My Loveable Partner - 14 books and stories free download online pdf in Gujarati

મને ગમતો સાથી - 14 - વેલકમ

પાયલ : હાય.
પાયલ ધીસ સાઈડ.
હું ધારા ના માસી ની દીકરી છું.
તમે ઘરે આવ્યા હતા ત્યારે આપણે મળ્યા હતા.
તે મેસેજ કરીને જવાબની રાહ જોવા લાગે છે.

ધારા : પરંપરા, સ્મિત તને એની કેબિનમાં બોલાવે છે.
પરંપરા સ્મિત ની કેબિનમાં આવે છે.
પરંપરા : મને બોલાવી??
સ્મિત : હા.
પરંપરા : શું વાત છે બોલ??
સ્મિત ઉભો થાય છે અને તેની પાસે આવે છે.
પરંપરા : પાછળ તારા હાથમાં શું છે??
સ્મિત : આંખો બંધ કર.
પરંપરા : ઓકે.
તે આંખો બંધ કરે છે.
સ્મિત બોક્સમાંથી કેમેરા કાઢી પરંપરા ના હાથમાં આપે છે.
પરંપરા તરત આંખો ખોલે છે.
તેના ચહેરા પર ખુશી છવાય જાય છે.
પરંપરા : થેન્કયુ સ્મિત.
તે સ્મિત ને ભેટી પડે છે.
સ્મિત : પતિ ને થેન્કયુ ના કહેવાનું હોય.
પરંપરા : તો??
સ્મિત : સામે સરપ્રાઈઝ આપવાનું હોય.
પરંપરા : અચ્છા....!!
સ્મિત : હંમ.
ત્યાં ધારા કેબિનનો દરવાજો ખોલી અંદર આવે છે.
સ્મિત - પરંપરા : ધરું....!!
ધારા : સોરી.
સ્મિત : ભલે તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે.
પણ ક્યારેક તો નોક કરીને આવ.
પરંપરા : હવે અમે....
ધારા : સોરી, હું જાવ છું.
સ્મિત : ઉભી રહે હવે.
શેના માટે આવી હતી??
ધારા : અ....કોયલ ને....
એનું કહેવું છે કે આપણે બ્રાઈડ અને ગ્રૂમ ના ખાસ કપડા પણ ડિઝાઈન કરીએ ફોટોશૂટ માટે.
અને જગ્યાની સાથે સાથે થીમ ના પણ ઓપ્શન્સ આપીએ.
સ્મિત : આ બધુ નક્કી કરીને ડિઝાઈન કોણ કરશે??
ધારા : એ પોતે.
જો તમને લોકોને આઈડિયા ગમ્યો હોય તો.
પરંપરા : હેડ તો તું છે.
તે મુસ્કાય છે.
ધારા : મને તો ગમ્યો જ છે.
પણ કંપની આપણા 3 ની છે એટલે ત્રણેય નક્કી કરશે.
સ્મિત : એના પૈસા વધશે.
અને આપણે એવું પણ કરી શકીએ કે લગ્ન ના કપડા પણ....
પરંપરા : ગુડ આઈડિયા.
ચાલો, આપણે ફેશન ડિઝાઈનર કોયલ સાથે વાત કરી લઈએ.
ધારા : ચાલો.

