Dhup-Chhanv - 47 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 47

ધૂપ-છાઁવ - 47

ઈશાન તો તેની મસ્તીમાં જ ખોવાયેલો છે અને અપેક્ષા તેની નજીક આવતાં જ તેણે અપેક્ષાને ધક્કો મારી બેડ ઉપર સુવડાવી દીધી અને પછી તેની ઉપર ચુંબનનો વરસાદ વરસાવી દીધો. અપેક્ષા બૂમો પાડતી રહી, તેને રોકતી રહી અને ઈશાન તેને ચુંબન કરતો રહ્યો...કરતો રહ્યો... એટલામાં ઈશાનના સેલ ફોનમાં રીંગ વાગી એટલે બંનેનું ધ્યાન તેમના રોમાંસ ઉપરથી હટીને ફોન ઉપર ગયું ઈશાને સેલ ફોન ઉઠાવ્યો... તો કટ થઈ ગયો.. ઈશાને કોનો ફોન છે જોયા વગર ફોન બાજુમાં મૂકીને પાછો પોતાની મસ્તીમાં ગૂમ થઈ ગયો અને એટલામાં ફરીથી તેના સેલફોનમાં રીંગ વાગી... તેણે તરત જ ફોન ઉઠાવ્યો.... અને જોયું તો મોમનો ફોન હતો અને મોમ તેને પૂછી રહી હતી કે, " કેટલી વારમાં તું શોપ ઉપર આવે છે ? "

અને અપેક્ષા સાથે પ્યારભરી મસ્તીમાં તે એટલો બધો ખોવાઈ ગયો હતો કે તે ભૂલી ગયો હતો કે, હું મોમને પ્રોમિસ આપીને આવ્યો છું કે હું ફટાફટ અપેક્ષાને લઈને શોપ ઉપર આવું છું. અને તે મસ્તીમાંથી જરા બહાર આવ્યો અને અપેક્ષાને કહેવા લાગ્યો કે ફટાફટ રેડી થઈ જા આપણે શોપ ઉપર પહોંચવાનું છે મોમ આપણી રાહ જુએ છે.

અને અપેક્ષા ફટાફટ રેડી થઈ ગઈ એટલે બંને જણાં એકબીજાના હાથમાં હાથ નાંખીને ઈશાનની કારમાં ગોઠવાઈ ગયા અને શોપ ઉપર જવા માટે નીકળી ગયા.

હજી તો ઈશાન શોપ ઉપર પહોંચે તે પહેલાં ફરીથી તેના સેલફોનમાં રીંગ વાગી પોતે કાર ડ્રાઈવ કરી રહ્યો હતો તેથી તેણે અપેક્ષાને ફોન ઉપાડવા કહ્યું.

અપેક્ષાએ ફોન ઉપાડ્યો તો કોઈ હોસ્પિટલમાંથી ફોન હતો અને તે ઈશાન સાથે જ વાત કરવા માંગતા હતાં તેથી ઈશાને પોતાની કાર સાઈડમાં ઉભી રાખી અને તેણે નંબર જોયો તો આ તો નમીતાને જ્યાં ગાંડાની હોસ્પિટલમાં દાખલ કરી હતી ત્યાંથી ફોન હતો અને તાત્કાલિક તેને ત્યાં મળવા માટે બોલાવ્યો હતો એટલે શોપ ઉપર જવાને બદલે તેણે ગાડીને યુટર્ન મારીને હોસ્પિટલ તરફ હંકારી મૂકી અને અપેક્ષાને કહ્યું કે, મોમ સાથે વાત કરીને જણાવી દે કે અમે બંને નમીતાની હોસ્પિટલમાંથી ઈમરજન્સીમાં ફોન આવતાં ત્યાં જઈ રહ્યા છીએ.

રસ્તામાં જતાં જતાં ઈશાનના દિલના ધબકારા વધી ગયા હતા તે સમજી નહતો શકતો કે એકદમ શું બન્યું હશે તો તેને તાત્કાલિક આ રીતે હોસ્પિટલ બોલાવ્યો છે. ઈશાન તેમજ અપેક્ષા બંને અધ્ધર શ્વાસે ચિંતા કરતાં કરતાં હોસ્પિટલ પહોંચી ગયા.

ઈશાન એકજ શ્વાસે નમીતાની રૂમમાં પહોંચી ગયો અને તેની પાછળ પાછળ અપેક્ષા પણ પહોંચી ગઈ.

ઈશાન તો નમીતાના રૂમમાં ગયો અને કંઈ સમજે કે કંઈ વિચારે તે પહેલાં તો નમીતા દોડતી દોડતી આવીને, "માય ડિયર ઇશુ, માય ડિયર ઇશુ આઈ લવ યુ સો મચ... ક્યાં ખોવાઈ ગયો હતો ? મને અહીંયા આ અજાણી જગ્યાએ સાવ એકલી છોડીને તું ક્યાં ચાલ્યો ગયો હતો ? ચાલ હવે મને તારી સાથે લઈ જા..." આમ બોલતી બોલતી તે ઈશાનને ચોંટી પડી.

ઈશાને પણ નમીતાને છાતી સરસી ચાંપી લીધી અને તેને કીસ કરવા લાગ્યો વર્ષો પછી પોતાનું કોઈ ખોવાઈ ગયેલું પાછું મળ્યું હોય તેવો અહેસાસ તેને થવા લાગ્યો.

અપેક્ષા તો જાણે સૂનમૂન થઈ ગઈ હતી. શું કરવું ? શું બોલવું ? તેની કંઈજ સમજમાં આવતું ન હતું. તેની વાચા મૌન બનીને ઈશાન અને નમીતા, બે સાચા પ્રેમીઓના દર્દભર્યા મિલનને જોતી જ રહી ગઈ...!!

એટલામાં ઈશાન આવી ગયો છે તેવી જાણ થતાં જ નમીતાના ડૉક્ટરે ઈશાનને પોતાની કેબિનમાં બોલાવ્યો અને એક ક્રીટીકલ કેસનું સચોટ અને પોઝીટીવ સોલ્યુશન મળ્યાં પછી તેમનાં ચહેરા ઉપર જે સંતોષ અને ખુશીના ભાવ હતાં તે સાથે તેમણે ઈશાનને નમીતાની વાત કરવાની શરૂઆત કરતાં કહ્યું કે.....
ક્રમશ:

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
24/12/21


Rate & Review

Hina Thakkar

Hina Thakkar 3 weeks ago

milind barot

milind barot 4 weeks ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 4 months ago

Hema Patel

Hema Patel 6 months ago

Usha Patel

Usha Patel 7 months ago