My Loveable Partner - 24 in Gujarati Love Stories by Writer Shuchi books and stories PDF | મને ગમતો સાથી - 24 - હાય મુંબઈ

મને ગમતો સાથી - 24 - હાય મુંબઈ

માસી પાયલ ને જોતા જ તેને ભેટી પડે છે.
માસી : કેટલા દિવસે તારો ચહેરો જોવા મળ્યો મારી દીકરી.
તે પાયલ ના માથે સ્નેહ ભર્યો હાથ ફેરવે છે.
પાયલ ખુશ થાય છે.
યશ બંને ને જોઈ મુસ્કાય છે.
માસી : જલ્દી જલ્દી તમે બંને નાહી - ધોઈ લો.
હું ફટાફટ તમારા બંને નો મનપસંદ નાસ્તો બનાવું છું.
મમ્મી એકદમ ખુશ થતા કહે છે.
પાયલ : હા.
યશ : પપ્પા ક્યાં છે??
માસી : તે પૂજા કરી રહ્યા છે.
કોયલ ને ત્યાં ફાવી ગયુ??
યશ : એ મજા કરે છે ત્યાં ધારા સાથે.
માસી : ચાલો, સરસ.
ત્રણેય મુસ્કાય છે.

* * * *

યશ : હાય.
કોયલ : પહોંચી ગયા બરાબર??
યશ : હા.
બેગમાંથી સામાન જ ખાલી કરી રહ્યો છું.
કોયલ : તું??
યશ : એટલે??
કોયલ : કોઈ દિવસ કબાટ પણ સરખો ગોઠવ્યો છે??
યશ : શું કહુ હવે....
આ કાગડાની કોયલ એને એકલી મૂકી લાંબા સમય માટે ઉડી જે ગયેલી.
પછી બધુ જાતે જ....
કોયલ : અચ્છા....!!
હું આવી એટલે પાછું એ બધુ કરવાનું બંધ ને??
યશ : ક્યાં બંધ છે??
અત્યારે પણ જો કરી રહ્યો છું.
કોયલ : મને ક્યાં દેખાય રહ્યુ છે??
યશ : ઉભી રહે....
વિડિયો કોલ કરું.
કોયલ : રહેવા દે.
હું તો એમજ કહેતી હતી.
યશ : હવે જો નહી કરું ને તો પાયલ અને મમ્મી ગંદા કપડા સાથે મને પણ ધોઈ કાઢે.
કહેતા તે બેડ પર આડો પડે છે.
બંને હસે છે.
યશ : અને માસી ના ઘરે તો તું હતી જ ને કરવા માટે.
કોયલ : હા.
અને હવે જલ્દી તારા કામ કરવા માટે ત્યા પણ પાછી આવી જઈશ બસ.
તે હલકું હસતાં કહે છે.
યશ : ક્યારે આવશે એ દિવસ....
કોયલ : જલ્દી આવશે.
યશ : એણે આવવું જ પડશે હે ને??
કોયલ : હાસ્તો.
બંને ફરી હસે છે.
કોયલ : પાયલ ઓકે છે??
યશ : હા.
એ ઓકે છે.
ખુશ છે ઘરે આવીને.
કોયલ : હા.
પણ હું તો તે જે ચેટિંગમાં મને કહ્યુ હતુ એના વિશે પૂછી રહી છું.
યશ : એય....એના વિશે કોઈને કહેતી નહી.
ધારા સિવાય કોઈને જ નથી ખબર યાર.
કોયલ : હા, નહી કહુ.
યશ : તે ઠીક જ છે.
તેણે તેની જાતને સરસ રીતે સંભાળી લીધી છે.
કોયલ : હાશ....!!
તે કહ્યુ ત્યારથી મને ફિકર થઈ રહી હતી થોડી થોડી.
યશ : મને તો પછી ઉંઘ જ નહી આવી.
કોયલ : પાયલ માટે જે સારું હશે તે થશે.
યશ : હા, પણ તે ક્યાં સુધી આમ જીવશે??
કોયલ : બધુ થવાનો એક સમય હોય છે.
યશ : ક્યારે આવશે એનો સમય??
કોયલ : આવશે હવે જલ્દી.
અચ્છા, ચાલ મને પરંપરા બોલાવે છે.
આપણે રાતે વાત કરીએ.
તું પણ ફ્રેશ થઈ જા.
યશ : ઓકે બાય.

