My Loveable Partner - 16 books and stories free download online pdf in Gujarati

મને ગમતો સાથી - 16 - ચોખવટ

પપ્પા : ઉભી રહે....
જલ્દી જલ્દી ઘરે આવી કઈ પણ બોલ્યા, કર્યા વિના દાદર તરફ જતા ધારા ના પગ અટકી જાય છે.
પપ્પા : હું લિવિંગ રૂમમાં જ બેઠો છું.
સાંભળી ધારા મનમાં પોતાની જાતને ઠપકો આપે છે.
પપ્પા : મારી તરફ ફર.
ધારા પપ્પા સામે ફરે છે.
મમ્મી : સાંભળો તમે....
મમ્મી રસોડામાંથી બહાર આવે છે.
પપ્પા : અમને વાત કરી લેવા દે.
ત્યારે જ નીચેથી પાયલ, યશ અને કોયલ પણ ઉપર આવે છે.
યશ : અરે....એ તો....
માસા નો ચહેરો જોતા તે ચૂપ થઈ જાય છે અને ત્રણેય ઘરના દરવાજા પાસે જ ઉભા રહી જાય છે.
ધારા સાથે ત્રણેય ની નજરો મળે છે.
પપ્પા : ત્યાં નહી.
મારી સામું જો.
પપ્પા ઉભા થઈ ધારા પાસે આવે છે.
ધારા તેમની તરફ જોવા લાગે છે.
પપ્પા : અમારી ફિકર થાય છે કે એ બધી માત્ર કહેવાની વાત છે??
ધારા નીચું જોવા લાગે છે.
પપ્પા : હવે કઈ બોલવું નથી.
કારણ કે પોતે જ....
અમારી હાલત શું થાય એનું કઈ....
તે જોરમાં ઘાંટો પાડતા કહે છે.
મમ્મી : તમે જરા....
પપ્પા : આ બધુ ખમી શકે એમ છે.
તે મમ્મી સામે જોતા કહે છે.
પપ્પા : ઘરે ઉંઘ નહોતી આવતી??
કે પછી ઓફિસ નો વધારે ફાવે છે??
એવું હોય તો આપણે નવો એવો સોફા લઈ આવીએ ઘરે....
ધારા : પપ્પા....
પપ્પા : આજે એટલે હું ઘરે જ બેઠો હતો કે આજે જરા કડક ભાષામાં વાત કરવી પડશે નહિતો....
ધારા : ખરેખર ભાગી જઈશ એક દિવસ??
પાયલ : ધારા....!!
ધારા : એવું જ લાગે છે ને તમને??
હું ક્યાંય નથી જવાની.
આ ઘરને છોડીને હું ક્યાંય નથી જવાની.
પરંપરા એ જવાનું હતુ એ જતી રહી.
હું તમારા બંનેની સાથે રહીશ.
કશે નહી જાઉં.
પપ્પા : બહુ બોલતી થઈ ગઈ છે.
ધારા : શું ખોટું બોલ્યું મે??
હમણાં તમે બંને ફીટ છો.
બધુ કરી શકો છો અને મને ભરોસો છે કે આગળ પણ કરી જ શકશો.
પણ તમારા બંનેના આ ધારા નામના ઉત્સાહ ને તમારી સાથે જ રહેવું છે.
આ ઘરમાં સાચા હાસ્ય કરતા યાદો વધારે ગુંજવા માંડે એવુ મારે નથી કરવુ.
આટલુ કહી ધારા ઉપર પોતાના રૂમમાં જતી રહે છે.
અને પપ્પાની ખામોશી તેમના બધા જવાબ આપી જાય છે.
રસોડા પાસે ઉભી મમ્મી ની આંખો પણ ભીની થઈ જાય છે.