ધારા : મિસ કોયલ....
ત્રણેય સાથે બેઠેલા યશ, કોયલ અને પાયલ પાસે આવે છે.
ધારા : અમે તમારી સાથે ધંધાકીય વાર્તાલાપ કરવા આવ્યા છે.
કોયલ : હા, કહો....
સ્મિત : તમારો આઈડિયા અમને ખૂબ ગમ્યો છે.
અને અમે ઈચ્છીએ છીએ કે તમે પણ અમારી સાથે એઝ અ ડિઝાઈનર જોડાય જાઓ.
કોયલ ના ચહેરા પર મુસ્કાન આવી જાય છે.
સ્મિત : અને આગળ જતા આપણે એવું પણ કરીશું કે બધા ના લગ્ન પ્રસંગ માટે ના કપડા પણ આપણે ત્યાંથી ડિઝાઈન થાય.
પરંપરા : એના માટે આપણે નવા પેકેજીસ બનાવીશું અને તમારી આખી ટીમ પણ તમને જોઈએ એવી તૈયાર કરીશું.
ધારા : ડિઝાઈનીંગ નું આખું ડિપાર્ટમેન્ટ તમારું હશે.
ક્લાઈન્ટ ને શું જોઈએ છે, કેવું જોઈએ છે, ક્યાં સુધીમાં જોઈએ છે અને તેમનું બજેટ આ બધાનું તમારે રાખવાનું રહેશે.
કોયલ : ઓકે.
પરંપરા : અને અત્યારે તમારા પહેલા આસીસ્ટન્ટ હશે પાયલ.
પાયલ : ઓકે.
તે ખુશ થાય છે.
પરંપરા : અત્યારે તમારે પ્રી - વેડિંગ ફોટોશૂટ માટે નવા થીમ વિચારવા ના છે અને તે પ્રમાણે કપડા ડિઝાઈન કરવાના છે.
સ્મિત : થીમ વિચારવામાં બધા તમારી મદદ કરશે.
અને પ્રી - વેડિંગ ફોટોશૂટ ફોટોગ્રાફર પરંપરા કરવાના છે.
જગ્યાની અને બાકી બધી જરૂરી વાત તમે તેમની અને તેમના આસિસ્ટન્ટ માધવ સાથે કરી શકો છો.
કોયલ : ઠીક છે.
ધારા : તમને મહિને 30,000 હજાર સાથે જેવું કામ એવું બોનસ આપવામાં આવશે.
અને આવનારા એક વર્ષ સુધી તમે આ શહેર છોડી ક્યાંય નહી જઈ શકો.
યશ : વોટ??
ધારા : યસ.
પરંપરા : એનું કારણ એ છે કે ઘણી વખત તમારે બીજી જવાબદારીઓ પણ જોવાની આવી શકે છે જ્યારે એક થી વધારે ઈવેન્ટ હોય.
કોયલ : યસ યસ.
સ્મિત : વેલકમ ટુ હેપ્પી શગુન ફેમિલી.
તે કોયલ સાથે હાથ મિલાવે છે અને કોન્ટ્રેક્ટ સાઈન કરવા તેને પેન આપે છે.
કોયલ : થેન્કયુ.
તેના કોન્ટ્રેક્ટ સાઈન કરતા જ આખી ઓફિસ તાળીઓ ના ગડગડાટથી ગુંજી ઉઠે છે.
યશ : Congratulations.
તે કોયલ ને ભેટે છે.
પાયલ : યુ....હુ....!!!!
પરંપરા : Congratulations.
યશ : આ પરંપરા દીદી કહી રહ્યા છે કે પરંપરા મેડમ??
પરંપરા : બંને.
તે હસતાં હસતાં કહે છે.

* * * *

પાયલ : જવાબ આવ્યો!!
જોઈએ શું આવ્યો....
તે મેસેજ ઓપન કરે છે.

મેસેજ : હાય.

પાયલ : બસ, ફક્ત "હાય" ??
હવે હું સામે શું લખું??
કેમ છો??
નહી....કઈ બીજું....
તે વિચારવા લાગે છે અને છેલ્લે ફરી "હાય" લખી " કેમ છો?? " જ પૂછી લે છે.
પાયલ : તે પૂછશે ત્યારે શું જવાબ આપીશ કે મે એને મેસેજ શું કામ કર્યો??

* * * *

કોયલ : ધરું....
ધારા : હા....??
તે ચાલતા ચાલતા પાછળ ફરી જુએ છે.
કોયલ પણ તેની સાથે ચાલવા લાગે છે.
કોયલ : થેન્કયુ.
ધારા : યોર વેલકમ.
બંને એકબીજા સામે જોતા મુસ્કાય છે.
સ્મિત : ધારા, નવી ડેકોરેશન ની ડિઝાઈન્સ તૈયાર છે??
સ્મિત તેમની પાસે આવે છે.
ધારા : હા.
સ્મિત : ગ્રેટ.
ક્લાઈન્ટ હમણાં આવે છે જોવા.
ધારા : ઓકે.
સ્મિત : કોયલ, તું પણ સાથે રહેજે.
કોયલ : હા.
સ્મિત : અને જો તું અઠવાડિયા ની અંદર ફોટોશૂટ ના નવા થીમ અને કપડા ડિઝાઈન કરી શકે એવું હોય તો તેમને તેની પણ વાત કરી લેજે.
કોયલ : ઓકે.
ધારા : તું ક્યાં જાય છે??
સ્મિત : હોટલમાં કઈ લોચો થયો છે યાર.
પપ્પા નો ફોન આવ્યો.
એટલે ત્યાં જાઉં છું.
મે પરંપરા ને શોધી પણ દેખાતી નથી.
એને કહી દેજે ત્યાં વાર લાગે તો હું ત્યાંથી સીધો ઘરે જતો રહીશ.
સ્મિત ફટાફટ બધુ બોલી જાય છે.
ધારા : સારું.
ડ્રાઈવ સેફ.
સ્મિત : હા.
તે જતો રહે છે.
કોયલ : કેટલા નવા ડિઝાઈન્સ જોઈશે??
આઈ મીન....
ધારા : જેટલા તું બનાવી શકે એટલા.
જેટલા ઓપ્શન્સ તું બનાવી શકતી હોય એટલા બનાવ.
હમણાં પૂરતું આપણે બીજા કોઈ ટેલર પાસે સીવડાવી દઈશું.
કોયલ : ઓકે.
ધારા ફરી મુસ્કાય છે.

