Dhup-Chhanv - 49 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 49

ધૂપ-છાઁવ - 49

ઈશાન નમીતાને લઈને હોસ્પિટલમાંથી બહાર નીકળે છે અને ત્યાં જ અપેક્ષા ઈશાનની રાહ જોતી ઉભી છે.

નમીતા પોતે કંઈક અલગ જ દુનિયામાં આવી ગઈ હોય તેવું તેને લાગે છે અને જાણે તેને કોઈનો ડર લાગતો હોય તેમ તે જોરથી ઈશાનનો હાથ જરા દબાવીને ફીટ પકડી લે છે કે મને જાણે કોઈ અહીંથી ઉપાડી ન જાય..!!

ઈશાન પણ તેના હાથને પ્રેમથી સ્પર્શ કરીને ખાતરી અપાવે છે કે, ચિંતા ન કર હું હરપળ તારી સાથે જ છું...!!

બંને ઈશાનની કારમાં ગોઠવાઈ જાય છે અને પાછળની સીટ ઉપર અપેક્ષા બેસી જાય છે.

અપેક્ષાને જોઈને તરતજ નમીતા સ્વાભાવિકપણે જ તેના વિશે ઈશાનને પૂછે છે...

ઈશાનને એકદમ અપેક્ષા વિશે નમીતાને શું કહેવું કંઈ સૂઝતું નથી તે તરત જ બોલી જાય છે કે તે મારા સ્ટોર ઉપર કામ કરવા માટે આવે છે. તેનું નામ અપેક્ષા છે.

અપેક્ષાને ઈશાનનો પોતાના વિશેનો આ પ્રકારનો જવાબ સાંભળીને આંચકો લાગે છે અને થોડું દુઃખ પણ થાય છે પરંતુ હમણાં ઈશાન મારા વિશે નમીતાને કદાચ જણાવવા નહીં માંગતો હોય તેમ વિચારીને તે ચૂપ રહે છે.

નમીતા પોતાના ઘરે જવાની ઈચ્છા બતાવે છે પણ ઈશાન તેને સમજાવે છે કે આપણે આવતીકાલે તારા ઘરે જઈશું આજે તું મારી સાથે મારા ઘરે જ ચાલ પણ નમીતા ઈશાનની વાત માનવા તૈયાર નથી તેનું માનસિક સંતુલન તે ગુમાવી બેઠી હતી તેથી તેના મમ્મી-પપ્પા અને ભાઈ આ દુનિયામાં નથી તે વાત પણ તે ભૂલી ગઈ હતી અને પોતાના જ ઘરે જવાની જીદ પકડે છે ત્યારે ઈશાન તેને જણાવે છે કે તારું ઘર મેં રેન્ટ ઉપર આપેલું છે જે હવે મારે ખાલી કરાવવું પડશે પછી તું ત્યાં રહેવા માટે જઈ શકીશ અત્યારે તો તારે મારા ઘરે જ આવવું પડશે અને ત્યારે તે પોતાના મમ્મી-પપ્પા અને પોતાના ભાઈ વિશે ઈશાનને પૂછે છે.

ન છૂટકે ઈશાન તેને એકદમ શૉક ન લાગે તે રીતે તેના મમ્મી-પપ્પા અને ભાઈ વિશે સમાચાર આપે છે.

પોતાના મમ્મી-પપ્પાના અને ભાઈના સમાચાર સાંભળીને નમીતા ખૂબ ડિપ્રેશ થઈ જાય છે અને રડવા લાગે છે.

એટલામાં ઈશાનનું ઘર આવી જાય છે એટલે ઈશાન નમીતાને પ્રેમથી તેનો હાથ પકડીને અંદર લઈ જાય છે.

નમીતા ઈશાનની મોમને ભેટીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે. ઈશાન ઘણી મહેનત બાદ તેને થોડી શાંત પાડવામાં કામિયાબ રહે છે.

