Ek Pooonamni Raat - 56 books and stories free download online pdf in Gujarati

એક પૂનમની રાત - પ્રકરણ-56

એક પૂનમની રાત
પ્રકરણ-56
સિધ્ધાર્થે પોલીસ સ્ટેશનમાં બધાં પાસેથી માહિતી લઇ રહેલો અને એણે મનીષ, ભાવેશ, કાળુભા, મગન બધાં પાસેથી માહીતી લીધી એનાં માટે ખૂબ નવાઇ હતી સુંદર છોકરી કોણ છે અને એ ક્યારે આવે છે ક્યારે જાય છે કંઇ ખબર નથી પડતી કોઇ કાળો જાદુ કરતી છોકરી છે કે કોઇ પ્રેત ? આનાં પર ફોક્સ કરવું પડશે. એણે દેવાંશને કહ્યું દેવાંશ હું આ કેમેરા મીલીંદના ઘરેથી લાવ્યો છું. એમાં મીલીંદનાં બનેવી અભિષેકે રેકર્ડ કર્યું છે વીડીયો અને ફોટાં લીધાં છે એમાં જોઇએ દેવાંશે સિધ્ધાર્થની બાજુમાં બેઠક લીધી અને કૂતૂહલ વશ અનીકેત પણ એ લોકોની પાછળ ઉભો રહીને કેમેરામાં રેકર્ડ થયેલાં વીડીયો અને ફોટા જોવા લાગ્યો.
સિધ્ધાર્થે કેમેરામાં રેકર્ડ કરી સેવ થયેલાં ફોટાં અને વીડીયો જોયાં. પહેલાંતો અભિષેક અને વંદનાના ફોટાઓ હતાં એ લોકોએ જુદી જુદી મુદ્રામાં ફોટાં લીધેલાં. એક બે ફોટા કીસ કરતાં અને થોડાં સેન્સર્ડ હતાં એ સિધ્ધાર્થે જવા દીધાં પછી મીલીંદ સાથે વંદનાના અને અભિષેકનાં ફોટાં હતાં, ઘીમે ધીમે મીલીંદની મંમી-પપ્પા અને દાદી સાથેના ફોટાં હતાં. પછી મીલીંદના પાપા મંમીનાં એકલા એમનાંજ ફોટાં હતાં. સિધ્ધાર્થને એ ફોટામાં કંઇક નોંધવા જેવું દેખાયું એણે ફરી ફરી રીપીટ કરીને એ ફોટાં જોયાં.
દેવાંશને આષ્ચર્ય થયું એણે પુછ્યું સર એનાં પેરેન્ટસનાં ફોટામાં એવું શું છે કે તમે ફરી ફરીને એજ જુઓ છો ?
સિધ્ધાર્થે કહ્યું અમારી પોલીસવાળાની શાતીર અને ઝીણી ચોક્સાઇ ભરી નજર હોય છે એમાં બધા ભેદ ખૂલે છે એમનાં ફોટામાં સ્પષ્ટ એવું મને દેખાય છે કે એલોકોનાં અંદર અંદર સંબંધ.. લાગણી ભર્યા કે હૂંફભર્યા નથી નારાજગી દેખાય છે સ્પષ્ટ એ લોકો વચ્ચે કોઇ ગરબડ છે ? કોઇ ભેદ છે ? તું જાણે છે ? દેવાંશે કહ્યું સર ના એ ફેમીલી તો ખૂબ પ્રેમાળ છે હાં એનાં પાપા જોબને કારણે મુંબઇજ રહે છે શનિ-રવિજ અહીં આવે છે આ ફોટાં લીધાં એ સમયે કદાચ કઇક થયું હશે બાકી મારી જાણ પ્રમાણે સારુજ છે બધું.
સિધ્ધાર્થે કહ્યું આ ફોટા જુદા જુદા સમયે લીધાં છે એક સરખી જગ્યા કે કપડાં નથી પણ બધાંજ ફોટામાં મને ગરબડ દેખાય છે ઠીક છે એ પછી વિચારીશું એમ કહી આગળ જોવાં લાગ્યાં પછી ટેરેસ પરનાં ફોટા ચાલુ થયાં. ત્યાં ઓરકેસ્ટ્રાનાં માણસો આખી ટેરેસનું ડેકોરેશનનાં ફોટાં પછી વંદના અભિષેકનાં ફોટા જોવા પછી એક વીડીયો આવ્યો એમાં આખી ટેરેસનું રેકોર્ડીંગ હતું ઓરકેસ્ટ્રા સંગીત પીરસી રહ્યું છે વંદના અને અભિષેક પણ હાજર છે એમનો વીડીયો એવી રીતે લેવાયો છે જાણે સેલ્ફી લીધી હોય પછી થોડીવાર એનાં પાપાની એન્ટ્રી થાય છે એ આવી બધુ જુએ છે અને એક જગ્યાએ બેસે છે. થોડીવારમાં રામુની એન્ટ્રી થાય છે. રામુ એમને ગ્લાસમાં પીવા માટે ડ્રીંક આપી જાય છે અને રામુ જતો રહે છે.