* * * *

પાયલ : પપ્પા....
તે પેપર વાંચી રહેલા પપ્પા પાસે લિવિંગ રૂમમાં આવે છે.
પપ્પા : પાયલ....!!
પાયલ ને જોતા જ જાણે તેમનો ચહેરો ખીલી ઉઠે છે.
પાયલ પણ તેમને જોઈ ખુશ થાય છે.
યશ : કેવું લાગ્યું સરપ્રાઈઝ??
તે પાછળથી આવતા કહે છે.
પપ્પા ખુશ થતા યશ સામે જુએ છે અને તેમના ચહેરા પર ની આ ખુશી બધુ કહી જાય છે.

* * * *

ધારા : હા બોલ....
તે ફોન ઉપાડતા કહે છે.
પાયલ : એક વાત કહેવી હતી....
ધારા : શું બોલ....??
પાયલ : તું તારી કેબિનમાં એકલી છે હમણાં??
ધારા : હા.
પાયલ : હંમ.
નીરજ એ ના કહી મને.
અને મે ટ્રેનમાં યશ ને અમારા વિશે બધુ કહી દીધું.
ધારા : તું રડી રહી છે??
પાયલ : નહી....બસ....
ખરાબ લાગી રહ્યુ છે.
ધારા : ઈટસ ઓકે પાયલ....
પાયલ : એનું નહી.
ધારા : તો??
પાયલ : યશ યાર.
તે ફરી...મે આ વાત એને કહી પછી વિચારમાં પડી ગયેલો.
ક્યાં સુધી મારા માટે એ....
ધારા : પાયલ, આ નોર્મલ છે યાર.
પાયલ : એ શું કામ હેરાન થાય છે??
ધારા : પહેલી વાત, આને હેરાન થવું ના કહેવાય.
આ એની ફિકર છે તારા માટે પાયલ.
પાયલ : આઈ નો.
પણ ક્યાં સુધી ધારા??
ધારા : વેટ, તને એવું લાગે છે કે આ કારણસર યશ અને કોયલ....
પાયલ : હા.
ધારા : હંમ....
પાયલ : હું કઈ પણ કહીશ તો બંને મને ના માં જ જવાબ આપશે.
અને આપણા ઘરમાં તો તને ખબર છે કે....
ધારા : હા.
પાયલ : હું શું કરું??
ધારા : હમણાં તો યશ અને કોયલ લગ્ન વિશે વિચારવાના પણ નથી.
આપણે બધા જાણીએ છીએ.
તો હમણાં શાંતિ રાખ.
તારી જાતને કહે કે બધુ થવાના સમયે બરાબર થઈ જશે.
અને આઈ એમ શ્યોર પાયલ,
એ થવાનું જ છે.
ઓકે??
પાયલ : હંમ.
ધારા : હવે સ્માઇલ કર અને મને તારી સેલ્ફી મોકલ.
પાયલ : ઓકે.
ધારા : હું ફોન મૂકું છું.
પણ તું બીજું કઈ પણ કરતા પહેલા મને સેલ્ફી મોકલ.
પાયલ : હા.
ધારા ફોન મૂકી દે છે અને પાયલ તરત તેને પોતાની નવી સેલ્ફી મોકલે છે.
ધારા : થેટ્સ લાઈક માય ગર્લ❤️❤️❤️❤️
હાર્ટ ના 4 ઈમોજી સાથે ધારા તેને રીપ્લાય સેન્ડ કરે છે.
વાંચી પાયલ ફરી એક વાર મુસ્કાય છે.

* * * *


~ By Writer Shuchi.