I Hate You - Can never tell - 74 books and stories free download online pdf in Gujarati

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-74

આઈ હેટ યુ -કહી નહિ શકું
પ્રકરણ-74


રાજને આશ્વાસન આપી નયનાબેન સાથે બધાં વડીલો ઘરે જવા નીકળી ગયાં. ત્યારે કોઈ મેસેજ આવ્યો અને વિરાટ એનો ફોન ચેક કરતો હતો. એણે જોયું નંદનીનો મેસેજ હતો. નંદીની પૂછી રહી હતી કે ક્યારે તું ફોન કરીશ ? તારે ત્યાં અટવાયા પછી મોડું થાય તો વાંધો નથી તારી ફુરસદે ફોન કરજે.. પણ કરજે માસા માસી ભલે સુઈ જતાં હું મારાં રૂમમાં જાગતી હોઈશ ભલે ગમે તેટલી રાત્રી થાય કે પછી પરોઢ થઈ જાય. અને વિરાટ વિચારમાં પડી ગયો એણે જવાબમાં એટલુંજ લખ્યું કે દીદી હું પછી કહું છું જે હોય એ. એમ કહી ફોન બાજુમાં મૂકી દીધો.

બધાનાં ગયાં પછી આપણી પાર્ટી ચાલુ કરીશું...એણે બધાં ફ્રેન્ડ્ઝ સામે જોઈને કહ્યું આજે મને સાચેજ સારો દિવસ લાગે છે આજે આપણે રૂમ પાર્ટનર નહીં એક ફેમિલી હોય એવી ફીલીંગ આવે છે અહીં આવ્યાને ૭-૮ મહીનાં ઉપર થઈ ગયું પણ આજે મને દિવસ અને રાત્રી બંન્ને હૂંફવાળા લાગે છે. થેન્ક યુ તાન્યા, વિરાટ અમિત એન્ડ માય મોમ. અને પછી એ ઉભો થયો એનાં પાપાએ આપેલું કવર જોયાં વિનાંજ એનાં કબાટમાં મૂકી દીધું.

ત્યાં અમિતનો ફોન રણક્યો અમિતે એક ક્ષણનો વિલંભ કર્યા વિના ઉપાડ્યો અને નિશાએ કહ્યું અમિત હું લિફ્ટમાંજ છું આવુંજ છું અને અમિત ડોર ખોલવા દોડી ગયો લીફ્ટ અટકી નિશા એમાંથી બહાર નીકળી અને અમિતને ડોર પરજ ઉભેલો જોયો એ દોડીને અમિતને વળગી પડી અને બોલી આઈ લવ યુ માઇ મીત. અને અમીત ખુશીથી ઝૂમી ઉઠ્યો એણે કહ્યું આઈ લવ યુ ટુ માઇ ડાર્લીંગ અને ફ્લેટમાંથી તાળીઓ પડવી શરૂ થઇ અને બધાં એક સાથે બોલી ઉઠ્યા વેલકમ નીશા એન્ડ હર મીત. અમિતે કહ્યું એય થૅન્ક યુ ગાઇઝ અને પછી નિશાને અંદર લઇ ડોર લોક કર્યો.

નીશા અંદર આવી ને અમીતે બધાનો ઈન્ટ્રો કરાવ્યો પહેલા કીધું આ રાજ માય ફ્રેન્ડ એન્ડ પાર્ટનર. ધીસ ઇઝ તાન્યા રાજની કઝીન અને વિરાટની જસ્ટ ડાર્લીંગ અને આ વિરાટ માય બેસ્ટ ફ્રેન્ડ એન્ડ પાર્ટનર. રાજ અમદાવાદથી અને વિરાટ સુરતથી બીલોન્ગ કરે છે. એન્ડ માય ફ્રેન્ડ્ઝ ધીસ ઇઝ નીશા માય હાર્ટબીટ બિલોન્ગસ ટુ બરોડા અવર હોમ ટાઉન.

નીશાએ બધાને હાય કહ્યું અને તાન્યા સાથે હાથ મિલાવ્યા. બધાં ઠંડીનાં કારણે પાછા સોફા પર બેસી ગયાં.

તાન્યાએ એણે પજવતો પ્રશ્ન પહેલોજ નિશાને કર્યો. નીશા અમીતે પૂછ્યું ત્યારે તે ના પાડેલી અને પછી આવવા માટે તારોજ ફોન આવી ગયેલો શું થયેલું?