મીલીંદના પાપા દૂર ઉભેલાં મીલીંદને નજીક બોલાવે છે અને સંગીતનાં અવાજમાં નજીક બોલાવી કાનમાં કંઇક કહે છે મીલીંદ હસી પડે છે અને એ રામુને બૂમ પાડે છે રામુ આવે છે મીલીંદનાં પાપા રામુને કંઇક કહે છે રામુ જતો રહે છે અને સંગીતમાં અવાજમાં સંવાદ સ્પષ્ટ સંભળાતાં નથી અને પાછો રામુ આવે છે એનાં હાથમાં બે ગ્લાસ હોય છે એક મીલીંદને અને એક ત્યાં બાજુની ટીપોય પર મૂકી જતો રહે છે મીલીંદ પણ ડ્રીંક લે છે અને વારે વારે દરવાજા તરફ જોઇ રહે છે જાણે કોઇની રાહ જોતો હોય.. અને એ વીડીયો પૂરો થાય છે. પાછા બીજા ફોટા આવે છે એ વખતે કેમેરા કદાચ મીલીંદનાં હાથમાં હશે કારણ કે અભિષેક અને વંદનાનાં ફોટા છે પછી એનાં પાપા એલોકો સાથે ઉભા ઉભા ડ્રીંક લે છે બધાં હસતાં હસતાં વાતો કરે છે.
પછી ધીમે ધીમે ગેસ્ટ આવે છે એ લોકોનાં ફોટાં છે પછી પાછો કેમેરા અભિષેકનાં હાથમાં હશે કારણ પછી મીલીંદ બધાં ગેસ્ટ સાથે વાતો કરે છે એનાં ફોટાં છે અને પછી ફોટા પુરા થાય છે વીડીયો ચાલુ થાય છે અને મીલીંદ બોલતો સંભળાય છે દેવાંશ તજી કેમ ના આવ્યો ? એનાં ચહેરાં પર અકળામણ સ્પષ્ટ જણાય છે. વીડીયો બધે ફરતો રહે છે અને થોડીક ક્ષણો પછી વીડીઓ મીલીંદ તરફ સ્થિર થાય છે મીલીંદ કોઇ છોકરી સાથે વાતો કરે છે છોકરીનો ચહેરાં અંધારામાં સ્પષ્ટ જણાતો નથી પણ એ મીલીંદની ખૂબજ નજીક ઉભી હોય છે. કેમેરા પાછો મીલીંદનાં પાપા અને વંદના વાત કરતાં હોય છે એ ક્ષણો કેદ થયેલી છે. મીલીંદનાં પાપાનાં હાથમાં અત્યારે ગ્લાસ નથી એ વંદનાને કંઇક કહી રહ્યાં છે. અને ત્યાં દરવાજેથી મીલીંદની મંમી આવી રહ્યાં છે અને એ વંદના અને પાપાની બાજુમાં ઉભા રહ્યાં અને મીલીંદને બૂમ પાડે છે મીલીંદ પેલી છોકરીથી છૂટો પડી એની માં પાસે આવે છે એ વખતે કેમેરા કલોઝઅપમાં વીડીયો લેતો દેખાય છે. મીલીંદ બોલે છે માં દેવુ હજી નથી આવ્યો એની ફ્રેન્ડ આવી ગઇ એ પણ એની રાહ જુએ છે મંમી પૂછે છે કોણ ફ્રેન્ડ ? ત્યારે મીલીંદ હાથ બતાવી કહેવા જાય છે પણ ત્યાં કોઇ નથી હોતું. મંમીએ કહ્યું ત્યાં તો કોઇ નથી. મીલીંદ કહે હમણાં તો અહી હતી કંઇ નહીં. હું દેવુની રાહ જોઊં છું પછીજ પાર્ટી ચાલુ કરીશું અને મંમી કહે હુ દાદીને સાચવીને ઉપર લઇને આવું છું તમે બધા એન્જોય કરો અને ત્રાંસી નજરે એનાં પાપા તરફ જુએ છે અને વીડીયો પુરો થાય છે.
સિધ્ધાર્થે કહ્યું મીલીંદ દેવુને ફ્રેન્ડ એટલે કે તારી ફેન્ડ ત્યાં આવી છે તારી રાહ જુએ છે. કોણ હતી તારી ફ્રેન્ડ જે મીલીંદની પાર્ટીમાં તારી રાહ જોઇ રહી હતી દેવાંશે ?
