My Loveable Partner - 25 books and stories free download online pdf in Gujarati

મને ગમતો સાથી - 25 - સ્કેચ

ધારા : હાય.
સોરી, આઈ એમ લેટ.
ધ્વનિ : ઈટસ ઓકે.
સીટ.
ધારા ધ્વનિ ની સામેની ખુરશી પર બેસે છે.
ધ્વનિ : મને લાગ્યુ તારે વેટ કરવું પડયું હશે.
મને પણ આવતા લેટ જ થઈ ગયુ.
ધારા : ઓહ!!
ધ્વનિ : ધીસ ઈઝ ફોર યુ.
ધારા : ગીફ્ટ??
ધ્વનિ : ખોલીને....
ધારા : જોઈ શકું??
ધ્વનિ : બિલકુલ.
ધારા ગીફ્ટ ખોલે છે અને જોતા જ આશ્ચર્યચકિત થઈ જાય છે.
ધારા : વાઉં....!!
તે મને ફોટો મોકલ્યો હતો ત્યારે જ આ કેટલું સુંદર લાગી રહ્યુ હતુ.
અને અત્યારે તો....!!
ધ્વનિ એ શગુન ઈવેન્ટસ ના પબ્લિક ઈન્સ્ટાગ્રામ પેજ પરથી પરંપરા ના સંગીત નો ધારા અને પરંપરા નો ફોટો લઈ તેનું પેન્સિલ સ્કેચ બનાવ્યું હોય છે.
અને શગુન ઈવેન્ટસ ના પેજ પરથી ધારા નું પર્સનલ ઈન્સ્ટા આઈ ડી શોધી તેને સ્કેચ નો ફોટો મોકલે છે.
ત્યારથી બંને ની વાતો શરૂ થાય છે અને 1 રવિવારે તેઓ CCD માં મળવાનું પ્લાન કરે છે.

ધારા : બહુ જ એટલે બહુ જ સુંદર બનાવ્યું છે!!
ધ્વનિ : થેન્કયુ.
કઈ મંગાવીએ??
ધારા : હા....
માય ટ્રીટ.
ધ્વનિ : અરે....એમાં....
ધારા : તે આટલું સરસ સ્કેચ બનાવ્યું. મને કઈ તો કરવા દે.
તે હલકું હસતાં કહે છે.
ધ્વનિ : ઓકે.
ધારા : શું લેશો??
ધ્વનિ : એક્સપ્રેસો કોફી અને ગાર્લિક બ્રેડ.
મેન્યુ જોતી ધારા ખુશ થતા ધ્વનિ તરફ જોવા લાગે છે.
ધારા : મને પણ ગાર્લિક બ્રેડ બહુ ભાવે છે અને એક્સપ્રેસો પણ.
ચાલ, તો એજ ઓર્ડર કરી દઈએ.
ધ્વનિ : હા.
બંને તેમનો ઓર્ડર આપી દે છે.
ધારા : તારી બર્થ ડે ક્યારે આવે છે??
ધ્વનિ : 28 ઓગસ્ટ.
ધારા : મારી 4 ઓગસ્ટ.
ધ્વનિ : એક જ મહિનામાં.
તે હલકું મુસ્કાય છે.
ધારા : તને બીજું શું કરવું ગમે છે??
ધ્વનિ : બીજું......
મને એક્ચ્યુલી, બેન્કના કામમાંથી....
ધારા : એટલો સમય જ નથી મળતો.
ધ્વનિ : હા.
સ્કેચ પણ હું ક્યારેક ક્યારેક બનાવું છું.
ધારા : તારે વધારે બનાવવા જોઈએ.
તું એટલા સરસ બનાવે છે.
પછી તારું એ જ કામ ચાલી નીકળશે.
ધ્વનિ : સાચું કહું, બેન્ક ની જોબ તો મને પણ બહુ નથી ગમતી પણ....
મારા ઘરમાં અર્નિગ પર્સન હું એકલી જ છું સો....
ધારા : ઓહ!!
બંનેનું ખાવાનું આવી જાય છે.
ધ્વનિ : આઈ લવ ગાર્લિક બ્રેડ.
ધારા : મી ટુ.
બંને મુસ્કાય છે.

1 કલાક પછી

ધ્વનિ : ખબર જ ના પડી.
વાતો વાતોમાં એક કલાક ક્યાં પૂરો થઈ ગયો.
ધારા : એક કલાક થઈ ગયો??
ધ્વનિ : હા.
ધારા : 5:45 વાગી ગયા!!
આઈ એમ સોરી,
મારે 6 વાગ્યે એક જગ્યાએ પહોંચવાનું છે એટલે....
ધ્વનિ : એમાં સોરી શું??
ધારા : મળીને બહુ જ સારું લાગ્યું.
ધ્વનિ : મને પણ.
બંને ફરી મુસ્કાય છે.
ધ્વનિ : તું ખરેખર બહુ સુંદર દેખાય છે.
ધારા : થેન્કયુ.
બંને તેમની જગ્યા પરથી ઉભા થાય છે અને ચાલતા ચાલતા કાફે ની બહાર આવી જાય છે.
ધ્વનિ : ફરી મળીશું.
ધારા : હા, શ્યોર.
એન્ડ થેન્કયુ સો મચ ફોર ધીસ બ્યુટીફૂલ સ્કેચ.
ધ્વનિ : માય પ્લેજર.
ધારા : બાય.
આઈ એમ લેટ અગેન.
તે હસતાં હસતાં પોતાની સ્કૂટી સ્ટાર્ટ કરે છે.
ધ્વનિ : બાય.

