Selfless love in Gujarati Love Stories by Bhanuben Prajapati books and stories PDF | નિસ્વાર્થ પ્રેમ

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

Categories
Share

નિસ્વાર્થ પ્રેમ

નિસ્વાર્થ પ્રેમ ____________________
મેઘના દિવાળી આવતા ખૂબ ખુશ થઈ રહી હતી.પ્રકાશની રાહ જોઇ રહી હતી એ ક્યારે દિવાળી આવે અને પ્રકાશની મુલાકાત થાય. કારણ કે દરેક દિવાળી વખતે પ્રકાશ એના મામાના ત્યાં આવતો અને મેઘના અને પ્રકાશ દિવાળીમાં ખૂબ મજા કરતા બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા.

નાનપણથી બંને દિવાળીમાં મળતા હતા.પરંતુ હવે તો તેઓ મોટા થઈ ગયા હતા મેઘના ૧૮ વર્ષની થઈ ગઈ હતી .પ્રકાશની ઉંમર 21 વર્ષની હતી હવે તો પ્રકાશ કોલેજના વર્ષમાં હતો અને મેઘના અભ્યાસ છોડી દીધો હતો .

આ વખતે દિવાળીના દિવસો પસાર થતા હતા પરંતુ પ્રકાશ આવ્યો ન હતો .મેઘનાને મનમાં થતું હતું કે 'પ્રકાશ કેમ નથી આવ્યો ? એના દિલને ખૂબ જ સમજાવ્યું.ખૂબ સવાલ થયા પ્રકાશને શું તકલીફ હશે !એણે તરત કંઈ વિચર્યા વિના દોડીને પ્રકાશની મામીને પૂછ્યું! પ્રકાશ કેમ નથી આવ્યો ? ત્યારે પ્રકાશની મામીએ કહ્યું ; તેના લગ્ન લીધા છે.આ દિવાળી પછી દેવદિવાળી તેના લગ્ન છે. ત્યારે ખબર પડી કે 'પ્રકાશ ના લગ્ન લીધા છે

મેઘનાને આઘાત લાગ્યો! તરત ફોન નંબર મામી પાસેથી લઈને લગાવ્યો. મેઘનાએ તરત વાત કરી કે પ્રકાશ લગ્ન તો આપણે બંનેને કરવાના હતા તો કેમ તે લગ્ન બીજે નક્કી કરી લીધા ,અને મને જાણ પણ કરી. આપણે બંને એકબીજાને પસંદ કરતા હતા અને તું પણ મને પ્રેમ કરતો હતો અને હું પણ તને પ્રેમ કરતી હતી છતાં પણ તે મારી સાથે આવો વિશ્વાસઘાત કેમ કર્યો.

પ્રકાશે કહ્યું; મેઘના હું પણ લગ્ન કરવા માગતો નથી મને પણ દિવાળી નો ઇંતજાર હતો કે હું ત્યાં આવું અને મળીને બધી વાત કરું.હું લાચાર અને મજબૂત હતો. એટલે ત્યાં આવી શક્યો નહીં..

મેઘનાએ કહ્યું ; પ્રકાશ તૈયાર હોય તો હું ભાગીને લગ્ન કરવા માટે તૈયાર છું.

પ્રકાશે કહ્યું ;હું સમાજીક બંધનમાં બંધાયેલો છું એટલે મારે ભાગીને તો લગ્ન કરવા નથી. ભાગીને જઈશું તો ક્યાં ! આપણો સમાજ આપણા સ્વીકારી ના શકે અને સમાજ ના આશીર્વાદ વગર લગ્ન કરવા મને મંજુર નથી.

મેઘના ગુસ્સે થઇ અને કહ્યું કે; પ્રેમ કરતાં પહેલા તારે આ બધું વિચારવું જોઈતું હતું.

પ્રકાશે કહ્યું ; ચિંતા ન કર ! આપણો પ્રેમ સાચો હશે તો દિવાળી પર આપણા લગ્ન થશે હું કોશિશ કરું છું કે; આપણા બંને લગ્ન કરી શકીએ બધાના આશીર્વાદ સાથે.

મેઘનાએ કહ્યું ;હું તારા વગર જીવી શકું એમ નથી હું તને ખૂબ જ પ્રેમ કરું છું .હું દરેક બંધનો તોડીને તારી સાથે રહેવા માગું છું.

પ્રકાશએ કહ્યું; મેઘના પ્રેમ હંમેશાં ત્યાગ અને બલિદાન માગે છે પ્રેમ કરીને પામવું એના કરતાં બલિદાન આપીને આપણા પોતાના લોકોને ખુશ રાખવા સારા.એમની પરવાનગી વગર બળજબરીથી કરેલા લગ્ન સફળ થતા નથી અને જો આપણા પ્રેમમાં તાકાત હશે. તો થશે લગ્ન.

મેઘના કહે છે' આમાં સમજનો ક્યાં વાંક કાઢવાનો! જ્યારે માનવી મુખ ફેરવી લે પછી શું કરવાનું... મેઘના ખૂબ જ રડવા લાગી...

