My Loveable Partner - 17 in Gujarati Love Stories by Writer Shuchi books and stories PDF | મને ગમતો સાથી - 17 - રાહત

મને ગમતો સાથી - 17 - રાહત

નીરજ : સોરી.
તમારે મારે લીધે અહીં એકલા બેસવું પડયું.
નીરજ પાયલ ની સામેની ખુરશી પર બેસતા કહે છે.
પાયલ : ઈટસ ઓકે.
બંનેની નજરો મળે છે.
નીરજ : તો....તમારે શું વાત કરવી હતી??
પાયલ : પહેલા....કંઈક ઓર્ડર કરી લઈએ??
નીરજ : શ્યોર.
પાયલ હલકું મુસ્કાય છે.
નીરજ તેના માટે છોલે ભટૂરે ઓર્ડર કરે છે અને પાયલ પોતાના માટે બર્ગર મંગાવે છે.
પાયલ : વાત એમ છે કે....
તેની નજર નીચી થઈ જાય છે અને તેના હાથની આંગળીઓ એકબીજા સાથે વાતો કરવા લાગે છે.
નીરજ તેના આગળ કંઈક કહેવાની રાહ જોવા લાગે છે.
પાયલ : તમે....
તે ધીમે રહી ને પોતાની નજર ઉપર કરે છે.
પાયલ : તમે ખોટું નહી સમજતા પણ....
મને નહોતી ખબર કે માસા નો....
ધારા ના પપ્પાનો તમને ના કહેવા માટે ફોન આવી ગયો છે.
તેમનું ખાવાનું આવી જાય છે.
પાયલ : મે....મે....
તમને મેસેજ એટલા માટે કર્યા હતા કારણ કે તમે મને સારા લાગ્યા.
મારા માટે.
આ સાંભળી એક વખત માટે નીરજ ના ભટૂરે તોડતા હાથ થંભી જાય છે અને તેની નજર પાયલ સામે અટકી જાય છે.
પાયલ : અત્યારે કોઈને જ નથી ખબર કે હું ક્યાં અને શું કામ આવી છું.
મારો ઈરાદો તમારી અને ધારા ની વચ્ચે આવવાનો નહોતો.
પણ ધારા તમારા મેસેજ ના જવાબ નહોતી આપતી અને હું જાણતી હતી કે તેને લગ્ન નથી કરવા.
એટલે મે તમારી સાથે વાત કરવાનું શરૂ કર્યુ.
હું કાળી છું એટલે મને કોઈ જલ્દી પસંદ નથી કરતુ અને હવે મારી પર લગ્ન નો અને ફિકર નો દબાવ વધી રહ્યો છે.
મારે જલ્દી લગ્ન કરી લેવા છે.
હું તમને કોઈ ફોર્સ નથી કરવા માંગતી.
તમારો જે પણ નિર્ણય હશે એ મને માન્ય હશે.
નીરજ : હંમ.
પાયલ : હું બસ, મારી પરિસ્થિતિ તમારી સામે મૂકી રહી છું.
અને મને તમે જે દિવસે ઘરે આવ્યા હતા ત્યારથી જ સારા લાગો છો.
બસ, આટલું જ મારે ક્લીયર કરવું હતુ.
જે મને લાગ્યું કે આપણે મળીશું તો વધારે સારી રીતે વાત કરી શકીશું.
નીરજ : હવે તમે ખાઈ શકો છો.
નીરજ પાયલ ના બર્ગર તરફ ઈશારો કરતા કહે છે.

* * * *

પરંપરા : કોયલ, તને ખબર છે પાયલ ક્યાં છે??
કોયલ : નહી.
પરંપરા : યશ પણ ક્યારનો નથી દેખાતો.
માધવ : મે પાયલ ને થોડી વાર પહેલા પાર્કિંગમાં જતા જોયેલી.
પરંપરા : પાર્કિંગમાં!!
કોયલ પાયલ ને કોલ લગાવે છે.
કોયલ : રીંગ વાગીને પૂરી થઈ.
પરંપરા : યશ ક્યાં છે??
કોયલ : યશ....
માધવ : આવી ગયા.
પરંપરા : ક્યાં હતો તું??
યશ : આમ જ બહાર ગયેલો.
કોયલ અને યશ એકબીજા સામે જુએ છે.
પરંપરા : ચાલો, બ્રેક ટાઈમ.
જમી લઈએ બધા.
કોયલ : હા.
તે પાયલ ને ફરી કોલ લગાવી જોય છે પણ રીંગ વાગી ને પૂરી થાય છે.