* * * *

હોટલ પર

સ્મિત : ધારા, કેટલી વાર તને આવતા....
ધારા : સોરી.
સ્મિત : ક્લાઈનટ કયારના આવીને રાહ જુએ છે.
ધારા : તેમણે બધુ ચાખ્યુ??
સ્મિત : હા.
તું જલ્દી ચાલ.
તેમને તારી સાથે વાત કરવી છે.
ધારા : શું વાત કરવી છે??
સ્મિત : મને નથી ખબર.

ક્લાઈન્ટ ના ગયા પછી

ધારા : મારે તમારા બંને સાથે એક વાત કરવી છે.
એક્ચ્યુલી, કઈ બતાવવું છે.
ધારા સ્મિત અને પરંપરા ને ધ્વનિ એ બનાવી ને ફ્રેમ કરી આપેલો સ્કેચ બતાવે છે.
પરંપરા : અરે વાહ....!!
ધારા : હવે આને હું મારા રૂમમાં લગાવીશ.
પરંપરા : આપણા રૂમમાં.
ધારા : હવે તો એ ખાલી મારો અને પાયલ નો રૂમ છે.
પરંપરા : નહી.
ધારા : લે....!!
પરંપરા : એ રૂમ મારો પણ એટલો જ છે અને રહેશે.
સ્મિત : હા રહેશે.
હવે કોઈ બીજી વાત કરીએ??
ધારા : મારે કઈ કહેવું છે.
સ્મિત : બોલ....
ધારા : આઈ....
આઈ લાઈક હર.
પરંપરા : હર એટલે કોણ??
ધારા : ધ્વનિ.
જેણે આ સ્કેચ બનાવ્યું છે.
એની સાથે વાત કરવામાં જ લેટ આવી.
સ્મિત : તું મળી એને??
ધારા : હા.
પરંપરા : સાથે સેલ્ફી લીધી??
ધારા : ના.
સવાલ સાંભળી સ્મિત પરંપરા ને લુક આપે છે.
પરંપરા : વોટ??
સ્મિત : શું વોટ??
તને ખબર છે એ....
એ સ્ટ્રેટ છે કે નહી??
પરંપરા : મે તો બસ જોવા માટે ફોટો માંગ્યો.
ધારા : એ તો મને પણ નથી ખબર.
એ સ્ટ્રેટ છે કે નહી!!
કઈ નહી.
હું એને એક દિવસ ચેટ કરતા કરતા....
પરંપરા : તમે બંને ઓનલાઈન....
ધારા : પહેલી વાર ઈન્સ્ટા પર મળ્યા.
સ્મિત : તે શું કરે છે??
ધારા : બેન્કમાં કેશિયર છે.
ધ્વનિ જરીવાળા.
પરંપરા : સેમ અટક.
સ્મિત ફરી પરંપરા ને લુક આપે છે.
પરંપરા : હું ખુશ થાવ છું.
સ્મિત : પણ અટક અલગ હોત તો શું??
અને સરખી છે તો શું??
પરંપરા : હું બંનેમાં ખુશ છું.
તે અને હસે છે.
ધારા ના ફોનની રીંગ વાગે છે.
ધારા : હા, આવું છું મમ્મી.
તે ફોન ઉપાડતા કહે છે.
સામેથી પપ્પાનો અવાજ આવે છે.
પપ્પા : બેટા, તારી મમ્મી દાદર પરથી પડી ગઈ છે.
સાંભળી ધારા તેની જગ્યા પરથી ઉભી થઈ જાય છે.
પપ્પા : હું ઘરે આવ્યો અને જોયું તો પાડોશીઓની મદદથી તેને ગાડીમાં મારા દોસ્ત પ્રણવ ના દીકરા મોહિત ની હોસ્પિટલ લઈ આવ્યો.
અત્યારે ડોક્ટર તેને તપાસી રહ્યા છે.
તમે લોકો જલ્દી આવી જાઓ.
ધારા : હા, આવીએ છીએ.
ફોન મૂકતા ની સાથે ધારાની આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગે છે.
પરંપરા : શું થયું ધરું??
ધારા : મમ્મી....
તે રડી પડે છે.
પરંપરા : મમ્મી ને શું થયું??
ધારા : તે દાદર પરથી પડી ગઈ.
પપ્પા એકલા તેને મોહિત ની હોસ્પિટલ લઈને ગયા છે.
પરંપરા ની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગે છે.
સ્મિત : ધારા, તારું સ્કૂટી અહીં જ રહેવા દે અને ચાલો ગાડીમાં હોસ્પિટલ.

ધારા : પપ્પાએ આ બધુ એકલા કેવી રીતે કર્યું હશે??

* * * * *


~ By Writer Shuchi.