Ek Pooonamni Raat - 64 books and stories free download online pdf in Gujarati

એક પૂનમની રાત - પ્રકરણ - 64

એક પૂનમ ની રાત
પ્રકરણ - 64


ડાયના ફ્રાન્સિસ પોલીસ કમીશનર ઓફિસે ઇન્ટરવ્યૂ લેવા આવી છે અને વિક્રમસિંહ એને પૂછે છે કે શહેરમાં કોઈ જગ્યાએ એવી ઘટના નથી બની કે મીડિયા આમ ઇન્ટરવ્યૂ લેવા આવે અને PM ૩ કલાકની મુલાકાત પછી એપણ ગયાં. કાલથી નવરાત્રી ચાલુ થવાની એનો બંદોબસ્ત સંતોષકારક છે.

ડાઇનાએ કહ્યું હું શહેરની કે રાજકારણીય રિપોર્ટિંગ માટે આવીજ નથી મારે તો તમારાં બહુ ચર્ચિત કેસ અંગે વાત કરવી છે એમાં હજી સુધી કોઈ ચોક્કસ દિશા તમને મળી હોય એવું લાગતું નથી વળી હમણાં હું આવી અહીં એની માત્ર ૧૦ મિનિટ પેહલા તમારાં મિલિન્દ ખૂન કેસ...એની બહેન વંદના.. મને લાગે છે તમને હજી કોઈ માહિતી મળી નથી લગતી તમારું આટલું ચબરાક અને સદાય ચોંકન્ન રહેતું પોલીસ દળ તમારાં બાતમીદાર તમારાં હુંશિયાર પોલીસ ઇન્સ્પેકટર શું કરે છે ? ચા - પાણી નાસ્તા કરી ઓફિસમાં ફાઈલોજ ફેંદે છે ?

કમીશનર તરીકે નવા નવા નિયુક્ત થયેલાં વિક્રમસિંહ ખુરશીમાંથી ઉભા થઇ ગયાં એમણે સિદ્ધાર્થની સામે જોયું અને બોલ્યા આ છોકરી શું બોલે છે ? મિલિંદની બહેન વંદનાને શું થયું ? સિદ્ધાર્થ પ્રશ્નાર્થ ચિન્હવાળો ચેહરો રાખી વિક્રમસિંહ તરફ જોઈ રહ્યો એ જાણે જાણવા બેબાકળો થઇ ગયો.

વિક્રમસિંહે ડાયેનાને કહ્યું તમેજ બોલોને તમને ખબર છે ને ? શું થયું વંદનાને? પેલી રિપોર્ટર એ કહ્યું હું તમારો ઇન્ટરવ્યુ લેવા આવી હતી આતો તમે મને તમારું કામ સોપો છો ? મને શું ખબર ? આનો અર્થ તો એવો થયો કે પોલીસ મુવીમાં બતાવે એમ ઘટના ઘટી જાય પરીણામ આવી જાય પછી પહોંચે અમને રીપોર્ટર્સને કેવી રીતે જાણ થઇ જાય છે ? આવતી કાલે વડોદરા ટાઇમ્સનાં પહેલાં પાનાનાં મુખ્ય મથાળે ન્યુઝ હશે એ ચોક્કસ.

સિદ્ધાર્થ હાથની કાંડા ઘડિયાળમાં સમય જોયો અને વિક્રમસિંહને કહ્યું સર ... એક મિનીટ બેન કહી એણે મોબાઈલ કાઢ્યો અને સીધો વંદનાને ફોન કર્યો વંદનાના મોબાઈલ પર રીંગ આવી રહી હતી પણ રિસીવ નહોતી કરતી... સિદ્ધાર્થે બે વાર ટ્રાઈ કરી પણ નો રીપ્લાય આવ્યો આ બાજુ ડાયેના સિદ્ધાર્થનો ચહેરો જોઈને મલકાઈ રહી હતી. વિક્રમસિંહ ઉચાટમાં હતાં.