પ્રકાશે કહ્યું ;હું બે દિવસ માટે આવું છું પછી હું તને રૂબરૂ વાત કરું છું પ્રકાશ જેની સાથે લગ્ન નક્કી થયા હતા તે તેની મામીની બેન ની દીકરી હતી શ્રદ્ધા .પ્રકાશએ શ્રદ્ધાને ત્યાં મળવા માટે બોલાવી.

શ્રદ્ધાને પણ પ્રકાશ ગમતો હતો.ત્રણેય જણા પ્રકાશના મામાને ત્યાં ભેગા થયા.

શ્રદ્ધાએ કહ્યું ;હું પણ દિલથી પ્રકાશને વર્ષોથી પ્રેમ કરું છું પરંતુ ક્યારેય મેં તેને કહ્યું નથી તું દિવાળીમાં મારા ઘરે મળવા આવતો ત્યારથી તારા પ્રેમમાં પડી જ હતી .પરંતુ મેં તને ક્યારેય કહ્યું નહીં .પ્રકાશ હું તને રાધા જેવો પ્રેમ કરું છું મને તારો પ્રેમ મળી રહે એટલે બસ મારે લગ્ન પણ કરવા નથી જો તને મેઘના સાચો પ્રેમ કરતી હોય તો તું એની સાથે લગ્ન કરી શકે છે .પ્રેમ હંમેશાં ત્યાગ અને બલિદાન માંગે છે એ હું જાણું છું . અને હું આ દિવાળીમાં જે આપણા લગ્ન લીધા છે એનો કોઈ પણ રીતે રોકવાનો પ્રયાસ કરીશ હું મારી રીતે જ ના પાડી દઈશ.

મેઘનાએ અને પ્રકાશે શ્રદ્ધાનો આભાર માન્યો.
શ્રદ્ધાએ કહ્યું હું લગ્ન નહિ કરું . પ્રકાશ ની યાદોમાં મારું જીવન પસાર કરી લઈશ. હું મારી દરેક દિવાળી પ્રકાશ નામે જ પ્રકાશિત કરીશ. કારણકે મારા દિલમાં ફક્ત એક જ નામ કોતરાયેલું રહેશે પ્રકાશ .

પ્રકાશને ખૂબ જ દુઃખ થયું એને થયું કે મેં શ્રદ્ધા સાથે દગો કર્યો છે .બીજી તરફ મેઘના ને પણ ખૂબ જ પ્રેમ કરતો હતો ત્રણેય જણા છૂટા પડી ગયા
શ્રદ્ધા એના ઘરમાં કહી દીધું કે મારે હા લગ્ન કરવા નથી એને પોતાની રીતે જવાબ આપીને લગ્ન તોડાવી નાખ્યા

પ્રકાશના મમ્મી-પપ્પાની મંજૂરીથી મેઘના અને પ્રકાશના લગ્ન નક્કી થયા. તેમના લગ્ન દેવદિવાળીના દિવસે ગોઠવાયા .

દેવદિવાળીના દિવસે એટલે લગ્નના દિવસે મેઘના બ્યુટિપાર્લરમાંથી તૈયાર થઈને આવતી હતી અને એક્સિડન્ટ થયો અને ત્યાં મેઘના મૃત્યુ પામી.
પ્રકાશ આ સમાચાર સાંભળીને બેભાન થઈ ગયો શ્રદ્ધા પણ ત્યાં હાજર હતી એને પ્રકાશને સંભાળી લીધો એના ખોળામાં માથું મૂકીને કહ્યું કે; કદાચ તમારો સાચો પ્રેમ હતો પરંતુ કુદરતને કદાચ મંજૂર નહીં હોય.

શ્રદ્ધાએ કહ્યું મેઘનાની છેલ્લી ઈચ્છા આ અગ્નિની સાક્ષીએ ફેરા ફરી લે માથામાં સિંદૂર ભરી દે. એના પોતાના મનને શાંતિ થશે .

પ્રકાશને બધા ભેગા થઈને આશ્વાસન આપ્યું અને મેઘનાને ચૂડી, ચાંદલો,સિંદૂર સાથે પ્રકાશે અગ્નિદાહ આપ્યો.

પ્રકાશ ખૂબ રડવા લાગ્યો. ખરેખર ભગવાન કેમ સાચા પ્રેમ કરવાને મુલાકાત નહિ કરાવતો હોય .
બ્રાહ્મણે કહ્યું કે ;પ્રકાશના લગ્ન કરાવવા જરૂરી છે પછી એનો લગ્ન યોગ નથી.

પ્રકાશની કોઈ પણ ઈચ્છા નહોતી.પણ તેના માતા-પિતાની ઈચ્છાને માન આપી શ્રદ્ધા સાથે લગ્ન કરવાની હા પાડી.

લગ્નમંડપમાં દેવદિવાળી ના જ દિવસે પ્રકાશના લગ્ન શ્રદ્ધા જોડે કરાવી દેવામાં આવ્યા .
આમ શ્રદ્ધાનો પણ સાચો પ્રેમ હતો એટલે કુદરતે તેને પ્રકાશ મેળવી આપ્યો.
શ્રદ્ધાના જીવનમાં દિવાળી જીવનસાથી ની ખુશીઓ લઈને આવી.
પ્રજાપતિ ભાનુબેન બી.