My Loveable Partner - 26 books and stories free download online pdf in Gujarati

મને ગમતો સાથી - 26 - આંચકો

પાયલ : હાય, કોયલ....
કોયલ : તું ક્યાં છે??
પાયલ : અમે જમવા બેસી રહ્યા છે આવી જા.
કોયલ : શોભા માસી હોસ્પિટલમાં છે.
પાયલ : શું થયું તેમને??
કોયલ : દાદર પરથી પડી ગયા.
પાયલ : ઓહ માય ગોડ!!
માસી : શું થયું બેટા??
યશ : એને કઈ થયું??
બધા પાયલ સામે જોવા લાગે છે.
પાયલ : ક્યારે થયું??
કોયલ : એ ખબર નહી.
હું આઈસક્રીમ લઈને ઘરે જતી હતી ને પરંપરા નો ફોન આવ્યો.
તે, સ્મિત જીજુ અને ધારા પણ હોટલ થી હોસ્પિટલ જઈ રહ્યા હતા.
માસા ઘરે આવ્યા અને જોયું તો માસીને એકલા હોસ્પિટલ લઈ ગયા.
પાયલ : તું ત્યાં જઈને....
કોયલ : હા, હું પરિસ્થિતિ જોઈને ફરી જાણવું તને.
પાયલ : એવું હોય તો કહેજે.
અમે બધા નીકળીને આવી જઈશું.
કોયલ : હા.
પાયલ : ધ્યાન રાખજે.
કહી તે ફોન મૂકી દે છે અને તેની આંખોથી પણ આંસુ સરી પડે છે.
માસી : શું કહ્યુ કોયલ એ??
પાયલ : શોભા માસી ઘરે એકલા હતા અને દાદર પરથી પડી ગયા.
માસી : અરે....બાપ રે.
માસા : ક્યારે??
પાયલ : માસા ઘરે આવ્યા ત્યારે તેમણે જોયું તો જાતે માસી ને હોસ્પિટલ લઈ ગયા.
માસી : હે ભગવાન!!
પાયલ : હમણાં કોયલ ને પરંપરા નો ફોન આવ્યો.
અને અત્યારે બધા હોસ્પિટલ જઈ રહ્યા છે.
યશ : હું તમારા ત્રણેય ની ટ્રેન ની ટિકિટ બૂક કરું છું.
માસા : જરા શાંતિ રાખ.
યશ : પપ્પા, ત્યાં ધારા અને....
પાયલ : તું મારી ટિકિટ બૂક કરી દે.
માસી : હું પણ આવીશ તારી સાથે બેટા.
માસા : આમાં....
પાયલ : પપ્પા ધારા ને મારી જરૂર છે.
યશ : મને પાછી રજા નહી મળશે.
તમે લોકો જઈ આવો.
માસા : હું....એમ કહું છું....
માસી : તમે રહેવા દો.
હું અને પાયલ જઈએ છીએ.
યશ : 11 વાગ્યાની ટ્રેન છે.
પાયલ : ચાલશે.
માસી : ફટાફટ ખાઈને, સામાન પેક કરી નીકળી જઈએ.
પાયલ : હા.

* * * *

હોસ્પિટલ

પરંપરા : પપ્પા....
તે જઈ તરત પપ્પાને ભેટી પડે છે.
પપ્પા તેની પીઠ પર હાથ ફેરવે છે અને ફરી તેની આંખોથી આંસુ સરી પડે છે.
પણ તે પોતાની જાતને સંભાળી લે છે.
પપ્પાની સામે આવતા ધારા પોતાના આંસુ લૂછી લે છે અને રોકી લે છે.
સ્મિત પાણી લઈ આવે છે.
પરંપરા : શું કહ્યુ ડોક્ટરે??
તે સ્વસ્થ થતા પૂછે છે.
પપ્પા : લઈ ગયા છે ડોક્ટર અંદર.
પપ્પા માત્ર એટલું જ કહે છે.
સ્મિત ધારા ને પપ્પા અને પરંપરા ની બાજુમાં બેસાડે છે.
ધારા અને પપ્પા એકબીજાની સામે જુએ છે.
ધારા ની આંખોમાંથી ફરી એક આંસુ ટપકી પડે છે તો તે નજર ફેરવી લે છે.
પપ્પા ધીમે થી ધારા ના ખભા પર હાથ મૂકે છે.