નીશાએ કહ્યું અરે યાર એ વખતે મારાં પેરેન્ટ્સનો વીડીયો કોલ આવવાનો હતો હું રાહ જોતી હતી મને થયું મારાં પેરેન્ટ્સ સાથે હમણાં બીજું કઈ શેર નહીં થાય મારી પરિસ્થિતિ થોડી ગૂંચવાયેલી છે એટલે ટેન્શનમાં મેં મીતને ના પાડી કે આજે નહીં ફાવે પરંતુ સાચું કહું? ફોર્ચ્યુનેટલી મારાં ભાઈનો મેસેજ આવ્યો કે હજી અમે કોઈના ઘરે છીએ રાત્રી ખુબ થઇ ગઈ છે કાલે વાત કરીશું હવે રાહ ના જોતી અને હું છૂટી તરતજ મેં અમિતને આવવા ફોન કરી દીધો.

તાન્યાએ કહ્યું ઓહ ઓકે સોરી તું આવી હજી ઈન્ટ્રો પણ પૂરો નહોતો થયો અને તને પૂછી લીધું પણ અમિતનો ચેહરો ખુબ ઉદાસ થઇ ગયેલો એટલે હું જાણવા ખુબ ક્યુરીયસ હતી સોરી અગેઇન...

નીશાએ કહ્યું ઇટ્સ ઓકે પણ હું એવું માનુ છું કે કોઈને આપણી ચિંતા હોય અથવા ટાઈમપાસ પણ હોય બેમાંથી એક કારણે પૂછે...એમ કહી જોરથી હસી પડી. તાન્યા પણ સાંભળીને હસી પડી યાર તું તો...હું પંચાત નહીં પણ ક્યુરીયસ હતી કે ઈન્ડિયાથી અહીં આવેલી છોકરી શું કેવી રીતે મેનેજ કરે છે અને આવવા તૈયાર થાય છે કે નહીં? આ બધું જાણવું હતું આઈ મીન પંચાત એમ કહીને એ હસી પડી.

અમીતે કહ્યું હવે થઇ ગયું ઇન્ટરવ્યૂ ?અને ઈન્ટ્રો તો થઇ ગયો છે હવે બધાં પોતપોતાની પેરમાં આવી જાવ તો એક સેલ્ફી લઈને સેલીબ્રેશન કરીએ. બોલ્યા પછી અમીત પસ્તાયો એણે રાજ સામે જોયું ....રાજ સમજી ગયેલો પણ ખેલદીલીથી બોલ્યો અરે તમે લોકો પેરમાં સાથે બેસો જરૂરી છે હું તો ઘણા વર્ષોથી સાથમાં છું અને છાતી પર હાથ મૂકીને કહ્યું એ અહીં છે અહીં એ પણ ધબકે છે એની હૂંફ અને પ્રેમથીજ જીવતો છું પ્લીઝ આઈ એમ કમ્ફરર્ટેબલ ડોન્ટ વરી ચાલો હું તમારાં માટે બધું લાવ્યો છું હું અહીં લાવું છું તમારે ઉભા નથી થવાનું પ્લીઝ એમ કહી એ કીચનમાં ગયો અને એક બોક્સ લાવી ટીપોય પર મૂક્યું અને બોલ્યો આ ખાસ તાન્યા તરફથી એણે અને વિરાટે લીધું છે અને પછી બીયરનાં ટીન અને બ્લેકલેબલ વ્હીસ્કીની બોટલ લાવ્યો એ પણ ટીપોય પર મૂકી અને ગ્લાસ સોડા બોટલ અને બાઇટિંગ લઇ આવ્યો. છેલ્લે કીચનમાંથી મોટા બાઉલ નટ્સ સલાડ મિક્સ કરતો લઇ આવ્યો અને બોલ્યો આ વિરાટની રેસીપી...

તાન્યા રાજનો ઉત્સાહ જોઈ રહી હતી એણે વિરાટ સામે જોયું વિરાટે આંખથી કોઈ ઈશારો કર્યો તાન્યા જાણે સમજી ગઈ. અમીત અને નીશા એકબીજા સામે આનંદથી જોઈ મલકાઈ રહેલાં.

