Talash - 41 in Gujarati Detective stories by Bhayani Alkesh books and stories PDF | તલાશ - 41

તલાશ - 41

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. આમા આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.

ગેસ્ટ હાઉસ પહોંચીને જીતુભાએ શંભુ મહારાજ ને કહ્યું મને સાડા નવ વાગ્યે ઉઠાડી દેજો અને નાસ્તો તૈયાર રાખજો.કહી પોતાના રૂમમાં જઈ શાવર લઈને બેડ પર લંબાવ્યું. ત્યારે પોણા 6 વાગ્યા હતા.

xxx

"હેલો હની," એક સ્ત્રેણ અવાજ પોતાના મોબાઈલ પર સાંભળીને હનીની રહી સહી નીંદર પણ ઉડી ગઈ. સ્ક્રીન પર જોયું તો અજાણ્યો નંબર હતો."યસ," એણે કહ્યું.

"હની રૂમની બહાર હોટેલના ગાર્ડનમાં આવ હું ચા નો કપ લઇ ડાબી બાજુ ખૂણામાં બેઠી છું." કહીને ફોન કટ થયો. હની હવે અવાજને પૂરો ઓળખી ગયો હતો. મુસ્કુરાઇને એ બાથરૂમ માં ફ્રેશ થવા ગયો પછી નાઈટ સુટ પર સ્વેટર પહેરી પોતાનો રૂમ લોક કરીને બહાર ગાર્ડનમાં જ્યાં ચા નાસ્તાનું કાઉન્ટર હતું ત્યાં પહોંચ્યો. પોતાની ચાનો કપ લઇ એ ડાબા ખૂણામાં જાડા કાચના ચશ્મા અને પંજાબી સૂટ પહેરેલી એક પ્રોઢા બેઠી હતી એની નજીક ખુરશી ખેંચી ને બેઠો અને કહ્યું. "બોલો મિસિસ ઈરાની કેમ અત્યારમાં પધારવાનું થયું."

"નાઝ નું મિશન ફેલ થઇ ગયું છે. એ અત્યારે ભાગતી ફરે છે."

"ઓહ્હ્હહ્ નો.તને કોણે કહ્યું."

"ચીફ સાથે મારી હમણાં વાત થઇ.આ મિશનમાં મેન રોલ નાઝનો હતો. આપણે તો એને જરૂરી સહાય પુરી પાડી અને પછી અહીંથી નીકળવામાં મદદ કરવાની હતી. અગર જો એ એક અઠવાડિયું રોકાઈ શકી હોત તો.આખું ભારત હલી ઉઠત એવા ધમાકા એ કરવાની હતી. પણ અફસોસ..."

"એ કેવી રીતે પકડાઈ. આઈ મીન એનો ભાંડો કેવી રીતે ફૂટ્યો?'

"એ અહીંના બહુ મોટા વેપારી ની ભત્રીજી બનીને રહેતી હતી."

"હા એ મને ખબર છે કાલે હું એના કાર્યક્રમમાં પણ ગયો હતો."

"ઇ વેપારીના દીકરા ને કિડનેપ કરીને નાઝને તેના ઘરમાં ગોઠવવામાં આવી હતી પણ અહીંના સમય મુજબ રાત્રે 2 વાગ્યે (ત્યાં લંડનના સમય મુજબ રાતના 9 વાગ્યે) કોઈએ આપણા માણસો પર હુમલો કર્યો અને 7 માણસને મારી નાખ્યા અને એ છોકરાને છોડાવીને લઇ ગયા. કોઈ પ્રોફેશનલ ગ્રુપ હતું. બધાને શરીરમાં અલગ અલગ 3-4 ગોળી મારી હતી. કોઈને ફોન કરવાં કે ભાગવાનો પણ સમય ન મળ્યો.

"ઠીક છે મોટા આયોજનોમાં આવી નાની ક્ષતિ થયા કરે."

