Ek Pooonamni Raat - 66 books and stories free download online pdf in Gujarati

એક પૂનમની રાત - પ્રકરણ -66

એક પૂનમની રાત
પ્રકરણ -66


દેવાંશે ફોન મુક્યો અને અનિકેતને કહ્યું સરે કાલે આપણી ઓફિસે ખાસ મીટીંગ બોલાવી છે આપણે ત્યાં સમયસર હાજર રહેવાનું છે કંઇક અગત્યનું લાગે છે.

વ્યોમાએ કહ્યું દેવું કાલની વાત કાલે આજેતો આપણાં માટે આનંદનો વિષય છે લેટ્સ સેલીબ્રેટ આપણે ક્યાંક જઈએ સાથે રહીયે અને મીઠી વાતો કરીએ પ્લીઝ.

દેવાંશે અનિકેત સામે જોયું ,,,અનિકેતે કહ્યું યસ યુ આર રાઈટ વ્યોમા. દેવાંશે કહ્યું ક્યાં જાઉં છે બોલો ત્યાં જઈએ પણ ક્યાંક શાંતિથી બેસાય મસ્ત ટેસ્ટી ગરમ ગરમ ફૂડ મળે ત્યાં જઈએ.

અનિકેતે કહ્યું એક મસ્ત જગ્યા છે થોડી દૂર છે પણ ત્યાં શાંતિ પ્રાઇવેસી અને મસ્ત ફૂડ મળશે. દેવાંશે કહ્યું બોલને કઈ જગ્યા ? ચાલો ત્યાં જઈએ ભલે દૂર હોય આપણે ક્યાં ચાલતા જવું છે ?

અનિકેતે કહ્યું સેવાસી સિંઘરોટ રોડ ત્યાં આગળ કોતરોમાં મસ્ત વિશાળ રીસોર્ટ છે ત્યાં નદી કિનારે બેસવા માટે ગાર્ડન અને રેસ્ટોરન્ટ છે ત્યાં મજા આવશે. એમ કહી દેવાંશ સામે આંખ મારી.

દેવંશથી હસી જવાયું બોલ્યો ચાલો ત્યાંજ જઈએ. બધાં જીપમાં ગોઠવાયા અને અંકિતાએ અનિકેતને ચીમટો મારીને કહ્યું બહુ લુચ્ચો છે મને બધી ખબર છે. વ્યોમાએ કહ્યું અંકિત ચિંતા ના કર હવે તો બધું ડિકલેર છે એમ કહી હસી પડી. વ્યોમા દેવાંશ ને વળગીને બેસી ગઈ.

લગભગ - ૨૦-૨૫ મિનિટ ના ડ્રાઈવ પછી સિઘરોટ રોડ પર આવી ગયાં સાંજ ઢળી ચુકી હતી અને વાતાવરણ એકદમ રોમેન્ટિક હતું ઠંડો ઠંડો પવન આવી રહેલો નદી નજીક હોય એવું લાગતું હતું. દેવાંશે કહ્યું અહીંતો ટ્રાફિકજ નથી જાણે વાહ મસ્ત જગ્યા છે હું તો પેહલીવાર આવ્યો અનિકેત તું અહીં આવી ગયો છે ? અનિકેતે કીધું હું અહીં આવી ગયો છું અમારું આખું ફેમિલી આવી ગયું છે પણ નદી કિનારે નથી ગયો અમે જમવા જ આવેલા.

આ રીસોર્ટ મહારાજનાં ખાસ મિત્રનો છે પાપા લઇ આવેલા. દેવાંશે દૂરથી રિસોર્ટનો વિશાળ ગેટ જોયો એણે જીપ સીધી અંદર લીધી અને પાર્કિંગમાં પાર્ક કરી ત્યાં સિક્યુરિટીએ કહ્યું એમ રેસ્ટોરેન્ટ તરફ ગયાં.

દેવાંશે કહ્યું પહેલાં બધું જોઈ લઈએ પછી જગ્યા નક્કી કરીયે છેલ્લે ડિનર લઈશું, પછી દેવાંશે કહ્યું આપણે આપણાં બધાના ફોન સ્વીચઓફ કરી દઈએ અને ડિનર લીધા પછી ચાલુ કરીશું. એટલે વચ્ચે કોઈ હડ્ડી નડેજ નહીં એમ કહી હસવા લાગ્યો.