ત્યાં રાજે કહ્યું વિરાટ આ બોક્સ ખોલ અને સરપ્રાઈઝ બતાવ અને વિરાટે બોક્સ ખોલ્યું એમાં ખુબ સુંદર સજાવેલી કેક હતી અને એમાં ત્રણ પેરમાં માત્ર આલ્ફાબેટ હતાં. VT , RN , અને AN ...બધાં જોઈને આનંદથી કીકીયારી પાડી ઉઠ્યાં. રાજને ખુબ આનંદ થયો ત્યાં અમીતે કહ્યું તમને નીશા નામ ખબર હતી?

વિરાટે કહ્યું અમને બધી ખબર હતી તારો ફોન સાક્ષી.. એમ કહી હસી પડ્યો. નીશા બોલી થેન્ક્સ એવરીવન સ્પેશિયલી તાન્યા એન્ડ વિરાટ.

રાજે છાતી પર હાથ રાખ્યો અને બોલ્યો નંદુ તું હાજર જ છે અહીં કેક કાપી આપણે સેલીબ્રેટ કરીશું


ત્યાં વિરાટે કહ્યું ફ્રેન્ડ્ઝ એક મીનીટ....
વિરાટે કહ્યું રાજ, અમીત આપણા ત્રણેનાં ફોન અહીં વીડીઓ શૂટ થાય એમ સેટ કરીને મૂકી દઈએ ઓટો સ્ટાર્ટ ટાઈમ સેટ કરીને પછી બધું સેલીબ્રેશન કરીએ કેવો લાગ્યો આઈડિયા ? આ સ્વીટ મેમરી કાયમ માટે રહેશે. ત્યાં રાજે કહ્યું એક્સેલેન્ટ અહીં મારી નંદીની હાજર નથી પણ ક્યારેક હું એને બતાવી શકીશ.

રાજ અને અમીતે ફોન એ રીતે સેટ કરીને યોગ્ય જગ્યાએ મૂકી દીધાં. વિરાટે ફોન હાથમાં લઈને કંઈક મેસેજ લખ્યો અને પછી એણે પણ એનો ફોન બધુજ કવર થાય એમ મુક્યો.

નીશા અને અમીત એક સોફા પર બેઠેલાં. વિરાટ અને તાન્યા બીજા સોફા પર સાથે સાથે બેઠાં અને વિરાટે રાજને એનાં ફોનની સામેજ બેસાડ્યો એવું સેટીંગ કરી દીધું વીડીઓ રેકોર્ડિંગ ચાલુ થયું.

રાજે કહ્યું એક ખાસ વાત કહું હું ઇન્ડીયાથી અહીં આવ્યો ત્યારથી મારાં પેરેંટ્સનું પ્લાનિંગ એવું હતું કે હું ગૌરાંગઅંકલનાં ઘરે એટલેકે તાન્યાનાં ઘરે રહું અને તાન્યાને પસંદ કરી લઉં અમારાં એન્ગેજમેન્ટ ડિકલેર કરી શકાય પણ વિધીને બીજુંજ મંજુર હતું અને મને આ સંબંધ મંજુર નહોતો કારણકે હું નંદીનીને ચાહતો હતો એની સાથેજ લગ્ન કરવાનો છું.

તાન્યા પણ આજે એનાં પેરેન્ટ્સ સાથે ચોખવટ કરવાનીજ હતી કે એ મારી સાથે એન્ગેજમેન્ટ નહીં કરે જેથી બધી વાત ક્લીયર થઇ જાય પણ કુદરતનું કરવું. તાન્યા અને વિરાટ આજેજ એકબીજામાં પરોવાયા અને પસંદ કરી લીધાં કોંગ્રેચ્યુંલેશન્સ તાન્યા એન્ડ વિરાટ. એન્ડ થૅન્ક યુ તાન્યા.

તાન્યાએ કહ્યું સાચેજ વિરાટ સાથેનો સબંધ કુદરતી છે આવું પણ બને એવું સાબિત થઇ ગયું અને રાજને મારામાં રસ નથી મને ખબર હતી અને રાજ પણ મારી પસંદ નહોતો એ ફ્રેન્ડલી કબૂલ કરું છું રાજે કહ્યું કહ્યું કુદરત સાચા પ્રેમીઓને અને સાફ દીલ માણસોને મદદ કરેજ છે અને અમીત નીશા તમે ?...


વધુ આવતા અંકે પ્રકરણ -75