My Loveable Partner - 22 books and stories free download online pdf in Gujarati

મને ગમતો સાથી - 22 - આવજે સુરત

યશ : મારે નથી જવું.
હજી હમણાં તો તું આવી.
અને હવે....
કોયલ : હંમ.
દર વીકએન્ડ તો તને રજા પણ નહી મળે.
યશ : રોજ વિડિયો કોલ.
કોયલ : પાક્કું.
યશ : પછી વાત કરવાની.
કામમાં છું કહીને મૂકી નહી દેવાનો.
કોયલ : કરીશ.
યશ : એમ પણ તારે કરવી જ પડશે.
પાયલ તો 2 દિવસમાં પાછી આવી જશે.
માથું ખાવા વાળું કોઈ હશે નહી.
કહેતા તે હસે છે.
કોયલ : તારો મતલબ છે....
જેનું માથું ખાઈ શકાય.
યશ : હા.
કોયલ : આઈ વીલ મીસ યોર સ્મેલ.
ધીસ વાર્મ હગ્સ.
યશ : આ ટી - શર્ટ આપીને જાઉં??
કોયલ : હું કોશિશ કરીશ આવવાની ક્યારેક.
યશ : હંંમ.
પાયલ વગર રહેવાની આદત નથી યાર.
કોયલ : 3 વર્ષમાં મારા વગર રહેવાની આદત પડી ગઈ છે તો હવે આ પણ પડી જશે.
યશ : કાશ, હું પણ સુરત શિફ્ટ થઈ શકતે.
બધા સાથે કેટલી મજા આવે છે.
કોયલ : એ તો છે.
અહીંયાં જ્યારે પણ આવો પછી પાછા જવાનું મન ના થાય.
યશ : એ જ.
સુરત જે એને ત્યાં એકવાર આવે એને પોતાનું પ્રિય બનાવી દે છે.
કોયલ : પેકિંગ કરીએ હવે??
યશ : થોડી વાર બેસ ને હજી મારી પાસે.
કોયલ યશ ના ખોળામાં માથું મૂકી બેડ પર ફરી લાંબી થઈ જાય છે.
યશ : કોઈ સાયન્ટિસ્ટ એ ડોરેમોન નો એવરીવેર ડોર ખરેખરમાં શોધવો જોઈએ યાર.
પછી પહેલા જેમ તું અમારા ઘરની બાજુમાં રહેતી હતી અને જ્યારે તને મળવાનું કે કઈ કહેવાનું મન થાય ને હું તારા ઘરે આવી જતો હતો.
એમ અત્યારે પણ એ ડોર ની મદદથી મુંબઈથી સુરત આવી શકુ.
કોયલ : એ ડોર જો સાચે માં આવી જાય તો પોલ્યુશન પણ કેટલું ઓછું થઈ જાય.
યશ : હું અહીંયા થોડો રોમાન્ટિક હોવાની કોશિશ કરું છું અને તું....
કોયલ ને હસવું આવી જાય છે.
કોયલ : Awwww!!
તે સૂતા સૂતા યશ ના ગાલ પર હાથ ફેરવે છે.

* * * *

સ્મિત : શી ઈઝ રાઈટ.
ધારા : એટલે હું ફક્ત મારી મરજીનું કરું છું એમ??
સ્મિત : વધારે તું તારી મરજીનું જ કરે છે.
હું એમ નથી કહી રહ્યો કે તું બીજા વિશે વિચારતી નથી.
ધારા : તે મને હજી પણ શું કામ સમજાવ્યા કરે છે??
સ્મિત : એ તારી મોટી બેન છે.
ધારા : તો શું સમજાવ્યા જ કરવાનું??
સ્મિત : એવું નથી.
ધારા : હવે તું પણ મને નહી સમજાવ.
સ્મિત : ધારા જો....
ધારા : હું હમણાં એ મૂડમાં નથી.
તે મને બીજા કામ માટે તારી કેબિનમાં બોલાવી હતી.
સ્મિત : બસ, એટલું જાણી લે કે પરંપરા તારાથી નારાજ નથી.

* * * *

પાયલ : નીરજ ઓનલાઈન છે!!
પાયલ નીરજ ને મેસેજ કરે છે.

પાયલ : Hii.
હું આજે મુંબઈ જાઉં છું.
પાછા આવતા 3 - 4 દિવસ થઈ જશે.
તમે રવિવાર ને બદલે આજે મળી શકશો??
નીરજ : Hii.
તે પહેલી વાર આજે પાયલ ના મેસેજ નો તરત જવાબ આપે છે.
પાયલ ખુશ થાય છે.
નીરજ : તમારે ક્યારે જવાનું છે??
પાયલ : આજે રાતે 10 વાગ્યે.
એની પહેલા મળાશે??
નીરજ : 8 વાગ્યે??
પાયલ : હા.
ઓકે.
નીરજ : ત્યાં જ??
પાયલ : હું જગ્યા પછી મેસેજ કરું તમને....
નીરજ : ઓકે.
પાયલ : યા.

