Dhup-Chhanv - 43 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 43

ઈશાનના સેલફોનમાં રીંગ વાગે છે એટલે અપેક્ષા ફોન ઉપાડે છે. ફોન ઉપર ઈશાનની મોમ હોય છે જે ઈશાનને હોસ્પિટલમાં આવવા માટે પૂછે છે પરંતુ અપેક્ષા ચોવીસ કલાક ઈશાનની સેવામાં ખડેપગે ઉભી છે અને ઈશાન તેને અત્યારે પોતાનાથી જરા પણ દૂર કરવા ઈચ્છતો નથી તેથી ઈશાન મોમને હોસ્પિટલમાં ન આવવા જણાવે છે.

અપેક્ષા ફોન લઈને ઈશાનની નજીક જાય છે એટલે ઈશાન તેને પોતાની વધુ નજીક ખેંચી લે છે અને કહે છે કે, તું અહીં આવ તો મારે તને એક વાત કહેવી છે.

અપેક્ષા: હા, બોલ...

ઈશાન તેને ગાલ ઉપર ચુંબન કરે છે અને આઈ લવ યુ માય ડિયર કહે છે.

અપેક્ષા પણ પોતાના પ્રેમનો એકરાર કરતાં " આઈ લવ યુ માય ડિયર ઈશુ " કહે છે અને બંને એકબીજાનામાં ખોવાઈ જાય છે....

દશ દિવસ સુધી અપેક્ષા હોસ્પિટલમાં સતત ઈશાનની સાથે ને સાથે તેની સેવામાં રહે છે તેથી ઈશાનની તબિયત ધાર્યા કરતાં જલ્દીથી સારી થઈ જાય છે અને તેથી ડૉક્ટર સાહેબને પણ નવાઈ લાગે છે.

થોડા દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ ઈશાનની તબિયતમાં સુધારો થતાં તેને ઘરે લાવવામાં આવે છે.

ઈશાનને પોતાના ઘરે જોઈને તેના મમ્મી-પપ્પા ખૂબજ ખુશ થાય છે અને મનની શાંતિ અનુભવે છે.

જે દિવસે ઈશાનને હોસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવે છે તે દિવસે રાત્રે ઈશાન પોતાના મમ્મી-પપ્પા સાથે ડાઈનીંગ ટેબલ ઉપર ડિનર લેવા માટે બેઠો હોય છે તે વિચારે છે કે ડાઈનીંગ ટેબલ મમ્મી-પપ્પા સાથે વાત કરવાની ઉત્તમ જગ્યા છે અને હસીને પોતાના મમ્મી-પપ્પા સાથે વાત કરવાની શરૂઆત કરે છે. પોતાની મમ્માને કહે છે કે, " મેં તારા માટે એક છોકરી શોધીને રાખી છે જે તને શોપમાં પણ મદદ કરશે અને ઘરકામમાં પણ મદદ કરશે.."
મમ્મા: અરે વાહ, ગુડ. કોણ છે તે ?
ઈશાન: આપણી અપેક્ષા..!!
મમ્મા: આપણી અપેક્ષા..?? એ વળી કોણ ?
ઈશાન: મોમ, આપણી અપેક્ષા
મમ્મા: હા મેં સાંભળ્યું બટ, એ વળી આપણી ક્યાંથી થઈ ગઈ..?
ઈશાન: થોડો મૂંઝવણમાં મુકાઇ ગયો કે મમ્માને કેવી રીતે સમજાવવું કે હું અને અપેક્ષા કેટલા નજીક આવી ગયા છીએ..!!
અને ફરીથી મમ્માને આખીયે વાત ક્લિયર કરતાં કહે છે કે, " આપણાં સ્ટોર ઉપર મારી સાથે કામ કરવા માટે આવે છે અક્ષતની સિસ્ટર હું તેની વાત કરું છું.
મમ્મા: ઑહ, આઈ સી તો એમ ચોખ્ખી વાત કર ને..! તેનું શું છે બોલ હવે કે..
ઈશાન: મોમ, એ તમને ગમે છે ?
મોમ: મારે એને ગમાડીને વળી શું કામ છે ?
ઈશાન: એમ નહીં મોમ એ તો તમારી હેલ્પ માટે ઘરમાં તેને બોલાવવાની વાત છે.
મોમ: ઘરમાં ? ઘરમાં વળી તેનું શું કામ છે ?
ઈશાન: એવી રીતે નહીં મોમ..
મોમ: તો કેવી રીતે ?
ઈશાન: આઈ વોન્ટ ટુ મેરી વીથ હર.. આઈ લાઈક હર વેરી મચ એન્ડ આઈ લવ હર.. એન્ડ સી ઓલ્સો લવ મી.. ( બધુંજ એક શ્વાસે બોલી જાય છે.)

અને મમ્મી-પપ્પા બંને ખડખડાટ હસી પડે છે એટલે ઈશાન વિચારમાં પડી જાય છે કે, હું કંઈ વધારે પડતું બોલી ગયો કેમ મોમ અને ડેડ બંને આમ ખડખડાટ હસી પડ્યા.

અને પછી ડેડ ત્રણ વખત તાળી પાડે છે એટલે અપેક્ષા નેવી બ્લ્યુ કલરના ગ્લેમરસ ગાઉનમાં સજ્જ હાથમાં રેડ કલરના રોઝ સાથે ડાઈનીંગ ટેબલ પાસે આવે છે અને ઈશાનના હાથમાં રેડ રોઝ આપે છે. (સ્વર્ગથી પણ સુંદર દ્રશ્ય જાણે જમીન ઉપર રચાઈ રહ્યું છે.)

ઈશાન તો કંઈક ખયાલોમાં જ ખોવાઈ જાય છે કે, આ હકીકત છે કે હું કોઈ સ્વપ્ન જોઈ રહ્યો છું પણ ત્યાં તો ડેડ શેમ્પેઈન હાથમાં લઈને ડાઈનીંગ ટેબલ ઉપર મૂકે છે અને મોમ ડેડ બંને એકસાથે ઈશાનને ભેટી પડે છે. મોમની આંખમાં તો હર્ષનાં આંસુ પણ આવી જાય છે અને બંને સાથે ઈશાનને કહે છે કે, " બેટા તું તને નહતો ઓળખતો ત્યારથી અમે તને ઓળખીએ છીએ અને તારી પસંદ નાપસંદ અમને ન ખબર હોય તેવું કઈરીતે બને બેટા..??

અને મોમ ડેડ અપેક્ષાને પણ પોતાના બાહુપાશમાં લઇ લે છે ચારેય જણાં જાણે એકબીજાને માટે જ બન્યા હોય તેવું આહલાદક દ્રશ્ય સર્જાય છે.

અને ડેડ પછી શેમ્પેઈન ઉડાડીને આ યાદગાર પળોને વધુ યાદગાર બનાવે છે.

ઈશાનની આંખમાં પણ આંસુ આવી જાય છે અને પોતાના મમ્મી-પપ્પાને માટે તે પ્રાઉડ ફીલ કરે છે તેમજ મનોમન ઈશ્વરને પણ પ્રાર્થના કરે છે કે ભવોભવ મને આ જ મમ્મી-પપ્પા મળજો.

માતા-પિતા માટે સંતાનથી વિશેષ કંઈ હોતું જ નથી તે આ વાત દર્શાવી જાય છે.
ક્રમશઃ
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
17/11/2021