"પછી ચીફે નાઝ ને કહ્યું 5-7 કલાક ઘરની બહાર નીકળી જા હું તપાસ કરીને કહું છું. અને એ સલામત બધાને સુતા મૂકી ને નીકળી ગઈ."

"પણ ચીફે એને ફરીથી ફોન કર્યો કે નહીં.?"

"ના એ xxx. એણે ફોન ન કર્યો."

ઓહ તો.હવે આપણે શોધવી પડશે કેમ કે જો એમને રસ હોત તો એ નાઝને બચાવવાનો પ્રયાસ કરત હવે આપણે શું કરીશું?"

"હની એ મારી ભત્રીજી છે. અને આપણી લાઈનનો નિયમ છે. તમે પકડાવાની સ્થિતિમાં આવો એટલે ચીફ તમને ઓળખવાનો પણ ઇન્કાર કરી દે. એટલે 2 દિવસ પહેલા જ મેં એની સલામતીની દીવાલ ઉભી કરી દીધી હતી. "

"એટલે??" હની એ પૂછ્યું.

"એટલે કે મેં અઝહરને ફોનથી ખબર આપ્યા હતા. કે નાઝ એક મહત્વના મિશન પર છે. અને 99% કામયાબ થશે જતો સેલિબ્રેટ કરવા આવી જા."

"ઓહ તો તારો અઝહર અહીં હાજર હતો કે?" પણ નાઝના મિશનની તને કેવી રીતે ખબર પડી ચીફે મને પણ એના મિશન વિષે નથી કહ્યું. આવતી કાલે બપોરે એક રેસ્ટોરાંમાં આપણે મળવાનું હતું. એટલે જ કાલે હું એના પોગ્રામમાં મળવા ન ગયો."

"મારા સોર્સે જણાવ્યું."

"એટલે કે આપણી ઓફિસમાં પણ તે તારા સોર્સ ગોઠવી રાખ્યા છે. હાઉ હોરિબલ."

"એ બધું છોડ મને ખબર છે જેમ મને મારી ભ્રાત્રીજીની ચિંતા છે એમ તને પણ તારી ભાણેજની ચિંતા છે. પણ મેં તને બધું કહી દીધું. તું મારાથી છુપાવે છે." ઈરાનીએ નારાજ થતા કહ્યું.

"છુપાવવાની વાત નથી પણ મેં શાહિદને નાઝ નું ધ્યાન રાખવા અહીં બોલાવ્યો હતો ગઈ કાલે એ પ્રોગ્રામમાં પણ હાજર હતો અને અહીંથી નાઝ નીકળી ત્યારે પણ બાઇકમાં એ એના ઘર સુધી જવાનો હતો. એની સલામતી માટે. પણ છેલ્લે તું આગ્રા ના રસ્તામાં હતો એ પછી આપણી વાત થઇ જ નથી.હવે શું પરિસ્થિતિ છે એ ખબર હોય તો બોલ નહીં તો આપણે બે એને શોધવા નીકળીએ."

"ના એની જરૂર નથી. નાઝ સલામત છે. અને જેમ આપણે જોડીમાં કામ કરીયે છીએ એમ આ વખતે શાહિદ અને અઝહરે જોડીમાં કામ કરી ને બચાવી છે. મારે હમણાં જ એ ત્રણે સાથે વાત થઇ છે એ લોકો બાડમેર થી 7 કિ મી દૂર કોઈની વાડીમાં રોકાયા છે. અને આંધી ઉઠશે તો બપોરે નહીં તો રાત્રે 8 વાગ્યે. થરપારકર પહોંચી જશે."

"મને નવાઈ લાગે છે. ચીફે અનેકવાર એ લોકોને સાથે મિશન પર જવાનું કહ્યું છે. પણ એ લોકો નથી માનતા અને આજે.." હની કૈક આશ્ચર્યથી કહી રહ્યો હતો.