* * * *

નીરજ : મને વિચારવા માટે સમય જોઈએ છે.
પાયલ : હા.
નીરજ : હું તમને પાક્કું જણાવીશ.
આપણે....
પાયલ : ફોન પર અથવા....
નીરજ : હા.
પાયલ : હું રાહ જોઈશ.
નીરજ : ઓકે.
તો....
પાયલ : હા.
બંને સાથે ઉભા થાય છે.
પાયલ : થેન્કયુ.
તે હલકું મુસ્કાય છે.
નીરજ : હંમ.
આવજો.
પાયલ : બાય.
બંને છૂટા પડે છે.
પાયલ કેબ બૂક કરવા ખીસ્સામાંથી મોબાઈલ કાઢે છે.
પાયલ : કોયલ ના 2 મીસકોલ્સ!!
____________________________________________

પાયલ પાછી ઓફિસ પહોંચે છે અને સીધી ધારા ની કેબિનમાં આવે છે.
ધારા : ક્યાં ગયેલી??
પાયલ : મારે તારી સાથે વાત કરવી છે.
ધારા : હમણાં નહી.
રાતે કરીશું.
જલ્દી જલ્દી કામ પતાવીને મારે સ્મિત સાથે હોટલ પર જવાનું છે.
પાયલ : ઓકે.
ધારા : તારો ફોન પણ નહોતો લાગતો.
બધુ ઠીક છે ને??
પાયલ : એ ભૂલમાં સાઈલન્ટ થઈ ગયેલો.
ધારા : અચ્છા.
પાયલ : મારા માટે કોઈ કામ નહી હોય તો હું ઘરે જાઉં આજે??
ધારા : પરંપરા ને પૂછી લે ને.
પાયલ : સારું.
પાયલ ધારા ની કેબિનમાંથી બહાર આવે છે.
સ્મિત તેને બહાર જ મળે છે.
સ્મિત : અરે પાયલ....
મને તારી હેલ્પ જોઈએ છે.
મારી કેબિનમાં આવ ને.
પાયલ : કેવી હેલ્પ??
સ્મિત : કલર કોમ્બિનેશન.
ડેકોરેશન માટે યાર.
2 વખત આઈડિયાઝ રિજેક્ટ થઈ ગયા.
ક્લાઈન્ટ ને કઈ જુદું જોઈએ છે.
કંઈક અલગ.
જરા મદદ કરને.
પાયલ : હા.
સ્મિત : તું કેબિનમાં જા.
હું આ ફાઈલ ધારા ને આપીને આવ્યો.
પાયલ : ઓકે.

* * * *

સાંજે

યશ : મે 4 ઘર જોયા.
કોયલ : ગમ્યા??
યશ : એક જગ્યાએ 24 કલાક સતત પાણી નથી આવતુ.
2 જગ્યાએથી તને ત્યાંથી અહીં આવવું દૂર પડે એમ છે.
અને....
કોયલ : હજી 4 થી જગ્યાએ પણ કઈ છે??
યશ : ભાડું વધારે છે.
કોયલ : અને બાકી બધુ??
યશ : ઠીક છે.
આમ બહુ સરસ નથી.
1BHK છે.
કોયલ : એ તો ચાલશે.
યશ : પણ ત્યાં મને તારું એકલા રહેવા જેવુ નથી લાગતુ.
કોયલ : તો હવે??
યશ : શોધો બીજા ઘર.
કોયલ : તારે હવે....
યશ : મારું કામ તો ચાલે જ છે ને અહીંથી.
કોયલ : પણ મમ્મી પપ્પા....
યશ : હંમ.
પાયલ પણ 2 - 3 દિવસ માટે આવવાનું કહેતી હતી.
કોયલ : તમે બંને જાઓ.
યશ : તારું ઘર સેટ કરીને જઈએ ને.
કોયલ : એમાં....
પરંપરા : કોના ઘરની વાત થઈ રહી છે??
યશ : પરંપરા....!!
બંને જણા પરંપરા સામે જોતા રહી જાય છે.
કોયલ : મુંબઈ ના ઘરની વાત ચાલી રહી છે.
યશ : હા.
પાયલ 2 - 3 દિવસ ત્યાં આવવાની છે ને મારી સાથે.
પરંપરા બંનેની નજીક આવે છે.
પરંપરા : મને તમારી બધી વાતો સંભળાય ગઈ છે.
યશ : એ તો....
પરંપરા : કોઈ જરૂર નથી ઘર શોધવાની.
યશ, તે પણ કોયલ ને હા પાડી દીધી??
કોયલ : પરંપરા, હવે ક્યાં સુધી હું....
પરંપરા : તેમાં શું થઈ ગયુ??
એ તારું જ ઘર છે.
કોયલ : પણ હું પરિવાર વહુ છું અને હજી લગ્ન તો બાકી છે અને આમ....
યશ : હા, પરંપરા એ....
પરંપરા : તારે જે કહેવું હોય ને ઘરે જઈને તારા માસા માસીને કહે.
તેઓ તને કશે બીજે રહેવા જવા જ નહી દેશે.
કોયલ : પણ....
પરંપરા : તમારા હજી લગ્ન નથી થયા એનો અર્થ એ નથી કે તું આ પરિવાર નો ભાગ હજી સુધી બની જ નથી.
તું તો નાની હતી ત્યારથી આ પરિવાર નો ભાગ છે.
યશ ની ત્રણેય બહેનોની સહેલી છે.
તને ખબર છે, અમે પહેલા જ્યારે પણ સુરતથી મુંબઈ આવતા ત્યારે મમ્મી જે વસ્તુ પાયલ માટે ખરીદતી એ તારા માટે પણ ખરીદતી.
અને મારી અને ધરું ની બર્થ ડે પર હક જતાવી ને પેરિસ થી ગીફ્ટ કોણ મોકલતું હતુ??
તો હવે આટલા વર્ષે ફરી અમને પણ મોકો આપને અમારી ભાભી પર હક જતાવવાનો.
મમ્મી તો કેટલી ખુશ છે કે તું અને યશ આવ્યા છો ઘરે રહેવા.
કોયલ અને યશ બંને મુસ્કાય છે.
પરંપરા : ચાલો, હવે ઘરે.
અને અમારી ભાભી એ અમારા જ ઘરે રહેવાનું છે.
ઓકે??
કોયલ : ઓકે.
તે પરંપરા ને ભેટી પડે છે.
પરંપરા : ગાંડી કોયલડી.
તે કોયલ ને ટપલી મારે છે.

