Ek Pooonamni Raat - 70 books and stories free download online pdf in Gujarati

એક પૂનમની રાત - પ્રકરણ:70

એક પૂનમની રાત
પ્રકરણ:70


અંકિતા અને અનિકેત રિક્ષામાં ઘરે જવા નીકળ્યા અંકિતાને એનાં ઘરે ડ્રોપ કરીને અનિકેત એનાં ઘરે જવાનો હતો. રિક્ષામાં બેઠાં ત્યારથી રીક્ષા દ્રાઇવરની નજર અંકિતા ઉપરજ ચોટેલી હતી અંકિતાએ અનિકેતનો હાથ દબાવ્યો અને સંકેતમાં કેહવા ગઈ કે પેલો રીક્ષાવાળો એનેજ જોઈ રહ્યો છે અનિકેતે સમજીને કહ્યું ચિંતા ના કર અને એ રીક્ષાવાળાને ટોકવા જાય છે ત્યાંજ સામેથી એક બાઈક આવે છે અને રિક્ષાવાળાની નજર રોડ પર હતીજ નહીં અંકિતાથી જોરથી ચીસ પડાઈ જાય છે....

ચીસ સાંભળી રીક્ષાવાળો સાવધાન થાય એ પહેલાં બાઈક જોરથી ભટકાય છે અને રીક્ષા પણ સંતુલન ગુમાવી દ્રાઇવર બચવા માટે રિક્ષાને ફંટાવી સંભાળે પહેલાંજ રીક્ષા લાઈટનાં થાંભલાં સાથે ટકરાય છે રીક્ષાનો આગળનો કાચ તૂટી જાય છે દ્રાઇવર ઘવાય છે અંકિતા અને અનિકેત સહેજમાં બચી જાય છે અંકિતાને માથામાં રીક્ષાનાં હુડનો સળીયો વાગે છે એણે ઘા પડે છે એનાં માથામાંથી લોહી નીકળે છે અનિકેત હાથરૂમાલ થી એ ઘા ને દબાવે ને રડતી અંકિતાને સાચવીને રીક્ષાથી બહાર કાઢે છે અને દ્રાઇવરને ધમકાવે છે પણ... દ્રાઇવર પણ ઘવાયો છે.

અંકિતાએ કહ્યું આ માણસ નાલાયક છે એની નજર દ્રાઇવ કરવામાં હતીજ નહીં મનેજ ઘુરી રહેલો અનિકેત પોલીસને બોલાવ અનિકેત મોબાઈલ કાઢીને ફોન કરવા જાય છે ત્યાં દ્રાઇવર બે હાથ જોડીને વિનવે છે માફ કરો કબૂલ કરું છું મારી ભૂલ હતી મારી રીક્ષાને પણ ખુબ નુકશાન થયું છે પોલીસ કેસ થશે હું ભૂખો મરીશ મને માફ કરો.

અંકિતાએ કહ્યું અનિકેત એનું સાંભળીશ નહીં તું પહેલાં પોલીસને ફોન કર હું સહેજમાં બચી ગઈ નહીંતર આ માણસ આપણને મારી નાખત.

અનિકેત અંકિતા સામે જુએ છે અને કહે છે ધીરજ રાખ પહેલાં મારે તારી સલામતિ જોવાની છે તને ડ્રેસીંગ કરાવવું પડશે હું દેવાંશને ફોન કરું છું પછી આને પોલીસ ને સોંપીશું પેલો દ્રાઇવર કહે અરે પણ પેલા બાઈક વાળા અવળી દિશામાં સામેજ આવી રહેલાં એલોકોનો વાંક છે અનિકેતે બહારની તરફ જોયું તો ત્યાં બાઈક નહોતી નાં કોઈ માણસ એણે અચરજ થયું આવું કેવી રીતે બને ? એલોકો ખુબ જોરથી અથડાયા હતાં એમને પણ વાગ્યું હશે ક્યાં ગયાં એટલી વારમાં ? પેલો રીક્ષા દ્રાઇવર લોહી લુહાણ થયેલો એ કરગરી રહેલો અને અનિકેતે દેવાંશને ફોન કર્યો. દેવાંશે ફોન ઉઠાવી પૂછ્યું તમે પહોંચી ગયાં ? હું તારા ફોનની રાહ જોતો હતો.

