો જીવ ન લીધો હોત તો. આ શક્તિઓ શ્રાપિત છે અને શ્રાપિત સોનું પણ કોલસા બરાબર છે."

"રાવિ..." કેરિનની આંખો ભીંજાઈ ગઈ.
"હું મારી એક બેનને ખોઈ ચુકી છું, હવે તને નથી ખોવા માંગતી દીદી." જીયાએ રાધિકા સામે જોયું.
"હું ક્યાય નથી જવાની, તારી સાથેજ છું, હંમેશા." રાધિકાએ ઉષ્માપૂર્વક જીયાનો હાથ પકડ્યો.
"ચાલો, હજુ તો કેટલું ચડાણ બાકી છે." રાધિકા ઉભી થઈને આગળ વધી, કેરિન તેની પાછળ ગયો.

"હા, ચાલો ચાલો."જીયા ઉભી થવા જતી હતી ત્યાં તેનું સંતુલન ગયું અને તેનો પગ લપસી ગયો.
"જીયાઆઆઆઆ...." કેરિનએ જીયાની ચીસ સાંભળીને પાછળ જોયું તો જીયા ખાઈ તરફ ગબડી રહી હતી.
જીયાને ખાઈમાં પડતા જોઈને રાધિકાના હાથ આદતવશ આગળ થયાં, તેણીએ જીયાને ઉપર ઉઠાવવાનું વિચાર્યું અને તેના આશ્ચર્ય વચ્ચે તેના હાથમાંથી એક ઝટકા સાથે ઝાંખી ગુલાબી રોશની નીકળી અને જીયા ઉપર આવી ગઈ.

જીયા દોડતી આવીને રાધિકાને વળગી પડી,"દીદી, તેં મને બચાવી લીધી નઈ તો આજ હું ગઈ'તી."
કેરિન દોડતો જીયા પાસે આવ્યો અને જીયાના માથા પર હાથ મુક્યો,"તું ઠીક છે ને?"
"હા, હું ઠીક છું." જીયાને નાનીમોટી ખરોચ પડી હતી, માથા પરથી લોહી નીકળતું હતું અને અમુક જગ્યાએથી કપડાં પણ ફાટી ગયાં હતાં.

"આ કંઈ રીતે શક્ય છે? રાવિ વગર મારી શક્તિઓ કામ કરે એ શક્ય નથી. બાબાજીએ કહ્યું હતું કે અમે બન્નેજ એકબીજાની શક્તિ છીએ, જો કોઈ એકને પણ કંઈ થયું તો બીજાની શક્તિઓ બંધાઈ જશે." રાધિકાએ તેના હાથ સામે જોયું, તેના હાથમાંથી હજીયે ઝાંખી ગુલાબી રોશની નીકળી રહી હતી,"તો શું રાવિ જીવે છે?"

ક્રમશ: