Jivan Sathi - 28 books and stories free download online pdf in Gujarati

જીવન સાથી - 28

સ્મિત આન્યાને તેના ઘરે મૂકવા માટે ગયો. આન્યાની મમ્મી મોનિકાબેને સ્મિતને બેસવા માટે કહ્યું અને ચા-પાણી કરીને જવા માટે કહ્યું પરંતુ આન્યાની આ હાલતને લઈને સ્મિત થોડો ડિસ્ટર્બ હતો તેથી તે નેક્સ્ટ ટાઈમ આવીશ આન્ટી, મારી ચા તમારે ત્યાં જમા તેમ કહી નીકળી ગયો.

એટલામાં આન્યાના ડેડ આવી ગયા એટલે ઘણાં સમયથી ડિસ્ટર્બ આન્યા તેના ડેડને વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી અને સંયમના સમાચાર તેને ન મળ્યા તેની ફરિયાદ કરવા લાગી.

ડૉક્ટર વિરેન મહેતાએ આન્યાને ખૂબજ પ્રેમથી અને શાંતિથી સમજાવી અને શાંત પાડી.

મોનિકા બેને તેને પ્રેમથી જમાડીને સુવડાવી દીધી જેથી તેના મનના સ્ટ્રેસની અસર તેની તબિયત ઉપર ન પડે.

બીજે દિવસે સવારે આન્યા કોલેજ જવા માટે તૈયાર થઈ ગઈ અને પોતાનું એક્ટિવા લઇને કોલેજ જવા માટે તેણે જીદ કરી પરંતુ ડૉ. વિરેન મહેતાએ તેને બે ચાર દિવસ પછી જાતે એક્ટિવા લઇને જવા માટે તેને સમજાવી અને પોતે જ તેને કોલેજ મૂકવા માટે ગયા.

આન્યા કોલેજમાં ગઈ એટલે સ્મિત તેની રાહ જોતો જ ઉભો હતો કદાચ તે આન્યાને મળવા માટે ઈરાદાપૂર્વક જ ઘરેથી થોડો વહેલો જ આવી ગયો હતો.

ખબર નહીં આજે તો સ્મિત કંઈક અલગ જ લાગી રહ્યો હતો તેનો ચહેરો પણ થોડો ખીલેલો ખીલેલો દેખાતો હતો અને તે લાગતો પણ હતો એકદમ પર્સનાલેટેડ વ્યક્તિ, આજે તો મમ્મીએ પણ સવાર સવારમાં જ ટોક્યો હતો કે, " કેમ આજે વહેલા વહેલા કોલેજ જાય છે અને તે પણ આમ બનીઠનીને ગર્લફ્રેન્ડ સાથે મોર્નિંગ શોમાં મૂવી જોવા જવાનું છે કે શું ? "

હવે મમ્મીને શું જવાબ આપવો તે પણ એક પ્રશ્ન હતો એટલે સ્મિત " ના ના મમ્મી, એવું કંઈ નથી શું તું પણ, એતો આજે જરા વહેલું પહોંચવાનું છે એટલે..." એટલું બોલીને મલકાતાં ચહેરે ઘરેથી પોતાની આઈ ટ્વેન્ટી ગાડીને સેલ મારીને નીકળી ગયો હતો.

અને સમય કરતાં થોડો વહેલો જ કોલેજમાં પહોંચી ગયો હતો અને પછી આન્યાની રાહ જોતો ઉભો રહ્યો હતો.

