My Loveable Partner - 23 books and stories free download online pdf in Gujarati

મને ગમતો સાથી - 23 - જવાબ....

ટ્રેનમાં બંને સામ સામેની સીટ પર બારીની બાજુમાં બેઠા હોય છે.
બારીની બહાર બસ હવે કાળું અંધારું ચમકી રહ્યુ હોય છે અને ઠંડી હવા જાણે પાયલ ને તેના મનમાં ચાલી રહી ગડમથલનો અંત લાવવા કહી રહી હોય છે.
તે ફરી એકવાર તેની સામે બેસી મોબાઈલમાં કઈ કરી રહેલા યશ સામે જુએ છે અને હિંમત કરી તેને પોતાના મનમાં ચાલતી વાત કહેવાનો નિર્ણય લે છે.
પાયલ : યશ....
યશ : હા, બોલ....
પાયલ : મારે કઈ કહેવું છે....

પાયલ : સોરી, આજે મને મોડું થઈ ગયુ.
તે આવતાની સાથે કહે છે.
નીરજ : વાંધો નહી.
બેસીએ....
પાયલ : હા.
બંને ખુરશી પર બેસે છે.
નીરજ : કઈ ઓર્ડર કરવુ છે??
પાયલ : મારે જલ્દી પાછા જવાનું છે.
નીરજ : ઓકે.
પાયલ : શું કહેવું છે તમારે??
તે ટેબલ પર હાથ મૂકતા કહે છે.
નીરજ : મારી પાસે તમને ના કહેવાનું એમ કોઈ કારણ નથી પણ....
આઈ એમ સોરી.
અને....એવું નહી સમજતા કે હું પણ તમને તમારા દેખાવને લીધે ના કહી રહ્યો છું.
એવું કઈ નથી.
પણ....મને આ થોડું....
પાયલ : અન્કમ્ફટેબલ....
નીરજ : હા.
તમે ખરાબ નહી લગાવતા....
પાયલ : નહી નહી.
હું તમારા નિર્ણય ને માન આપુ છું.
તે મુસ્કાય છે.
નીરજ : થેન્કસ.
પાયલ : એ તો મારે કહેવું જોઈએ.
નીરજ હલકું મુસ્કાય છે.
પાયલ નું સમય પર ધ્યાન જાય છે.
પાયલ : મારે જવું જોઈશે.
તે ઉભી થતા કહે છે.
નીરજ પણ ઉભા થાય છે.
પાયલ : હું આ લાવી હતી.
તે પર્સમાંથી મોટી ડેરી મિલ્ક કાઢી નીરજ ને આપતા કહે છે.
નીરજ : આ....
પાયલ : એમજ લાવી હતી.
નિર્ણય જે પણ આવે.
પણ તમારી સાથે પરિચય અને મુલાકાતો કરી સારું લાગ્યું એના માટે.
પાયલ ફરી મુસ્કાય છે.
નીરજ ડેરી મિલ્ક લઈ લે છે.
નીરજ : સેમ ટુ યુ.
પાયલ : આવજો.
નીરજ : બાય.

યશ : તે પહેલા કેમ નહી જણાવ્યું પાયલ??
પાયલ : જો તે મને હા કહેતે તો પછી હું બધાને જણાવવાની હતી.
યશ : ધારા જાણે છે??
પાયલ : હા.
પણ એને નીરજ નો જવાબ નથી ખબર.
અમે પહેલીવાર મળ્યા હતા એ જ ખબર છે.
યશ : આર યુ ઓકે??
પાયલ : હું પ્રીપેડ હતી.
યશ : ખરેખર ને??
કે....
પાયલ : હું હતી.
મમ્મી પપ્પા ને....
યશ : નહી કહુ.
ડોન્ટ વરી.
બંને હલકું મુસ્કાય છે.

* * * *

સવારે

ધારા : સોરી.
આજે પાયલ નથી તો મે લેટ કરી દીધું.
મમ્મી, અમે જઈએ છીએ.
તે બૂમ પાડે છે અને કી સ્ટેન્ડ માંથી ગાડીની ચાવી લેતા કોયલ સાથે ઘરની બહાર નીકળી જાય છે.

