My Loveable Partner - 18 in Gujarati Love Stories by Writer Shuchi books and stories PDF | મને ગમતો સાથી - 18 - સમ્માન

Featured Books
Categories
Share

મને ગમતો સાથી - 18 - સમ્માન

ધારા : વાત થશે??
પરંપરા : હા, બોલ....
તું રડી રહી છે??
ધારા : હંમ.
પરંપરા : પપ્પાએ કઈ કહ્યુ??
ધારા : ના.
પરંપરા : તો??
પહેલા શાંત થઈ જા.
ધારા : મારે કહી દેવું જોઈએ.
પરંપરા : શું??
ધારા : મારા લગ્ન નહી કરવાનું સાચું કારણ.
પરંપરા : ધારા....
ધારા : રહેવાની તો હું એમની સાથે જ છું ને આખી જીંદગી તો પછી....
ક્યાં સુધી છુપાવી રાખીશ??
શું થોડા દિવસ રહીને ફરી મારા લગ્નની ચર્ચા નહી થવા લાગશે??
ધારા ગુસ્સામાં બોલી જાય છે.
પરંપરા : તું અત્યારે ક્યાં છે??
ધારા : ગોલ્ડન આઈસક્રીમ પાર્લર ની બહાર બેન્ચ પર બેઠી છું.
પરંપરા : હું આવું છું.
ધારા : નહી પરંપરા.
પરંપરા : કોઈને ખબર નહી પડશે.
ધારા : તો પ્લીઝ, ફોન ચાલુ રાખજે.
મૂકી નહી દેતી.
પરંપરા : હંમ.

કાનમાં ઈયરફોન્સ પહેરી પરંપરા સ્કૂટી સ્ટાર્ટ કરે છે.
તેને સતત ધારા ના ધીમા ધીમા હીબકાં સંભળાતા રહે છે.
10 મિનિટ ની અંદર તે ધારા પાસે પહોંચી જાય છે.

ધારા : બસ હવે.
મારે કહી દેવું છે.
પરંપરા : તું....
ધારા : તું પણ સ્મિત ને કહી દેજે.
પરંપરા : પહેલા શું થયુ મને એ કહે....
ધારા : આ બરાબર નથી.
પરંપરા : ધરું, પપ્પા....
ધારા : થોડો વખત રહીને સમજશે.
પરંપરા : તેમનો ગુસ્સો....
ધારા : તો કરવા દેજે ને ગુસ્સો.
પરંપરા : તને ખબર છે, ત્યારે મને કેવું લાગશે??
ધારા : અને તને ખબર છે, મને અત્યારે કેવું લાગી રહ્યુ છે તે??
પરંપરા : ધારા, મને....
ધારા : મને ખબર છે એવું નહી કહેતી.
તને નથી ખબર.
કોઈ ને કહેતી નહી પણ આજે બપોરે પાયલ નીરજ ને મળવા ગઈ હતી.
પરંપરા : શું??
ધારા : તેને નીરજ ગમે છે એટલે મળવા અને વાત કરવા ગઈ હતી.
ઘરે આવ્યા બાદ તેણે મને કીધું અને મને પૂછ્યું કે....
હવે તેને શું જવાબ આપુ કે....
અત્યાર સુધી ઠીક નહી લાગ્યુ કહેવાનું ઓકે.
પણ હવે વધારે મોડું નથી કરવું.
ક્યાં સુધી તું પણ લગ્ન માટે મને સમજાવવાનું બધાની સામે નાટક કરતી રહીશ??
અને મમ્મી પપ્પાને ખોટું કહીને....
પરંપરા : તને ઘરમાંથી કાઢી મૂકી તો??
તે ભીના અવાજે પૂછે છે.
ધારા : વોટ????
તને ખરેખર એવુ લાગે છે??
પરંપરા : મને એ જ વાત નો સૌથી વધુ ડર લાગે છે.
ધારા : કઈ દુનિયામાં જીવે છે તું??
પરંપરા : આ એમના માટે સહેલું નહી હોય.
ધારા : મારા માટે પણ ક્યાં સહેલું છે??
એક વાર કહી દઉં એટલે વાત પૂરી થાય.
પરંપરા : ત્યાંથી પૂરી નહી.
ત્યાંથી વાત શરૂ થશે.
ધારા : હવે જે થાય તે.
બહુ નાટક કરી લીધા.
પરંપરા : તું નક્કી જ કરી ચૂકી છે તો....
ધારા : તને ખરાબ લાગી રહ્યુ છે??
પરંપરા : ન....નહી.
ધારા : બની શકે કે આપણે ધાર્યું છે એના કરતા પપ્પાનો પ્રતિભાવ સાવ જુદો હોય.
પરંપરા : બની શકે છે.
ધારા : તું સ્મિત ને કહી દેજે.
હું બને એટલું જલ્દી ઘરે કહી દઈશ.
પરંપરા : કહેતા પહેલા મને જણાવજે.
અમે હાજર રહીશું.
ધારા : કાલે સાંજે.
તમે અમારી સાથે જ ઘરે આવી જજો.
પરંપરા : સારું.