* * * *

યશ : આજ કી પાર્ટી મેરી તરફ સે.
ધારા : ઠીક છે.
કોયલ : મમ્મી પપ્પા નો ફોન આવ્યો.
યશ : આપ આપ ગુડ ન્યુઝ આપ.
કોયલ : હેલ્લો....
અમે બધા સાથે બેઠા છીએ.
સે હાય ટુ એવરીબડી.
તે વિડિયો કોલ રિસીવ કરી બધા સાથે તેના મમ્મી પપ્પાની નાની મુલાકાત કરાવે છે.
મોમ : હેલ્લો....
પરંપરા : હાય આન્ટી.
મોમ : Congratulations.
સોરી, અમે તમારા લગ્નમાં ન આવી શક્યા.
પરંપરા : ઈટસ ઓકે.
પણ હવે જલ્દી ઈન્ડિયા જરૂર આવજો.
મોમ : જરૂર.
પરંપરા : મીટ સ્મિત.
માય હસબન્ડ.
સ્મિત : હેલ્લો....
મોમ : હાય બેટા....
વન્સ અગેન Congratulations.
સ્મિત : થેન્કયુ.
કોયલ : અને આ છે આપણી પાયલડી.
મોમ : કોયલ!!
મોમ તેને બધાની વચ્ચે પાયલડી બોલતા ટોકે છે.
પાયલ : કેમ છો આન્ટી??
મોમ : મજામાં દિકરા.
તું કેમ છે??
પાયલ : બસ, મજામાં આન્ટી.
કોયલ : અને પાયલ ની બાજુમાં છે ધારા.
ધારા : હેલ્લો આન્ટી.
મોમ : હાય ધારા.
ધારા : ઓલ ગુડ ધેર??
મોમ : યા....યા.
ધારા : અંકલ....
મોમ : એ બહાર ગયા છે.
ધારા : ઓહ....ઓકે.
યશ : અને હું યશ.
હાય મોમ.
વોટ્સઅપ....??
મોમ : ઓલ ગુડ બેટા.
તારું કામ કેવું ચાલી રહ્યુ છે??
યશ : સરસ ચાલી રહ્યુ છે.
ગોઈંગ વેલ.
મોમ : ગુડ.
કોયલ : હું વાત કરીને આવું.
યશ : હા.
યશ ને કહી તે તેની મોમ સાથે વાત કરવા બધાથી થોડી દૂર જતી રહે છે.

યશ : 9 વાગ્યા છે.
આપણે બધા અત્યારે સાથે બહાર જઈએ તો તમે લોકો આવશો ને જીજુ??
પાયલ : આવવું જ પડશે.
સ્મિત : હા.
આવીશું ને.
તે પરંપરા સામે જોતા કહે છે.
પરંપરા : નહી.
આજે અમે ઘરે જતા રહીએ.
યશ : પણ....
પરંપરા : આજે હોટલ પર પણ ઈશ્યુ થયો છે.
અને ઘરે બધા રાહ જોતા હશે.
સ્મિત : ફોન કરી દઈએ ને.
પરંપરા : પણ ઘરે જતા જ રહીએ ને.
યશ : ઓકે.
વાંધો નહી.
પરંપરા : નીકળીએ??
સ્મિત : 5 મિનિટ તો ઉભી રહે.
કોયલ તેની વાત કરીને પાછી આવી જાય છે.
પાયલ : શું કહ્યુ તેમણે??
તે તરત પૂછે છે.
કોયલ : તે બહુ જ ખુશ થયા અને તેમણે બધાનો આભાર માન્યો છે.
ધારા : આપણે પાર્ટી કાલે લંચ ટાઈમમાં કરીએ તો??
આજે બહુ થાકી ગયા છે અને મારે ઘરે જઈને પણ કામ કરવાનું છે.
પરંપરા : હા.
યશ : ચાલો, તો એમ રાખીએ.
સ્મિત : કૂલ.
કાલે ઓફિસ પર મળીયે.
ધારા : હા.
સ્મિત : બાય બધાને.
પાયલ : બાય.
પરંપરા : બાય બાય.

* * * *


~ By Writer Shuchi



.