My Loveable Partner - 15 books and stories free download online pdf in Gujarati

મને ગમતો સાથી - 15 - અકળામણ

યશ : શું કરે છે પાયલ??
યશ પાયલ અને ધારા ના રૂમમાં આવે છે.
પાયલ તેનો કેમ છો?? વાળો મેસેજ ફરી ફરી વાંચી રહી હોય છે.
પાયલ : યશ....!!
તે તેની સામે જુએ છે.
યશ : ક્યાં ખોવાયેલી હતી??
પાયલ : કશે નહી.
યશ : તો મને જોઈને ચોંકી કેમ ગઈ??
પાયલ : એ તો તે આમ અચાનક બોલાવીને.
મને લાગ્યુ કે તું કોયલ સાથે હશે.
યશ : કોયલ અને ધારા કઈ કામ ની વાતો કરી રહ્યા છે.
પાયલ : એટલે તું અહીંયા આવી ગયો.
યશ : મારે આમ પણ તને કઈ પૂછવાનું હતુ.
પાયલ : લગ્ન ને લગતી....
યશ : એ વાત નથી.
પાયલ : બોલ....
યશ : મમ્મી પપ્પાની આમ ઉપેક્ષા ન કર યાર.
તેમને તારી પણ જરૂર છે.
હું તો દીકરો છું.
પણ તું દીકરી છે.
અને જે એક દીકરી કરી શકે એ એક દીકરો ક્યારેય નહી કરી શકે.
પાયલ : હંમ.
તે નીચું જોવા લાગે છે.
યશ : થીંક અબાઉટ ઈટ.
એકાદ બે દિવસ મળી આવ તેમને.
પાયલ : તું ક્યારે પાછા જવાનું વિચારે છે??
યશ : 2 - 3 દિવસમાં.
પાયલ : હું તારી આવી જઈશ.
યશ : સારું.
યશ : કોની સાથે ચેટ કરતી હતી??
પાયલ : ફ્રેન્ડ.
યશ : કઈ ફ્રેન્ડ??
પાયલ : સલોની.
યશ : સલોની ડાર્લિંગ.
પાયલ : તું સલોની ને ડાર્લિંગ કહીને બોલાવે છે ને તો પહેલા એને એવુ લાગતુ હતુ કે તને એ ગમે છે.
યશ : હેં??
ખરેખર??
પાયલ : હા.
યશ : ગોડ યાર.
બંને હસે છે.

* * * *

સવારે

પાયલ : ધારા નો ફોન બાથરૂમમાં??
માસી ના 4 મિસકોલ્સ.
પાયલ ફટાફટ ફોન લઈને નીચે આવે છે.
પાયલ : માસી....
મમ્મી : બેટા, ધારા તને કઈ કહીને ગઈ છે??
પાયલ : ના.
મમ્મી : ફોન પણ નથી ઉપાડી રહી.
પાયલ : એનો ફોન તો બાથરૂમમાં હતો.
તે ફોન બતાવતા કહે છે.
પપ્પા : કીધા વગર ક્યાં જતી રહે છે આ છોકરી??
કેટલી વાર કીધું છે એને કે જ્યાં જવું હોય ત્યાં જા.
પણ એક વાર કહીને જા.
આટલું યાદ નથી રહેતુ??
પપ્પા અકળાતા હોય છે.
પાયલ : તમે પરંપરા ને પુછ્યું??
તેને ખબર હોય શકે છે.
મમ્મી : કોયલ પરંપરા સાથે જ વાત કરી રહી છે.
પપ્પા : ક્યાં ગઈ તે??
મમ્મી : તમે શાંત રહો.
પપ્પા : શું શાંત રહો??
કેટલી વાર તે બહાર જયા કરે છે.
લગ્ન પછી પણ જો....
મમ્મી : અત્યારે લગ્ન ક્યાં વચ્ચે આવ્યા??
તમે પણ....
કોયલ : માસા માસી....
પપ્પા : શું કહ્યુ પરંપરા એ??
કોયલ : તેને પણ નથી ખબર.
યશ : જીજુ ને??
કોયલ : એ મે નહી પૂછયું.

* * * *

સ્મિત : પરંપરા, પહેલા પણ ધારા આ રીતે ગઈ છે ને.
આવી જશે પાછી.
પરંપરા : એ મારો ફોન ઉપાડી લે છે પણ.
આજે મારો પણ નથી ઉપાડી રહી.
સ્મિત : તેને પોતાની સ્પેસ જોઈતી હશે.
પરંપરા : પણ કોઈને કહીને તો જાય ને.
સ્મિત : રિલેક્સ.
આવી જશે.
પરંપરા : તને પપ્પા નો ગુસ્સો ખબર છે ને.
સ્મિત : પણ આટલું ટેન્શન નહી લે.
ધારા કોઈ ખોટું પગલું નહી ભરી લે.
પરંપરા : એના પર મને ભરોસો છે પણ....
સ્મિત : એ ઓફિસ જતી રહી હોય.
એવું પણ બને ને.
પરંપરા : તો ત્યાંથી એક ફોન તો કરે.
સ્મિત : હું ટ્રાય કરી જોઉં છું ઓફિસ ના નંબર પર.
તે કોલ લગાવે છે.
સ્મિત : રીંગ વાગીને પૂરી થઈ.
પરંપરા : ઓફિસ ગઈ હશે તો ત્યાં ફરી સૂઇ ગઈ હશે.
સ્મિત : પોસિબલ છે.
પરંપરા : તું તૈયાર થઈને જા.
હું ઘરના કામ પતાવીને આવું છું.
સ્મિત : હા.