* * * *

પાયલ રૂમનો દરવાજો બંધ કરે છે.
ધારા : અચાનક દરવાજો કેમ બંધ કર્યો??
પાયલ : મારે તારી સાથે જરૂરી વાત કરવી છે.
તે ધારા સામે બેડ પર બેસતા કહે છે.
ધારા : બોલ....
પાયલ : હું આજે નીરજ ને મળી હતી.
ધારા : ક્યારે??
પાયલ : બપોરે.
અને....
મને મારા માટે....
ધારા : ગમે છે તો કરી લે લગ્ન.
તે હસતાં હસતાં કહે છે.
પાયલ : તને જરા પણ ખોટું નહી લાગ્યું??
તારા માટે આવેલો છોકરો,
તને કહ્યા વગર મે એની સાથે ચેટીંગ કર્યા અને મળવા જતી રહી.
ધારા : મારે ક્યાં તેની સાથે લગ્ન કરવા હતા??
તને ગમી ગયો તો સારી જ વાત છે.
પાયલ : પાક્કું તને....
ધારા : હા, પાયલ....
પાયલ હલકું મુસ્કાય છે.
ધારા : અચ્છા, નીરજ એ શું કહ્યુ??
પાયલ : તેણે વિચારવા માટે સમય માંગ્યો છે.
ધારા : તને શું લાગે છે??
પાયલ : ખબર નહી.
મે તો તેની સાથે બધી ચોખવટ કરી લીધી.
ધારા : પણ તે 30 વર્ષ નો છે પાયલ.
પાયલ : તો??
ધારા : તારા ઘરે....
પાયલ : કઈ ને કઈ તો તેમને ખરાબી મળી જ જવાની છે બધામાં.
ધારા : હંમ.
પાયલ : એક વાત પૂછું??
ધારા : પૂછ....
પાયલ : તને ખરેખર ક્યારેય લગ્ન નથી કરવા??
ધારા : અત્યારે તો....
યશ : ધારા, પાયલ....
ચાલો, માસી કયારના જમવા બોલાવે છે.
યશ રૂમનો દરવાજો ઠોકતા કહે છે.
ધારા : આવ્યા.
ચાલ, પહેલા જમી આવીએ.
પાયલ : થેન્કસ ધારા.
તે મુસ્કાય છે.
ધારા : અરે....પાયલડી...
તું તો મને રડાવીશ હવે.
પાયલ : ક્યારેક ક્યારેક રડવું પણ જોઈએ.
બંને ઉભી થાય છે.
ધારા પાયલ ને વળગી પડે છે.

* * * *


~ By Writer Shuchi.


Rate & Review

Bijal Patel

Bijal Patel 1 year ago

name

name 1 year ago

Vipul

Vipul 1 year ago

Ushma Kanaiya

Ushma Kanaiya 1 year ago

Janki Kerai

Janki Kerai 1 year ago