અનિકેતે કહ્યું સાચી વાત છે બધાએ પોતપોતાના મોબાઈલ સ્વીચઑફ કરી દીધાં. વ્યોમાએ દેવાંશને કહ્યું તારો મોબાઈલ સ્વીટ્ચઓફ કરે છે વાંધો નહીને ? દેવાંશે કહ્યું કઈ વાંધો નહીં આપણને આપણી પળો માણવાનો હક્ક નથી? પછી ચાલુ કરીશુંજ ને.

વ્યોમાએ કહ્યું ઓકે બધાં વિશાળ રેસ્ટોરન્ટનો એરિયા જોઈ રહ્યાં. ત્યાં પગથિયાં ઉતારવાના હતાં જે નદી તરફ જતાં હતાં ત્યાં આછું અજવાળું હતું દેવાંશે કહ્યું અહીં નીચે તરફ જઈએ ચિંતા કરવાની જરૂર નથી બધું બહુ ક્લીન છે અને એલોકો એ તરફ જવા નીકળ્યાં. ત્યાં સિક્યુરિટીની સિસોટી વાગી દેવાંશે એ તરફ જોયું જાણે સિક્યોરિટી ભાગતો એમની તરફ આવ્યો અને બોલ્યો રેસ્ટોરન્ટ ઇસ તરફ હૈ સર.. દેવાંશે કહ્યું હમે માલુમ હૈ હમ કુછ દેર યહી બૈઠતે હૈ બાદમેં ડિનર કે લિયે જાયેંગે.

સિક્યુરિટીએ કહ્યું સર લેકિન ઉસ તરફ તો જંગલ જૈસા હૈ ઉસ તરફ તો જાના ઠીક નહીં દેવાંશે કહ્યું હમ પુલિસવાલે હૈ ચિંતા મત કરો હમ કુછ દેરમેં વાપિસ આ જાયેંગે. પેલો સલામ મારીને જતો રહ્યો.

વ્યોમાએ કહ્યું જંગલ આપણે કેટલું અને કેવું જોયું છે એ બિચારાને ક્યાં ખબર એમ કહીને હસવા લાગી.

દેવાંશ વ્યોમા અનિકેત અને અંકિતા આગળ વધી ગયાં ત્યાં નીચે પહોંચીને જોયું કે બધું બહુ સ્વ્ચ્છ છે અને ત્યાં બેસવા માટે બાંકડા મૂકેલાં છે અને મોટા મોટા વિશાળ ઝાડ આવેલાં છે. દેવાંશે કહ્યું અનિકેત અમે લોકો આ બાજુ બેઠા છીએ તમે પેલી બાજુ બાંકડે બેસો થોડી વાતો કરીએ થોડો સાથે સમય વિતાવીએ પછી ઉપર જમવા જઈશું.

અનિકેતે કીધું પણ આપણે ચારેય સાથે બેસીયે વાતો કરીએ..આવા એકાંતમાં એકલા કેમ બેસવું છે ? દેવાંશે અનિકેત સામે જોયું અનિકેતે કહ્યું અરે થોડીવાર બેસીએ પછી સાથેજ બેસવાનું છે ને? એ લોકોને કંઈ અંગત વાત કરવી હશે ચાલ આપણે આ તરફ જઈએ.

દેવાંશ અને વ્યોમા પગથિયાની જમણી બાજુ મોટા ઝાડ નીચે મૂકેલાં બાંકડા તરફ ગયાં અને અનિકેતે ડાબી બાજુના દૂરનાં બાંકડા તરફ જવા માંડ્યું. વ્યોમા અને દેવાંશ બાંકડે બેઠાં, અને વ્યોમાએ તક ઝડપીને દેવાંશના હોઠ પર હોઠ મૂકી ચુમ્મી લીધી દેવાંશે પણ એને ચુંબન કરવા માંડ્યાં બંનેનાં હોઠ એકબીજાનાં હોઠ પરજ ચોંટી ગયાં અને દેવાંશના હાથ વ્યોમાનાં શરીરે ફરી રહ્યાં હતાં.