સિદ્ધાર્થે અભિષેકને રીંગ કરી અભિષેકે તરતજ ઉપાડ્યો.. સિદ્ધાર્થે પૂછ્યું તું ક્યાં છે? અને વંદના પણ ક્યાં છે ? અભિષેકે કીધું સર હું મારી જોબ પર છું અને હવે ઘરે જઈશ વંદનાને તો રાત્રે મળવાનો છું કેમ સર શું થયું ? વંદના ઓકે છે ને ?
એનાં પાપા પણ ઘરે હશે પૂછી જુઓ હું પણ ફોન કરું છું સિદ્ધાર્થ કહ્યું એમજ મારે વંદનાને થોડાં પ્રશ્નો પુંછવા હતાં એટલે ફોન કરેલો પણ રિસીવ નથી કરતી એટલે તને ફોન કર્યો કદાચ સાથે હોવ તમે ઠીક છે હું પાછો સંપર્ક કરીશ એમ કહી ફોન કટ કર્યો.

સિદ્ધાર્થે વંદનાનાં પાપા ભવાનસિંહને ફોન કર્યો અને પૂછ્યું ભવાનસિંહજી તમે ક્યાં છો ? ભવાનસિંહે કહ્યું સર અત્યાર સુધી તમારી પાસેજ હતો જસ્ટ પોલીસ સ્ટેશનથી બહાર નીકળ્યો છું. મેં બધાં સેમ્પલ આપી દીધાં છે પણ શેના માટે ફોન કર્યો હું પાછો આવું ? હજી આગળ નથી નીકળ્યો પાસેજ છું.

સિદ્ધાર્થે કહ્યું ના ના તમે જઇ શકો છો કંઈ જરૂર હશે તો પાછો સંપર્ક કરીશ સિદ્ધાર્થ પાછો ફરીથી વંદનાનાં મોબાઈલ પર ફોન કર્યો પણ હજી નો રીપ્લાય આવી રહેલો...એણે ડાયેનાને પૂછ્યું શું રમત રમે છે અમારી સાથે ? વંદનાનો એકલીનો ફોન નથી લાગતો એ કદાચ સુઈ ગઈ હોય, દ્રાઇવ કરતી હોય અથવા કોઈ કારણસર ફોન સાઇલન્ટ પર હોય શકે પણ તારી પાસે શું સમાચાર છે વંદના અંગે જે એનાં કોઈ ફેમિલી મેમ્બર જાણતા નથી કે અહીં આવી અમારો ટાઈમ વેસ્ટ કરી રહી છે તને ખબર નથી અમારે ઘણાં અગત્યનાં કામ કરવાનાં છે. અમારી મિટિંગ ટૂંકાવી તને સમય આપ્યો છે અને તું અહીં આવી બાલિશ વર્તન કરે છે ?

ડાયનાએ કહ્યું સર મારી પાસે એવો ફાલતુ સમય નથી કે હું તમારો કે મારો સમય બરબાદ કરું મને લાગ્યું માત્ર મિલિન્દ અને અન્ય ભયંકર બનાવો શહેરમાં અને શહેરની આસપાસ બની રહ્યાં છે તો એમાં તમે કેટલે આગળ તપાસમાં પહોચ્યાં જાણવું હતું મારે અને અમારાં ન્યુઝપેપર અને મેગેઝીનમાં આજ મુદ્દા પર આર્ટિકલ મુકવાનો છે એટલે એની માહિતી લેવા આવી હતી અને કમીશ્નર સરનો ઇન્ટરવ્યુ એટલાં માટે લેવો છે કે .... એમ કહી થોડી અટકી પછી બોલી સરનાં ઘરમાંજ એમનો હોનહાર દીકરો દેવાંશ જે આ કેસમાં ક્યાંકને ક્યાંક પરોવાયેલો છે અને એમને એમનાં દીકરાની કેટલી જાણ છે એપણ જાણવું હતું.


વિક્રમસિંહ કહ્યું અમારી પાસે જે કેસ પેન્ડિંગમાં છે તપાસમાં આગળ ચાલી રહ્યો હોઈ એની કોઈ માહિતી આપી ના શકીએ રહી વાત મારાં દીકરાનીતો મને બધીજ જાણ છે અને આ સમયે એવી કોઈ એવી કોઈ વાત નથી કે એનાં માટે ઇન્ટરવ્યુ આપવો પડે તમે જઈ શકો છો એમ કહી ડાયેનાને જવા કહી દીધું.