દેવાંશે કહ્યું સર મારાં માટે આજ મોટું આષ્ચર્ય છે મારે કોઇ ફ્રેન્ડ નથી અને એ છોકરી કોણ છે એ આછાં પ્રકાસમાં જોઇ પણ શકાતું નથી આતો મોટું રહસ્ય છે. સર મારાં જીવનમાં ફ્રેન્ડ કહો કે પ્રેયસી એક માત્ર વ્યોમા છે જેની સાથે હું લગ્ન કરવાનો છું...
સિધ્ધાર્થે દેવાંશની સામે જોઇ રહ્યો. પછી કહ્યું કંઇ નહીં. આગળ જોઇએ અનિકેત પણ શાંતિથી બધુ જોઇ રહેલો. સિધ્ધાર્થે આગળ જોવાનું ચાલુ કર્યો અને પાછાં ફોટા આવ્યો. ટેરેસની પાર્ટીમાં પાછો મીલીંદ કોઇ ગેસ્ટ સાથે વાતો કરે છે એ સમયે એં હાથમાં ડ્રીંકનો ગ્લાસ છે. અને એક ફોટાંમાં ફરી પાછી પેલી છોકરી મીલીંદની બાજુમાં ઉભેલી છે પણ આમાં પણ ચહેરો સ્પષ્ટ નથી દેખાતો. બધાએ ફરી ફરી ધ્યાનથી જોયો પણ કંઇ સ્પષ્ટ દેખાયું નહીં અને પછી પાછો એક વીડીયો આવ્યો એમાં મીલીંદ રામુને કહે છે સોફ્ટડ્રીંક લાવ અને રામુ એ ગ્લાસમાં લઇને આવે છે એ વખતે વંદના પણ સાથે આવે છે. રામુ પાસેથી ગ્લાસ લઇને મીલીંદ એ ગ્લાસ પેલી છોકીરને આપે છે ત્યારે એ છોકરીની કાતિલ નજર સાથેનો ચહેરો કેમેરા ની સામે સ્પષ્ટ દેખાય છે અને એ જોઇને દેવાંશ અને અનિકેત બંન્નેની એક સાથે જાણે ચીસ નીકળે છે.
સિધ્ધાર્થે આષ્ચર્યથી દેવાંશ અને અનિકેતને પૂછે છે શું થયું ? એણે કેમેરા ટેબલ પર મૂકી દીધો અને દેવાંશને જાણે હોંશ નહોતાં એણે કહ્યું સર સર આ એજ છોકરી જેણે જીપમાં કાલે લીફ્ટ લીધી હતી અને અનિકેત કહે આ એજ છોકરી જેને મેં સ્મશાનમાં જોઇ હતી ? કદાચ એજ હતી એનાં જેવી દેખાતી હતી.
સિધ્ધાર્થે કહ્યું એવું કેવી રીતે બને ? તું તો કહે છે એનું નામ ફરીદા હતું. મુસ્લીમ છોકરી.. દેવાંશે કહ્યું ના એ મુસ્લીમ છોકરી નહોતી એણે તો બધાં શણગાર અને કાળો ચાંલ્લો કરેલો પણ ચહેરો આવોજ હતો. અનિકેત કહે મને લાગે છે કદાચ આવોજ ચહેરો હતો.
સિધ્ધાર્થે પાછો કેમેરા લે છે એ ફોટો ધારી ધારીને પોતે જુએ છે અને આ બંન્નેને બતાવે છે. એણે કહ્યું પ્રેતનાં ફોટાં આવે ? મને તો કંઇ ખબર નથી પડતી પણ તમે બંન્ને ફરીથી જુઓ ફોટો એ છોકરી તમે જોઇ હતી એજ છે ? ધ્યાનથી જોઇને કહો.
દેવાંશે કહ્યુ હન્ડ્રેડ પર્સન્ટ એજ છોકરી છે કાંઇ ફરક નથી પોઝ કરેલો વીડીયો સિધ્ધાર્થે આગળ જુએ છે પેલી છોકરી મીલીંદની બરાબર બાજુમાં ઉભી છે પછી વંદનાને અભિષેક બૂમ પાડે છે એ રેકોર્ડીગમાં સભળાય છે એ બોલે છે વંદના પાપા બોલાવે અને કેમેરા મીલીંદ તરફજ હોય છે અને પેલી છોકરી મીલીંદને કંઇક કહે છે મીલીંદ ઉશ્કેરાય છે અને કંઇક ગુસ્સામાં બોલે છે પેલી છોકરી ત્યાંથી પાછળ ફરીને દરવાજા તરફ જાય છે અને એનાં ચોટલાનું ફુમતું દેખાય છે અસ્સલ જેવું પોલીસ સ્ટેશનમાંથી મળ્યું છે. સિધ્ધાર્થે સન્ન રહી જાય છે એણે...
વધુ આવતા અંકે - પ્રકરણ - 57