* * * *

કોયલ : સોરી માસી.
મમ્મી : શું સોરી??
કોયલ : તમે નારાજ નહી થાઓ.
મને....
મમ્મી : મારી સાથે વાત તો કરી જોવી હતી.
કોયલ : સોરી.
મમ્મી : તમારી ઉંમર એવી છે અને તમને લોકોને પોતાની મોકળાશ જોઈતી હોય એ હું સમજી શકું છું.
પણ માત્ર એ કારણસર કે ઘરની વહુ થઈને તું એક વર્ષ સુધી અહીંયા કઈ રીતે રહેશે એ વિચારીને....
કોયલ : હવે બીજે નહી જાઉં માસી.
પપ્પા : આ તારું ઘર પણ છે.
હમેશાં યાદ રાખજે.
કોયલ : હા, માસા.
પપ્પા : તમે લોકો આવો તો અમને જીવંત લાગે છે.
કોયલ મુસ્કાય છે.
મમ્મી : ચાલ, જા.
નીચે ગાડીમાં તારી રાહ જોઈ રહ્યા હશે.
કોયલ : હા.
બાય.
મમ્મી : બાય બેટા.
પપ્પા : સાચવીને જજો.
કોયલ : હા, માસા.

* * * *

સાંજે

ધારા : તમે બંને ઘરે આવો છો ને??
પરંપરા : અત્યારે??
ધારા : હા.
પરંપરા : તું અત્યારે જ કહી દેવાની છે??
ધારા : હા.
પરંપરા : હું સ્મિત સાથે વાત કરું.
ધારા : મારું આજે કહી દેવાનું નક્કી છે.
કહી ધારા પરંપરા ની કેબિનમાંથી નીકળી જાય છે.
પરંપરા ઉંડો શ્વાસ લે છે.

* * * *

કોયલ : માઈન્ડ યોર ઓઉન બિઝનેસ માધવ.
આ મારી લાસ્ટ વોર્નિંગ છે.
નહોતો....
માધવ : શું કરી લઈશ??
તે કોયલ ની વધુ નજીક આવતા કહે છે.
આ વખતે કોયલ તેને જોરમાં ધક્કો મારી દે છે.
અને તેની તરફ જોયા વગર કોયલ સીધી ધારાની કેબિનમાં આવી જાય છે.
કોયલ : ધારા, હું તારી કેબિનમાં બેસીને મારું કામ કરી શકું??
કમ્પ્યુટર પર કામ કરતી ધારા કોયલ સામે જુએ છે.
ધારા : ઓલ ઓકે??
કોયલ : માધવ મને હેરાન કરે છે.
ધારા : માધવ??
તેને જરા નવાઈ લાગે છે.
કોયલ : તે....તે રોજ મારી વધુ નજીક આવ્યા કરે છે.
કામના બહાને મને....મને જોવા આવે છે.
ધારા ઉભી થઈ કોયલ પાસે આવે છે.
ધારા : બેસ.
કોયલ : આઈ એમ ફાઈન.
હમણાં હું એને ધક્કો મારીને આવી છું.
વોર્નિંગ પણ આપીને આવી છું.
ધારા : આપણે કરીએ સ્મિત સાથે વાત.
તે જ હેન્ડલ કરશે હવે.
કોયલ : હા.
પણ હું હવે થી અહીં બેસીને કામ કરી શકું??
ધારા : અફકોર્સ.
હું સ્મિત ને ફોન કરીને અહીં બોલવું છું.
કોયલ : થેન્ક્સ.