આ બાજુ અંકિતા અને અનિકેત ત્યાં બાંકડે બેઠાં અને અનિકેતે અંકિતાનો હાથ હાથમાં લીધો અને બોલ્યો અંકુ આજે તારાં પાપા સાથે પણ વાત થઇ ગઈ એમણે આપનો સંબંધ સ્વીકારી જાણે બધીજ ચિંતા દૂર કરી દીધી.

અંકિતાએ કહ્યું સાચેજ આજે ખુબ સારું લાગે છે અનિકેતે અંકિતાના ચેહરા પર હાથ ફેરવ્યો અને એનાં ગાલે ચુંબન કર્યું, અંકિતા અનિકેતને વળગી ગઈ અને પ્રેમ કરવા માંડી.

અનિકેતે અંકિતના હોઠ પર હોઠ મૂકીને ચુસ્ત ચુંબન લીધું અને એની છાતી પર હાથ ફેરવવા મંડ્યો. અંકિતાએ કહ્યું હું તને ખુબ પ્રેમ કરું છું અનિકેત ખુબ તને સમર્પિત થવાજ તડપું છું. અનિકેતે કહ્યું હું પણ ખુબ પ્રેમ કરું છું પણ અંકિતા મારો પ્રેમ એક રેખા સુધી મર્યાદિત રાખીશ તને અપાર પ્રેમ આપીશ કરીશ પણ મર્યાદાનું ઉલ્લંઘન નહીં કરું. હું પણ તને સંપૂર્ણ સમર્પિત છું પણ શરીર સુખની પરાકાષ્ઠા આપણાં સંબંધ નો સંપૂર્ણ સ્વીકાર ના થાય ત્યાં સુધી કાબુ કરીશ મારુ અંગ અંગ તને પામવા પ્રેમ કરવા તડપે છે પણ તું મારી લાગણી સમજી?

અંકિતાએ કહ્યું તારું કેહવું સમજું છું મને તારાં માટે વધુ માન થયું છે આઈ લવ યુ મારા અનિકેત. બંન્ને જણા એકબીજાને વળગીને ચુંબનોનો રસાસ્વાદ માણી રહ્યાં હતાં. આંખો બંધ થઈ ચુકી હતી.

વ્યોમાનાં શરીરે ફરતો દેવાંશનો હાથ વ્યોમાને ઉત્તેજિત કરી રહેલો. વ્યોમાએ કહ્યું દેવું ક્યાં સુધી તડપાવીશ ? આવીજાને મને તૃપ્ત કર દેવું અને દેવાંશે એનાં નીચેના કપડાં ઉતારી નાંખ્યા વ્યોમાએ પણ દૂર કાર્ય બંન્ને જણા એકબીજાને સ્પર્શ કરીને સેહલાવી રહેલાં બંન્ને જણા ધીમે ધીમે ઉત્તેજિત થઈ રહેલાં.

વ્યોમા બાંકડા પરજ સુઈ ગઈ અને દેવાંશે એનાં ઉપર આવીને મંથન કરવા માંડ્યું બંન્ને જણા એકબીજાને સહકાર આપી રહેલાં અને પ્રેમ કરતાં સ્પર્શ કરતાં પરાકાષ્ઠા આંબી ગયાં. દેવાંશે તૃપ્તિનું ચુંબન વ્યોમાને કર્યું અને વ્યોમા બોલી આઈ લવ યુ માઇ ડાર્લિંગ આઈ એમ સો હેપ્પી એન્ડ બ્લેસ્ડ ટુ લવ યુ.

દેવાંશે કહ્યું મી ટુ માઇ ડાર્લિંગ અને બંન્ને જણા કપડાં પેહરી સ્વસ્થ થયાં અને એકબીજાનાં હાથમાં હાથ રાખી બેઠાં. ત્યાં સામેથી અંકિતા અને અનિકેત આવતા દેખાયાં એટલે બંન્ને જણા ઉભા થઈ ગયાં.

અંકિતાએ કહ્યું વ્યોમા હવે તો ખુબ ભૂખ લાગી છે યાર જમવા જઈએ ? વ્યોમા એવું સાંભળીને હસી પડી અને બોલી એક ભૂખ મટી બીજી ઊઘડી ? અંકિતાએ કહ્યું .... વ્યોમા ...

વધુ આવતા અંકે પ્રકરણ -67