ગાડીમાં

ધારા : ટ્રાફિક.
કોયલ : કેટલાક લોકો માટે આ ટ્રાફિક પણ સારો હશે.
જેમને આખા દિવસમાં માત્ર આજ સમય પોતાના માટે અથવા પોતાના ખાસ વ્યક્તિ માટે મળતો હશે.
જેટલી વાર ગાડી ટ્રાફિકમાં ઉભી રહે એટલી વધારે વાતો થઈ શકે.
ધારા : એટલા માટે જ કદાચ આ આટલો જામ રહેતો હશે.
કારણ કે કેટલા લોકો અત્યારે મનમાં એવી કામના કરી રહ્યા હશે કે આ ટ્રાફિક જામ બસ....
હજી થોડી વાર સુધી આમ જ રહે.
કોયલ : તને વાંધો નહી હોય તો કઈ પૂછી શકું??
ધારા : પૂછી જ તો લીધું.
તે હસે છે.
કોયલ : તને કેવી છોકરી જોઈએ છે??
ધારા : એવુ ખાસ નથી વિચાર્યું.
કોયલ : તો પણ કેવી??
ધારા : જે મારી સાથે આપણા ઘરે રહી શકે અને જેને ઘરના કામ અને જમવાનું બનાવતા પણ આવડતુ હોય.
કોયલ : હંમ.
કોઈ ઓનલાઈન સાઈટ પર....
ધારા : મને ઓનલાઈન મેચ પર એટલો ભરોસો નથી બેસતો.
કોયલ : એ....
ધારા : હાશ!!
ટ્રાફિક ખુલી ગયો.
તે હવે ગાડીને દોડાવી મૂકે છે.
કોયલ : આઈ હોપ, આજે જે ફેરફાર કરવા કીધાં હતા એ થઈને કેટેલોગ આવી ગયા હોય.
ધારા : યા.
આજે દુલ્હા - દુલ્હન તે જોવા પણ આવવાના છે.
કોયલ : એટલે હું બહુ ઉત્સાહિત છું આજે.
ધારા : પરંપરા પણ બહુ ખુશ હશે.
કેટલા વખતે તેને ફરી ફોટોગ્રાફી કરવાનો મોકો મળી રહ્યો છે.
કોયલ : મજા આવશે.
તેની આંખોમાં આજે અલગ ચમક હોય છે.

* * * *

રાતે

સ્મિત : વાઉ વાઈફી!!
કેટલા સરસ ફોટા પાડયા છે તે.
પરંપરા : થેન્કયુ.
મને ફરી ફોટોગ્રાફી તરફ લઈ જવા માટે.
સ્મિત : હવે મારે ધારા નો ડાયલોગ બોલવો પડશે....
પોતાના પતિને થેન્કયુ કહેવાનું હોય??
પરંપરા હસી પડે છે.
સ્મિત : તને ખબર નથી કે તું કેટલી ટેલન્ટેડ છે.
પરંપરા સ્મિત ના ખભા પર પોતાનું માથું મૂકી દે છે.
સ્મિત : કાલે આ ફોટા ઘરમાં બધાને બતાવીશું.
સ્મિત ખુશ થતા કહે છે.

* * * *

પપ્પા ધારા ના રૂમમાં આવે છે.
ધારા એમજ બેડ પર સૂતી પોતાના ખુલ્લા વાળ સાથે રમી રહી હોય છે.
દરવાજો ખોલવાનો અવાજ આવતા તે બેઠી થઈ જાય છે.
પપ્પા અંદર આવી બેડ પર બેસે છે.
પપ્પા : શું કરી રહી હતી??
ધારા : કઈ નહી.
બસ....આમ જ.
પપ્પા : બધુ બરાબર ચાલી રહ્યુ છે ને??
ધારા : હા.
પપ્પા : કોઈ ટેન્શન....
ધારા : થોડું.
એ તો રહેવું પણ જોઈએ ને.
તમે કહેતા હતા....
પપ્પા : હા.
તે હલકું મુસ્કાય છે.
પપ્પા : ઘરની ફિકર નહી કરતી.
તારી મમ્મી સાથે હું છું.
તું તારી જીંદગી તારે જેમ જીવવી હોય એમ જીવજે.
અને જો તને કોઈ પાત્ર ગમે ને તો તું મને પણ આવીને કહી શકે છે.
હું તને ના નહી કહું દીકરા.
પરંપરા વખતે જે બાંધ છોડ મે રાખી હતી એ....
ધારા : હું તમારો વિશ્વાસ કાયમ રાખીશ પપ્પા.
પપ્પા પ્રેમથી ધારા ના માથે હાથ ફેરવે છે.
ધારા મુસ્કાય છે.

* * * *


~ By Writer Shuchi.