* * * *

યશ : શું થયુ??
તું કેમ રડી રહી છે??
તે તેને ભેટી રડી રહી કોયલ ને પૂછે છે.
કોયલ : આપણે આપણા સપના પૂરા કરવાની દોડમાં આપણી ફેમિલી અને ખાસ કરીને મમ્મી પપ્પાને કેટલી વખત ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેતા હોઈએ છીએ.
યશ : પણ તે એવું કશું નથી કર્યુ કોયલ.
પાયલ રૂમમાં આવે છે.
પાયલ : શું થયુ આને??
તે કોયલ ને રડતી જોઈ પૂછે છે.
યશ : કઈ નથી થયુ.
તે કોયલ ના આંસુ લૂછે છે.
યશ : યશ કાગડા ની કોયલ બસ
ઈમોશનલ થઈ ગઈ છે.
કોયલ : તું મારો કાગડો છે??
કોયલ ને હસવું આવી જાય છે.
યશ : કોયલ નો કાગડો જ હોય.
પાયલ પણ ધીમું ધીમું હસે છે.
કોયલ : મને હસાવવા માટે કઈ પણ બોલીશ??
યશ : આ કાગડો પોતાની કોયલ માટે કઈ પણ કરી શકે છે.
પાયલ : હંમ.
કોયલ : તો પછી....
યશ : પછી??
કોયલ : આઈ લવ યુ મારા ગોરા કાગડા.
કોયલ હસતાં હસતાં કહે છે.
પાયલ પણ હસી પડે છે.
પાયલ : ફોટો??
યશ : પાડો પાડો.
પાયલ તેના મોબાઈલ માં કેમેરા ખોલે છે.
કોયલ : તું પણ આવી જા.
પાયલ : તમારા 2 નો પાડુ ને.
કોયલ : ચાલને હવે.
ટ્રીફી લઈએ.
યશ - પાયલ : ટ્રીફી??
કોયલ : 3 જણની સેલ્ફી.
યશ : આવો કોઈ શબ્દ નથી.
કોયલ : હમણાં હમણાં જ બન્યો.
યશ : ક્રિએટિવીટી.
પાયલ : ઓકે.
હું કોયલ ની બાજુમાં આવી જાઉં છું.
કોયલ : મેરે દો અનમોલ રતન.
યશ ફરી કોયલ સામે જુએ છે.
કોયલ : હું તમારા બેઉ ની વચ્ચે ઉભી છું ને.
કહી તે ફરી હસે છે.
યશ : યાર....!!
આ કેપ્શન નહી મુકતી.
બહુ જુનું થઈ ગયુ છે.
યશ થોડો ચીડાય છે.
પાયલ : લુક એટ ધ કેમેરા.
તે સેલ્ફી પાડી લે છે.

* * * *

ધારા : મમ્મી નો ફોન આવી ગયો તને??
પરંપરા : હા.
ધારા : તું મને કઈ સમજાવે એ પહેલા હું તને કહી દઉં....
પરંપરા : એક મિનિટ....
માન્યું આ વાત જે રીતે પપ્પા સુધી પહોંચી એ રીતે નહોતી પહોંચવી જોઈતી હતી.
પણ....
ધારા : પણ શું??
પરંપરા : મે તને સમજવવા માટે ફોન નથી કર્યો.
ધારા : તો શાબાશી આપવા માટે કર્યો છે??
ધારા મજાક કરે છે.
પરંપરા : તને ફોન કરવા માટે શું મને કોઈ કારણ જોઈએ??
ધારા : એમ નહી જ જોઈએ.
પણ તારા લગ્ન પછી તે મને પહેલી વખત આમ કારણ વગર ફોન કર્યો છે.
પરંપરા : ઓકે.
ધારા : સ્મિત નથી??
પરંપરા : એ પપ્પા સાથે હોટલ નું કામ કરી રહ્યો છે.
ધારા : એટલે તમે નવરાં બેઠા ત્યારે જ તમને મારી યાદ આવી.
પરંપરા : આખો દિવસ તો સાથે હોઈએ છીએ આપણે.
ધારા : હજી કેટલું??
હેં ને??
પરંપરા : ધરું.
ધારા : ધારા.
પરંપરા : ધરું ધરું ધરું ધરું.
બસ??
ધારા : બહુ સારું.
પરંપરા : હું તો બધા સારા જ કામ કરું છું.
હવે ધારા ને હસવું આવી જાય છે.
ધારા : એ તો છે.
તો જ તું મારી બહેન બની.
પરંપરા : નીરજ સાથે....
ધારા : હવે પાછી એ વાત નહી યાર.
પરંપરા : ઓકે ઓકે સોરી.
ધારા : દર વખતે સોરી.
કોઈ વાર આઈસક્રીમ પણ મોકલી આપ.
પરંપરા : ખાવું છે??
હમણાં મોકલું બધા માટે??
ધારા : હમણાં રહેવા દે.
કાલે બધા સાથે ખાઈ લઈશું.
સ્મિત : કોની સાથે વાત કરે છે??
સ્મિત રૂમમાં આવતા પૂછે છે.
ધારા : સ્મિત આવી ગયો??
પરંપરા : હા.
ધારા : સારું.
કાલે વાત કરીએ ચાલ.
પરંપરા : ગુડ નાઈટ.
ધારા : મારે પણ જાગવાનુ જ છે.
પરંપરા : ઓકે.
તે ફોન મૂકી દે છે.