"કેમ કે એ બન્ને નાઝ ને પ્રેમ કરે છે. નાઝની સલામતી માટે એ કોઇનો પણ જીવ લઇ શકે છે. અને પોતાના પ્રાણ આપી શકે છે." ઈરાની એ કહ્યું.

"મને તો ભવિષ્યનો ડર લાગે છે. જયારે નાઝ એ બે માંથી કોઈ એક સાથે પરણવાનું નક્કી કરશે. ત્યારે શું થશે?" હની ને ખરેખર ચિંતા થતી હતી.

"નિયતિ કોઈ બદલી શકતું નથી" કોઈ દાર્શનિક ની જેમ ઈરાની બોલ્યો અને ઉમેર્યું. 'જે નક્કી જ છે એ થવાનું જ છે. આપણે ચિંતા સિવાય કઈ ન કરી શકીયે.ખેર જે વખતે જે થશે એ જોયું જશે. પણ આપણી દોસ્તી. આપણા ભાઈ બહેનના લગ્ન થયા એ પહેલાંની છે. અને ભવિષ્યમાં બનનારી કોઈ ઘટનાથી આપણી દોસ્તી મારા તરફથી નહીં તૂટે.

"હું પણ તને એ જ વચન આપું છું. ઈરાની."હનીએ કહ્યું.

"તો પછી ચાલ સમાન પેક કર આપણે નીકળીએ. મન થાય છે કે થોડા દિવસ કરાંચી જઈએ અને પછી મદ્રાસ જઈએ."

"ના આ વખતે ફુલપ્રુફ પ્લાનિંગ કરવાનું છે. જો 15-20 દિવસ પછી જશું તો કચાસ રહી જશે.'

"ઓ.કે. તો પ્લાન બોલ." ઈરાની એ કહ્યું.

"આ વખતે આપણે કઈ માથાકૂટ નથી કરવાની માત્ર રૂપિયા ઉડાડવાનું છે." કહી હની એને પ્લાન સમજાવવા લાગ્યો.

xxx

સાડા નવ વાગ્યે સુમિત અને સ્નેહા એમના મદ્રાસના બંગલે પહોંચ્યા હતા. પહોંચતા વેંત સુમિતે હુકમ કર્યો. હું નાહીને ફ્રેશ થઈને આવું એટલી વારમાં ઓફિસમાં કહી દો અત્યંત અનિવાર્ય ન હોય એ સિવાયનાતમામ લોકો આજે ઓફિસમાં બરાબર 11 વાગ્યે હાજર રહે. બધાજ એટલે કે બધાજ. સમજાયું.?"

"યસ સર હું હમણાં જ મેનેજર ને કહી દઉં છું." હાઉસ કીપરે જવાબ આપ્યો.

xxx

બરાબર સાડા નવ વાગ્યે શંભુ મહારાજે જીતુભા ને જગાડ્યો. "નાહીને આવું એટલી વારમાં મસ્ત ચા- નાસ્તો. બનાવી નાખો". જીતુભાએ કહ્યું.

નાહિ ચા નાસ્તો કરી અને જીતુભા સ્નેહા ડિફેન્સ પર ચાલતો પહોંચ્યો ત્યારે મેનેજર.સુભાષ જૈન એની રાહ જોતો બેઠો હતો. જીતુભા સામે જોઈ એણે કહ્યું. "અરે જીતુભા સર, તમારે સારવારની જરૂર છે આ ચહેરો આખો સૂઝી ગયો છે."

"કઈ જરૂર નથી.સુભાષ જી મારુ અહીંનું કામ પૂરું થયું. મારી સુમિત ભાઈ સાથે વાત થી છે. મને થોડા રૂપિયા જોઈએ છે. અને મારે આટલામાં જ થોડું 3-4 દિવસનું કામ છે. એટલે એક કાર પણ જોશે. "

"મારે પણ વાત થઈ ગઈ છે. ભીમ સિંહ અડધો કલાક માટે બહાર ગયો છે. આવે એટલે તમે એને લઈ જઈ શકો છો અને આ 25000 રૂપિયા. વધારે જોઈતા હોય તો કહો."