થોડી વાર પછી

સ્મિત : માધવ....
માધવ : હા, સર...
સ્મિત : આ તમારા કપાળ પર શેનું નિશાન છે??
માધવ : એ સર હમણાં પડી ગયો તો ટેબલ નો ખૂણો વાગ્યો.
સ્મિત : ટેબલ નો ખૂણો વાગ્યો કે....
માધવ : ચાલતા ચાલતા ધ્યાન મોબાઈલમાં હતુ ને એટલે....
સ્મિત ગુસ્સામાં માધવ ના ગાલ પર એક જોરદાર તમાચો ફટકારી દે છે.
બાકીનો બધો સ્ટાફ આ દૃશ્ય જોતો રહી જાય છે.
પરંપરા, ધારા, યશ, પાયલ અને કોયલ પણ અવાજ સાંભળી તેમની કેબિનમાંથી બહાર આવે છે.
યશ : શું થયું જીજુ??
પરંપરા : સ્મિત આ....
સ્મિત : માધવને પૂછો એણે શું કર્યું છે??
માધવ : આઈ એમ સોરી સર.
સ્મિત : સોરી મને નહી.
તમારે કોયલ ને કહેવાનું છે.
અને પછી તરત જ પોતાનો બધો સામાન લઈ અહીંથી નીકળી જવાનું છે.
યુ આર ફાયર્ડ.
માધવ : સર, બીજી વખત આવું નહી થાય.
સ્મિત : જે તમે આટલા દિવસ કોયલ સાથે કર્યું છે ને.
એના માટે સોરી બહુ નાનો શબ્દ છે.
ધારા : તે એક સ્ત્રી ના સમ્માન ને છેડ્યું છે.
સારા પુરુષો માટે પણ તેનો ભરોસો ડગમગાય એવુ કામ કર્યુ છે.
એના માટે તને માફી મળવી જ બહુ મોટી વાત છે.
સ્મિત : ગેટ આઉટ.
તે ઘાંટો પાડે છે.
માધવ : સોરી.
તે કોયલ તરફ જોતા કહે છે અને પોતાનો સામાન લઈ ચાલતી પકડે છે.
કોયલ : થેન્કયુ વેરી મચ સ્મિત જીજુ.
સ્મિત : તારે અમને પહેલી વારમાં જ કહી દેવાનું હતુ.
પરંપરા : હા.
કોયલ : હું જોડાય એના બીજા દિવસે જ મને આવુ કઈ કરવુ ઠીક ના લાગ્યુ.
યશ : મે પણ એને વોર્નિંગ આપી હતી એક દિવસ.
પાયલ : જે થયું તે સારું થયું.
હવે હું તારી આસીસ્ટન્ટ બની જાઉં છું પરંપરા.
પરંપરા : ઓકે.
બધા મુસ્કાય છે.
ધારા : ચાલો, આપણે પણ હવે ઘરે જઈએ.
સ્મિત, તારે અને પરંપરા એ પણ આજે ઘરે આવવાનું છે.
પરંપરા ના સ્મિત સાથે કઈ વાત કરતા પહેલા ધારા જ તેને આમંત્રણ આપી દે છે.
સ્મિત : કોઈ ખાસ કારણ??
ધારા : હું કહુ છું એટલે.
યશ : ઓહ!!
ધારા : જલ્દી જતા રહેજો.
પણ તમારે અત્યારે આવવાનું છે.
સ્મિત : પણ કઈ તો કહે,
કેમ આવવાનું છે??
ધારા : આવશો એટલે ખબર પડી જશે.
પરંપરા : ધરું, અમારે....
ધારા : મે પુછ્યું નથી.
આ મારો ઓર્ડર છે.
અડધો કલાક જ રોકાજો બસ.
સ્મિત : ઓકે.
ધારા : ગુડ.
જલ્દી ચાલો.

* * * *


~ By Writer Shuchi.