* * * *

બીજા દિવસે સવારે

યશ : આજે જઈએ જોવા??
કોયલ : તું એકલો જઈ આવને.
યશ : રહેવાનું તારે છે.
તારે તો તારી સગવડો ત્યાં જોવાની....
કોયલ : બહુ કામ છે યશ.
યશ : પણ....
કોયલ : તું નક્કી કરશે એ બરાબર જ હશે મારા માટે.
યશ : પ્રેક્ટિકલી તો તારે આવીને.
કોયલ : મને વિડિયો કોલ કરી દેજે બસ.
યશ : સારું.
જાઉં છું.
કોયલ : બાય.
તે યશ ને બાય કહી ફરી પોતાની જગ્યા પર આવી કામ કરવા લાગે છે.

* * * *

પાયલ : કોઈ જવાબ જ નથી આપી રહ્યો આ તો!!
એની સાથે સામેથી કોલ કરીને વાત કરું એક વાર??
એ શું વિચારશે પછી??
જો એ ના કહી દે તો??
પાયલ નું મન અલગ અલગ વિચારો કરવા લાગે છે.

પાયલ : એને જે કહેવું હોય તે કહે.
હું કઈ એને ફોર્સ થોડી કરી રહી છું.
એક વાર સરખી વાત કરી લઉં એટલે એને પણ શાંતિ અને મને પણ.
આગળ કોઈ મીસ અન્ડસ્ટેંન્ડીંગ ના થાય.
છેલ્લે એવુ વિચારી તે નીરજ ને કોલ લગાવી દે છે અને ચાલતી ચાલતી વાત કરવા પાર્કિંગમાં આવી જાય છે.
પાયલ : આઈ હોપ તે ફોન ઉપાડે.
નીરજ : હેલ્લો....!!
પાયલ : ઉપાડ્યો!!
તેના રોમ રોમમાં ખુશીના તરંગો દોડી જાય છે.
નીરજ : પાયલ??
પાયલ : હા....
હાય.
મારે એક વાત કરવી હતી....
હેલ્લો....
નીરજ : સાંભળું છું.
પાયલ : ઓકે.
અ....
તે વિચારવા લાગે છે કે હવે આગળ કહું કઈ રીતે??
નીરજ : હેલ્લો....??
પાયલ : ધારા....
તેના મોઢામાંથી નીકળી જાય છે.
નીરજ : તેમના પપ્પાએ તો ના કહી દીધી છે.
પાયલ : કહી દીધી??
ક્યારે??
પાયલ ને ખુશી નો આંચકો લાગે છે.
પાયલ : આ તું શું બોલી રહી છે??
મનમાં ને મનમાં તે ફરી પોતાની જાતને ખિજાઈ છે.
નીરજ : તમને મારી સાથે કઈ વાત....
પાયલ : હા....એ....
આપણે મળી શકીએ??
પ્લીઝ??
એ વાત મળીને કરવી વધુ યોગ્ય રહેશે.
નીરજ : વાત ધારા વિશે છે??
પાયલ : એ આપણે મળીએ એટલે કહું તમને.
હમણાં મળી શકીએ??
નીરજ : 2 વાગ્યે??
લન્ચ બ્રેકમાં??
પાયલ : 3 કલાક પછી.
ઓકે.
તે પોતાની રિસ્ટ વૉચમાં સમય જોતા કહે છે.
નીરજ : ક્યાં મળીશું??
પાયલ : અ....અ....
નીરજ : શક્તિ મોલ ના કાફેટેરિયામાં??
પાયલ : ઓકે. ડન.
નીરજ : ઓકે.
પાયલ : બાય.
તે ફોન મૂકી દે છે.

* * * *


~ By Writer Shuchi
.