"ના આ પૂરતા છે. આનો હિસાબ."

"હિસાબ નું તમે સુમિત ભાઈ કે મોહનલાલજી સાથે સમજી લેજો, તમે એમને કેવી રીતે હિસાબ આપો છો એ મને ખબર નથી. મને કહ્યું હતું એટલે મેં તમને આપી દીધા.મારું કામ પૂરું,"

"ઠીક છે. હવે કંપનીના ડોક્ટરને બોલાવો. આમ થોડું કંઈક દવા વિગેરે લેવાની હોય તો પૂછી લઉં. અને ભીમસિંહ ક્યાં ગયો છે ઘરે?"

"ખબર નહીં થોડીવાર પહેલા કહીને ગયો કે કલાકમાં આવું છું મને એમ કે તમારા કોઈ કામે ગયો હશે."

xxx

"તો ક્યાં નો પોગ્રામ છે ભીમ, કઈ કહ્યું એણે?"

"ખબર નથી હુકમ, અને આમેય મને લઇ જશે કે બીજા કોઈને કે એકલા જશે કંઈ ખબર નથી."

"તારે કોઈ પણ ભોગે એનો સાથ નથી છોડવાનો સમજાયું." કંઈક અધિકારપૂર્વક પૃથ્વી કહી રહ્યો હતો.

"પણ હુકમ એ મને સાથે ના લે તો મારે શું કરવું?"

"ભીમ, તને આટલી ટ્રેનિંગ અપાવી છે. છતાં સમજાવવું પડશે કે શું કરવું?" કંઈક નારાજ થતા પૃથ્વીએ કહ્યું..

"એ 'ગોમત' જવું છે એવું એક વાર બોલેલા. બાકી હું સાથે હોઈશ તો દર 2 કલાકે તમને ફોન કરીશ."

"ગોમતતો પોખરણની બાજુમાં છે એ જ ને?" ત્યાં એને શું કામ છે. મને એમ કે ફ્લોદી જવા માંગે છે"

"શું કામ છે એ મને નથી ખબર અને મને સાથે નહીં લઇ જાય તો હું 2 દિવસની રજા લઈને એનો પીછો કરીશ અને ફ્લોદી ની તો કઈ વાત નથી. અને ફ્લોદી નું કામ હોય તો તમને જ કહેવાય ને." ભીમે કહ્યું.

"એ કામ તને નહીં સમજાય ભીમ, મને લાગે છે કે એ તને સાથે લેશે. હું તને બરાબર 12 વાગ્યે ફોન કરીશ. તારા ફોનમાં મારુ નામ શું સેવ કર્યું છે?"

"હુકમ પૃથ્વી"

"હમણાં જ એડિટ કર અને ખાલી પરબત લખી નાખ."

"હા પણ એ ફ્લોદી જશે એવું તમને કેમ લાગ્યું?"

"પછી જણાવીશ. અને યાદ રાખજે એને એક ખરોચ પણ ન આવવી જોઈએ. કાલે એ આખો છોલાઈ ગયો તો તમે 6 અને 2 લેડી 8 જણા હતા.તો 2 જણ સાથે કેમ ન ગયા.?" ગુસ્સાથી પૃથ્વીએ પૂછ્યું.

"એમણે જ ના કહી હતી. અને બીજું વાહન ન હતું ચતુરને હોસ્પિટલ પહોંચાડવો હતો."

"હવે એને એક મિનિટ પણ રેઢો ના મુકીશ.એ મારા જેટલો જ કે થોડો વધારે કેપેબલ છે. પણ બહુ લાગણીશીલ છે. એટલે બહુ જલ્દીથી કોઈની વાતમાં આવી જાય છે."

"ભલે હુકમ હવે હું નીકળું. અને હા એ કદાચ અહીં ચતુરને જોવા આવવાની જીદ કરશે."