ડાયનાં વિક્રમસિંહ સામે જોઈ રહી પછી કીધું સર અમે એવું હતું કે તમે રસ પૂર્વક મને સાંભળી ઇન્ટરવ્યૂ આપશો પણ તમે તો મને જવા કહી દીધું. તમારી તપાસમાં તમારી પાસે પુરાવો હોય છે અને આજે હું તમને .... છોડો કંઈ નહીં તમને રસ કે વિશ્વાશ નથી હું રજા લઉં છું હવે તમે ફોન કરીને મને બોલાવશો ત્યારે ઇન્ટરવ્યૂ કરીશું બાઈ ધ વે સર કોંગ્રેટયુલેશન ફોર બીઇંગ એ ન્યુ કમીશ્નર ઓફ બરોડા. એમ કહીને ઉભી થઇ ગઈ અને બાય બોલી બહાર નીકળી ગઈ .

સિદ્ધાર્થ અને વિક્રમસિંહ એકબીજાની સામે જોઈ રહ્યાં. વિક્રમસિંહએ કહ્યું સિદ્ધાર્થ આપણે એને બરાબર ટ્રીટ કરી છે ને ? ચાલુ કેસે આપણે એને શું માહિતી આપી શકીએ ?
સિદ્ધાર્થે કહ્યું સર આપણે બરાબરજ છીએ પણ એક વાત મને ના સમજાઈ કે એણે આવીને મિલિન્દ કેસની અને બીજી ઘટનાઓની વાત કરી ઠીક છે પણ વંદનાનું જાણો છો ? એમાં રહસ્ય લાગ્યું પણ મેં તમારી સામે ફોન કર્યાપણ કંઈ હાથ નથી લાગ્યું. માત્ર વંદનાનો ફોન નો રીપ્લાય આવે છે એનાથી શું મદાર બાંધવો ? ફોન સ્વિચઑફ નથી ફોન ના ઉપાડવા પાછળ ઘણાં કારણ હોઇ શકે.

વિક્રમસિંહ પણ વિશારમાં પડી ગયાં એમણે કહ્યું સિદ્ધાર્થ તમે આ છોકરી જે બોલી ગઈ છે એ પ્રમાણે વંદનાની તપાસ કરો મારી છઠીઇન્દ્રિય એવું કહે છે આની પાછળ ચોક્કસ કોઈ કારણ છે.

ત્યાં બાબુ પટાવાળો આવ્યો એણે કહ્યું સિદ્ધાર્થ સહેબ બહાર પેલા બે જણા કાર્તિક અને ભૈરવસિંહ કહે સરને પૂછી લો અમે જઈએ ઘણો સમય થઇ ગયો અમારે અમારી ઓફિસ રિપોર્ટિંગ કરવાનું છે અને બીજા પણ કામ છે. સર શું કહું ?

સિદ્ધાર્થે ફરી ઘડિયાળમાં જોયું અને બોલ્યો ઠીક છે એમણે જવા દે અને કહેજે જયારે બોલાવ્યે તરતજ હાજર થજો. ... અને વિક્રમસિંહએ કહ્યું સિદ્ધાર્થ આ બે જણા પર નજર રાખજો મને એલોકોમાં ગડબડ લાગે છે.

સિદ્ધાર્થ જોયું ઓફિસમાં બીજું કોઈ હાજર નથી એટલે વિક્રમસિંહને કહ્યું સર આ લોકો પાછળ બે બાતમીદાર લગાડેલાં છે મને બધોજ રિપોર્ટ મળે છે મને પણ એલોકોની વૃત્તિઓ ભેદી લાગે છે.

ત્યાં સિદ્ધાર્થના મોબાઈલમાં રિંગ આવી અને સિદ્ધાર્થે સાંભળી અને એની આંખો પહોળી થઇ ગઈ ચહેરાં પર આષ્ચર્ય અને ક્રોધનાં ભાવ આવી ગયાં એ હા હા કરતો રહ્યો અને પછી બોલ્યો તમે ત્યાંજ છો ? ત્યાંજ રહો હું પહોંચું છું.

વિક્રમસિંહએ પૂછ્યું સિદ્ધાર્થ શું થયું ? સિદ્ધાર્થે કીધું પેલી ડાયેના સાચી પડી વંદના.....

વધુ આવતા અંકે પ્રકરણ -65