* * * *

રાતે

યશ : ચાલો, માસા માસી....
તે માસા માસીને પગે લાગે છે.
મમ્મી : જલ્દી પાછો આવજે.
યશ : હા.
પપ્પા : હવે તો આવવા જવાનું ચાલતું રહેશે.
હેં ને??
ધારા : હા.
તે અને પાયલ હસે છે.
મમ્મી : તારે જેટલી વાર આવવું હોય આવજે બેટા.
તારું જ તો ઘર છે.
યશ : હા.
પાયલ : એમને તો પાછા જવું જ નથી માસી.
સુરત એટલું ગમી ગયુ છે.
ધારા : ઓહ!!
બધા હસે છે.

સ્ટેશન

પાયલ : બાય કોયલડી.
તે પાયલ ને ભેટે છે.
કોયલ : જલ્દી આવજે મારી પાયલડી.
યશ : મારી પાયલડી??
કોયલ : હા.
તે યશ સામે જોતા કહે છે.
યશ : સારું.
એમ રાખ.
ધારા : તારી યાદ આવશે.
યશ : મારી!! કીધું??
ધારા : નહી.
તારા ભૂતને કીધું.
યશ : એને તો તું જ્યારે યાદ કરશે એ તારી પાસે આવી જશે.
પાયલ : મને નથી ખબર અને મને જાણવું પણ નથી કે તમારી વચ્ચે શું થયું છે.
પણ હું પાછી આવું ત્યાં સુધીમાં ધરું,
મને તારી અને પરંપરા વચ્ચે બધુ બરાબર જોઈએ.
ઓકે??
ધારા : ઓકે.
પાયલ તેને ભેટે છે.
ધારા : જલ્દી આવજે.
કોયલ : ટ્રેન આવી ગઈ.
યશ કોયલ સામે જુએ છે.
કોયલ મુસ્કાય છે.
યશ : મીસ યુ યાર.
તે છેલ્લી વાર તેની કોયલડી ને ભેટતા કહે છે.
કોયલ : મીસ યુ ટુ.
બાય.
યશ : બસ બાય??
કોયલ : જા હવે.
યશ : બોલને એકવાર....
કોયલ : ઓકે.
I....L....Y....!!
યશ : આ....
કોયલ : શોર્ટ એન્ડ સ્વીટ.
તે પોતાનું હાસ્ય રોકતા કહે છે.
યશ : સરખું બોલને યાર.
આઈ લવ યુ.
કોયલ : લવ યુ ટુ.
યશ : હવે બાય.
કોયલ : બાય.

* * * *

12:00

પરંપરા : બોલ....
ધારા : શું બોલું??
પરંપરા : તારે જે બોલવું હોય.
ધારા : તને ખબર છે ને એ....
પરંપરા : અચ્છા, રહેવા દે.
ધારા : શું કરે છે??
પરંપરા : હાથ પર અને પગ પર ક્રીમ લગાવી રહી છું.
ધારા : હું પણ.
પરંપરા : યશ અને પાયલ....
ધારા : તેમની ટ્રેન ઉપડી ગઈ.
પરંપરા : કોયલ તારા રૂમમાં સૂતી છે??
ધારા : નહી.
એ એના રૂમમાં જ છે.
પરંપરા : હંમ.
ધારા : સોરી.
પરંપરા : અરે....!!
એ તો તું નહી કહેવાની હતી ને.
ધારા : મન થયું તો....
પરંપરા : ચાલ, તારું એક સોરી જમા.
કારણ કે હું નારાજ નહી હતી.
ધારા : પણ હું તારાથી નારાજ હતી એનું સોરી કહું છું.
પરંપરા : થયા કરે હવે બધુ.
ધારા ને બગાસું આવે છે.
પરંપરા : ચાલ, આજે કામ નથી તો તું થોડી જલ્દી સૂઈ જા.
આપણે બાકીની વાતો કાલે કરી લઈશું.
ધારા : આપણી વાતો કોઈ દિવસ પૂરી ના થાય.
તે હલકું હસતાં કહે છે.
પરંપરા : એ તો છે જ.
ધારા ને બીજું બગાસું આવે છે.
પરંપરા : સૂઈ જા....સૂઈ જા.
ધારા : ઓકે બાય.
પરંપરા : ગુડ નાઈટ.
બંને ફોન મૂકી દે છે.

* * * *

~ By Writer Shuchi



.