અનિકેતે કહ્યું દેવાંશ પહોંચી નથી ગયાં ઉપર પહોંચી જતાં બચી ગયાં છીએ જે રિક્ષામાં જઈ રહેલાં હતાં એને એક્સીડેન્ટ થયો છે અંકિતાને માથામાં થોડું વાગ્યું છે અમે લોકો ઓલ્ડ પાદરા રોડ પર છીએ ત્યાં બેન્ક ઓફ બરોડા છે એની સામેનાં રોડ પરજ છીએ તું તાત્કાલિક અહીં આવ પછી આગળ વાત કરીએ.

દેવાંશે કહ્યું ઓહ નો...કઈ નહીં ચિંતા ના કર વ્યોમાને હવે સારું છે એનાં ઘરેથી નીકળીને તરતજ ત્યાં પહોંચું છું ખબર નથી પડતી આ બધું શું થઇ રહ્યું છે તું અંકિતાનું ધ્યાન રાખ હું પહોંચું છું અને દેવાંશે ફોન કટ કર્યો અને વ્યોમાને કહ્યું તું તારી મોમ- પાપા પાસે બેસ એમને હમણાં કંઈ વાત નાં કરીશ આ લોકોને એક્સીડેન્ટ થયો છે અંકિતાને થોડું વાગ્યું છે હું ત્યાં જઉં છું પછી તને ફોન કરું છું ટેઈક કેર.

વ્યોમા દેવાંશની સામે જોઈ રહી અને બોલી દેવું આ બધું શું ચાલી રહ્યું છે ? તું શાંતિથી ચલાવજે અંકિતાનું ધ્યાન રાખજો એને પહેલાં ઘરે પહોંચાડજો મને ફોન કરજે ભૂલીશ નહીં ચિંતામાં મને ચેન નહીં પડે.

દેવાંશે કહ્યું હું ફોન કરીશ પણ તું ચિંતા નાં કરીશ આવતા ૨-૪ દિવસમાં જ બધાં પ્રોબ્લેમ સોલ્વ થાય એમ કરીશ હવે કોઈ આપણને હેરાન કે નુકશાન નહીં પહોંચાડી શકે કોઈ નહીં પણ હું જઉં પછી ખબર પડે લવ યુ એમ કહી દેવાંશે એનાં કપાળે ચુંબન કરીને ત્યાંથી નીકળ્યો અને જીપ સ્ટાર્ટ કરી અનિકેત જે સ્થળ કીધું ત્યાં જવા નીકળી ગયો.

અંકિતાનાં કપાળમાં ઘસરકો હતો માથામાં જે નજીવી ઇજા પહોંચી હતી ત્યાં લોહી બંધ થઇ ગયું હતું એ સ્વસ્થ હતી પણ ડર પેસી ગયેલો. પેલો દ્રાઇવર ઉંહકારા ભરતો બેસી રહેલો રોડ પર બાઇકનાં ટાયરનાં નિશાન હતાં એનાં પણ ફોટા પાડ્યા પણ નવાઈ એ હતી કે બાઈક સવારો બાઈક લઈને ભાગી છૂટ્યાં હતાં.

થોડીવારમાં દેવાંશ જીપ લઈને ત્યાં આવી ગયો રીક્ષાની બાજુમાં જીપ ઉભી રાખી અને સૌપ્રથમ અંકિતા અનિકેત પાસે આવ્યો અંકિતની ખબર પૂછી, અંકિતાને કપાળ પર ઘસરકો અને માથામાં થોડી ઇજા થઇ હતી એ જોઈ અને અનિકેતને પૂછ્યું તને કેમ છે ?

અનિકેતે કહ્યું મને કંઈ નથી થયું મારી બેકમાં એક ઝટકો આવ્યો સીટ વાગી છે પણ ઓકે છે બેઠો માર છે પણ અમે થોડી ઇજા માં બચી ગયાં છીએ.

અંકિતા ફૂટપાથ પર હાથ દબાવી બેઠી હતી અને અનિકેતનો રૂમાલ આખો લોહીવાળો થઇ ગયેલો અનિકેતે કહ્યું આ બાસ્ટર્ડની ભૂલે થયું છે એની નજર રોડ પર નહીં અંકિતા તરફ હતી હું હજી ટોકવા જઉં ત્યાં આ એક્સિડન્ટ થયો.

દેવાંશે કહ્યું એક્સિડન્ટ થયો આ થાંભલો હલી ગયો છે લાઈટ બંધ થઇ ગઈ આની રીક્ષા તો...ત્યાં અંકિતાએ ચીસ જેવા અવાજે કહ્યું દેવાંશ આ કાળમુખો મને ઘુરી રહેલો એનું ડ્રાંઈવિંગમાં ધ્યાનજ નહોતું સામેથી બાઈક આવી મારાથી ચીસ પડાઈ ગઈ.