આન્યા પોતાના ક્લાસરૂમ વિશે પૂછે છે એટલે સ્મિત તેને તેના ક્લાસરૂમ સુધી છોડવા માટે જાય છે અને રસ્તામાં તેને સોરી કહે છે કે પોતે તેને સંયમની વાત જણાવીને દુઃખ પહોંચાડ્યું. પરંતુ આન્યા તેને જણાવે છે કે, " સંયમ મારો બેસ્ટ ફ્રેન્ડ હતો અમે બંને એકબીજાની સાથે એવા તો ભળી ગયા હતા કે તે છોકરો છે અને હું છોકરી છું તો મારે તેની સાથે અંતર રાખવાનું એવું જરાપણ અમે બંને માનતા નહીં હું મારી બધીજ વાતો તેની સાથે ઓલ્વેઈઝ શેર કરતી અને તે પણ તેની બધીજ વાતો મારી સાથે શેર કરતો ક્યાંય પણ જઈએ તો અમારું ખૂબ સરસ ગૃપ હતું અમે બધા સાથે જ જતાં અને ખૂબ મસ્તી કરતાં સ્કૂલ લાઈફનો મારો એ એવો મિત્ર હતો કે જેને કદાચ હું જિંદગીભર નહીં ભૂલી શકું મને હંમેશાં તેની ખોટ વર્તાતી રહેશે." (અને આન્યાની આંખો ફરીથી આંસુથી છલકાઈ ગઈ. પણ આજે તેને બધુંજ સ્મિતને કહી દેવું હતું અને સ્મિત પણ શાંતિથી તેની વાતો સાંભળી રહ્યો હતો એમ વિચારીને કે આન્યા એકવાર તેનું મન ખાલી કરી દેશે તો તે ઘણી રાહત અનુભવશે.) આન્યા ઘણાં દુઃખ સાથે સ્મિતને એમ પણ કહી રહી હતી કે, " ભવિષ્યમાં કદાચ તેના જેવો કોઈ નિખાલસ, હસમુખો અને પ્રેમાળ મિત્ર મને મળશે કે નહીં ખબર નથી કે જેને હું મારા મનની બધીજ વાત કરી શકું ? " અને પછી એક ઉંડો નિસાસો નાખીને તે સ્મિતની સામે જુએ છે.

સ્મિત એટલા જ પ્રેમથી તેની સામે પોતાનો હાથ લંબાવે છે અને પૂછે છે કે, " મારી ફ્રેન્ડ બનીશ ? કદાચ હું સંયમ તો નહીં બની શકું પરંતુ તારો બેસ્ટ ફ્રેન્ડ બનવાનો પ્રયત્ન ચોક્કસ કરીશ. જીવનમાં ક્યારેય પણ તારે મારી જરૂર પડે તો હું તારી મદદે આવીને ઉભો રહીશ અને આન્યા પણ જાણે એકલી પડી ગઈ હોય અને તેને કોઈના પ્રેમ અને હુંફની જરૂર હોય તેમ તેણે પણ સ્મિત સાથે એટલા જ પ્રેમથી હાથ મિલાવ્યો અને પછી એક આછા સ્માઈલ સાથે બંને છૂટાં પડ્યાં. સ્મિત તેને છૂટતી વખતે તેના ઘરે ડ્રોપ કરી જશે તેમ કહીને પોતાના ક્લાસ તરફ ગયો અને આન્યા પોતાના ક્લાસરૂમમાં પ્રવેશી.

આન્યા ક્લાસમાં પ્રવેશે છે અને તરતજ તેના સેલફોનમાં રીંગ વાગે છે એટલે આખા ક્લાસની નજર તેની ઉપર પડે છે. તે તરત જ ફોન લઈને ક્લાસની બહાર નીકળી જાય છે અને જોયું તો દિપેનનો ફોન...

ઘણાંબધાં દિવસ પછી દિપેન ભાઈનો અવાજ સાંભળીને આન્યા ખૂબજ ખુશ થઈ જાય છે.

આન્યા પણ હવે નોર્મલ અને બિલકુલ ઓકે છે તે જાણીને દિપેનને પણ ખૂબ આનંદ થાય છે.

દિપેન માટે છોકરી જોવા જવાનું હોય છે તો દિપેન તેને પોતાના ઘરે બોલાવે છે.

એ દિવસે સાંજે છોકરીવાળા દિપેનના ઘરે આવે છે. લાંબી, પાતળી અને દેખાવમાં સુંદર બોલવામાં એકદમ શાંત અને મીઠી, સ્વભાવે સરળ છોકરી દિપેનને ખૂબ ગમી જાય છે પરંતુ તે પસંદગી આન્યાની ઉપર છોડે છે. બોલવામાં મીઠી છોકરી આન્યાને પણ ખૂબ ગમે છે અને તે પણ હા પાડે છે.

દિપેન અને સંજનાની સગાઈ નક્કી કરવામાં આવે છે. સંજનાની સાથે તેનો નાનો ભાઈ સુચિત આવેલો હતો જે આન્યાને લાઈન મારી રહ્યો હતો અને આન્યા તેને મનમાં જ ગાળો દઈ રહી હતી. હવે આ સુચિત સાથે આન્યાની મુલાકાત કેટલી અને કેવી મજેદાર રહેશે?? તે આપણે આગળના પ્રકરણમાં જોઈશું...‌.

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
29/12/21