ઈશાનની મોમે બધા માટે જમવાનું બનાવીને રેડી રાખ્યું હોય છે પરંતુ અપેક્ષાનો મૂડ નમીતાને જોઈને જ બિલકુલ ઓફ થઈ જાય છે એટલે તે જમ્યા વગર જ અક્ષતને પોતાને લેવા માટે બોલાવી લે છે અને ઈશાન તેને બૂમો પાડતો રહે છે કે અપેક્ષા જમીને જા, જમીને જા પણ આજે અપેક્ષા ઈશાનની કોઈ વાત સાંભળવા કે માનવા તૈયાર નથી અને ચૂપચાપ અક્ષતની કારમાં ગોઠવાઈ જાય છે.
ઘરે પહોંચીને પણ પોતાના રૂમમાં ચાલી જાય છે અને પોતાનું બધું જ જાણે આજે એકાએક કોઈએ લુંટી લીધું હોય અને પોતે સાવ એકલી પડી ગઈ હોય તેમ એક ખૂણામાં બેસીને પોતાના બંને હાથ પોતાના મોં ઉપર મૂકીને ખૂબ રડે છે.. ખૂબ રડે છે... માણસનું જીવન પણ પળવારમાં કેવું બદલાઈ જાય છે...!! તે જ તો વિધાતાની કરામત છે...!!

આ બાજુ નમીતા પણ ખૂબજ ડિપ્રેશ છે એટલે તે પણ જમવાની ના પાડે છે અને સૂનમૂન થઈને ઈશાનના રૂમમાં જઈને બેસી જાય છે.

ઈશાન તેનું જમવાનું લઈને પોતાના રૂમમાં જાય છે અને નમીતાની બાજુમાં બેસીને નાના બાળકના માથા ઉપર પ્રેમથી હાથ ફેરવતો હોય તેમ ખૂબ વ્હાલપૂર્વક નમીતાના માથે હાથ ફેરવે છે અને પછી પોતાના હાથેથી કોળિયા કરીને નમીતાને જમાડે છે અને સાથે સાથે પોતે પણ જમી લે છે અને પછી નમીતાનું માથું પોતાના ખોળામાં તેનું મૂકીને તેના માથા ઉપર પ્રેમથી હાથ ફેરવતાં ફેરવતાં તેની સાથે વાતો કરતાં કરતાં તેને સુવડાવી દે છે અને પછી એક ઉંડો શ્વાસ લે છે અને અપેક્ષાને ફોન લગાવે છે પરંતુ અપેક્ષા ઈશાનથી આજે ખૂબજ નારાજ છે અને તેની સાથે વાત કરવા માટે બિલકુલ તૈયાર નથી માટે તે તેનો ફોન ઉપાડતી નથી અને પોતાનો મોબાઇલ સ્વીચ ઓફ કરી દે છે.

ઈશાનને પણ અપેક્ષાના આ વર્તનથી ખૂબ દુઃખ થાય છે પણ તે સમય આગળ મજબુર છે નમીતાને અત્યારે તેના પ્રેમ અને હૂંફની ખૂબ જરૂર છે માટે તેને એકલી મૂકવા માટે તે બિલકુલ તૈયાર નથી. હવે અપેક્ષાને આ વાત સમજાવવી કઈ રીતે ??

નમીતા તેનો પહેલો પ્રેમ છે તો અપેક્ષા તેનો બીજો પ્રેમ...!!

આજે ઈશાનની ઊંઘ ઉડી જાય છે અને તે વિચારી રહ્યો છે કે, આ તો મારી અગ્નિ પરીક્ષા થતી હોય તેવું લાગે છે. શું કરવું કંઈજ સમજાતું નથી... અને આમ વિચારતાં વિચારતાં ક્યારે તેની આંખ મળી જાય છે તેની તેને પણ ખબર પડતી નથી...

હવે ઈશાન, અપેક્ષા અને નમીતાના ત્રીકોણીય પ્રેમનું શું પરિણામ આવશે ?? તે તો સમય જ બતાવશે... વધુ આગળના પ્રકરણમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
9/1/2022


Rate & Review

Hina Thakkar

Hina Thakkar 4 weeks ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 4 months ago

Hema Patel

Hema Patel 6 months ago

Usha Patel

Usha Patel 7 months ago

Parash Dhulia

Parash Dhulia 10 months ago