દેવાંશે કહ્યું બાઈક ક્યાં છે ? કોણ ચલાવતાં હતાં અનિકેતે કહ્યું બાઈક અથડાઈ અને અમને કાબુ ગુમાવ્યો અને રીક્ષા ફંટાઈ થાંબલા જોડે અથડાઈ ...

બાઈક તો છે નહીં ક્યાં ગઈ ? અનિકેતે કહ્યું હું અંકિતાને જોવામાં રહ્યો એનું લોહી બંધ થાય એટલે રૂમાલ દબાવ્યો ડ્રાયવર ઘવાયો એટલામાં તો બાઈક સવાર બાઈક સાથે ક્યાં પલાયન થઈ ગયાં ખબર જ નાં પડી ? દેવાંશે કહ્યું બાઈક નો નંબર જોયેલો ? અનિકેતે કહ્યું નાં કંઈ જોયું નથી આંખ સામે તીવ્ર લાઈટ હતી.

દેવાંશ ડ્રાયવર તરફ ગયો એ ઘવાયો હોવા છતાં એનો ગુસ્સો કાબુ નાં થયો અને જોરથી એક લપડાક મારી અને કહ્યું યુ રાસ્કલ તારાં લીધે આ લોકો ઘવાયા બાઈક કઈ હતી ? એનો નંબર જોયેલો ? અને રિક્ષામાં સવારી બેસાડી આવા ધંધા કરે છે ? પેલો ખુબ ડરી ગયેલો એણે કહ્યું ભૂલ થઈ ગઈ સાહેબ માફ કરો.

દેવાંશે કહ્યું તારી ભૂલ તને કેવી ભારે પડે છે એ પછી સમજાશે એમ કહી મોબાઈલ કાઢીને સિદ્ધાર્થને ફોન કર્યો એનાં આષ્ચર્ય વચ્ચે ફોન સ્વીચઓફ આવ્યો. દેવાંશે કહ્યું આવા જાહેર માર્ગ પર અકસ્માત થયો પણ કોઈ પબ્લીક ઉભું પણ નાં રહ્યું ? કોઈએ મદદ નાં કરી ?

અનિકેત કહે બધાં જોઈ જોઈને જતાં રહ્યાં પણ કોઈ પૂછવા ઉભું નથી રહ્યું કારણ ખબર છે મને શહેરમાં હમણાંથી જે બનાવો બને છે બધાં ડરી રહ્યાં છે આ આપણી સંસ્કારી ગાયકવાડી નગરીમાં ખોટું થઈ રહ્યું છે.

દેવાંશ કહે સમજ્યો...પછી બોલ્યો પણ સિદ્ધાર્થ સરનો ફોન સ્વીચઓફ આવે નવાઈ લાગે છે એણે કાળુભાને ફોન કર્યો..કાળુભાએ તરત જ ફોન ઉપાડ્યો અને પૂછ્યું શું થયું દેવાંશભાઈ ? દેવાંશે કહ્યું કાળુભા તમે તરતજ અહીં ઓલ્ડ પાદરા રોડ પર બેન્ક ઓફ બરોડા પાસે આવો પછી વાત કરીએ છીએ....

કાળુભાએ કહ્યું હું હાલ નીકળું છું સિદ્ધાર્થ સર ઘરે ગયાં મોટા સાહેબ પણ હમણાં નીકળી ગયાં ખબર નથી આજની ગતિવિધિ સમજાતી નથી કંઈ નહીં રૂબરૂ આવું છું પહોંચું છું ૫-૧૦ મીનીટ જ થશે.

દેવાંશે ફોન બંધ કર્યો અને વિચારમાં પડ્યો પાપા ઘરે જવા નીકળી ગયાં ? સિદ્ધાર્થ સરનો ફોન સ્વીચઓફ આવે છે એ કાળુંભાની રાહ જોઈ રહેલો.

શહેરના સીમાડે આવેલા કબ્રસ્તાનમાં ચહલપહલ છે ત્યાં બાંકડા ઉપર ગંજેરી ચિલમ પીતો બેઠો છે અને દરવાજામાં બે વ્યક્તિનો પ્રવેશ થાય છે અને ચિલમધારી એ લોકોને જોઈને નીકળો નીકળો કહે છે અને ....


વધુ આવતા અંકે -પ્રકરણ :71