"હું સાંજ સુધી રોકવાનો છું. માસ્તર સાહેબ હવે સ્વસ્થ છે. કદાચ સાંજે રજા આપશે. તો સાંજે નહીં તો કાલે સવારે એમને લઈને હું જઈશ પણ હું અહીં છું ત્યાં સુધી એ અહીં ન ફરકવો જોઈએ."

"સમજાઈ ગયું. કાલ સાંજ પહેલા એ મિલિટરી હોસ્પિટલ નહીં આવે બસ."

"શાબાશ"

xxx

પૃથ્વીએ કોલ લગાવ્યો સામેથી ફોન ઉંચકાયો એટલે એણે કહ્યું. "મારે થોડી માહિતી જોઈએ છે."

"કોના વિશે?"

"જીતુભાની બહેનનો નંબર અને જીતુભાની પ્રેમિકાના ઘરના વિશે".

"સોરી પૃથ્વી. એ શક્ય નથી."

"મને ના કહો છો? જીતુભાને કંપનીમાં લાવનાર હું જ છું."

"પણ એણે જોડાતા પહેલા શરત રાખી હતી કે કોઈ પણ એના ઘરનાનો કોન્ટેક્ટ ન કરે. અનિવાર્ય સંજોગોમાં માત્ર એના મામાની સાથે જ વાત કરે. સ્પે. તું એની બહેનના કોન્ટેક્ટમાં ન રહે એવી એની ઈચ્છા હતી. તો એની પ્રેમિકા ના ઘરના વિશે તને માહિતી આપું એ એની પ્રાઈવર્સીનો ભંગ ગણાશે. આપણી કંપનીના પણ અમુક અસૂલો છે."

"અસૂલો. માય ફૂટ. અને એ એનો જીવ જોખમમાં મુકાય એમ છે. વહેલી સવાર માં એને આખા શરીરમાં ઈજા થઈ છે. આ એરિયા નો એ અજાણ્યો છે. મને એની ચિંતા છે. "

"તો પણ..."

"મને ખાલી એના થનારા સસરા વિશેની બધી ડિટેઈલ હમણાં જ આપો, મેં એને વચન આપ્યું છે કે હું તને કઈ નહિ થવા દવ."

"ઠીક છે. એ માહિતી આપું છું. પણ એની બહેનનો નંબર નહિ આપું. મને ખબર છે તું માત્ર 5 મિનિટમાં એ શોધી શકીશ છતાં.તને કહું છું કે તું સામેથી એનો કોન્ટેક્ટ ન કરતો એ આપણા એથિક્સથી વિરુદ્ધ છે."

"મને ખબર છે શેઠજી. હું એવું કંઈ નહીં કરું કે કંપનીનું નામ ખરાબ થાય. ઈનફેક્ટ જો કાલે બધું વ્યવસ્થિત થશે તો એ પોતે મને શોધતો પરમદિવસે ફ્લોદી આવવાનો છે. મને ખાત્રી છે.

"તને ખડકસિંહ બાપુએ ના પડી છતાં તું જેસલમેર પહોચ્યો છે. તારી તબિયત સંભાળજે. આજકાલ તું કોઈની પણ કોઈ વાત માનતો નથી. તારી ચિંતા થાય છે."

"ઓ.કે ટેન્શન ન લો મને કે જીતુભાને કઈ નહિ થાય. તમે વિદેશથી પાછા આવશો ત્યારે બંને મળવા આવીશું."

આપને આ વાર્તા કેવી લાગે છે? પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો તમે મને પર્સનલી વોટ્સ એપ પણ કરી શકો છો. 9619992572 પર

Rate & Review

Priti Patel

Priti Patel 4 months ago

Jay Dave

Jay Dave Matrubharti Verified 9 months ago

Sheetal

Sheetal 1 year ago

Ashok Prajapati
Parash Dhulia

Parash Dhulia 1 year ago