સ્મિત ફટાફટ તૈયાર થઈને ઓફિસ પહોંચી જાય છે.
અને SURPRISE....!!!!
ધારા પોતાની કેબિનના સોફા પર આરામથી નિંદ્રામાં ખોવાયેલી હોય છે.
સ્મિત સીધો ધારાની કેબિનમાં આવે છે.
સ્મિત : ધારા ઉઠ....
ધારા વેક અપ....
તે બીજી વખત તેને હલાવતા કહે છે.
ધારા : સ્મિત....!!
તું આવી ગયો.
સ્મિત : ગુડ મોર્નિંગ.
તમારો ફોન ક્યાં છે??
ધારા : મારો ફોન તો....
સ્મિત : ઘરે છે ને.
ધારા : ઓહ....તો....
સ્મિત : આ છેલ્લી વાર હતુ.
ધારા : યાર હું....
સ્મિત : વાત કરને એ વિશે અમારી સાથે.
ધારા : શું વાત કરું??
" મને કંટાળો આવે છે "??
સ્મિત : હા.
ધારા : કહીને શું કરું??
સ્મિત : જેમ પાયલ તારી સાથે બધુ શેર કરે છે એમ....
ધારા : એ પાયલ છે અને હું ધારા છું.
સ્મિત : પોતાના લો ફેઝ અથવા પોતાને જે વાત હેરાન કરે એ શેર કરવામાં કોઈ નબળું નથી પડી જતુ.
શેર કર્યા બાદ હિંમત મળે.
જે તું બધાને આપતી આવી છે.
અને આ બધાની જરૂર છે શેર કરવું,
પોતાનું મન હળવું કરવું.
તું મારી સાથે વાત કરી શકે છે.
તું કહે તો હું પરંપરા ને પણ નહી કહીશ.
આપણી એવી દોસ્તી છે.
તે ધારાની બાજુમાં બેસે છે.
ધારા : સ્મિત....
સ્મિત : શું થયુ??
ધારા : આઈ જસ્ટ નીડ અ બ્રેક.
સ્મિત : લઈ લે.
ધારા : તું લેવા દેશે અત્યારે??
સ્મિત : 2 દિવસ માટે તો તું જઈ જ શકે છે.
ધારા : ક્યાં??
સ્મિત : વિચાર.
સ્મિત ના ફોનની રીંગ વાગે છે.
સ્મિત : હા, તે ઓફિસમાં જ છે.
તે ફોન ઉપાડતા કહે છે.
પરંપરા : આપ એને ફોન.
સ્મિત : હા....લે.
તે ફોન ધારા ને આપે છે.
ધારા : હેલ્લો....
પરંપરા : ગુડ મોર્નિંગ.
ધારા : સોરી.
પરંપરા : મમ્મી પપ્પા સાથે વાત કરી લેજે.
ધારા : હા.
પરંપરા : ઓફિસ પર મળીએ.
બાય.
ધારા : બાય.
સ્મિત : ગુસ્સામાં હતી??
ધારા : થોડી.
તારા ફોનથી ઘરે ફોન કરી લઉં??
સ્મિત : હા, કરી લે.

અડધો કલાક પછી

સ્મિત : હોટલથી નાસ્તો આવી ગયો.
ધારા : એક વાત કહું??
સ્મિત : હા....
ધારા : પાયલ નું સપનું છે મહેંદી આર્ટિસ્ટ બનવું.
અને તેને તેના ઘરેથી કોઈ સપોર્ટ નથી કરી રહ્યુ.
સ્મિત : યશ પણ નહી??
ધારા : નહી.
આપણે તેને કોઈ મદદ કરી શકીએ??
સ્મિત : યુ મીન....
ધારા : યા.
સ્મિત : જોઈએ.
ધારા : ખરેખર??
સ્મિત : યસ.
ધારા ખુશ થાય છે.

* * * *

પાયલ : જવાબ આવ્યો.
" આઈ એમ ફાઈન."
ગુડ મોર્નિંગ.
તે સામે લખે છે.
અને ફરી તેના કોઈ જવાબ ની રાહ જોવા લાગે છે.

* * * *

ધારા : સોરી.
તે પરંપરા ને પાછળથી ભેટતા કહે છે.
પરંપરા : આ છેલ્લી વખત હતુ.
ધારા : હંમ.
પરંપરા : વાત કરી લેને મારી અને સ્મિત સાથે.
આઈ નો, તને એવું બહુ નથી ફાવતું બટ....
કોઈક વાર.
તું ડાયરી પણ લખી શકે છે.
ધારા : લખીને પછી એને સાચવી રાખવાનું.
પરંપરા : ફાડી ને ફેંકી દે ને.
કોણ તને પૂછવાનું છે.
ધારા : હંમ.
નવા કેમેરામાં ફોટા પાડ્યા??
પરંપરા : જોવા છે??
ધારા : હાસ્તો.
પરંપરા ધારા ને ફોટોઝ બતાવવા લાગે છે.

* * * *


~ By Writer Shuchi.