કોયલ હોસ્પિટલ પહોંચે છે ને યશ નો ફોન આવે છે.
કોયલ : હેલ્લો....
યશ : કેમ છે બધુ??
કોયલ : હું જસ્ટ હોસ્પિટલ પહોંચી.
બહાર ઉભી છું.
યશ : તું ઠીક છે??
કોયલ : હંમ.
તારા મમ્મી....
યશ : પાયલ અને મમ્મી સુરત આવવા નીકળી રહ્યા છે.
એ કહેવા ફોન કર્યો હતો.
હમણાં કોઈને કહેતી નહી.
નહિતો પછી....
કોયલ : પણ યશ અહીંયા અમે બધુ સંભાળી લઈશું.
હું અને સ્મિત જીજુ....
યશ : તમે બંને તો છો જ.
પણ પાયલ આવ્યા વગર રહેશે નહી.
અને ખાસ તો એ ધારા માટે આવી રહી છે.
કારણ કે ધારા....
અને મમ્મી ને માસી ચિંતા થઈ રહી છે એટલે....
કોયલ : ઓકે.
હવે કઈ હોય તો પહેલા મેસેજ કરજે.
હું સામે કોલ કરીશ.
યશ : સારું.
કોયલ ફટાફટ બધા પાસે પહોંચી જાય છે.

કોયલ : ધરું....
તે સીધી ધારા પાસે જાય છે.
ધારા આંખોના ઈશારા થી કોયલ ને
તે પોતે સ્વસ્થ છે એવું જણાવી દે છે.
* * * *

સવારે

પાયલ અને માસી સીધા હોસ્પિટલ જ આવી જાય છે.

ધારા : માસી, પાયલ તમે લોકો....
માસી : કેવું છે શોભા ને??
ધારા : હવે સારું છે.
મમ્મી આરામ કરી રહી છે.
માસી : તારા પપ્પા અને તું કેમ છે??
ધારા : હવે બરાબર છે બધુ માસી.
તમે બેસો....
તે માસીને ખુરશી પર બેસાડે છે.
માસી : પરંપરા....અને....
કોયલ : તે લોકો હમણાં જ હજી ઘરે ગયા.
આખી રાત તેઓ પણ અહીંયા જ હતા.
પાયલ : મમ્મી, તું પાણી પી.
તે પાણીની બોટલ ખોલીને આપતા કહે છે.
માસી : ડોક્ટર એ શું કહ્યુ??
કોયલ : એમણે કહ્યુ બધુ બરાબર થઈ જશે હવે.

સહેજ વાર રહીને કોયલ પાયલ ને સાઈડ પર લઈ જઈ તેની સાથે સાથે વાત કરે છે.

કોયલ : તું અહીંયા સાચવશે તો હું ઘરે જઈને જરા બધુ સરખું કરી આવું.
પાયલ : હા.
સારું, તું જા.
કોયલ : ધારા કાલ રાતથી જરા....
પાયલ : હું સંભાળી લઈશ.
તું જા.
કોયલ : ઓકે.
ઘરેથી કઈ લાવવાની જરૂર હોય તો ફોન કરજે.
ખીચડી બનાવીને તો હું લઈ આવીશ.
કોઈએ રાતથી કઈ ખાધું નથી.
પાયલ : હા.
કોયલ : જાઉં છું.
તે સીધી ઘરે જવા નીકળી જાય છે.

* * * *

સ્મિત : હા, કોયલ....
તે ફોન ઉપાડે છે.
કોયલ : જીજુ, મે ખીચડી બનાવી દીધી છે અને લઈને હોસ્પિટલ જઈ રહી છું.
પરંપરા ને કહેજો કઈ બનાવે નહી.
સ્મિત : સારું.
પણ અત્યારે પપ્પા અને ધારા સાથે હોસ્પિટલમાં કોણ છે??
કોયલ : પાયલ અને તેના મમ્મી આવી ગયા છે.
અને....હું શગુન પર પણ જાઉં છું તો કઈ ખાસ તમારે કહેવું હોય તો....
સ્મિત : હું પણ બપોરે સુધીમાં ત્યાં આવ જ છું.
પરંપરા હવે ખાસ્સી સેટલ થઈ ગઈ છે તો તેને હોસ્પિટલ મૂકી ને એક આંટો મારી જાવ.
કોયલ : સારું.
આપણે ત્યાં મળીએ.
સ્મિત : હા, ચાલ.
બંને ફોન મૂકી દે છે.

* * * *

પપ્પા : ધારા, થોડું ખાઈ લે.
કોયલ ઘરેથી બનાવીને લાવી છે.
ધારા : તમે ખાઈ લો પપ્પા.
પપ્પા : થોડું બેટા.
માસી : જરાક લઈ લે.
ધારા : તમે લોકો ખાઈ લો ને.
હું પછી ખાઈશ.
પપ્પા : 1 - 2 ચમચી....
પાયલ : ખાઈ લે ને ધારા.
માસી : હા બેટા.
ધારા : સારું.
બસ, જરાક જ.
પાયલ : હા....હા.
તે ધારા ને ખીચડી પીરસે છે.
પપ્પા ધારા ના માથે હાથ ફેરવે છે.

* * * *


~ By Writer Shuchi.